
Trust & Safety
સાયબર છેતરપિંડીથી તમારા પરિવારને સુરક્ષિત રાખવા માટે લેવાવાળા 4 મહત્વપૂર્ણ પગલાઓ
PhonePe Regional|3 min read|20 January, 2026
જો આજે કોઈપણ સામાજિક પ્રસંગમાં છેતરપિંડી વિશે વાત કરીએ, તો ટેબલ પર બેઠેલા દરેક વ્યક્તિ પાસે કહેવા માટે એક વાર્તા નિશ્ચિત રૂપે હશે જ. કોઈના માસીએ પૈસા ગુમાવ્યા હશે તો કોઈના કાકાને શંકાસ્પદ ફોન આવ્યો હશે અને તેમણે તરત જ તેને છેતરપિંડી ઓળખી કાઢીને ફોન કાપી નાખ્યો હશે.
આ આજની વાસ્તવિકતા છે. તેમ છતાં, નિયમનકારો, કાયદા અમલીકરણ એજન્સીઓ અને અન્ય હિતધારકોના સતત પ્રયાસોને લીધે, આ વર્ષે છેતરપિંડી રોકવામાં આપણે પ્રગતિ કરી છે. સરકારી કામચલાઉ અકડાં મુજબ, ભારતમાં નાણાકીય વર્ષ 2024માં 1087 કરોડ રૂપિયાની 13.42 લાખ UPI છેતરપિંડીની ઘટનાઓ બની હતી, જે નાણાકીય વર્ષ 2025માં ઘટીને 981 કરોડ રૂપિયાની 12.64 લાખ ઘટનાઓ થઈ છે.
આ ગતિને જાળવી રાખવા માટે, અમે વર્ષની શરૂઆત એક વ્યાપક માર્ગદર્શિકા સાથે કરી રહ્યા છીએ જે તમારા પરિવારને સાયબર જોખમો સામે સુરક્ષિત રાખવામાં મદદ કરશે.
1. જોખમને સમજવું
ડિજિટલ છેતરપિંડીમાં ફિશિંગ, ઓળખની ચોરી અને તમારા ઉપકરણમાં માલવેર (નુકસાનકારક સોફ્ટવેર) દાખલ કરવા જેવી વિવિધ પદ્ધતિઓનો સમાવેશ થાય છે. સ્કેમર લોકો છેતરામણા ઈમેઈલ, મેસેજ અને ફોન કોલ જેવા માધ્યમોનો ઉપયોગ કરીને લોકોને પાસવર્ડ અથવા બેંકિંગ વિગતો જેવી સંવેદનશીલ માહિતી જાહેર કરવા માટે લલચાવે છે.
2. સામાન્ય કૌભાંડોને ઓળખવું
છેતરપિંડીની કેટલીક યુક્તિઓ જાણીતી છે, જ્યારે કેટલીક નવી છે. જોકે, આ બધી પદ્ધતિઓમાં એક સમાનતા છે – કૌભાંડની શરૂઆત હંમેશા એક શંકાસ્પદ ફોન કોલ, મેસેજ કે ઈમેઈલથી થાય છે. તમારા પરિવારને અજાણ્યા સંપર્કો પ્રત્યે સાવચેત રહેવા માટે તૈયાર કરો.
આ ચેતવણીરૂપ સંકેતો પર ધ્યાન આપવું:
- ઈતાવળ અથવા ધમકી: સ્કેમર લોકો તમને ગભરાવીને ઉતાવળમાં ભૂલ કરાવવાનો પ્રયાસ કરે છે.
- સંવેદનશીલ માહિતીની માંગ: સત્તાવાર સંસ્થાઓ ક્યારેય પાસવર્ડ, CVV અથવા OTP માંગતી નથી.
- શંકાસ્પદ લિંકો: લિંક પર ક્લિક કરતા પહેલા હંમેશા તેનું URL તપાસો કે તે અધિકૃત બેંક કે સંસ્થાનું છે કે નહીં. લિંક પર ક્લિક કર્યા વગર તેની ઉપર માઉસ રાખીને તમે અસલી URL જોઈ શકો છો.
- બેંક કે પોલીસ ક્યારેય પૂછતા નથી: પોલીસ અથવા તમારી બેંક ક્યારેય તમને પૈસા ઉપાડવા, તમારો આખો પિન જણાવવા અથવા “ફિંગરપ્રિન્ટ ચેકિંગ” માટે રોકડ આપવા માટે કહેશે નહીં.
- ફોન સ્કેમો: જો કોઈ કોલર ધરપકડ કરવાની ધમકી આપે અથવા રોકડ ટ્રાન્સફર દ્વારા “દંડ” માંગે, તો તે છેતરપિંડી છે. આવા કોલો ઘટાડવા માટે ‘ટેલિફોન પ્રેફરન્સ સર્વિસ’ માં નોંધણી કરાવવાનું વિચારો.
- ઘરઆંગણે આવતા અજાણ્યા લોકો: અચાનક ઘરે આવીને સેવાઓ આપતા લોકોને “ના” કહેવામાં કંઈ ખોટું નથી. ક્યારેય તરત જ કોઈ સેવા માટે સહી ન કરો, હંમેશા લેખિત ભાવપત્રક મેળવો. ખૂબ જ જરૂરી હોય તો જ વ્યક્તિગત માહિતી શેર કરો.
