PhonePe Blogs Main Featured Image

Investments

જોખમ અને રિટર્ન — એક સિક્કાની બે બાજુ

PhonePe Regional|3 min read|26 May, 2021

URL copied to clipboard

તમારા રોકાણોમાં જોખમની ગણતરી કરવાથી સંપત્તિ નિર્માણની યાત્રામાં દૂર સુધી જઇ શકાય છે

ફિલ્મો અને પુસ્તકો જેવા ઘણાં સાંસ્કૃતિક સંદર્ભ જીવનમાં જોખમની ભૂમિકાને નાટ્યાત્મક રીતે દર્શાવે છે. જોકે, રોકાણમાં તેની ભૂમિકા નિર્વિવાદ છે. રોકાણોમાં જોખમની ગણતરી કરવાથી સંપત્તિ નિર્માણની યાત્રામાં દૂર સુધી જઇ શકાય છે. હકિકતમાં, માત્ર “સુરક્ષિત” પ્રોડક્ટમાં રોકાણ કરવું એ લાંબા ગાળા માટે જોખમી સાબિત થઇ શકે છે. વધુ જાણવા માટે વાંચો.

શું સુરક્ષિત રોકાણનો વિકલ્પ ખરેખર સુરક્ષિત હોય છે?

ઘણાં બધા રોકાણકારો તેમનું રોકાણ સેવિંગ એકાઉન્ટમાં અથવા ફિક્સ ડિપોઝીટમાં રાખે છે કારણકે તે સૌથી સલામત જણાય છે અને તેમાં ફિક્સ રિટર્ન મળે છે. જોકે, આવા સુરક્ષિત રોકાણોમાં રોકાણ કરવામાં એક જોખમ છે: ફુગાવાનું જોખમ.

ફુગાવાના જોખમને સારી સમજવા માટે અહીં એક ઊદાહરણ આપ્યું છે: ચાલો કહીએ કે 5 વર્ષ પહેલાં, એક મસાલા ઢોસા માટે તમે ₹30 ચૂકવ્યા હતા પણ હવે એ જ મસાલા ઢોસા માટે તમે ₹45 ચૂકવો છો. એનો અર્થ એવો થયો કે મસાલા ઢોસાની કિંમતમાં દર વર્ષે 8% કરતાં વધુનો વધારો થાય છે. આ ફુગાવો છે અથવા સમય સાથે થતો ભાવ વધારો.

રોકાણની સમાનતાનો ઊપયોગ કરીને આને સમજીએ, ચાલો કહીએ કે તમે 5 વર્ષ પહેલાં દર વર્ષે 6%નું રિટર્ન આપતા સુરક્ષિત રોકાણમાં ₹30નું રોકાણ કર્યું હતું. આજે તેની કિંમત ₹40 છે. ત્યારે તમને ₹10નો નફો મળ્યો હતો, તેમ છતાં ₹5 ઓછા છે. તે તમારા રોકાણનું ફુગાવાનું જોખમ છે.

દરેક રોકાણકારે તેમનું કેટલુંક રોકાણ આવા સુરક્ષિત રોકાણની પ્રોડક્ટમાં કરવું જોઇએ, પરંતુ તમારું બધું જ રોકાણ માત્ર આવી પ્રોડક્ટમાં કરવાથી તમે રોકાણ કરેલા પૈસાના વાસ્તવિક મૂલ્યમાં ધોવાણ થાય છે. લાંબા ગાળાની સંપત્તિના નિર્માણ માટે, જોખમની ગણતરી કરવી મહત્વપૂર્ણ છે અથવા ભવિષ્યમાં તમારા નાણાંકીય લક્ષ્યાંકોને પહોંચી વળવા માટે તમને પૈસાની અછતનો સામનો નહીં કરવો પડે. માત્ર “સુરક્ષિત” પ્રોડક્ટમાં રોકાણ કરીને તમારા લાંબા ગાળાના નાણાંકીય લક્ષ્યાંકોને પહોંચવાનો પ્રયાસ કરવો એટલે જાણે કોઇ બેટ્સમેન ફોર કે સિક્સ મારવાનું જોખમ લીધા વિના સેન્ય્યુરી પુરી કરવાની આશા રાખે.

ચાલો જોઇએ કેવી રીતે રોકારણકારો અમુક રુપિયા ઉચ્ચ જોખમ અને વધુ રિટર્નવાળા રોકાણોમાં રોકાણ કરીને ફાયદો કરી શકે.

જોખમ vs રિટર્ન : યોગ્ય સંતુલન જાળવે છે

જોખમ અને રિટર્ન ઘણીવાર એક જ દિશામાં આગળ વધે છે, દા.ત. વધુ જોખમ, વધુ પોટેન્શિયલ રિટર્ન પણ આપણે જે જોખમની વાત કરી રહ્યા છીએ એ જોખમ છે શું? આપણે જે જોખમની વાત કરી રહ્યા છીએ તે બજારની હિલચાલના આધારે તમારા રોકાણમાં થતો ચઢાવ-ઉતાર છે. ટૂંકા ગાળા માટે આ ઉતાર-ચઢાવ વધુ થઇ શકે છે પરંતુ લાંબા ગાળા માટે, તમારા રોકાણમાં ઉચ્ચ દરથી વૃદ્ધિ થવાની સંભાવના છે.

