PhonePe Blogs Main Featured Image

Investments

ઈમર્જન્સી ફંડની સાથે બનાવો કોઈપણ નાણાંકીય અનિશ્ચિતતાઓ માટે પ્લાન

PhonePe Regional|3 min read|28 June, 2021

URL copied to clipboard

કોવિડ-19 ની મહામારીએ આપણને ઘણી રીતે અસર કરી છે. આપણાં અંગત જીવન પર તો આ વાઈરસની ઘણી અસર થઈ જ છે, પરંતુ આ અનિશ્ચતતાઓને કારણે આપણું આર્થિક જીવન પણ પ્રભાવિત થયું છે. જોકે, આપણે આવી ઘટનાઓ વિશે આગાહી કરી શકતા નથી પરંતુ આવી પરિસ્થિતી સાથે આવતી નાણાંકીય અનિશ્ચિતતાઓ માટે નિશ્ચિતરુપે પ્લાન બનાવી શકીએ છીએ. આ માટે સૌથી અસરકારક રીતોમાંથી એક છે ઈમર્જન્સી ફંડ તૈયાર કરવું.

ઈમર્જન્સી ફંડ શું છે?

ઈમર્જન્સી ફંડ એ તમારી આવકમાંથી અનિવાર્યપણે રાખવામાં આવતો ભાગ છે જે આપણને આર્થિક રીતે પ્રભાવિત કરી શકે તેવા ભવિષ્યના અણધાર્યા બનાવો માટે હોય છે. આને તમે બાઈક ચલાવતી વખતે હેલમેટ અથવા કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ પહેરવા જેવું વિચારો. હેલમેટ અથવા સીટ બેલ્ટ પહેરવું જરુરી છે કારણકે તે ગંભીર રીતે ઘાયલ થતા બચાવે છે. તેવી જ રીતે ઈમર્જન્સી ફંડ તમને આર્થિક રીતે ઘાયલ થતા બચાવે છે.

ચાલો ધારી લઈએ કે તમે તમારા ભવિષ્યના લક્ષ્યાંક જેમકે ઘર ખરીદવા માટે તમે આજે રોકાણ કરો છો, તમારા બાળકના શિક્ષણ માટે બચત કરો છો, વગેરે. આવા કેસમાં, જો તમારે મહામારી જેવી પરિસ્થિતીનો સામનો કરવો પડે તો શક્ય છે કે તમારે તમારી હાલની નાણાંકીય કટોકટીને સાચવવા માટે તમારા ભવિષ્યના લક્ષ્યાંકો સાથે સમાધાન કરવું પડે. પરંતુ જો તમારી પાસે ઈમર્જન્સી ફંડ હોય તો, તમે આવી પરિસ્થિતીથી બચી શકો છો કારણકે આ ફંડથી તમને તમારા ભવિષ્યના લક્ષ્યાંકોને અસર કર્યા વિના અણધાર્યા ખર્ચને પહોંચી વળી શકો છો.

અહીં કેટલીક ટિપ્સ આપી છે જે તમને ઈમર્જન્સી ફંડ બનાવવાની શરુઆત કરવામાં સહાયરુપ થશે:

  • તમારા છ મહિનાના ખર્ચને ઈમર્જન્સી ફંડ તરીકે સાઈડમાં રાખો. દાખલા તરીકે, જો તમારો મહિનાનો ખર્ચ ₹10,000 હોય તો, ઈમર્જન્સી ફંડ બનાવવા માટે ઓછામાં ઓછા ₹60,000 સાઈડમાં રાખો.
  • આપણાંમાંથી મોટાભાગના માટે, એક જ વારમાં આટલી બધી રકમનું એકવારમાં રોકાણ કરવું શક્ય નથી, તમે માસિક SIP નો વિકલ્પ પસંદ કરી શકો છો અને તમને જોઈતી રકમ ભેગી કરવા માટે દર મહિને રોકાણ કરી શકો છો.
  • જો તમે કોઈ આર્થિક ઈમર્જન્સી માટે તમારા ઈમર્જન્સી ફંડનો ઉપયોગ કરો છો તો તેને ફરી ભરવા માટેની પણ ખાતરી કરો.
  • દર વર્ષે તમારા ખર્ચની સમીક્ષા કરો અને તમારા ખર્ચમાં વધારો થાય તો તમારા ઈમર્જન્સી ફંડમાં પણ વધારો કરો.

