Investments
લિક્વિડ ફંડ સાથે તમારું રિટર્ન સ્કોર બોર્ડ ટકાવી રાખો
PhonePe Regional|2 min read|19 July, 2021
ક્રિકેટમાં, જ્યારે બેટ્સમેન સામે કોઈ ટફ બોલર હોય ત્યારે, વિકેટ ગુમાવવાના ડરથી ફોર કે સિક્સ મારવી અઘરી હોય છે. પરંતુ આવી પરિસ્થિતીમાં, એક અનુભવી બેટ્સમેન શક્ય હોય તેટલા સિંગલ રન લઈને સ્કોર બોર્ડ ટકાવી રાખે છે જેથી છેલ્લે દબાણ વધી ના જાય.
સ્માર્ટ અને એથ્લેટિક બેટ્સમેન પણ ખાતરી રાખશે કે બે વિકેટ વચ્ચે દોડવાની સ્પીડ વધારીને સિંગલ રનને ડબલ રનમાં ફેરવવાનો દરેક સંભવ પ્રયાસ કરે. મૂળ હેતુ તમે જેટલો પણ સ્કોર કરી શકો તેટલો કરો, તે પણ આવી ટફ બેટીંગ પરિસ્થિતીમાં વધુ જોખમ લીધા વિના, કારણકે અંતે તો તમને તેનાથી સામેની ટીમ વિરુદ્ધ મોટો ટાર્ગેટ સેટ કરવામાં અથવા બીજી ટીમે તમારા માટે બનાવેલા ટાર્ગેટનો પીછો કરવામાં મદદ મળે છે.
તમારા બચતના ટાર્ગેટનો પીછો કરવો
હવે આને તમે તમારા પૈસા અને રોકાણ કેવી રીતે મેનેજ કરો છો તેની સાથે સરખાવો. જે રીતે બેટ્સમેનને અમુક ચોક્કસ સ્કોરનો ટાર્ગેટ બનાવવો પડે છે અથવા તેનો પીછો કરવો પડે છે, એક વ્યક્તિ તરીકે જીવનમાં તમારે પણ ચોક્કસ આર્થિક લક્ષ્યાંકો અતવા ટાર્ગેટ હોય છે — મોંઘવારી કરતાં વધારે કમાવવું અથવા કાર ખરીદવી, ઘર ખરીદવું અથવા ચોક્કસ તારીખ સુધીમાં અમુક ચોક્કસ રકમની બચત કરવી. પરંતુ શું તમે તમારી પાસે જે પૈસા છે તેના પર શક્ય હોય તેટલું શ્રેષ્ઠ રિટર્ન મેળવવાનો દરેક પ્રયત્ન કરી રહ્યા છો જેથી તમે તમારા જીવનના લક્ષ્યાંકની નજીક પહોંચી શકો?
મોટા ભાગે, તમે તમારી પાસે હોય તે બધા પૈસા પર ખૂબ વધારે રિટર્ન મેળવવાનું લક્ષ્ય રાખી શકતા નથી કારણકે વધુ રિટર્ન મેળવવા માટે વધુ જોખમ ઉઠાવવું પડે છે અથવા તમારે તમારા પૈસા લાંબા સમય સુધી રોકી રાખવા પડે છે. અને તમારી પાસે હંમેશા કેટલાક પૈસા હોવા જોઈએ જે તમે કોઈપણ સમયે ઉપયોગમાં લઈ શકો.
લિક્વિડ ફંડમાં તેનું રોકાણ કરવું
તેથી સામાન્ય રીતે રોકાણકારો તેમના આવા પૈસા ક્યાં રાખે છેે? સૌથી સામાન્ય જવાબ બેંક સેવિંગ એકાઉન્ટ હશે. હવે, જેમ એક અનુભવી બેટ્સમેન ટફ પરિસ્થિતીમાં પણ સ્કોર બોર્ડ ટકાવી રાખવાનો પ્રયાસ કરે છે, શું તમે પણ એક રોકાણકાર તરીકે સેવિંગ એકાઉન્ટમાં ફક્ત 2–3% મેળવવા કરતાં થોડુંક વધુ રિટર્ન મેળવી શકો અને તે પણ વધુ જોખમ ઉઠાવ્યા વિના અથવા તમારા પૈસા લાંબા સમય માટે રોકી રાખ્યા વિના?
તમારો જવાબ છે લિક્વિડ ફંડ
તમામ મ્યુચ્યુઅલ ફંડમાં લિક્વિડ ફંડ સૌથી સુરક્ષિત છે કારણકે તે બેંક, સરકાર અને મોટા નામાંકિત કોર્પોરેશન દ્વારા ઈસ્યુ કરાયેલ નિશ્ચિત આવકની સિક્યોરિટીમાં રોકાણ કરે છે. તેમજ તે સ્ટોક માર્કેટમાં રોકાણ કરતા નથી.
લિક્વિડ ફંડ બેંકના સેવિંગ એકાઉન્ટ કરતાં વધુ સારું રિટર્ન આપે છે..
લિક્વિડ ફંડમાં કોઈ લોક-ઈન પિરિયડ હોતો નથી અને ત્વરિત ઉપાડની સુવિધા પણ પ્રદાન કરે છે જ્યાં તમે ઉપાડની રકમ તરત જ તમારા એકાઉન્ટમાં જમા થઈ જાય છે (રુ.50,000 અથવા તમારા રોકાણ મૂલ્યના 90%, બંનેમાંથી જે ઓછું હોય) અને બાકીની રકમ 2 વર્કીંગ દિવસમાં જમા થઈ જશે.
તમારે તમારા લિક્વિડ ફંડ એકાઉન્ટમાં કોઈ જ ન્યૂનત્તમ બેલેન્સ રાખવાની પણ જરુર નથી. મોટા ભાગે લિક્વિડ ફંડ ઉંચા લેવલની પારદર્શકતા પ્રદાન કરે છે જેનો અર્થ એવો થયો કે તમે દરરોજ તમારા રોકાણનું મૂલ્ય ટ્રેક કરી શકો છો અને સૌથી સારી બાબત તો એ છે કે તમે રુ.100 જેટલી નાની રકમથી પણ રોકાણની શરુઆત કરી શકો છો.
તેથી જ જેમ એક મહાન બેટ્સમેન મોટું જોખમ ઉઠાવ્યા વિના તેનું સ્કોર બોર્ડ ટકાવી રાખે છે, તમે પણ વધુ જોખમ વિના અથવા તમારા પૈસાને રોકી રાખ્યા વિના લિક્વિડ ફંડ સાથે તમારા રિટર્નનું સ્કોર બોર્ડ ટકાવી રાખો. યાદ રાખો, તમારા પૈસા પર તમે કમાવેલા વધારાના પોઈન્ટ તમારા જીવનના લક્ષ્યાંક માટે ફાળો આપે છે.
મ્ચુચ્યુઅલ ફંડ બજારના જોખમને આધીન છે. કૃપા કરીને રોકાણ કરતાં પહેલાં સ્કીમનું માહિતી ડોક્યુમેન્ટ કાળજીપૂર્વક વાંચો.