PhonePe Blogs Main Featured Image

Trust & Safety

ફોન ખોવાઈ ગયો છે? તમારા પૈસાની ચોરી થતી રોકવા માટે કરો આ ઉપાયો

nidhiswadi|5 min read|03 July, 2025

URL copied to clipboard

રાતના 11 વાગ્યા છે. તમારા ફ્રેન્ડ હમણાં જ તમને ઘરે મૂકીને ગયા છે. તમારો દરવાજો ખોલતી વખતે, તમે તમારું પોકેટ ચેક કરો અને અચાનક તમને જાણ થાય કે તમારો ફોન ખોવાઈ ગયો છે! તમારા હૃદયના ધબકારા વધી જશે.

તમે યાદ કરવાનો પ્રયત્ન કરશો કે તમે ફોન ક્યાં મૂકી દીધો હતો. કદાચ તમે મૂવી થિયેટરમાં ભૂલી ગયા હશો. કદાચ ખરીદી કરતી વખતે તે પડી ગયો હશે. કે કદાચ કોઈએ ચોરી લીધો હશે!

તમને ખૂબ જ ચિંતા થઈ રહી છે—તમારા ફોનમાં તમારી બેંકિંગ ઍપ્સ, UPI ઍપ્સ છે, કદાચ તમારા પાસવર્ડ પણ તમે ક્યાંક સેવ કરેલા હશે. 

તમને ચિંતા થવી સ્વાભાવિક છે. તમારા પૈસાની સુરક્ષા માટે આગામી થોડી મિનિટો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

મોબાઈલ ચોરી વિશેનું સત્ય

આજે, તમારો સ્માર્ટફોન માત્ર કૉલિંગ અથવા ચેટિંગ માટે નથી. તે તમારા વૉલેટ, તમારી બેંક અને ત્યાં સુધી કે તે તમારી ઓળખની જેમ કામ કરે છે. ચોરોને આ વાતની જાણ છે. તેઓ માત્ર થોડા પૈસા માટે તમારો ફોન વેચવા માંગતા નથી. તેઓ સારી રીતે જાણે છે કે જો તેઓ તમારો ફોન ખોલી શકે, તો તેઓ ઘણી વધુ ચોરી કરી શકે છે.

આ લેખ પરથી તમને સમજાશે કે તમારો ફોન ચોરાઈ જાય પછી છેતરપિંડી કેવી રીતે થાય છે—અને સુરક્ષિત રહેવા માટે તમે કયા પગલાં લઈ શકો છો.

ફોન ચોરી પછી નાણાકીય છેતરપિંડી કેવી રીતે થાય છે

જ્યારે કોઈ ફોન ચોરાઈ જાય છે, ત્યારે છેતરપિંડી કરનારાઓ પૈસાની ચોરી કરવા માટે આજની ડિજિટલ સિસ્ટમની નબળાઈઓનો ઉપયોગ કરે છે. તેઓ તે કેવી રીતે કરે છે તે અહીં આપ્યુંં છે:

  1. આપમેળે લોગ થયેલ પેમેન્ટ ઍપ્સ, ઘણા લોકો પેમેન્ટ ઍપ્સ જેમ કે UPI, ડિજિટલ વોલેટ્સ અથવા બેંકિંગ ઍપ્સમાં લોગ ઈન રહે છે. જો આ ઍપ્સ દર વખતે પિન અથવા ફિંગરપ્રિન્ટ માંગતી નથી, તો ચોર તેને સરળતાથી ખોલી શકે છે અને ટ્રાન્ઝેક્શન કરી શકે છે
  2. સેવ કરેલ કાર્ડ વિગતો, કેટલાક લોકો તેમના કાર્ડની વિગતો (જેમ કે કાર્ડ નંબર અને એક્સપાયરી ડેટ) બ્રાઉઝર અથવા ઍપમાં સેવ કરે છે. જો ફોન સારી રીતે લોક ન હોય, તો ચોર ખરીદી કરવા માટે તે કાર્ડ વિગતોનો ઉપયોગ કરી શકે છે.
  3. સાવ સરળ લૉક રાખવું અથવા ન રાખવું, જો તમારા ફોનમાં અઘરું સ્ક્રીન લૉક ન હોય—અથવા બિલકુલ લૉક ન હોય—તો ચોરો માટે તમારો ફોન ખોલવો અને ડેટાની ચોરી કરવી એકદમ સરળ છે.
  4. ચોર સિમ સ્વેપ ફ્રોડ પણ કરી શકે છે. આનો અર્થ એ છે કે તેઓ તમારી મોબાઇલ કંપનીમાં જાય છે અને તમારા ફોન નંબરને નવા સિમ કાર્ડમાં બદલવાનું કહે છે. જો આમાં તેઓ સફળ થઈ જાય, તો તેઓ તમને આવતા OTP (વન-ટાઇમ પાસવર્ડ) મેળવી શકે છે અને તેનો ઉપયોગ બેંકિંગ ટ્રાન્ઝેક્શન કરવા માટે કરી શકે છે.સિમ સ્વેપ વિશે વધુ જાણવા માટે, તમે બ્લોગ વાંચી શકો છો.
  5. ફિશિંગ એટેક, છેતરપીંડી કરવાની બીજી એક રીત ફિશિંગ છે. ચોર તમારા ફોન પરથી તમારા નામે મેસેજ અથવા ઈમેલ મોકલી શકે છે. તેઓ તમારા મિત્રો અથવા પરિવારને પૈસા મોકલવા અથવા વ્યક્તિગત વિગતો આપવા માટે કહી શકે છે. ફિશીંગ સ્કેમ્સ વિશે વધુ જાણવા માટે તમે બ્લોગ વાંચી શકો છો.

