PhonePe Blogs Main Featured Image

Trust & Safety

થર્ડ-પાર્ટી ઍપ વડે પેમેન્ટ કરતી વખતે ફ્રોડથી સાવચેત રહો

PhonePe Regional|2 min read|23 April, 2021

URL copied to clipboard

એવા અસંખ્ય આર્ટિકલ અને ઘટનાઓ છે જેમાં ફ્રોડ કરનારાઓ વપરાશકર્તાઓને બેંક એકાઉન્ટ નંબર, ક્રેડિટ/ડેબિટ કાર્ડ વિગતો, UPI પિન અથવા OTP જેવી વ્યક્તિગત વિગતો શેર કરવાનું કહી અને તેઓ પોતાના એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરવા માટે ફસાવતા હોય છે.

શું તમે જાણો છો કે ઉપર જણાવેલ વ્યક્તિગત વિગતો શેર નહીં કરો તો પણ તમને ફ્રોડ થઈ શકે છે? હા, ફ્રોડ થર્ડ પાર્ટી ઍપ વડે પણ થઈ શકે છે!

પેમેન્ટ ફ્રોડથી સાવચેત રહો

આ થર્ડ-પાર્ટી ઍપ શું છે અને ફ્રોડ કરનાર તેનો કેવી રીતે ઉપયોગ કરે છે?

Screenshare, Anydesk, Teamviewer અને આના જેવી સેંકડો મફત સ્ક્રીન શેરિંગ ઍપ, પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ છે. આ ઍપનો ઉપયોગ એન્જિનિયરો મૂળ રૂપે દૂરના સ્થાનથી ફોન પર રહેલી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે કરતા હતા. આ ઍપ વપરાશકર્તાના ફોનમાં સંપૂર્ણ ઍક્સેસ અને નિયંત્રણની મંજૂરી આપે છે.

કપટપૂર્ણ હેતુઓ માટે તમારા ફોનને નિયંત્રિત કરવા માટે થર્ડ-પાર્ટી સ્ક્રીન શેરિંગ ઍપનો ઉપયોગ થાય છે!

યાદ રાખો: PhonePe ક્યારેય તમને થર્ડ-પાર્ટી ઍપ ઇન્સ્ટૉલ કરવાનું પૂછશે નહીં. ક્યારેય કોઈની પણ વિનંતીના કારણે આવી ઍપ ઇન્સ્ટૉલ કરવી નહીં. Anydesk/Teamviewer વગેરે જેવી ઍપ ફ્રોડ કરનારાઓ તમારા ફોનને નિયંત્રિત કરવા અને તમારા સાચવેલા કાર્ડ/એકાઉન્ટની વિગતો તેમના પોતાના સ્થાનથી જોવા માટે તેનો દુરૂપયોગ કરે છે. આવી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની અમને support.phonepe.com પર જાણ કરો.

થર્ડ-પાર્ટી ઍપ પરના ફ્રોડ આ રીતે કામ કરે છે:

  • ફ્રોડ કરનાર વપરાશકર્તાનો સંપર્ક કરે છે અને તેઓ PhonePe ઍપ પરથી કે PhonePe વ્યવહારમાં તમે કોઈ સમસ્યા અનુભવી રહ્યાં છો તેનો ઉકેલ લાવવાનો ઢોંગ કરે છે.
  • તેઓ વપરાશકર્તાને કોઈ સમસ્યાને તાત્કાલિક હલ કરવા માટે Screenshare, Anydesk, Teamviewer વગેરે જેવી સ્ક્રીન-શેરિંગ ઍપ ડાઉનલોડ કરવાનું કહે છે.
  • વપરાશકર્તાને તેમનું કાર્ડ, બેંકની વિગતો, UPI પિન અથવા OTP શેર કરવાનું કહેવાને બદલે, ફ્રોડ કરનાર વપરાશકર્તાને તેમના ફોનના કૅમેરાની સામે ડેબિટ/ક્રેડિટ કાર્ડ રાખવા માટે કહે છે જેથી PhonePe ની ચકાસણી સિસ્ટમ કાર્ડની વિગતોને યોગ્ય રીતે સ્કૅન કરી શકે.
  • જ્યારે વપરાશકર્તા માની લે છે કે તેને મદદ કરવામાં આવી રહી છે, તો ફ્રોડ કરનાર વપરાશકર્તાના કાર્ડ નંબર, CVV કોડને રેકોર્ડ કરવાની તક ઝડપી લે છે અને SMS દ્વારા તેમના પોતાના એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરવા માટે એક OTP મોકલે છે.
  • યાદ રાખો, સ્ક્રીન-શેરિંગ ઍપ તમારા ફોનમાં ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે. ફ્રોડ કરનાર વપરાશકર્તાના ફોન પર પ્રાપ્ત થયેલ OTP જુએ છે અને તેનો ઉપયોગ તેમના પોતાના એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરવા માટે કરે છે.

સુરક્ષિત રહો અને પેમેન્ટ ફ્રોડથી તમારી જાતને સાવચેત રાખો.

PhonePe ક્યારેય તમને આવી ગોપનીય વિગતો પૂછશે નહીં. જો તમને PhonePe ના પ્રતિનિધિ તરીકે કોઈપણ વ્યક્તિ દ્વારા આવી વિગતો પૂછવામાં આવે છે, તો કૃપા કરીને તેમને એક ઇમેઇલ મોકલવા માટે કહો. માત્ર @phonepe.com ડોમેનમાંથી આવેલ ઇમેઇલને જ જવાબ આપો.

PhonePe ગ્રાહક સહાય માટેના નંબર Google, Twitter, FB વગેરે પર શોધવા નહીં. PhonePe ગ્રાહક સહાયનો સંપર્ક કરવાની એકમાત્ર અધિકૃત લિંક આ છે: support.phonepe.com. PhonePe સહાયમાંથી હોવાનો દાવો કરતા, પ્રમાણિત ન થયેલા મોબાઇલ નંબર પર ક્યારેય કૉલ કરશો નહીં/તેને જવાબ આપશો નહીં.

Keep Reading