Investments
સંપત્તિ ભેગી કરવાની અને કરોડપતિ બનવાની સરળ રીત જાણો
PhonePe Regional|2 min read|02 August, 2021
વહેલુ રોકાણ કરો, થોડાથી શરુઆત કરો અને સમય સાથે ઘણું બધુંં મેળવો
કરોડપતિ બનવાનું સપનુ દરેક વ્યક્તિને હોય છે પરંતુ કેવી રીતે બનવું તેની ઘણાંને ખબર નથી હોતી. જોકે તેના માટે કોઈ શોર્ટ કટ નથી, જો તમારામાં નિયમિત રીતે રોકાણ કરવાની ધીરજ અને શિસ્ત હોય તો તે શક્ય બની શકે છે.
તેના માટેનો જાદુઈ મંત્ર છે ઓછી રકમમાં ધીરજથી રોકાણ કરવુર અને ચક્રવૃદ્ધિ વ્યાજને તેનું કામ કરવા દેવું.
ચક્રવૃદ્ધિ વ્યાજ શું છે?
આ એકદમ સરળ છે. ધારોકે તમે 8%ના વાર્ષિક વ્યાજ સાથે ₹100નું રોકાણ કરો છો તો, વર્ષના અંતે તમે 8 રુપિયા મેળવશો. જો તમે ₹108નું તે જ 8%ના વ્યાજદર સાથે બીજા વર્ષ માટે રોકાણ કરો છો, તો તમને ₹8.64 મળશે. તમને વધારાના 64 પૈસા મળ્યા કારણકે તમને વ્યાજનું વ્યાજ મળ્યું- તેથી જ ચક્રવૃદ્ધિ વ્યાજ.
જેટલા લાંબા સમય માટે તમે રોકાણ કરશો, તેટલું વધુ ‘ચક્રવૃદ્ધિ વ્યાજ’ તમને મળશે અને સમય જતા, તે મોટી રકમમાં ફેરવાતુ જશે — રોકાણ કરેલા મૂળ પૈસાની રકમ કરતાં ઘણું વધારે
તમારે કેટલી બચત કરવી જોઈએ અને કેવી રીતે શરુઆત કરવી?
જો 30 વર્ષ માટે રોકાણનો તમારો પ્લાન (વહેલી શરુઆત કરીને) હોય તો, દર વર્ષે વધતા 10% માસિક યોગદાન સાથે દર મહિને તમારે ફક્ત ₹1300 ની જરુર રહેશે.
જો તમારે 30 વર્ષ કરતાં પહેલાં વધુ ઝડપથી કરોડપતિનું સ્ટેટસ મેળવવું હોય તો તમે વધુ રોકાણ કરવાનું પણ પસંદ કરી શકો છો.
નીચેનું ટેબલ તમારી કરોડપતિ બનવાની યાત્રા શરુ કરવા માટે જરુરી માસિક રોકાણની રકમ બતાવે છે.
તેથી જો તમે તમારા રોકાણમાં 10% વાર્ષિક રિટર્ન ઈચ્છતા હોવ તો, 25 વર્ષમાં 1 કરોડનું ભંડોળ ભેગુ કરવા માટે તમારે દર મહિને ₹3,200 થી શરુઆત કરવી પડશે. તેવી જ રીતે, જો તમે રોકાણ પર 12% રિટર્ન ઈચ્છતા હોવ અને કરોડપતિ બનવાની સિદ્ધિ તમારે 20 વર્ષમાં મેળવવી હોય તો, તમારે દર મહિને ₹5,400થી શરુઆત કરવી પડશે.
તમારી કરોડપતિ બનવાની યાત્રા શરુ કરવા માટે તૈયાર છો?
શરુઆત કરતા પહેલાં તમારે શું યાદ રાખવું તે અહીં આપ્યું છે:
રોકાણની યોગ્ય પ્રોડક્ટ પસંદ કરો: તમારી જોખમ અનુકૂળતાને આધારે તમારે એસેટ વર્ગોમાંથી યોગ્ય પ્રોડક્ટના કોમ્બિનેશન સાથે શરુઆત કરવી જોઈએ જેમકે ઈક્વિટી અને ડેટ. જો આ પણ તમને મુશ્કેલ લાગે તો, તમે અમારા ઈન્વેસ્ટમેન્ટ સોલ્યુશનમાંથી કોઈ એકની પસંદગી કરી શકો છો જે તમારી જોખમ અનુકૂળતા માટે યોગ્ય હોય.
માસિક રોકાણની રકમ નક્કી કરો: તમારી રોકાણની પ્રોડક્ટ અથવા તમે પસંદ કરેલ પ્રોડક્ટ (એગ્રેસિવ, મોડરેટ, કન્ઝર્વેટીવ) ના કોમ્બિનેશન, કેટલા વર્ષ માટે તમે રોકાણ કરો છો, તેના આધારે તમે તમારું શરુઆતનું માસિક રોકાણ નક્કી કરી શકો છો.
શિસ્તબદ્ધ અભિગમને અનુસરો: તમારે (a) દર મહિને રોકાણ કરવાનો, (b) દર વર્ષે તમારા રોકાણમાં 10% નો વધારો કરવાનો શિસ્તબદ્ધ અભિગમ અનુસરવો જોઈએ. .
ધીરજ રાખો: સૌથી અગત્યની બાબત, ટૂંકા ગાળાના ઉતાર-ચઢાવને ધ્યાનમાં લીધા વિના તમારે તમારા રોકાણને વળગી રહેવું જોઈએ.
રાહ શેની જુઓ છો! આજે જ તમારા વ્યક્તિગત રોકાણના પ્લાન પર કામ કરો અને તમારી કરોડપતિ બનવાની યાત્રા શરુ કરો.
*મ્ચુચ્યુઅલ ફંડ રોકાણ એ બજારના જોખમને આધીન છે, રોકાણ કરતા પહેલાં સ્કીમ સંબંધિત તમામ ડોક્યુમેન્ટ કાળજીપૂર્વક વાંચો.