
Trust & Safety
KYC છેતરપિંડીથી થતી ઓળખની ચોરીથી પોતાની જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી
PhonePe Regional|4 min read|18 July, 2025
જ્યારે તમે બેંક અથવા કોઈપણ નાણાકીય કંપનીમાં એકાઉન્ટ ખોલાવો છો, ત્યારે તેઓ તમને સાબિત કરવા કહે છે કે તમે કોણ છો. આને KYC પ્રક્રિયા કહેવામાં આવે છે. આમાં, તમારે તમારા આધાર કાર્ડ, PAN કાર્ડ જેવા ડોક્યુમેન્ટ અથવા RBI દ્વારા માન્ય અન્ય ડોક્યુમેન્ટ આપવાના રહેશે.
આજના સમયમાં, નાણાકીય સંસ્થાઓ “ડિજિટલ KYC” દ્વારા આ વેરિફિકેશન કરે છે. ડિજિટલ KYCમાં, તેઓ ગ્રાહક અને તેમના ડોક્યુમેન્ટના લાઇવ ફોટા લે છે અથવા વ્યક્તિ પાસે તેમનું આધાર છે તેનો પુરાવો મેળવે છે. ઑફલાઇન વેરિફિકેશન શક્ય ન હોય ત્યારે આનો ઉપયોગ થાય છે.
KYC ફ્રોડ દ્વારા ઓળખની ચોરી શું છે?
KYC ઓળખની ચોરીમાં, છેતરપિંડી કરનારાઓ તમારી વ્યક્તિગત વિગતોની ચોરી કરે છે અથવા તમારી માહિતીનો ઉપયોગ કરીને નકલી ઓળખ બનાવે છે. પછી, તેઓ આનો ઉપયોગ KYC પ્રક્રિયાને ખોટી રીતે પૂર્ણ કરવા માટે કરે છે. KYC પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ, છેતરપિંડી કરનારાઓ તમારી મંજૂરી વિના તમારા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી શકે છે. તેઓ તમારી KYC વિગતોનો ઉપયોગ નવા એકાઉન્ટ ખોલવા, લોન લેવા અથવા તમારા નામનો ઉપયોગ કરીને ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માટે પણ કરી શકે છે. તેના કારણે તમે તમારા પૈસા અને પ્રતિષ્ઠા બંને ગુમાવી શકો છો.
આજના ડિજિટલ વિશ્વમાં, ઓળખની ચોરી એ એક મોટું જોખમ છે, ખાસ કરીને જ્યારે છેતરપિંડી કરનારાઓ તમારા એકાઉન્ટના ઍક્સેસ મેળવવા માટે KYC પ્રક્રિયા પૂર્ણ કરવા ચોરી કરેલા અથવા બનાવટી ડોક્યુમેન્ટનો ઉપયોગ કરે છે.
ઓળખની ચોરી ઘણી અલગ અલગ રીતે થઈ શકે છે
સિનારિયો 1: છેતરપિંડી કરનારાઓ ફિશીંગ જેવી વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરીને તમારી વ્યક્તિગત માહિતી ચોરી શકે છે. તેઓ આ ચોરાયેલી માહિતીનો ઉપયોગ તમારા એકાઉન્ટનો એક્સેસ મેળવવા અને તમારી મંજૂરી વિના ટ્રાન્ઝેક્શન કરવા માટે કરે છે.
ઉદાહરણ તરીકે, કોઈ છેતરપિંડી કરનાર દ્વારા અર્જુનનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેણે તેને રોકાણ પર ઉચ્ચ વળતર આપવાનું વચન આપ્યું હતું. આગળની પ્રક્રિયા માટે, છેતરપિંડી કરનારે અર્જુનને તેની અંગત વિગતોની પુષ્ટિ કરવા કહ્યું. તેના પર વિશ્વાસ કરીને, અર્જુને તેના એકાઉન્ટની લોગિન વિગતો અને OTP આપી દીધા, તેણે વિચાર્યું કે તેના પૈસાનું સુરક્ષિત રીતે રોકાણ કરવામાં આવશે. પરંતુ છેતરપિંડી કરનારે આ માહિતીનો ઉપયોગ અર્જુનના એકાઉન્ટને એક્સેસ કરવા માટે કર્યો હતો અને તેની મંજૂરી વિના ટ્રાન્ઝેક્શન કર્યા હતા.