આ પ્રકારની છેતરપિંડીમાં નાણાંની ચોરી કરવા માટે ટેકનોલોજી અને માનવીય ભૂલો બંનેનો ઉપયોગ થાય છે. એટલા માટે ફોનની ચોરીથી મોટું આર્થિક નુકસાન થઈ શકે છે.

શા માટે તમારે ચોરી અટકાવવાના ઉપાયો વિશે જાણવું જોઈએ

ભારતમાં મોબાઈલની ચોરી બાદ પૈસાની છેતરપિંડી વધી રહી છે. ઘણા કિસ્સાઓ એટલા માટે બને છે કારણ કે લોકો અઘરા પાસવર્ડનો ઉપયોગ નથી કરતા અથવા તેમના એકાઉન્ટ પર નજર નથી રાખતા. તમારા ફોનને કેવી રીતે સુરક્ષિત રાખવો તે જાણવાથી તમને જોખમ ટાળવામાં, તાત્કાલિક કાર્યવાહી કરવામાં અને તમારા નાણાંને સુરક્ષિત રાખવામાં મદદ મળે છે.

તમારા ફોન અને પૈસાને કેવી રીતે સુરક્ષિત રાખવા

અહીં કેટલાક સરળ પરંતુ મહત્વપૂર્ણ પગલાં છે જે તમારે લેવા જોઈએ:

  1. તમારા ફોન પર અઘરા લૉકનો ઉપયોગ કરો: અઘરો પાસવર્ડ, ફિંગરપ્રિન્ટ અથવા ચહેરાની ઓળખનો ઉપયોગ કરો. જો થોડી મિનિટો માટે તમારા ફોનનો ઉપયોગ ન થાય તો તે આપમેળે લૉક થઈ જાય તે રીતનું સેટીંગ કરો. “1234” જેવા સરળ પિનનો ક્યારેય ઉપયોગ ન કરશો.
     
