PhonePe Blogs Main Featured Image

Investments

લાંબા ગાળે રોકાણની બૉડી બિલ્ડીંગ

PhonePe Regional|2 min read|12 July, 2021

URL copied to clipboard

કસરત અને રોકાણ કરવામાં શું સામ્યતા છે? જો નજીકથી જોશો તો ઘણી બધી છે!

શું 2021 તમારા માટે વધારે સક્રિય થવાનો અને કસરત કરવાનો સંકલ્પ લઈને આવ્યું હતું? જોકે, અમારા માટે પણ એવું જ છે! પરંતુ આપણે જ્યારે આવા સંકલ્પ લઈએ છીએ, આપણને અહેસાસ થાય છે કે કસરત અને રોકાણ કરવા વચ્ચે એક કોમન સેતુ છે જે આપણને સમજવામાં સહાય કરે છે કે તે સપનાને સાકર કરતી વખતે કોઈ સફળ રોકાણકાર કેવી રીતે બની શકે. તો ચાલો શરુ કરીએ, શરુ કરીએ ને?

પ્રથમ અને મોખરાનું, શરુઆત કરો

શું તમે જાણો છો દર નવા વર્ષે ઘણાં લોકો માટે કસરત એ સૌથી ઈચ્છિત સંકલ્પ શા માટે હોય છે? આવું એટલા માટે હોય છે કારણકે દરેકને કસરત કરવી હોય છે, પરંતુ તેમાંથી ઘણાં ઓછા લોકો શરુઆત કરે છે. રોકાણમાં પણ એવું જ છે. આવતીકાલ પર છોડવાથી કોઈને ફાયદો થતો નથી. તેથી જ, આવતીકાલે નહીં પણ આજે જ રોકાણ કરવાની અને કસરત કરવાની શરુઆત કરો.

કન્સીસ્ટન્સી મહત્વની છે

1લી જાન્યુઆરીએ જીમમાં જઈને તેના પછી તરત જ શોપિંગ માટે જવાથી તમારા સ્વાસ્થ્યનો લક્ષ્યાંક મેળવી શકાતો નથી. નિયમિત કસરત ચાલુ રાખવી, તે જ તમારા લક્ષ્યાંક સુધી પહોંચવાનો એકમાત્ર રસ્તો છે. તેવી જ રીતે, SIPમાં નિયમિત રીતે રોકાણ કરવાથી તેમજ રોકાણ કરવાનું જાળવી રાખવાથી લાંબા ગાળે નોંધપાત્ર સંપત્તિ બનાવવામાં સહાય મળે છે.

કન્સીન્ટસી શા માટે મહત્વની છે તે અહીં આપ્યું છે:

ચાલો ધારીએ લઈએ કે તમે 5000નું માસિક SIP શરુ કર્યું છે અને તેને 20 વર્ષ સુધી ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. તમને આ રોકાણ પર 12%નું રિટર્ન મળશે. 20 વર્ષના અંતે, તમે લગભગ કુલ 50 લાખની સંપત્તિ બનાવી શકો.આ બતાવે છે કે દર મહિને 5000નું સતત રોકાણ કરવાથી લાંબા ગાળે મોટી રકમ મેળવી શકાય છે.

તમારા માટે કામનું હોય તેવું રુટિન શોધો

જ્યારે તમે નિયમત કસરત કરવાનું ચાલુ કરો છો, ત્યારે તમે તમારા માટે કસરતનું શ્રેષ્ઠ રુટિન અનુસરવાનો પ્રયાસ કરો છો અને રુટિન કસરત કરો છો. તે બોડી બનાવવા માટે વેઈટ ટ્રેઈનિંગ હોઈ શકે છે, વજન ઉતારવા માટે કાર્ડિઓ અથવા કોર સ્ટ્રેન્થ માટે પાઈલેટ્સ. ટૂંકમાં, તમે તમારા લક્ષ્યાંક સુધી પહોંચવા માટે બધા પ્રકારની કસરત કરો છો. તેવી જ રીતે રોકાણમાં પણ, ખાતરી કરો કે તેમે એવા ફંડમાં રોકાણ કરો છો જે તમારા જોખમ, પસંદગી, લક્ષ્યાંક અને તમે જેમાં રોકાણ કરવા માંગતા હોવ તે સમયગાળાને અનુરુપ હોય.

જો તમે ટૂંકા ગાળાના લક્ષ્યાંક માટે ખૂબ જ વધારે જોખમાળુ રોકાણ કરો તો શું થાય? તમારું રોકાણ ઘણાં ઊતાર-ચઢાવમાંથી પસાર થશે જેના પરિણામે થોડુંક નૂકસાન અને ઘણો બધો સ્ટ્રેસ આવી શકે છે. પરંતુ તમારી જરુરિયાતનો અનુરુપ રોકાણ કરીને સરળતાથી આવું થતા અટકાવી શકાય છે. રોકાણના સમયગાળા અને જોખમની વિવિધ પ્રોફાઈલના આધારે અહીં એક ટૂંકી માર્ગદર્શિકા આપી છે:

આના માટે કોઈ શોર્ટ કટ નથી પરંતુ લાંબા ગાળાના પરિણામો અસાધારણ હોઈ શકે છે

કસરત લાંબા ગાળાની પ્રોસેસ છે. પરિણામ મળવામાં સમય લાગે છે પરંતુ એકવાર તમે તમારા લક્ષ્યાંકની નજીક પહોંચો છો, પછી પાછુ વળીને જોવાનીજરુર રહેતી નથી.. તેવી રીતે, જ્યારે રોકાણની વાત આવે, તેના માટે કોઈ શોર્ટ કટ નથી. જો તમને ઝડપથી લાભ જોઈતો હોય તો, તમે નિરાશ થઈ શકો છો પરંતુ SIP દ્વારા લાંબા ગાળાનું રોકાણ કરવું એ ધીમે અને સ્થિર રીતે રોકાણ કરવાની સૌથી સારી રીત છે.

છેલ્લે, ચાલો એક જાણીતી કહેવત પરથી એક સંકેત લઈએ જે કસરત અને રોકાણ બંને માટે યોગ્ય છે : “આજે કંઈક એવું કરો કે ભવિષ્ય ખુદ તમારો આભાર માને”.

ડિસ્ક્લેમર: મ્યુચ્યુઅલ ફંડ રોકાણ એ બજારના જોખમને આધીન છે. કૃપા કરીને રોકાણ કરતાં પહેલાં સ્કીમની માહિતી કાળજીપૂર્વક વાંચો.

Keep Reading