PhonePe Blogs Main Featured Image

Investments

તમારી રોકાણની યાત્રા અને અજય, શેરુ અને બબ્બરની વાત

PhonePe Regional|2 min read|05 July, 2021

URL copied to clipboard

અજય, શેરુ અને બબ્બર કોલેજ ક્લાસમેટ હતા. યોગાનુયોગ, ત્રણેયને ગ્રેજ્યુએશન બાદ એક જ સંસ્થામાં સરખી જ નોકરી મળી. તેમજ તેઓ ત્રણેય એક જ સમયે અને સરખા લેવલે સાથે જોડાયા હોવાથી તેમનો પગાર પણ સરખો જ હતો.

ઓફિસના પહેલા દિવસે, તેમણે એક ફાઈનાન્સિયલ પ્લાનિંગ વર્કશોપમાં હાજરી આપી જ્યાં એક ફાઈનાન્સિયલ સલાહકારે તેમને સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) જેવા અમુક કન્સેપ્ટથી માહિતગાર કર્યા, સમય સાથે અમીર કેવી રીતે બનવું, સંયોજનની શક્તિ તેમજ ઘણું બધું.

વહેલી શરુઆત કરો અને સાચી શરુઆત કરો

જ્યારે વર્કશોપમાં સમજાવવામાં આવેલા કન્સ્પેટને શેરુ સંપૂર્ણ રીતે સમજી શક્યો નહીં, તેને વર્કશોપમાંથી એક તેને એક વાત સમજાઈ કે વહેલા રોકાણ કરવાનું શરુ કરવાથી લાંબા ગાળે અમીર બની શકાય છે. તેથી, તેથી કોઈપણ વ્યક્તિએ બને તેટલી જલ્દી રોકાણ કરવાનું શરુ કરવું જોઈએ, ભલે પછી તે દર મહિને નાની રકમ હોય. તેથી તેણે તરત જ રુ.10,000 નું ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં SIP શરુ કરી દીધું અને દર મહિને તેટલી જ રકમથી SIP દ્વારા રોકાણ કરવાનું ચાલુ રાખ્યું.

અજય થોડોક શંકાશીલ હતો તેથી તેણે વાત ટાળી દીધી અને પછીથી રોકાણ શરુ કરવાનું વિચાર્યું. જોકે, બરાબર એક વર્ષ બાદ શેરુએ તેને કહ્યું કે SIP દ્વારા બચત કરવી કેટલી સરળ છે અને તેનાથી તેને પૈસા ભેગા કરવામાં સહાય મળશે.પોતાના સારા મિત્ર શેરુ પાસેથી આ સાંભળ્યા બાદ, શેરુએ પણ નોકરીના બરાબર એક વર્ષ બાદ રુ.10,000નું એ જ ફંડમાં SIP શરુ કર્યું.

બીજી તરફ બબ્બર હંમેશા વિચારતો કે તે તેમનામાંથી સૌથી સ્માર્ટ અને કુલ છે. તેણે અવાર નવાર તેની પાર્ટીઓ માણવાનું, ઘણાં બધા પૈસા વાપરવાનું નક્કી કર્યું. તેને ગેજેટ્સનો પણ શોખ હતો અને તે પોતાના માટે શ્રેષ્ઠ ગેજેટ્સ ખરીદવાની આદત હતી.તેનો અર્થ એ પણ થાય કે બચત કરવા માટે તેની પાસે બહુ ઓછા પૈસા બચતા.

પરંતુ આવી લાઈફ સ્ટાઈલ અને લગભગ ઝીરો રોકાણના 5 વર્ષ બાદ, બબ્બરને તેની ભૂલનો અહેસાસ થયો અને તેણે શેરુ તેમજ અજયને અનુસરતા તે જ ઈક્વિટી ફંડમાં રુ.10,000નું SIP શરુ કર્યું.

સમય સાથે રોકાણમાં વૃદ્ધિ થાય છે

સમય પસાર થવાની સાથે, તેમને ઈક્વિટી ફંડમાં કરેલું તેમના SIP રોકાણમાં સતત વધારો જોવા મળ્યો. તેના ગ્રેજ્યુએશનના બરાબર 20 વર્ષ (તેમણે તેમની કારકિર્દીના પણ 20 વર્ષ પૂર્ણ કરી લીધા હતા)બાદ કોલેજના રિયુનિયનના પ્રસંગમાં હાજરી આપતી વખતે, તેમણે તેમના ઈક્વિટી મ્ચુચ્યુઅલ ફંડમાં કરેલા SIP રોકાણ વિશે ચર્ચા કરવાનું શરુ કર્યું તેમજ તેમણે તેમના રોકાણનું મૂલ્ય સરખાવવાનું નક્કી કર્યું.

તેમના રોકાણના મૂલ્યમાં કેવી રીતે વધારો થયો તે અહીં આપ્યું છે:

શેરુ રુ.1.04 કરોડની સંપત્તિ પર બેઠો હતો. અજય રુ.1 કરોડના લક્ષ્યાંક સુધી પહોંચી ના શક્યો પરંતુ રુ.91 લાખ સાથે લક્ષ્યાંકની નજીક રહ્યો, ભલુ થયુંં કે તેણે શેરુ સાથે સમયસર ચર્ચા કરી જેના કારણે તેણે તેનું SIP શરુ કર્યું. બીજી બાજુ બબ્બર પાસે, માત્ર રુ.52 લાખ હતા. જે શેરુએ મેળવ્યા હતા તેના અડધા હતા. શેરુ અને અજયને તુલનામાં બબ્બરને પોતે ગરીબ લાગ્યો.

વાર્તાનો મુખ્ય ઉદ્દેશ્ય: બને તેટલી જલ્દી નિયમિત રોકાણ કરવાનું શરુ કરો. જો તમે હજી પણ શરુઆત ના કરી હોય તો, હવે સમય છે. નહિતર તમે પણ બબ્બરની જેમ બહુ ઓછું જ મેળવી શકશો.

ડિસ્ક્લેમર:

જાન્યુઆરી 2001માં નિફ્ટી 50 TR ઈન્ડેક્ષમાં SIP શરુ કરીને ડિસેમ્બર 2020 સુધી ચાલુ રાખ્યું હોય તો તે 14.64% નું વાર્ષિક વળતર (XIRR) લાવી શકે છે. જોકે, ઉપરના ઉદાહરણમાં અમે ચુસ્તપણે પ્રતિ વર્ષ 13%ના રિટર્નનો ઉપયોગ કર્યો છે. ડેટા સ્ત્રોત: ICRA એનાલિટિક્સ. ભૂતકાળનું પર્ફોર્મન્સ ભવિષ્યમાં ટકશે નહીં.

મ્યુચ્યુઅલ ફંડ બજારાના જોખમને આધીન છે. કૃપા કરીને રોકાણ કરતા પહેલાં સ્કીમની માહિતીનું ડોક્યુમેન્ટ કાળજીપૂર્વક વાંચો.

PhonePe વેલ્થ બ્રોકિંગ પ્રાઈવેટ લિમિટેડ | AMFI — રજીસ્ટર્ડ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર ARN- 187821.

Keep Reading