  2. દરેક ઍપને અલગથી લૉક કરો: ઘણી પેમેન્ટ ઍપ્સ (જેમ કે PhonePe) તમને એપ્લિકેશનની અંદર વધારાનો પિન અથવા બાયોમેટ્રિક લોક ઉમેરવાની મંજૂરી આપે છે. તેને ચાલુ કરો. તેથી, જો કોઈ તમારો ફોન અનલૉક કરે તો પણ તેઓ ઍપને સરળતાથી ખોલી ન શકે. (ઉદાહરણ તરીકે, PhonePeમાં તેનું સેટીંગ કરવા માટે પ્રોફાઈલ > સિક્યુરિટી > બાયોમેટ્રીક અને સ્ક્રીન લૉક પર જાઓ.)
  3. સંવેદનશીલ માહિતી ઑટો-સેવ ન કરશો: બ્રાઉઝર અથવા ઍપમાં કાર્ડ નંબર અથવા UPIની વિગતો સેવ કરવાનું ટાળો સિવાય કે તે એન્ક્રિપ્ટેડ ન હોય. જો તમારે પાસવર્ડ સેવ કરવાની જરૂર હોય, તો વિશ્વસનીય પાસવર્ડ મેનેજર ઍપનો ઉપયોગ કરો.
  4. રિમોટ ટ્રેકિંગ અને વાઇપિંગ ચાલુ કરો: “Find My Device” (એન્ડ્રોઈડ માટે) અથવા “Find My iPhone” (iOS માટે)નો ઉપયોગ કરો. જો તમારો ફોન ચોરાઈ ગયો હોય, તો તમે તેનો ઉપયોગ તેને શોધવા, લૉક કરવા અથવા દૂરથી જ ડેટાને હટાવી નાખવા માટે પણ કરી શકો છો.
  5. તમારું સોફ્ટવેર અપડેટ રાખો: તમારા ફોનના સોફ્ટવેર અને ઍપ્સને હંમેશા અપડેટ કરો. અપડેટ્સ સિક્યુરિટી બગ્સને ઠીક કરે છે જેનો હેકર્સ ઉપયોગ કરી શકે છે.
  6. ખોવાયેલા ફોનની તાત્કાલિક જાણ કરો: તમારી મોબાઇલ કંપનીને કૉલ કરો અને તેમને તમારું સિમ બ્લોક કરવા માટે કહો. તમારી બેંક અથવા વૉલેટ ઍપને પણ જાણ કરો જેથી તેઓ તમારા એકાઉન્ટને ફ્રીઝ અથવા મોનિટર કરી શકે.
  7. તમારા બેંક એકાઉન્ટ ચેક કરતા રહો: દરેક ટ્રાન્ઝેક્શન માટે SMS અથવા ઈમેઇલ નોટિફિકેશન ચાલુ કરો. દરરોજ તમારા એકાઉન્ટ ચેક કરો. જો તમને કંઈપણ શંકાસ્પદ જણાય, તો તરત જ તેની જાણ કરો.
  8. ડિવાઈસ બાઈન્ડિંગ સુવિધાઓનો ઉપયોગ કરો: કેટલીક UPI ઍપ (જેમ કે PhonePe અથવા Google Pay) તમારા ડિવાઈસ સાથે લિંક કરેલી છે. આનો અર્થ એ છે કે જો કોઈ બીજા ફોનમાં તમારા સિમનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે, તો તેણે તેને ફરીથી વેરિફાઈ કરવું પડશે. ખાતરી કરો કે આ સેટિંગ સક્ષમ કરેલું છે.

જો તમારો ફોન ચોરાઈ જાય તો તમારું PhonePe એકાઉન્ટ કેવી રીતે બ્લોક કરવું

જો કોઈએ તમારો ફોન ચોરી કર્યો હોય, તો તરત જ તમારું PhonePe એકાઉન્ટ બ્લોક કરો:

  • એકાઉન્ટ બ્લોક કરવા માટે:
    • કસ્ટમર કેર પર કૉલ કરો: 80-68727374 અથવા 022-68727374 પર        PhonePe સહાયને કૉલ કરો. તેમને કહો કે તમારો ફોન ખોવાઈ ગયો છે અને તેમને તમારું એકાઉન્ટ બ્લોક કરવાનું કહો.
    • સપોર્ટ વેબફોર્મનો ઉપયોગ કરો: PhonePe સપોર્ટ વેબસાઇટ પર એક ફોર્મ ભરો અને બધી વિગતોનો ઉલ્લેખ કરો.
    • સોશિયલ મીડિયા પર સંપર્ક: તમે Twitter પર @PhonePeSupport અથવા Facebook પર OfficialPhonePe પર PhonePe ને મેસેજ કરી શકો છો.
    • સાયબર ક્રાઈમ સેલને જાણ કરો: જો તમને લાગે કે છેતરપિંડી થઈ ચૂકી છે, તો cybercrime.gov.in પર ફરિયાદ કરો અથવા 1930 પર કૉલ કરો.
  • પછીથી ફરી ઍક્સેસ મેળવવા માટે:
    • PhonePe સપોર્ટનો સંપર્ક કરો: એકવાર તમે નવો ફોન અથવા સિમ મેળવી લો, પછી ફરીથી PhonePeનો સંપર્ક કરો. તેઓ તમને તમારી ઓળખ (જેમ કે મોબાઈલ નંબર, ઈમેલ અથવા KYC માહિતી) સાબિત કરવા કહેશે.
    • તમારું એકાઉન્ટ ફરીથી વેરિફાઈ કરો: તમારા એકાઉન્ટને નવા ડિવાઈસ સાથે કનેક્ટ કરવા માટે તેમના પગલાં અનુસરો. તેમાં OTP અથવા KYC ડોક્યુમેન્ટ ફરીથી સબમિટ કરવાનો સમાવેશ થઈ શકે છે.
    • તમારા ટ્રાન્ઝેક્શન ચેક કરો: તમારું એકાઉન્ટ પાછું મેળવ્યા પછી, ઍપ પર જાઓ: સહાય > જૂના ટ્રાન્ઝેક્શન. જો તમને એવા કોઈપણ ટ્રાન્ઝેક્શન દેખાય જે તમે ન કર્યા હોય તો, સહાયનો ઉપયોગ કરીને તેની જાણ કરો > ટ્રાન્ઝેક્શનમાં કોઈ સમસ્યા છે?
    • ફરિયાદ નિવારણ: જો તમને હજુ પણ સમસ્યાઓ હોય, તો grievance.phonepe.com પર જાઓ, તમારી ટિકિટ આઈડી વડે લોગ ઇન કરો અને તમારી સમસ્યા જણાવો. 

