PhonePe Blogs Main Featured Image

Trust & Safety

ડીપફેક અનુકરણ: AI ની વાસ્તવિકતાની કાળી બાજુથી કેવી રીતે સુરક્ષિત રહેવું

PhonePe Regional|3 min read|14 October, 2025

URL copied to clipboard

AI આ વર્ષનો સૌથી ચર્ચિત શબ્દ છે, અને તે યોગ્ય પણ છે. ટેકનોલોજીથી લઈને મનોરંજન સુધી, દૈનિક કામગીરી અને નવીનતામાં AI ના ઉપયોગમાં આપણે ઝડપી વધારો જોઈ રહ્યા છીએ. જોકે, જેમ જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વધુ સરળ અને સુલભ બની રહ્યું છે, તેમ તેમ તેની સાથે આવતા જોખમો પણ વધી રહ્યા છે. આજે, સોશિયલ મીડિયા AI-જનરેટ (AI દ્વારા બનાવેલા) લગભગ સચોટ સેલિબ્રિટીઓ અને રાજકારણીઓના ફોટા અને વીડિયોથી ભરેલું છે, જેનાથી શું સાચુ છે અને શું નકલી તે કહેવું મુશ્કેલ છે! આ ટેકનોલોજીનો હવે છેતરપિંડી કરનારાઓ દ્વારા ડીપફેકનો ઉપયોગ કરીને લોકોનું અનુકરણ કરવા માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

ડીપફેક અનુકરણ શું છે?

ડીપફેક અનુકરણ ત્યારે થાય છે જ્યારે કોઈ છેતરપિંડી કરનાર કોઈ અન્ય વ્યક્તિ બનીને છેતરવાના ઉદ્દેશ્યથી તમને પૈસા આપવા અથવા સંવેદનશીલ માહિતી શેર કરવા માટે AI ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તેઓ આવું કોઈ મિત્ર, કુટુંબના સભ્ય, અથવા કોઈ કંપની કે સરકારી અધિકારી હોવાનો ઢોંગ કરીને પણ કરી શકે છે.

ડીપફેક, એક શબ્દ જે “ડીપ લર્નિંગ” અને “ફેક” (નકલી)નું સંયોજન છે, તે જનરેટિવ એડવર્સેરિયલ નેટવર્ક્સ (GANs), એવી AI ટેકનોલોજી જે AI નો ઉપયોગ કરીને તે વ્યક્તિના ડેટામાંથી નકલી પરંતુ અત્યંત વાસ્તવિક વિઝ્યુઅલ ઉત્પન્ન કરતા શીખે છે. આનાથી સ્કેમ કરનાર (છેતરપિંડી કરનારાઓ) વિશ્વાસપાત્ર ઓડિયો સંદેશાઓ અથવા વીડિયો બનાવી શકે છે જેને વાસ્તવિકતાથી અલગ પાડવું લગભગ અશક્ય છે.

અનુકરણ માટે ડીપફેકનો ઉપયોગ કેવી રીતે થાય છે

ડીપફેક ટેકનોલોજી કોઈ વ્યક્તિના ચહેરાના લક્ષણો અને અવાજની નકલ કરીને એક સંપૂર્ણ, કૃત્રિમ નકલ બનાવે છે જેનો ઉપયોગ ગુનેગારો દૂષિત પ્રવૃત્તિઓ માટે કરે છે. અહીં કેટલીક રીતો આપેલી છે જેનાથી ડીપફેકનો ઉપયોગ અનુકરણ માટે થાય છે:

  • ઓળખની ચોરી: ડીપફેકનો ઉપયોગ ચહેરો અથવા અવાજની ઓળખ પર આધારિત ઓનલાઈન સુરક્ષા પ્રોટોકોલ્સને બાયપાસ કરવા માટે થઈ શકે છે, જેનાથી ગુનેગારોને એકાઉન્ટઍક્સેસ કરવા, લોન મેળવવા અથવા અન્ય કોઈના નામ પર ક્રેડિટ કાર્ડ ખોલવાની મંજૂરી મળે છે.
  • નાણાકીય છેતરપિંડી: સ્કેમર્સ ડીપફેકનો ઉપયોગ કરીને કોઈ પ્રિયજન તરીકે ઢોંગ કરી શકે છે અને ખોટા કટોકટીમાં પૈસાની માંગણી કરી શકે છે અથવા કોઈ સત્તાધિકારી વ્યક્તિ તરીકે વાયર ટ્રાન્સફરની માંગ કરી શકે છે. આ નકલી વીડિયો અને અવાજો એટલા વાસ્તવિક લાગે છે કે તે લોકોને છેતરવામાં અવિશ્વસનીય રીતે અસરકારક હોય છે.
  • ખંડણી અને બ્લેકમેઇલ: ગુનેગારો કોઈ વ્યક્તિના નકલી સંવેદનશીલ વીડિયો અથવા ફોટા બનાવી શકે છે અને તેનો ઉપયોગ ખંડણી વસૂલવા અથવા તેમને તેમની ઇચ્છા વિરુદ્ધ કંઈક કરવા માટે દબાણ આપી કરી શકે છે.
  • ખોટી માહિતી ફેલાવવી: ડીપફેક પ્રખ્યાત વ્યક્તિઓ અથવા સામાન્ય લોકોને એવું કહેતા કે કરતા બતાવી શકે છે જે તેમણે ક્યારેય કર્યું નથી. આનો ઉપયોગ તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા, સામાજિક સંઘર્ષ ઊભો કરવા અથવા બજારોમાં ગેરરીતિ કરવા માટે થઈ શકે છે.

