PhonePe Blogs Main Featured Image

Trust & Safety

છેતરપિંડી કરનારાઓ તમારા ગ્રુપ ચેટમાં કેવી રીતે ઘૂસણખોરી કરી રહ્યા છે અને તમે તેમનાથી કેવી રીતે સુરક્ષિત રહી શકો છો

PhonePe Regional|3 min read|11 June, 2026

URL copied to clipboard

આપણા માતા-પિતા અને દાદા-દાદી આપણને વાર્તાઓ સંબળાવી હશે કે કેવી રીતે તેઓ તે જમાનામાં વાતચીતના માધ્યમ તરીકે ટેલિગ્રામનો ઉપયોગ કરતા હતા. વ્યક્તિએ ટેલિગ્રાફ ઓફિસમાં એક ફોર્મ ભરવું પડતું અને શબ્દોની સંખ્યા પ્રમાણે ચૂકવણી કરવી પડતી હતી. આજનું ઇન્સ્ટન્ટ મેસેજિંગ તે સમયે એક દૂરની અને અકલ્પનીય વાસ્તવિકતા હતી.

મેસેજિંગ એપ્સ અને પેમેન્ટ એપ્સમાં ચેટ ફીચર વાતચીતમાં સુવિધા આપવા માટે બનાવવામાં આવ્યા છે. ભલે તે રીઅલ-ટાઇમ વ્યક્તિગત કે વ્યવસાયિક મેસેજિંગ માટે હોય અથવા પેમેન્ટ એપમાં ગ્રુપના ખર્ચાઓની ચર્ચા કરવા માટે હોય, ઇન્સ્ટન્ટ મેસેજિંગે આપણી વાતચીત કરવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખી છે.

છેતરપિંડી કરનારાઓ લોકોના પૈસા લૂંટવા માટે મેસેજિંગ અને પેમેન્ટ એપ્સમાં ઘૂસણખોરી કરે છે. આ બ્લોગમાં, અમે વિગતવાર જણાવીશું કે આ કૌભાંડ  કેવી રીતે કામ કરે છે અને તમે આવી છેતરપિંડીભરી યુક્તિઓથી કેવી રીતે સુરક્ષિત રહી શકો છો.

ચેટ સ્કેમ કેવી રીતે કામ કરે છે

મેસેજિંગ અને પેમેન્ટ એપ્સના “ચેટ” અને “ગ્રુપ” ફીચર્સ દ્વારા સામાન્ય રીતે આ કૌભાંડ કેવી રીતે થાય છે તે અહીં આપેલ છે:

  1. તમને કોઈ અજાણી વ્યક્તિ દ્વારા વન-ઓન-વન ચેટમાં ટેક્સ્ટ મેસેજ મળે છે અથવા કોઈ મોટા ગ્રુપમાં ઉમેરવામાં આવે છે.
  2. આ ચેટ “ઝડપી અમીર બનવાની” સ્કીમો, સટ્ટાબાજીની ટિપ્સ, અથવા વિશિષ્ટ “ગેમ્બલિંગ એપ” ના રિવોર્ડ્સથી ભરેલી હોય છે.
  3. સ્કેમર્સ એક લિંક શેર કરે છે, જે ઘણીવાર રિવોર્ડ, કેશબેક અથવા ગેમિંગ લિંક તરીકે છુપાવેલી હોય છે.
  4. આ લિંક પર ક્લિક કરવાથી સાઇડલોડેડ APK ઇન્સ્ટોલ થઈ જાય છે. એકવાર ઇન્સ્ટોલ થયા પછી, આ એપ બેકગ્રાઉન્ડમાં નીચે મુજબનું કામ કરે છે:
    • OTP ફોરવર્ડ કરવા: તમારા SMS/OTP ને આંતરીને છેતરપિંડી કરનારને ફોરવર્ડ કરે છે.
    • દસ્તાવેજો ઍક્સેસ કરવા: તમારા આધાર, PAN અને અન્ય સંવેદનશીલ ફાઇલોના ફોટા ચોરી કરે છે.
  5. તમારા OTP અને ઓળખના દસ્તાવેજો મેળવીને, છેતરપિંડી કરનાર બેંકની સુરક્ષાને બાયપાસ કરે છે જેથી તમારા એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકાય અને આગળના ગુનાઓ આચરવા માટે સિન્થેટિક આઇડેન્ટિટી (તમારા વાસ્તવિક ડેટાનો ઉપયોગ કરીને નકલી ઓળખ) ઊભી કરી શકાય.