બોનસ રિસોર્સ

  • વિવિધ છેતરપિંડી અને કેવી રીતે સુરક્ષિત રહેવું તે વિશે વધુ જાણવા માંગો છો? અહીં વાંચો.
  • PhonePeના ટ્રસ્ટ અને સેફ્ટી હેડ છેતરપિંડી વિશે કેવી રીતે સમજાવે છે અને તેઓ તમને કેવી રીતે સુરક્ષિત કરે છે તે જોવા માંગો છો? અહીં વિડિયો જુઓ.

જો તમે કોઈ છેતરપીંડીનો ભોગ બન્યા હોવ તો તેની જાણ કેવી રીતે કરવી

જો તમે PhonePe પર સ્કૅમરનો  શિકાર બન્યા છો, તો તમે તરત જ નીચે મુજબની રીતોનો ઉપયોગ કરીને ફરિયાદ નોંધાવી શકો છો:

  1. PhonePe ઍપ: PhonePe ઍપ પર “સહાય” વિભાગમાં જાઓ અને “ટ્રાન્ઝેક્શનમાં સમસ્યા છે” વિકલ્પ હેઠળ સમસ્યા નોંધાવો.
  2. PhonePe ગ્રાહક સહાય નંબર: તમે PhonePe ગ્રાહક સહાય નંબર 80–68727374 / 022–68727374 પર કૉલ કરીને સમસ્યાની જાણ કરી શકો છો, પછી ગ્રાહક સહાય એજન્ટ ફરિયાદ નોંધશે અને તમારી સમસ્યાનો ઉકેલ લાવવામાં મદદ કરશે.
  3. વેબફોર્મ સબમિશન: તમે PhonePeના વેબફોર્મ https://support.phonepe.com/ દ્વારા પણ ટિકિટ શરૂ કરી શકો છો.
  4. સોશિયલ મીડિયા: તમે PhonePeના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા છેતરપિંડીના બનાવોની જાણ કરી શકો છો.
    1. Twitter — https://twitter.com/PhonePeSupport
    2. Facebook — https://www.facebook.com/OfficialPhonePe
  5. ફરિયાદ: હાલની નોંધાવેલી ફરિયાદ પર વધુ વિગતો શેર કરવા માટે https://grievance.phonepe.com/ પર લૉગિન કરો અને અગાઉ નોંધાવેલી ટિકિટ ID શેયર કરો.
  6. સાઇબર સેલ: અંતે, તમે નજીકના સાઇબર ક્રાઇમ સેલમાં જઈને અથવા ઓનલાઇન https://www.cybercrime.gov.in/ પર ફરિયાદની નોંધણી કરાવી શકો છો અથવા સાઇબર ક્રાઇમ સેલમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવવા માટે હેલ્પલાઇન નંબર 1930 પર પણ સંપર્ક કરી શકો છો. 

મહત્વના રિમાઈન્ડર–PhonePe ક્યારેય ગોપનીય અથવા વ્યકિતગત વિગતો માંગતું નથી. જો કોઈ મેઇલ PhonePeમાંથી હોવાનો દાવો કરે અને તે phonepe.com ડોમેનમાંથી ન હોય, તો તેને અવગણો. જો તમને છેતરપિંડીની શંકા જણાય, તો તરત જ સત્તાવાર અધિકારીઓનો સંપર્ક કરો.

Keep Reading