
Trust & Safety
ગિફ્ટ કાર્ડ છેતરપિંડી: તમારી માહિતી ક્યારે શેર કરવી જોઈએ તે જાણો
PhonePe Regional|3 min read|19 May, 2025
જો તમારે પેમેન્ટ કરવાનું હોય, તો તમે કેવી રીતે કરશો? સામાન્યપણે, UPIથી પેમેન્ટ કરવાનું કે બેંક ટ્રાન્સફર કરવાનું જ પસંદ કરાય છે. જો તમને ફોન આવે કે તમારે પેમેન્ટ કરવાનું છે, અને તે પણ ગિફ્ટ કાર્ડ દ્વારા, તો તમે શું કરશો? આવા કૉલ આવે ત્યારે શું સાવચેતી રાખશો?
અવલોકન:
ગિફ્ટ કાર્ડ, ખાસ કરીને ઈ-ગિફ્ટ કાર્ડ, હવે ગિફ્ટ આપવાનો એક લોકપ્રિય વિકલ્પ બની ગયો છે, જે જન્મદિવસો, લગ્નો અને છેલ્લી ઘડીની ગિફ્ટ માટે સૌથી અનુકૂળ પસંદગી છે. ગિફ્ટ કાર્ડ અનામી, શોધી ન શકાય તેવા અને કોઈ એક વ્યક્તિ સાથે કાયમી ધોરણે જોડાયેલા ન હોવાથી, કમનસીબે છેતરપિંડી કરનારાઓને નિર્દોષોને લાલચ આપીને તેમના પૈસા પડાવી લેવાનો સરળ માર્ગ મળી ગયો છે.
ગિફ્ટ કાર્ડથી થતી છેતરપિંડી હવે સામાન્ય બની ગઈ છે અને તેથી તેની કામ કરવાની રીત સમજવી જરૂરી છે જેથી તમે તમારા પૈસા અને તમારી વ્યક્તિગત માહિતીનું રક્ષણ કરી શકો.
ચાલો ગિફ્ટ કાર્ડની છેતરપિંડીને ઊંડાણપૂર્વક સમજીએ – તે શું છે, તે કેવી રીતે કાર્ય કરે છે અને તેનાથી સુરક્ષિત કેવી રીતે રહેવું.
ગિફ્ટ કાર્ડ છેતરપિંડી શું છે?
ગિફ્ટ કાર્ડની છેતરપિંડીમાં, છેતરપિંડી કરનાર સંભવિત શિકારનો સંપર્ક સાધીને તેને ગિફ્ટ કાર્ડ ખરીદવા માટે ફસાવે છે. ખરીદી કર્યા બાદ, છેતરપિંડી કરનારાઓ કપટ અને ખોટા બહાનાનો ઉપયોગ કરીને ગિફ્ટ કાર્ડ સાથે જોડાયેલા નંબર, કોડ, પિન વગેરે જેવી સંવેદનશીલ વિગતો પડાવી લે છે. એકવાર છેતરપિંડી કરનારાઓના હાથમાં જરૂરી માહિતી આવી જાય, પછી તેઓ ઝડપભેર રકમ વટાવી લે છે, અને પીડિતોને તેમના પૈસા પાછા મેળવવાનો કોઈ અવકાશ રહેતો નથી.
ગિફ્ટ કાર્ડ છેતરપિંડી કેવી રીતે કામ કરે છે?
ગિફ્ટ કાર્ડની છેતરપિંડીની એક લાક્ષણિક રીત હોય છે. ચાલો જોઈએ કે કેવી રીતે છેતરપિંડી કરનારાઓ પોતાની આ જાળ પાથરે છે.
1. છેતરપિંડી કરનાર વ્યક્તિ તમારા વિશ્વાસુ બનીને આવે છે.
આ છેતરપિંડીની શરૂઆત ફોન કૉલ, ઈમેઈલ, મેસેજ, અથવા તો સોશિયલ મીડિયા પરના સીધા મેસેજ (DM)થી શરૂ થાય છે. છેતરપિંડી કરનાર વ્યક્તિ આ હોવાનો ઢોંગ કરી શકે છે:
- તમારા મેનેજર અથવા સહકાર્યકર
- કોઈ પરિવારનો સભ્ય જે મુશ્કેલીમાં હોય
- સરકારી એજન્સી
- કોઈ તકનીકી સહાયક નિષ્ણાત
- કોઈ નિમણૂક તમને નોકરી ઑફર કરે છે
2. તેઓ ઉતાવળનું વાતાવરણ સર્જે છે.
છેતરપિંડી કરનારાઓ ગભરાટ કે દબાણભરી યુક્તિઓનો ઉપયોગ કરીને તમને ઝડપથી કાર્ય કરવા માટે મજબૂર કરે છે. તેમની પચલિત છેતરપિંડીમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- “હું મીટિંગમાં છું અને આ ગિફ્ટ કાર્ડની તાત્કાલિક જરૂર છે.”
- જ્યાં સુધી તમે કામ નહીં કરો ત્યાં સુધી તમારું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવશે.
- “એક કાનૂની સમસ્યા છે અને તમારે ગિફ્ટ કાર્ડનો ઉપયોગ કરીને પેમેન્ટ કરવું પડશે.”
- “તમારી ઓનબોર્ડિંગ/જોબ કિટ પૂર્ણ કરવા માટે અમને આની જરૂર છે.”
3. તેઓ તમને ગિફ્ટ કાર્ડ ખરીદવા માટે કહે છે
તમને PhonePeEGC, QWIKCILVERGC, Amazon, Apple, Google Play, વગેરે જેવા ચોક્કસ ગિફ્ટ કાર્ડ ખરીદવા સૂચના આપવામાં આવે છે, અને કેટલાક કિસ્સાઓમાં તો, વધુ કિંમતના ઘણા કાર્ડ ખરીદવા દબાણ કરવામાં આવે છે.