ગ્રુપ ચેટ સ્કેમથી તમારી જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી

ડિજિટલ પેમેન્ટ્સ અને એપ્સ જ્યારે સાવધાની સાથે ઉપયોગ કરવામાં આવે ત્યારે સુરક્ષિત છે. મોટાભાગની APK/નકલી એપ આધારિત છેતરપિંડી એટલા માટે થાય છે કારણ કે આપણે ડર અથવા ઉત્સાહને કારણે, યોગ્ય ચકાસણી કર્યા વિના ઉતાવળમાં કામ કરીએ છીએ. મોટા નાણાકીય નુકસાનથી પોતાને બચાવવા માટે એપના સ્ત્રોત, ડેવલપરના ઇમેઇલ, માંગવામાં આવેલી પરવાનગીઓ અને કોઈપણ લિંકની પ્રમાણિકતા ચકાસવા માટે થોડો સમય લેવો જરૂરી છે.

સાયબર છેતરપિંડીથી બચવા માટે અહીં કેટલીક ઝડપી ટિપ્સ આપી છે:

  • ચેટ્સમાં મોકલેલી લિંક્સ દ્વારા ક્યારેય એપ્સ ડાઉનલોડ કે ઇન્સ્ટોલ કરશો નહીં. આ માલવેર હોઈ શકે છે જે તમારી સંવેદનશીલ માહિતી પર કબજો મેળવી શકે છે. એપ્સ માત્ર સિવાય સિવાય Indus એપસ્ટોર, Google પ્લેસ્ટોર અથવા એપસ્ટોર પરથી જ ડાઉનલોડ કરો.
  • તમારી કોન્ટેક્ટ લિસ્ટમાં ન હોય તેવા ફોન નંબરો દ્વારા શરૂ કરાયેલા ગ્રુપ્સ અથવા ચેટ્સથી સાવધ રહો.
  • તમારા ફોનના સેટિંગ્સમાં કઈ એપ્સ પાસે “SMS વાંચો” કે “ફાઇલ એક્સસ કરો” ની પરમિશન છે તેની સમયાંતરે સમીક્ષા કરો.
  • કોઈ પણ કાયદેસર પ્લેટફોર્મ અથવા બેંક અધિકારી ક્યારેય ચેટ અથવા કોલ પર તમારી પાસે OTP માંગશે નહીં.
  • અનધિકૃત ઍક્સેસ સામે સુરક્ષાનું એક વધારાનું સ્તર ઉમેરવા માટે તમારી પેમેન્ટ એપ્સ માટે ફિંગરપ્રિન્ટ અથવા ફેસ આઈડી લોકનો ઉપયોગ કરો.

જો તમે નકલી એપ ઇન્સ્ટોલ કરી લીધી હોય તો શું કરવું

  1. એપને તરત જ અનઇન્સ્ટોલ કરો.
  2. અસ્થાયી રૂપે મોબાઇલ ડેટા અને Wi-Fi બંધ કરો.
  3. બેંકિંગ, ઇમેઇલ અને પેમેન્ટ એપ્સના પાસવર્ડ બદલો.
  4. પ્રવૃત્તિઓ પર નજર રાખવા અથવા તેને ફ્રીઝ કરવા માટે તમારી બેંક/પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડરનો સંપર્ક કરો.

જાણ કેવી રીતે કરવી

જો તમને શંકા હોય કે તમને કોઈ કૌભાંડ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે, તો તરત જ તેની જાણ કરો:

PhonePe પર જાણ કરવી:

  • PhonePe ગ્રુપ ચેટ: જો તમને શંકા હોય કે આ ગ્રુપ છેતરપિંડીવાળું છે, તો તમે ગ્રુપ પ્રોફાઇલ હેઠળ આપેલા “બહાર નીકળો” અને “રિપોર્ટ કરો” વિકલ્પ પર ક્લિક કરી શકો છો.
  • PhonePe એપ: સહાય વિભાગમાં જાઓ અને ફરિયાદ દાખલ કરો.
  • PhonePe ગ્રાહક સેવા: 80-68727374 / 022-68727374 પર કૉલ કરો.
  • સોશિયલ મીડિયા પર જાણ કરવી:
  • ફર્યાદ નિવારણ: ફોનપે ફરિયાદ પોર્ટલ પર ફરિયાદ દાખલ કરો.

સત્તાવાળાઓને જાણ કરવી:

  • સાયબર ક્રાઇમ સેલ: સાયબર ક્રાઇમ પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ દાખલ કરો અથવા 1930 પર કૉલ કરો.
  • ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ (DOT): સંચાર સાથી પોર્ટલ પર ‘ચક્ષુ’ સુવિધા દ્વારા શંકાસ્પદ સંદેશાઓ, કૉલ્સ અથવા WhatsApp/Telegram છેતરપિંડીની જાણ કરો.

મહત્વપૂર્ણ સૂચના — PhonePe ક્યારેય ગોપનીય અથવા વ્યક્તિગત વિગતો માંગતું નથી. જો phonepe.com ડોમેનમાંથી ઇમેઇલ ન આવ્યો હોય તો PhonePe તરફથી હોવાનો દાવો કરતા તમામ ઇમેઇલને અવગણો. જો તમને છેતરપિંડીની શંકા હોય, તો કૃપા કરીને તરત જ અધિકારીઓનો સંપર્ક કરો.

Keep Reading