3. તમારા એકાઉન્ટ અને ઉપકરણોને સુરક્ષિત કરો
- મજબૂત પાસવર્ડ: દરેક એકાઉન્ટ માટે અક્ષરો, નંબરો અને ચિહ્નોના અનોખા સંયોજનનો ઉપયોગ કરો.
- મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન (MFA): વધારાની સુરક્ષા માટે શક્ય હોય ત્યાં મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન (MFA) ચાલુ કરો.
- ઓટોમેટિક અપડેટ: ઓપરેટિંગ સિસ્ટમ અને એપને હંમેશા અપડેટ રાખો જેથી સુરક્ષાની ખામીઓ દૂર થઈ શકે.
- નિયમિત બેકઅપ: મહત્વપૂર્ણ ફાઇલોનો દર મહિને એક્સટર્નલ ડ્રાઇવ અથવા વિશ્વાસપાત્ર ક્લાઉડ સર્વિસ પર બેકઅપ લો.
- એન્ટીવાયરસ/મલવેર પ્રોટેક્શન : નિયમિતપણે અસરકારક માલવેર/એન્ટીવાયરસ ચેક કરો.
જો તમને શંકા હોય કે તમારી માહિતી સાથે છેડછાડ થઈ છે, તો તરત જ છેતરપિંડીની જાણ કરો.
4. નવી પેઢીને સશક્ત બનાવું
બાળકોને ઓનલાઇન સુરક્ષા વિશે શીખવવું અત્યંત મહત્વનું છે. નીચેની બાબતો વિશે નિયમિત વાત કરો:
- ગોપનીયતા: શા માટે અંગત માહિતી શેર ન કરવી જોઈએ અથવા ચેટમાં અજાણ્યા લોકો સાથે વાત ન કરવી જોઈએ.
- પેરેન્ટલ કંટ્રોલ: અયોગ્ય સાઇટોને બ્લોક કરવા અને સ્ક્રીન ટાઇમની મર્યાદા નક્કી કરવા માટેના સાધનોનો ઉપયોગ કરો.
- ખુલ્લો સંવાદ: તેમને પ્રોત્સાહિત કરો કે જો ઓનલાઇન કંઈપણ શંકાસ્પદ લાગે, તો તરત જ તમને જણાવે.
- નિયંત્રણ નહીં, સમજણ: બાળક પર ફક્ત પ્રતિબંધો લાદવાને બદલે તેને ડિજિટલ દુનિયાને સમજવામાં મદદ કરો.
- ફેમિલી કોડ વર્ડ (પરિવારનો ગુપ્ત શબ્દ): AI સ્કેમર્સના સમયમાં, AI નો ઉપયોગ કરીને છેતરપિંડી કરનારાઓ દ્વારા ભાવનાત્મક અને આર્થિક રીતે છેતરાતાથી બચવા માટે પરિવારમાં એક સમાન ‘કોડ વર્ડ’ હોવો મહત્વપૂર્ણ છે.
કેવી રીતે રિપોર્ટ કરવો
જો તમને શંકા હોય કે તમે કૌભાંડનો શિકાર બન્યા છો, તો તરત જ રિપોર્ટ કરો:
કેવી રીતે રિપોર્ટ કરવો:
- PhonePe એપ્લિકેશન: મદદ વિભાગમાં જાઓ અને ફરિયાદ નોંધાવો.
- ગ્રાહક સંભાળ : PhonePe પર 80–68727374 અથવા 022–68727374 પર કૉલ કરો.
- સોશિયલ મીડિયા: સત્તાવાર PhonePe એકાઉન્ટ પર ઘટનાઓની જાણ કરો:
- Twitter: PhonePe Support
- Facebook: PhonePe Official
- ફરિયાદ નિવારણ : Phone Pe ફરિયાદ પોર્ટલ પર ફરિયાદ દાખલ કરો.
સત્તાવાળાઓને રિપોર્ટિંગ:
- સાયબર ક્રાઇમ સેલ : સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ દાખલ કરો અથવા 1930 પર કૉલ કરો.
- ટૅલિકમ્યુનિકેશન્સ વિભાગ (DOT): સંચાર સાથી પોર્ટલ પર ‘ચક્ષુ‘ સુવિધા દ્વારા શંકાસ્પદ સંદેશાઓ, કોલ અથવા વોટ્સએપ/ટેલિગ્રામની છેતરપિંડીની જાણ કરો.
સલામતીના વાતાવરણનું ઘડતર
ડિજિટલ સુરક્ષા એ સહિયારી જવાબદારી છે. સક્રિય રહીને, MFA (મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન) જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અને તંદુરસ્ત શંકાશીલતા જાળવી રાખીને, તમે તમારા નજીકના લોકોને રક્ષણ આપી શકો છો અને દરેક માટે સુરક્ષિત ડિજિટલ ઇકોસિસ્ટમમાં ફાળો આપી શકો છો.
મહત્વપૂર્ણ રીમાઇન્ડર — Phone Pe ક્યારેય ગોપનીય અથવા વ્યક્તિગત વિગતો માંગતું નથી. જો કોઈ મેઇલ phonepe.com ડોમેનમાંથી ન હોય તો Phone Pe તરફથી હોવાનો દાવો કરતા તમામ મેઇલને અવગણો. જો તમને છેતરપિંડીની શંકા હોય, તો કૃપા કરીને તરત જ સત્તાવાળાઓનો સંપર્ક કરો.
