PhonePe Blogs Main Featured Image

Trust & Safety

ઓનલાઈન ખરીદી કરતી વખતે સુરક્ષિત રહો: નકલી વેબસાઇટ અને સ્કેમ જાહેરાતોને ઓળખો અને ટાળો

PhonePe Regional|3 min read|18 September, 2025

URL copied to clipboard

ઓનલાઈન શોપિંગ જુદા જુદા લોકો માટે જુદા જુદા હેતુઓ પૂરા પાડે છે – તે કોઈની થેરાપી છે, વ્યસ્ત એક્ઝિક્યુટિવ માટે ઑફલાઇન શોપિંગનો ઝડપી વિકલ્પ છે, માતાઓ માટે શાળાના તમામ કોસ્ચ્યુમ અને પ્રોપ્સ માટે ઝડપી ઉકેલ છે, મિત્ર માટે છેલ્લી ઘડીની ગિફ્ટ ખરીદવાની સગવળ છે અને વગેરે. ઓનલાઈન શોપિંગે ખરેખર આપણે આપણા અને આપણા પ્રિયજનો માટે ઉત્પાદનો કેવી રીતે ખરીદીએ છીએ તે બદલી નાખ્યું છે. કમનસીબે, આ સુવિધા એક નકારાત્મક પાસું પણ લઈને આવે છે – ઓનલાઈન શોપિંગ ફ્રોડ.

સાયબર અપરાધીઓ નકલી ઓનલાઈન સ્ટોર્સ બનાવે છે અને સોશિયલ મીડિયા જાહેરાતોનો ઉપયોગ કરીને ગ્રાહકોને તેમની વ્યક્તિગત માહિતી શેર કરવા અથવા નકલી વસ્તુ માટે પેમેન્ટ કરવા માટે યુક્તિઓ વાપરે છે. આ કૌભાંડો એટલા વાસ્તવિક લાગે છે કે પહેલી નજરે તેને ઓળખવા મુશ્કેલ છે.

ઑનલાઇન શોપિંગ ફ્રોડ માત્ર થોડાક સો કે હજાર રૂપિયા ગુમાવવા વિશે નથી, પરંતુ તેની લાંબા ગાળાની અસરો પણ થઈ શકે છે:

  • નાણાકીય નુકસાન: એક વાર પૈસા ટ્રાન્સફર થયા પછી, તેને પાછા મેળવું લગભગ અશક્ય છે.
  • ડેટા ચોરી: કૌભાંડ વેબસાઇટ તમારી વ્યક્તિગત વિગતો, જેમાં તમારા ક્રેડિટ કાર્ડની માહિતી પણ શામેલ છે, તેનો દુરુપયોગ કરી શકે છે.
  • બ્રાન્ડ ઇમેજ:પીડિત લોકો ઘણી વાર એ જ બ્રાન્ડ/પેમેન્ટ ગેટવેનો ફરીથી ઉપયોગ કરતા ખચકાય છે, પછી ભલે તે સુરક્ષિત અને ચકાસાયેલ ચુકવણી માટે હોય.

છેતરપિંડી કરનારા લોકોના વિશ્વાસ, ઉતાવળ અને સારા સોદાની ઈચ્છાનો લાભ લે છે. ચાલો આ કૌભાંડો કેવી રીતે કામ કરે છે અને તમે તમારી જાતને કેવી રીતે સુરક્ષિત રાખી શકો છો તે વિગતવાર સમજીએ.

ઑનલાઇન શોપિંગ ફ્રોડ કેવી રીતે કામ કરે છે

1. સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ

છેતરપિંડી કરનારા સોશિયલ મીડિયા પર નકલી અથવા બનાવટી પ્રોફાઇલ બનાવે છે. તેઓ સામાન્ય રીતે:

  • જાણીતા વેપારીઓ કે બ્રાન્ડ તરીકે ઢોંગ કરે છે.
  • “એક્સક્લુઝિવ” ડિસ્કાઉન્ટ ઑફર કરે છે જે એટલા સારા લાગે છે કે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.
  • ચોરાયેલા ઉત્પાદનનાં ફોટા અને નકલી પ્રશંસાપત્રોનો ઉપયોગ કરે છે.
  • UPI અથવા બેંક ટ્રાન્સફર દ્વારા એડવાન્સ પેમેન્ટ માટે દબાણ કરે છે, અને પછી ગાયબ થઈ જાય છે.