સિનારિયો 2: છેતરપિંડી કરનારાઓ તમને KYC પ્રક્રિયા પૂર્ણ કરવાનું કહી શકે છે જેથી તેઓ તમારા એકાઉન્ટની ઍક્સેસ મેળવી શકે. એકવાર તેમને તમારી માહિતી મળી જાય, પછી તેઓ તમારા એકાઉન્ટ પર સંપૂર્ણ નિયંત્રણ લઈ શકે છે અને તેનો દુરુપયોગ કરી શકે છે.
ઉદાહરણ તરીકે, કોઈ છેતરપિંડી કરનાર દ્વારા રોહિણીનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેણે કહ્યું હતું કે તે તેને સરકારી સબસિડી યોજનાનો લાભ મેળવવામાં મદદ કરી શકે છે. તેણે રોહિણીને એક એકાઉન્ટ ખોલવા અને KYC પ્રક્રિયા પૂર્ણ કરવા કહ્યું, તેણે જણાવ્યું કે સબસિડી મેળવવા માટે તે જરૂરી છે. તેની વાત માનીને રોહિણીએ તેની અંગત વિગતો આપી દીધી. તેની KYC માહિતી મેળવ્યા પછી, છેતરપિંડી કરનારે તેના એકાઉન્ટ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું અને અનધિકૃત ટ્રાન્ઝેક્શન કર્યા. તેનાથી રોહિણીને આર્થિક નુકસાન થયું.
સિનારિયો 3: છેતરપિંડી કરનારાઓ તમને એવા એકાઉન્ટ માટે KYC પ્રક્રિયા કરવા માટે મૂર્ખ બનાવી શકે છે જે એકાઉન્ટ તમારું હોય જ નહીં. ત્યારબાદ, તેઓ તમારી જાણ બહાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે તે એકાઉન્ટનો ઉપયોગ કરે છે.
ઉદાહરણ તરીકે, ડેવિડને કોઈ છેતરપિંડી કરનારનો ફોન આવ્યો જેણે કહ્યું કે તે તેને લોન મેળવવામાં મદદ કરી શકે છે. છેતરપિંડી કરનારે ડેવિડને એવા એકાઉન્ટ માટે KYC કરવાનું કહ્યું જે પહેલાથી જ છેતરપિંડી કરનારના નામનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું – ડેવિડના નહીં. તે લોન પ્રક્રિયાનો ભાગ હોવાનું વિચારીને, ડેવિડ સંમત થયા. તેણે KYC માટે તેની અંગત વિગતો આપી દીધી, તે જાણતા ન હતા કે તે છેતરપિંડી કરનારને તે એકાઉન્ટ પર સંપૂર્ણ નિયંત્રણ આપી રહ્યા છે. છેતરપિંડી કરનારે પછી નકલી લોન ટ્રાન્ઝેક્શન કરવા માટે એકાઉન્ટનો ઉપયોગ કર્યો, ડેવિડને આની જાણ નહોતી અને તે ભારે જોખમમાં મુકાઈ ગયો.
KYC છેતરપિંડી અને એકાઉન્ટ ટેકઓવરના સામાન્ય ચેતવણી ચિહ્નો
- તમે કોઈપણ એકાઉન્ટ ખોલવા માટે ક્યારેય કોઈ વિનંતી ના કરી હોય છતાં તમને અનપેક્ષિત કૉલ્સ અથવા ઇમેઇલ્સ આવતા હોય.
- તમે ના કર્યા હોય તેવા ટ્રાન્ઝેક્શન માટે તમને નોટિફિકેશન અથવા SMS મેસેજ મળે.
- તમે અરજી ના કરી હોય તેવા ક્રેડિટ કાર્ડનું બિલ આવે.
- તમે અચાનક તમારા બેંક અથવા નાણાકીય એકાઉન્ટમાં લૉગ ઇન ન કરી શકો.
- માન્યામાં ન આવે તેવી આકર્ષક ઑફર હોય જેનો ઉપયોગ તમારી ઓળખની ચોરી કરવા માટે કરવામાં આવે છે.
