PhonePe Blogs Main Featured Image

Trust & Safety

ડિજિટલ સામે રોકડ રકમનું કૌભાંડ: ભૌતિક રોકડના બદલામાં તમારે શા માટે UPI ટ્રાન્સફર સ્વીકારવું ન જોઈએ

PhonePe Regional|4 min read|11 September, 2026

URL copied to clipboard

જો તમે સ્ટોર ચલાવતા વેપારી છો, તો પરચૂરણ માંગવા આવતા લોકો તમારા માટે નવા નથી. ડિજિટલ પેમેન્ટના યુગમાં, આણે એક નવો જ અવતાર લીધો છે. લોકોને કદાચ પરચૂરણની જરૂર ન હોય, પણ તેઓ ડિજિટલ નાણાંના બદલામાં રોકડ માંગવા આવે છે. આ બાબત ભલે નુકસાનરહિત લાગે, પરંતુ છેતરપિંડી કરનારાઓ ઝડપથી પૈસા કમાવવા માટે તમારી સાચાપણાનો ગેરલાભ ઉઠાવશે.

આ બ્લોગ બરાબર સમજાવે છે કે છેતરપિંડી કરનારાઓ આ છેતરપિંડીની પદ્ધતિ કેવી રીતે અજમાવે છે અને તમારી જાતને સુરક્ષિત રાખવા માટે તમે શું કરી શકો છો.

તમારા વ્યવસાય માટે UPI

ડિજિટલ સામે રોકડ રકમનું આ કૌભાંડ કેવી રીતે કામ કરે છે તે જાણતા પહેલા, ચાલો PhonePe Business વિશે થોડી વાત કરીએ, જે PhonePe પર વેપારીઓ માટેનું ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ છે.

જો તમે ડિજિટલ પેમેન્ટના સમય પહેલાથી તમારો સ્ટોર ચલાવી રહ્યા છો, તો તમે રોકડથી ડિજિટલ પેમેન્ટ સુધીની ક્રાંતિ જાતે જ જોઈ હશે. ચાના એક કપ માટેના નાના ટ્રાન્સફરથી લઈને મોટા રિટેલ બિલ સુધી, UPI QR કોર્ડે ચુકવણી સ્વીકારવાનું એકદમ સરળ બનાવી દીધું છે.

ગ્રાહકો પાસેથી સામાન કે સેવાઓના બદલામાં પેમેન્ટ મેળવવા માટે PhonePe દ્વારા વેપારીઓને યુનિક QR કોડ આપવામાં આવે છે. એ નોંધવું પણ મહત્વપૂર્ણ છે કે આ માત્ર મંજૂર કરાયેલી વ્યવસાયિક સેવાઓ માટે જ છે. જોકે, રોકડ મેળવવા માટે QR નો ઉપયોગ કરીને પેમેન્ટ સ્વીકારવાના કિસ્સાઓ વધ્યા છે. ડિજિટલ કરન્સીને રોકડમાં બદલવા માટે QR ના ઉપયોગની આ પદ્ધતિને “ATM સેવાઓ માટે QR” કહેવામાં આવે છે.

એક વેપારી તરીકે, તમે કદાચ સહાનુભૂતિથી કે વ્યવસાયિક હિતમાં આવું કરતા હશો, પરંતુ આવી પ્રવૃત્તિઓ સાથે ઘણા જોખમો જોડાયેલા છે. QR કોડ દ્વારા પેમેન્ટ સ્વીકારવું ત્વરિત અને સુરક્ષિત લાગે છે, પરંતુ મર્ચન્ટ ટર્મિનલનો દુરુપયોગ કરવાથી બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે, નાણાકીય નુકસાન થઈ શકે છે અને ગંભીર કાનૂની પરિણામો આવી શકે છે.

ડિજિટલ સામે રોકડ રકમની છેતરપિંડી કેવી રીતે થાય છે

એક ગ્રાહક તમારી દુકાને આવે છે. તે ચિંતામાં હોવાનો દાવો કરે છે અને તેને તાત્કાલિક ₹5,000 ની જરૂર છે. તે ભૌતિક રોકડના બદલામાં તમને UPI પર પૈસા ટ્રાન્સફર કરવા તૈયાર છે. જો તમે તેને મદદ કરો છો તો તે તમને થોડું “કમિશન” આપવા પણ તૈયાર છે. તમે એક સારા વ્યક્તિ હોવાના નાતે વિચારશો કે તમને ગમે તેમ કરીને રોકડ પાછી મળી જ રહી છે અને બેંકમાં પૈસા જમા કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે, તેથી તમે તેને માંગેલા પૈસા આપવાનું નક્કી કરો છો.