તમારી જોખમ સહનશીલતા, લક્ષ્યાંકો અને રોકાણના સમયગાળાના આધારે જોખમની ગણતરી કરવી મહત્વપૂર્ણ છે. આ ફેક્ટરનો ઉપયોગ કરીને તમે જોખમ અને રિટર્ન વચ્ચે યોગ્ય સંતુલન જાળવી શકો છો.

સુરક્ષિત રોકાણની સરખામણીએ વધુ રિટર્નની સંભાવનાવાળુ રોકાણ તમને સંપત્તિ વધારવામાં કેવી રીતે મદદ કરી શકે તે અહીં આપ્યું છે:

ચાલો કહીએ કે તમે 25 વર્ષની ઉંમરથી રોકાણ કરવાનું શરુ કર્યું અને 50ની ઉંમર સુધી પહોંચતા સુધીમાં, તમે 1 કરોડની સંપત્તિ ભેગી કરવા માંગો છો. આ લક્ષ્યાંક તમે અનેક રીતે મેળવી શકો છો: દાખલા તરીકે: તમે 6% વળતર આપતા સુરક્ષિત રોકાણનો વિકલ્પ પસંદ કરી શકો છો અથવા 12% (તે ટૂંકા ગાળાના ઉતાર-ચઢાવવાળુ હોય છે)ના વધુ રિટર્નની સંભાવનાવાળા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. બંને કેસમાં તમારે દર મહિને કેટલું રોકાણ કરવું પડશે તે અહીં આપ્યું છે:

અવલોકનો:

  • આમાં બતાવવામાં આવ્યું છે કે જો તમે ફક્ત દર વર્ષે 6%નું રિટર્ન આપતા સલામત રોકાણના વિકલ્પમાં રોકાણ કરો તો 50 વર્ષની ઉંમર સુધી ₹1 કરોડ ભેગા કરવા માટે તમારે દર મહિને ₹15,000 નું રોકાણ કરવું પડે.
  • જો તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો અને દર વર્ષે 12% નું રિટર્ન કમાઓ તો તમારે ₹1 કરોડના લક્ષ્યાંક સુધી પહોંચવા માટે દર વર્ષે માત્ર ₹6,000નું રોકાણ કરવું પડે. તમારું લક્ષ્યાંક મેળવવા માટે તમારે સલામત રોકાણના વિકલ્પમાં કરવા પડતા રોકાણ કરતાં આ નોંધપાત્ર રીતે ઓછું છે..

હવે જ્યારે તમે તમારા રોકાણમાં થોડુંક જોખમ લેવાનું જાણો છો તેનાથી તમને લાંબા ગાળે મદદ મળશે, અહીં કેટલીક બાબતો આપી છે જેનાથી તમે તમારા રોકાણ કરવાનું સારી રીતે ચાલુ રાખી શકો છો તેની ખાતરી કરી શકાય:

  • લાંબા ગાળાનું રોકાણ કરો– લાંબા સમયગાળા દરમિયાન, સલામત રોકાણના વિકલ્પોની સરખામણીએ ઇક્વિટી ફંડ જેવા જોખમવાળા રોકાણ વધુ રિટર્ન આપે છે. તેથી, તમે જેટલું લાંબા ગાળાનું રોકાણ કરો તેટલું સારું.
  • કન્સીસ્ટન્સી મહત્વપૂર્ણ છે — માસિક SIP દ્વારા નિયમિત પણે રોકાણ કરવાનું ચાલુ રાખો તે માત્ર સમય સાથે સંપત્તિ ભેગી કરવાનો એક અનુકૂળ ઉપાય જ નથી પરંતુ ટૂંકા ગાળાના માર્કેટના ઉતાર-ચઢાવનું જોખમ ઘટાડવામાં પણ મદદ કરે છે.
  • તમારા રોકાણમાં વિવિધતા ઉમેરો — ઇક્વિટી ફંડ, ડેટ ફંડ વગેરે જેવા વિવિધ પ્રકારના ફંડમાં તમારું રોકાણ ફેલાવીને તમે તમને અનુકૂળ જોખણ મુજબ તમારા રોકાણની ગોઠવણ કરી શકો છો. આના વિશે વધુ વાંચો here.

રોકાણના જોખમની ગણતરી કરવામાં ખચકાશો નહીં કારણકે તેનાથી લાંબા ગાળે તમને તમારી સંપત્તિ વધારવામાં મદદ મળે છે.

મ્ચુચ્યુઅલ ફંડ બજારના જોખમને આધીન છે. કૃપા કરીને રોકાણ કરતા પહેલાં યોજના સંબંધિત ડોક્યુમેન્ટ કાળજીથી વાંચો.

PhonePe વેલ્થ બ્રોકિંગ પ્રાઈવેટ લિમિટેડ | AMFI — રજીસ્ટર્ડ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર ARN- 187821.

Keep Reading