ઉદાહરણ તરીકે, એક નકલી સોશિયલ મીડિયા પેજ લોકપ્રિય બ્રાન્ડના અડધા ભાવે ફેશનેબલ કપડાં બતાવી શકે છે. એક વાર પેમેન્ટ થઈ ગયા પછી, તે એકાઉન્ટ કાં તો ખરીદદારને બ્લોક કરી દે છે અથવા રાતોરાત અદૃશ્ય થઈ જાય છે.

2. છેતરપિંડીભરી ઑનલાઇન વેબસાઇટ

નકલી વેબસાઇટ ઘણીવાર વાસ્તવિક ઈ-કોમર્સ પ્લેટફોર્મની નકલ કરવા માટે ડિઝાઇન કરવામાં આવે છે. તેઓ:

  • સાચી સાઇટ જેવા ડોમેન નામનો ઉપયોગ કરે છે (જેમ કે xYz.in ને બદલે xyz.in).
  • ખરીદદારોને આકર્ષવા માટે અવિશ્વસનીય સસ્તા સોદા આપે છે.
  • અસુરક્ષિત પેમેન્ટ ગેટવેને કારણે તમારી બેંક વિગતો જોખમમાં મૂકે છે.
  • નકલી ઉત્પાદનો ડેલિવર કરે છે અથવા કંઈક પણ ડેલિવર કરતા નહીં.

આ વેબસાઇટ ખરીદદારો વેબસાઇટની પ્રમાણિકતા, રિટર્ન પોલિસી અથવા સંપર્ક માહિતી જેવી વિગતો બે વાર તપાસશે નહીં તેવા વિશ્વાસ પર આધાર રાખે છે.

ધ્યાન રાખવા જેવી લાલ ઝંડીઓ

સામાન્ય ચેતવણી સંકેતોથી વાકેફ રહેવું તમને ઑનલાઇન શોપિંગ ફ્રોડનો ભોગ બનવાથી બચાવી શકે છે. કેટલાક ચેતવણી સંકેતોમાં શામેલ છે:

  1. અવિશ્વસનીય ડિસ્કાઉન્ટ: જો ડીલ એટલી સારી લાગતી હોય કે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય, તો તે સામાન્ય રીતે કૌભાંડ જ હોય છે.
  2. કેશ ઓન ડિલિવરી (COD) નહીં: છેતરપિંડી કરનારા ઘણી વાર ફક્ત એડવાન્સ પેમેન્ટનો આગ્રહ કરે છે.
  3. શંકાસ્પદ વેબસાઇટ ડિઝાઇન: ખરાબ વ્યાકરણ, ઝાંખા ફોટા અથવા તૂટેલી લિંક મોટા સૂચકાંકો છે.
  4. અપ્રમાણિત સોશિયલ મીડિયા હેન્ડલ: બ્લુ ટિક્સ અથવા સાચા ફોલોઅર્સની સંખ્યા તપાસો.
  5. કોઈ કસ્ટમર સપોર્ટ નથી: કાયદેસર વ્યવસાયો સ્પષ્ટ રિટર્ન/એક્સચેન્જ પોલિસી અને જવાબદેહ ગ્રાહક સેવા પ્રદાન કરે છે.

તમારી જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી

જ્યારે છેતરપિંડી કરનારા વધુ ને વધુ કુશળ બની રહ્યા છે, ત્યારે તમારી જાતને સુરક્ષિત રાખવા માટે તમે કેટલાક પગલાં લઈ શકો છો:

  1. ખરીદી કરતા પહેલા ચકાસો: હંમેશા વેચનાર અથવા વેબસાઇટ વિશે વિગતવાર તપાસો. રિવ્યૂ માટે ઝડપી ગૂગલ શોધ કૌભાંડોને ખુલ્લા પાડી શકે છે.
  2. વેબસાઇટ સુરક્ષા તપાસો: પેમેન્ટની વિગતો દાખલ કરતા પહેલા URL માં https:// અને પેડલોક સિમ્બોલ જુઓ.
  3. વિશ્વાસપાત્ર પ્લેટફોર્મનો ઉપયોગ કરો: જાણીતા ઈ-કોમર્સ એપ્સ અને વેબસાઇટનો ઉપયોગ કરો જેમની પ્રતિષ્ઠા સ્થાપિત થયેલી છે.
  4. સોશિયલ મીડિયા પર સાવચેત રહો: તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જુઓ છો તે દરેક પેજ અથવા જાહેરાત પર વિશ્વાસ કરશો નહીં. એકાઉન્ટની પ્રમાણિકતા ચકાસો.
  5. શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરો: સંબંધિત ડોમેન પર નકલી પેજની જાણ કરો અને સરકારના સાયબરક્રાઇમ પોર્ટલ પર સાયબર ફરિયાદ નોંધાવો.

Rયાદ રાખો, સાચા વ્યવસાયો પારદર્શિતાને મહત્વ આપે છે, સુરક્ષિત પેમેન્ટ વિકલ્પો પ્રદાન કરે છે, અને તમને ઝડપી પેમેન્ટ માટે ક્યારેય દબાણ કરતા નથી.

આગલી વખતે જ્યારે તમે સોશિયલ મીડિયા પર અથવા એવી વેબસાઇટ પર કોઈ અવિશ્વસનીય ડીલ જુઓ જેનું નામ તમે ક્યારેય સાંભળ્યું નથી—તો રોકાઈ જાઓ, ચકાસો, અને “હવે ખરીદો” પર ક્લિક કરતા પહેલા બે વાર વિચારો.

PhonePe પર કૌભાંડની જાણ કેવી રીતે કરવી

જો તમને PhonePe દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા હોય, તો અહીં મુદ્દો કેવી રીતે ઉઠાવવો તે જણાવવામાં આવ્યું છે:

1. Phone Pe એપ: Phone Pe ના હેલ્પ સેક્શનમાં “Have an issue with the transaction/હેવ એન ઇશ્યુ વિથ ધ ટ્રાન્ઝેક્શન” વિકલ્પ હેઠળ ફરિયાદ નોંધાવો.

2. Phone Pe કસ્ટમર કેર નંબર: તમે 80-68727374 / 022-68727374 પર PhonePe કસ્ટમર કેરને કૉલ કરી શકો છો, ત્યારબાદ કસ્ટમર કેર એજન્ટ ફરિયાદ માટે ટિકિટ ક્રિએટ કરશે અને તમારી સમસ્યામાં મદદ કરશે.

3. સોશિયલ મીડિયા: તમે ફ્રોડની જાણ અહીં પણ કરી શકો છો

Twitter — https://twitter.com/PhonePeSupport

Facebook — https://www.facebook.com/OfficialPhonePe

4. ફરિયાદ: હાલની ફરિયાદ માટે ફરિયાદ નોંધાવવા માટે તમે https://grievance.phonepe.com/ પર લોગિન કરી શકો છો અને અગાઉ ઉભી કરવામાં આવેલી ટિકિટ ID શેર કરી શકો છો.

5. સાયબર સેલ: છેલ્લે, તમે નજીકના સાયબર ક્રાઇમ સેલમાં ફ્રોડની ફરિયાદો નોંધાવી શકો છો અથવા https://www.cybercrime.gov.in/ પર ઑનલાઇન ફરિયાદ નોંધાવી શકો છો અથવા 1930 પર સાયબર ક્રાઇમ સેલ હેલ્પલાઇનનો સંપર્ક કરી શકો છો.

મહત્વપૂર્ણ સૂચના — PhonePe ક્યારેય ગોપનીય અથવા વ્યક્તિગત વિગતો માંગતું નથી. જો PhonePe.com ડોમેનમાંથી ઇમેઇલ ન આવ્યો હોય તો PhonePe તરફથી હોવાનો દાવો કરતા તમામ ઇમેઇલને અવગણો. જો તમને ફ્રોડનો શક હોય, તો કૃપા કરીને તરત જ સત્તાવાળાઓનો સંપર્ક કરો.

Keep Reading