સ્કેમર આ પરિસ્થિતિનો પોતાના ફાયદા માટે કેવી રીતે ઉપયોગ કરી શકે છે:

દૃશ્ય 1: સ્કેમર ₹5,000 ટ્રાન્સફર કરવાનો દાવો કરવા માટે એક નકલી પેમેન્ટ એપનો ઉપયોગ કરે છે. તે તમને નકલી પેમેન્ટ કન્ફર્મેશન સ્ક્રીન બતાવે છે અને બદલામાં રોકડ આપવા માટે ઉતાવળ કરાવે છે. બાદમાં જ્યારે તમે તમારું એકાઉન્ટ તપાસો છો ત્યારે તમને ખબર પડે છે કે કોઈ પૈસા ટ્રાન્સફર થયા જ નહોતા અને તમારી સાથે છેતરપિંડી થઈ છે.

દૃશ્ય 2: ફ્રોડ કરનાર ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરે છે એટલે કે UPI પર ₹5,000 ટ્રાન્સફર કરે છે અને તમારી પાસેથી ભૌતિક રોકડ મેળવે છે. તમે તેને રોકડ આપીને ટ્રાન્ઝેક્શન પૂર્ણ કર્યું છે તેનો તમારી પાસે કોઈ ડિજિટલ પુરાવો ન હોવાથી, સ્કેમર દ્વારા ચાર્જબેક (કૌભાંડનો દાવો) દાખલ કરવામાં આવી શકે છે. જ્યાં સુધી ચાર્જબેકની તપાસ પૂર્ણ ન થાય – જેના માટે તમારે પુરાવા રજૂ કરવા પડે છે – ત્યાં સુધી તમારું એકાઉન્ટ હોલ્ડ પર અથવા પ્રતિબંધો હેઠળ મૂકવામાં આવી શકે છે, જેનાથી સીધું વ્યવસાયિક અને નાણાકીય નુકસાન થાય છે.

દૃશ્ય 3: જો સ્કેમર તે QR ટ્રાન્સફર કરવા માટે ચોરાયેલા ક્રેડિટ કાર્ડ, હેક થયેલા RuPay-on-UPI એકાઉન્ટ અથવા સાયબર ક્રાઈમના પીડિતના પૈસાનો ઉપયોગ કરે છે, તો તમારું મર્ચન્ટ એકાઉન્ટ મની લોન્ડરિંગ સાથે જોડાઈ જાય છે. ગૃહ મંત્રાલય (MHA) અને રેગ્યુલેટરી ઓથોરિટીઝની માર્ગદર્શિકા મુજબ, જો તમે મદદ કરી હોય તેવો કોઈ ગ્રાહક સાયબરક્રાઈમ હેલ્પલાઈન 1930 પર ડાયલ કરીને ફરિયાદ નોંધાવે છે, તો કાયદો અમલીકરણ એજન્સીઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) અને MHA ના લાગુ નિયમો હેઠળ તપાસ કરી શકે છે અને આ મામલાની તપાસ દરમિયાન તમારું મર્ચન્ટ એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે. આ રીતે તમે અજાણતાં જ એક સ્કેમનો હિસ્સો બની શકો છો, જે તમારા વ્યવસાયને અઠવાડિયા કે મહિનાઓ સુધી ધીમો પાડી શકે છે.

સારી વાત એ છે કે કેટલીક સરળ ટેવો કેળવીને આ ત્રણેય દૃશ્યોથી બચી શકાય છે.

ડિજિટલ સામે રોકડ રકમના કૌભાંડથી કેવી રીતે બચવું

તમારો વ્યવસાય સુરક્ષિત અને સતત ચાલતો રહે તે સુનિશ્ચિત કરવા માટે, તમારે RBI માર્ગદર્શિકાનું પણ પાલન કરવું જરૂરી છે. આ પદ્ધતિઓ તમને તમારો વ્યવસાય સચારુ રીતે ચલાવવામાં મદદ કરશે.

1. વ્યવસાયિક વ્યવહારોને કડકપણે વ્યવસાય પૂરતા જ રાખો

તમારું મર્ચન્ટ એકાઉન્ટ એ એક શક્તિશાળી સાધન છે જે ખાસ કરીને તમારી વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે બનાવવામાં આવ્યું છે. તેનો ઉપયોગ વાસ્તવિક સામાન કે સેવાઓના વિનિમય જેવા સાચા ટ્રાન્ઝેક્શન માટે જ કરો.