હવે જ્યારે આપણે સમજી ગયા છીએ કે ઈમર્જન્સી ફંડ શું છે, તો ચાલો જોઈએ કે આ રકમનું રોકાણ ક્યાં કરી શકાય.

લિક્વિડ ફંડ — આર્થિક ઈમર્જન્સી બચાવવાની એક રીત

હવે આપણે જાણીએ છીએ કે ઈમર્જન્સી ફંડ આપણને આર્થિક અનિશ્ચિતતાઓનો સામનો કરવામાં મદદરુપ થાય છે. પરંતુ આ રકમને તમારા સેવિંગ એકાઉન્ટમાં રાખવા કરતાં અલગ રાખવી શા માટે એટલી જરુરી છે? જો તમે તમારા સેવિંગ એકાઉન્ટમાં અમુક વધારાના પૈસા રાખો, તો શક્ય છે કે અમુક અથવા અન્ય ખર્ચ માટે વપરાઈ જાય. તેથી જ, ઈમર્જન્સી ફંડની રકમ અલગથી રોકાણ કરીને તમે, અન્ય ખર્ચાઓ માટે નહીં પરંતુ આર્થિક ઈમર્જન્સી માટે જ રકમને નિર્ધારિત કરી શકશો.

આ ઈમર્જન્સી ફંડ બનાવવાની રીતોમાંથી એક છે લિક્વિડ ફંડમાં રોકાણ કરવું. લિક્વિડ ફંડ એક પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ છે અને તે ટૂંકા ગાળાના રોકાણ માટે છે તેમજ તે તમારા સેવિંગ એકાઉન્ટના વિકલ્પ તરીકે કામ કરી શકે છે. આ ફંડનું સ્ટોક માર્કેટમાં રોકાણ કરતા નથી પરંતુ તમારા પૈસા સરકારી અથવા બેંક સિક્યોરિટીઝ જેવા સુરક્ષિત ઈન્સ્ટ્રુમેન્ટમાં રોકવામાં આવે છે.

અહીં લિક્વિડ ફંડમાં રોકાણ કરવાના ફાયદાઓ આપેલા છે:

  • સેવિંગ એકાઉન્ટ કરતાં સંભવિત સારું રિટર્ન
  • કોઈ લોક ઈન પિરિયડ નહીં^
  • કોઈ ન્યૂનત્તમ બેલેન્સની જરુરિયાત નથી
  • ₹100 જેટલી ઓછી રકમથી પણ રોકાણ કરી શકાય
  • ₹50,000* સુધીનો ત્વરિત ઉપાડ

લિક્વિડ ફંડમાં તમારા પૈસા વધુ સુલભ ચે અને સેવિંગ એકાઉન્ટ કરતાં સંભવિત સારું રિટર્ન આપતા હોવાથી, તેનો ઉપયોગ ઈમર્જન્સી ફંડ બનાવવામાં માટે કરી શકાય છે.

કોઈપણ આર્થિક અનિશ્ચિતતાઓથી તમારા ભવિષ્યના લક્ષ્યાંકોનું રક્ષણ કવરા માટે આજે જ ઈમર્જન્સી ફંડ તૈયાર કરો.

ડિસ્ક્લેમર:

^ લિક્વિડ ફંડમાં કોઈ લોક ઈન પિરિયડ હોતો નથી પરંતુ તેમાં 0.007%, 0.0065%, 0.006%, 0.0055%, 0.005% અને 0.0045% નો નાનો એક્ઝિટ લોડ હોય છે અને તે પણ જો તમે અનુક્રમે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ અને 6 દિવસની અંદર તમારા પૈસા ઉપાડો તો લાગુ થાય છે.

* તમે દિવસ દીઠ તમારા રોકાણની 90% રકમ અથવા ₹50,000 બેમાંથી જે ઓછું હોય તે ઉપાડી શકો છો.

મ્ચુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમને આધીન છે. કૃપા કરીને રોકાણ કરતાં પહેલાં સ્કીમની માહિતી કાળજીપૂર્વક વાંચો.

Keep Reading