ડીપફેક કેવી રીતે ઓળખવી

જોકે ડીપફેક લગભગ સચોટ લાગે છે, તેમ છતાં તમે આ મુખ્ય સંકેતોને જોઈને નકલી વીડિયોને ઘણીવાર ઓળખી શકો છો:

  • વિઝ્યુઅલ વિસંગતતાઓ: અજુગતી હલનચલન, જેમ કે અસ્વાભાવિક પલકારા મારવા અથવા કુદરતી ન હોય તેવા ચહેરાના હાવભાવ પર ધ્યાન આપો. તે ઉપરાંત, તપાસો કે વ્યક્તિના ચહેરા પરની લાઇટિંગ અને પડછાયાઓ તેમના આસપાસના વાતાવરણ સાથે મેળ ખાય છે કે નહીં.
  • ઓડિયો સંકેતો: અવાજ પર ધ્યાન આપો. તે ફ્લેટ, રોબોટિક અથવા તેમાં વિચિત્ર વિરામ હોઈ શકે છે. અવાજ વીડિયો સાથે મેળ ખાતો ન પણ હોય, જેમાં શબ્દો વ્યક્તિના હોઠની હિલચાલ સાથે સંરેખિત ન થતા હોય.
  • શંકાસ્પદ વિનંતીઓ: કોઈપણ અણધારી વિનંતીઓથી અત્યંત સાવધાન રહો, ખાસ કરીને જે પૈસા અથવા ખાનગી માહિતી માટે પૂછે. છેતરપિંડી કરનારાઓ ઘણીવાર તાકીદની ભાવનાનો ઉપયોગ કરીને તમારા પર ઝડપી નિર્ણય લેવા માટે દબાણ કરે છે.

ડીપફેકથી કેવી રીતે સુરક્ષિત રહેવું

ડીપફેક ટેકનોલોજી એક વધતું જોખમ છે, પરંતુ તમે તમારી જાતને સુરક્ષિત રાખવા માટે કેટલાક પગલાં લઈ શકો છો:

  • મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન (MFA) નો ઉપયોગ કરો: તમારા એકાઉન્ટ પર હંમેશા મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન સક્ષમ કરો. આ સુરક્ષાના આવશ્યક સ્તરો ઉમેરે છે, જેનો અર્થ છે કે જો કોઈ સ્કેમર બાયોમેટ્રિક સ્કેનને પાર કરી જાય તો પણ, તેમને તમારા એકાઉન્ટને ઍક્સેસ કરવા માટે હજી પણ ચકાસણીના બીજા ફોર્મની જરૂર પડશે.
  • શંકાસ્પદ વિનંતીઓ ચકાસો: જો કોઈ મિત્ર અથવા સહકાર્યકર વીડિયો કૉલ અથવા મેસેજ દ્વારા પૈસા અથવા માહિતી માટે અસામાન્ય વિનંતી કરે, તો કૉલ કટ કરો અને તેમની સાથે બીજી, વિશ્વાસપાત્ર ચેનલ દ્વારા સંપર્ક કરો — જેમ કે તમને ખબર હોય તેવા તેમના નંબર પર પાછો કૉલ કરવો.
  • તમારી જાતને અને અન્યને શિક્ષિત કરો: ડીપફેકના ચેતવણીના સંકેતોને ઓળખવાનું શીખો અને તમારા કુટુંબ અને સહકાર્યકરોને પણ તે જ કરવા પ્રોત્સાહિત કરો. “વિશ્વાસ કરો, પણ ચકાસણી કરવા”ની માનસિકતા રાખવી એ આ છેતરપિંડી સામે તમારી શ્રેષ્ઠ સુરક્ષા છે.

કેવી રીતે જાણ કરવી (રિપોર્ટ કરવી) 

જો તમને શંકા હોય કે તમે છેતરપિંડીનો શિકાર બન્યા છો, તો તરત જ તેની જાણ કરો:

PhonePe પર જાણ કરવી:

  • PhonePe એપ: સહાય વિભાગમાં જાઓ અને ફરિયાદ દાખલ કરો.
  • PhonePe ગ્રાહક સેવા: 80−68727374/022−68727374 પર કૉલ કરો.
  • સોશિયલ મીડિયા પર જાણ કરવી:
  • ફરિયાદ નિવારણ: ફોનપે ફરિયાદ પોર્ટલ પર ફરિયાદ દાખલ કરો.

સત્તાવાળાઓને જાણ કરવી:

  • સાયબર ક્રાઇમ સેલ: સાયબર ક્રાઇમ પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ દાખલ કરો અથવા 1930 પર કૉલ કરો.
  • ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ (DOT): સંચાર સાથી પોર્ટલ પર ચક્ષુ સુવિધા દ્વારા શંકાસ્પદ સંદેશાઓ, કૉલ્સ અથવા WhatsApp છેતરપિંડીની જાણ કરો.

મહત્વપૂર્ણ સૂચના PhonePe ક્યારેય ગોપનીય અથવા વ્યક્તિગત વિગતો માંગતું નથી. જો PhonePe.com ડોમેનમાંથી ઇમેઇલ ન આવ્યો હોય તો PhonePe તરફથી હોવાનો દાવો કરતા તમામ ઇમેઇલને અવગણો. જો તમને ફ્રોડનો શક હોય, તો કૃપા કરીને તરત જ અધિકારીઓનો સંપર્ક કરો.

Keep Reading