4. તેઓ ગિફ્ટ કાર્ડની વિગતો માંગે છે
એકવાર તમે કાર્ડ ખરીદો, પછી તેઓ આટલું પૂછશે:
- 16-અંકનો ગિફ્ટ કાર્ડ નંબર
- ગિફ્ટ કાર્ડ પિન
- કાર્ડ અથવા રસીદની વિગતો
5. તેઓ તરત જ ગિફ્ટ કાર્ડનો ઉપયોગ કરે છે
છેતરપિંડી કરનારા પર્સનલ ઉપયોગ માટે તરત જ કિંમત રિડીમ કરે છે અથવા ડિસ્કાઉન્ટ પર ઓનલાઈન કાર્ડ ફરીથી વેચે છે. એકવાર તેમનું કામ પૂરું થઈ જાય તે પછી તેઓ કોઈ નિશાન છોડ્યા વગર અદૃશ્ય થઈ જાય છે.
સામાન્ય ચેતવણીના સંકેતો:
- ગિફ્ટ કાર્ડ દ્વારા વિનંતી કરાયેલ શંકાસ્પદ પેમેન્ટ
- મેસેજમાંથી તાત્કાલિકતા, ભાવનાત્મકતા અથવા ગુપ્તતાનો ભાસ થાય.
- તમને તેને ગોપનીય રાખવા માટે કહેવામાં આવે
- વાતચીત પર્સનલ ઈમેઈલ અથવા ચેટ દ્વારા થાય છે, સત્તાવાર ચેનલો દ્વારા નહીં
- તેના વ્યાકરણ, જોડણી અથવા ભાવમાં અજુગતું લાગે
પોતાને કેવી રીતે સુરક્ષિત રાખશો?
- તમે જેમને જાણતા નથી અથવા જેમની પર વિશ્વાસ કરતા નથી તેમને ક્યારેય પણ ગિફ્ટ કાર્ડ કોડ શેર કરશો નહીં
- ગિફ્ટ કાર્ડ માટેની વિનંતીઓની ખાતરી કરો, ખાસ કરીને જો તે સામાન્ય ન લાગે.
- પરિવાર કે સહકર્મીઓ પાસેથી આવતી કોઈપણ અણધારી કે તાત્કાલિક માંગણી પર હંમેશા સાવધાન રહો.
- ફક્ત સત્તાવાર સ્ત્રોતોમાંથી અને પર્સનલ ઉપયોગ માટે જ ગિફ્ટ કાર્ડ ખરીદો
- મિત્રો, પરિવાર અને સહકર્મીઓને જાગૃત કરો – કારણ કે છેતરપિંડી કરનારાઓ મોટાભાગે વૃદ્ધો કે ટેકનોલોજીથી ઓછા પરિચિત લોકોને નિશાન બનાવે છે.
જો તમે ગિફ્ટ કાર્ડ છેતરપિંડીનો ભોગ બન્યા હોવ તો કેવી રીતે જાણ કરશો
જો તમને PhonePeના માધ્યમથી છેતરપિંડી કરનાર દ્વારા છેતરવામાં આવ્યા હોય, તો તમે તરત જ નીચેની રીતે મુદ્દો રજૂ શકો છો:
- PhonePe ઍપ: સહાય વિભાગ પર જાઓ અને “ટ્રાન્ઝેક્શનમાં સમસ્યા છે” વિકલ્પ હેઠળ સમસ્યાની જાણ કરો.
- PhonePe ગ્રાહક સહાય નંબર: તમે કોઈ સમસ્યા જણાવવા માટે 80-68727374 / 022-68727374 પર PhonePe ગ્રાહક સહાયને કૉલ કરી શકો છો, ત્યારબાદ ગ્રાહક સેવા અધિકારી ટિકિટ બનાવશે અને તમારી સમસ્યામાં મદદ કરશે.
- વેબફોર્મ સબમિશન: તમે Phonepe વેબફોર્મ : https://support.phonepe.com પર ટિકિટ પણ બનાવી શકો છો /
- સોશિયલ મીડિયા: તમે PhonePeના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા છેતરપિંડી ઘટનાઓની જાણ કરી શકો છો.
- Twitter — https://twitter.com/PhonePeSupport
- Facebook — https://www.facebook.com/OfficialPhonePe
- ફરિયાદ: તમારી હાલની ફરિયાદ માટે ફરિયાદ નોંધાવવા માટે તમે https://grievance.phonepe.com/ પર લોગિન કરી શકો છો, અને અગાઉ બનાવેલી ટિકિટ આઈડી શેયર કરી શકો છો.
- સાયબર સેલ: છેલ્લે, તમે નજીકના સાયબર ક્રાઈમ સેલમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી શકો છો અથવા https://www.cybercrime.gov.in/ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો અથવા 1930 પર સાયબર ક્રાઈમ સેલ હેલ્પલાઈનનો સંપર્ક કરી શકો છો.
મહત્ત્વપૂર્ણ રીમાઈન્ડર – PhonePe ક્યારેય ગુપ્ત અથવા પર્સનલ વિગતો પૂછતું નથી. જો તે phonepe.com ડોમેઈનમાંથી ન હોય તો, PhonePe માંથી હોવાનો દાવો કરતા તમામ મેઈલને અવગણો. જો તમને છેતરપિંડીની શંકા હોય, તો કૃપા કરીને તરત જ અધિકારીઓનો સંપર્ક કરો.