ઓળખની ચોરી અને KYC છેતરપિંડીથી પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવું
- તમારી અંગત માહિતીને સુરક્ષિત રાખો: મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ, OTP અથવા પાસવર્ડ ક્યારેય ફોન કૉલ્સ, ઇમેઇલ્સ અથવા મેસેજિંગ એપ પર શેયર ન કરશો.
- ફિશિંગ યુક્તિઓ માટે ધ્યાન રાખો: તમને વિશ્વાસ ન હોય તેવી વેબસાઇટ્સ પર વિચિત્ર લિંક્સ પર ક્લિક ન કરશો અથવા તમારી વિગતો દાખલ ન કરશો.
- તમારા એકાઉન્ટ નિયમિતપણે ચેક કરો: તમારા બેંક સ્ટેટમેન્ટ, ક્રેડિટ રિપોર્ટ અને એકાઉન્ટ એક્ટિવિટી પર નજર રાખો જેથી કંઈપણ અસામાન્ય હોય તો તેની જાણ થાય.
- મજબૂત સુરક્ષાનો ઉપયોગ કરો: વધારાની સુરક્ષા માટે તમે જ્યાં પણ કરી શકો ત્યાં ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) ચાલુ કરો.
- તમારો સંપર્ક કોણ કરે છે તે વેરિફાઈ કરો: જો કોઈ બેંક અથવા નાણાકીય કંપની અણધારી રીતે તમારો સંપર્ક કરે છે, તો તે સાચા છે કે કેમ તે ચેક કરવા માટે તેમના સત્તાવાર નંબર પર તેમને કૉલ કરો.
- ડોક્યુમેન્ટના દુરુપયોગ વિશે ઝડપથી જાણ કરો: જો કોઈ વ્યક્તિ તમારી મંજૂરી વિના તમારા ઓળખ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરે છે, તો તરત જ યોગ્ય અધિકારીઓ અને સંસ્થાઓને તેની જાણ કરો.
- ફક્ત વિશ્વસનીય KYC પદ્ધતિઓનો ઉપયોગ કરો: હંમેશા તમારું KYC સત્તાવાર વેબસાઇટ પર અથવા ફક્ત વેરિફાઈડ એજન્ટ દ્વારા જ કરો.
PhonePe એકાઉન્ટ પર તમારી ઓળખનો દુરુપયોગ થયો હોય તો શું કરવું
જો તમને છેતરપીંડીની શંકા હોય અથવા PhonePe દ્વારા તમારી સાથે છેતરપીંડી થઈ હોય તો, નીચેનામાંથી કોઈપણ માધ્યમથી સમસ્યાની જાણ કરીને ઝડપથી કાર્યવાહી કરો:
- PhonePe કસ્ટમર કેર નંબર PhonePe કસ્ટમર કેરને 80–68727374 અથવા 022–68727374.પર કૉલ કરો. કસ્ટમર કેર પ્રતિનિધિ ટિકિટ શરુ કરશે અને તમને વધુ સહાય કરશે.
- સોશિયલ મીડિયા PhonePeના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર છેતરપીંડીની ઘટનાઓની જાણ કરો:
- Twitter: https://twitter.com/PhonePeSupport
- Facebook: https://www.facebook.com/OfficialPhonePe
- Twitter: https://twitter.com/PhonePeSupport
- ફરિયાદ નિવારણ જો તમારી પાસે પહેલાથી ફરિયાદ ટિકિટ હોય તો, તમે તમારી ટિકિટ આઈડીનો ઉપયોગ કરીને: https://grievance.phonepe.com/ પર ફરિયાદ નોંધાવી શકો છો.
અધિકારીઓને જાણ કરવી
- સાયબર ક્રાઈમ સેલ: સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવો અથવા 1930 પર કૉલ કરો.
- દૂરસંચાર વિભાગ (DOT): સંચાર સાથી પોર્ટલ પર ચક્ષુ સુવિધાના માધ્યમથી શંકાસ્પદ મેસેજ, કૉલ અથવા કોઈપણ ફ્રોડ વિનંતીની જાણ કરો.