  • કેશ આઉટ ટાળો: એક વેપારી તરીકે, તમારે તમારા વ્યવસાયિક એકાઉન્ટ દ્વારા વાસ્તવિક વેચાણ સિવાય અન્ય કોઈ વસ્તુ માટે ક્યારેય પૈસા સ્વીકારવા કે મોકલવા જોઈએ નહીં.
  • તમારી ટીમને શિક્ષિત કરો: તમારા કર્મચારીઓને જાણ કરો કે તેમણે માત્ર વ્યાપારી હેતુઓ માટે જ પેમેન્ટ સ્વીકારવું જોઈએ.
  • પારદર્શિતા જાળવો: અવાંછિત વિવાદોથી તમારી જાતને બચાવવા માટે દરેક વ્યવહારને હેતુપૂર્ણ અને પારદર્શક રાખો.

2. ATM સેવાઓ અને કેશ એક્સચેન્જ ટાળો

PhonePe વેપારીઓને ATM સંબંધિત સેવાઓ અથવા રોકડની કેશ એક્સચેન્જ કરવા માટે ના પાડે છે.

  • શા માટે?: મર્ચન્ટ એકાઉન્ટ્સ દ્વારા રોકડ ઉપાડ અથવા વિનિમયથી મોટું જોખમ ઊભું થાય છે, જેમાં નિયમનકારી ઉલ્લંઘન અને વ્યવહારની જવાબદારી ગુમાવવાનો સમાવેશ થાય છે.
  • પરિણામ: મર્ચન્ટ પોલિસીના દાયરામાં ન આવતી હોય તેવી પ્રવૃત્તિઓમાં સામેલ થવાથી અમારા પ્લેટફોર્મની અખંડિતતા જોખમાઈ શકે છે. તેથી, પોલિસીના ઉલ્લંઘનના પરિણામે મર્ચન્ટ એકાઉન્ટ સસ્પેન્ડ થઈ શકે છે અથવા કાયમી ધોરણે બ્લોક પણ થઈ શકે છે.

3. ફક્ત તમારા પોતાના ઉપકરણ પર જ પેમેન્ટની ચકાસણી કરો 

છેતરપિંડી કરનારાઓ પેમેન્ટ પૂર્ણ કર્યું હોવાનો દાવો કરીને નકલી સ્ક્રીનશોટ બતાવીને પેમેન્ટ કન્ફર્મેશન સ્ક્રીનનો દુરુપયોગ કરવા માટે જાણીતા છે. આવા કૌભાંડોનો ભોગ બનવાથી બચવા માટે, હંમેશા તમારા પોતાના ડિવાઇસ પર જ પેમેન્ટ રસીદની ચકાસણી કરો. તમને બતાવવામાં આવેલા સ્ક્રીનશોટ અથવા પોપ-અપ પર આધાર રાખશો નહીં, તમારી પોતાની PhonePe એપ ચેક કરો અથવા જમા રકમની પુષ્ટિ કરતા SMS અથવા બેંક નોટિફિકેશનની રાહ જુઓ.

જો તમે છેતરપિંડીનો ભોગ બનો તો શું કરવું

જો તમને શંકા હોય કે તમને કોઈ સ્કેમ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે, તો તરત જ તેની જાણ કરો. દરેક સેકન્ડ મહત્વની છે.

PhonePe પર જાણ કરવી:

  • PhonePe Business એપ: એપના હેલ્પ સેક્શનમાં જઈને Help/મદદ બટન પર ક્લિક કરો.
  • PhonePe ગ્રાહક સંભાળ: 080-68727374 / 022-68727374 પર કૉલ કરો.
  • લોગિન સમસ્યાઓ માટે: support.phonepe.com પર ટિકિટ રેઇઝ કરો.
  • સોશિયલ મીડિયા પર જાણ કરવી:
  • ફર્યાદ નિવારણ: ફોનપે ફરિયાદ પોર્ટલ પર ફરિયાદ દાખલ કરો.

સત્તાવાળાઓને જાણ કરવી:

  • સાયબર ક્રાઇમ સેલ: સાયબર ક્રાઇમ પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ દાખલ કરો અથવા 1930 પર કૉલ કરો.
  • ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ (DOT): સંચાર સાથી પોર્ટલ પર ‘ચક્ષુ’ સુવિધા દ્વારા શંકાસ્પદ સંદેશાઓ, કૉલ્સ અથવા WhatsApp/Telegram છેતરપિંડીની જાણ કરો.

મહત્વપૂર્ણ સૂચના — PhonePe ક્યારેય ગોપનીય અથવા વ્યક્તિગત વિગતો માંગતું નથી. જો phonepe.com ડોમેનમાંથી ઇમેઇલ ન આવ્યો હોય તો PhonePe તરફથી હોવાનો દાવો કરતા તમામ ઇમેઇલને અવગણો. જો તમને છેતરપિંડીની શંકા હોય, તો કૃપા કરીને તરત જ અધિકારીઓનો સંપર્ક કરો.

Keep Reading