PhonePe Blogs Main Featured Image

Trust & Safety

કોવિડ-19 છેતરીપીંડી વિશે કેવી રીતે જાગૃત રહેવું અને કેવી રીતે તેનાથી બચવું

PhonePe Regional|5 min read|09 August, 2021

URL copied to clipboard

ભારતમાં કોવિડ-19ની બીજી લહેર આવી ત્યારથી, છેતરપીંડી કરનારાઓ અજાણ્યા ખાતા અને ફોન નંબર પર પૈસા મોકલવા માટે લોકોની ફસાવવા માટે નવી યુક્તિઓ અજમાવી રહ્યા છે. જેમાં લોકોને હોસ્પિટલમાં બેડ અપાવવા, ઑક્સિજન પહોંચાડવા અને રસી પૂરી પાડવાના બહાના હેઠળ છેતરપીંડી કરનારાઓ લોકોને છેતરે છે.

PhonePeની આ માર્ગદર્શિકામાં એવી પરિસ્થિતિઓ દર્શાવવામાં આવી છે, જ્યાં તમારે સાવધાનીપૂર્વક વર્તવું જોઈએ.

કોવિડ-19ની રસી માટે નોંધણી

રસીના પ્રથમ ડોઝનું ઍડવાન્સ બુકિંગ કરવાનું વચન આપીને અથવા સરકારી ડેટાબેઝને અપડેટ કરવાનું જણાવીને સાયબર ગુનેગારો દ્વારા લોકોને છેતરવાના ઘણાં કિસ્સા બન્યા છે. ગુન્હો કરવાની આ પદ્ધતિ સરળ છે.

● તેઓ લોકોને ફોન કરે છે, ખાસ કરીને એવા લોકો જેમની ઉંમર 45 વર્ષથી વધુ હોય, અને તેમને પૂછે છે કે તેમણે કોવિડ-19ની રસીનો પ્રથમ ડોઝ લીધો છે કે નહીં.

● જે લોકો એ વાતની પુષ્ટિ કરે કે તેમણે રસીનો ડોઝ લઈ લીધો છે, તેમને ડેટાબેઝ અપડેટ કરવાનું બહાનું બનાવીને તેમના મોબાઇલ નંબર પર મોકલવામાં આવેલો ઓટીપી (OTP) નંબર આપવાનું કહેવામાં આવે છે.

● જો લોકો રસીનો પ્રથમ ડોઝ લેવાનો બાકી હોવાનું જણાવે તો પણ તેમને રસીના ઍડવાન્સ બુકિંગનું બહાનું બનાવીને તેમના મોબાઇલ નંબર પર મોકલવામાં આવેલો ઓટીપી (OTP) નંબર આપવાનું કહેવામાં આવે છે.

એક રીતે જોઈએ તો બે-તબક્કાની ચકાસણીની આ પ્રક્રિયા નિરુપદ્રવી લાગે છે, પરંતુ મોબાઇલ નંબર પર પ્રાપ્ત થતો OTP નંબર અન્ય કોઈપણ વ્યક્તિને કહી દેવાથી અનિચ્છનીય પરિણામો આવી શકે છે. જેમકે છેતરપિંડી કરનારાઓને તમારા ફોનમાં અથવા ઍપમાં રહેલી અતિ મહત્ત્વપૂર્ણ માહિતી સુધી પહોંચવાનો માર્ગ મળી જાય છે.

સોશિયલ મીડિયા પર મળતી અસ્પષ્ટ દોરવણી

મહામારીની બીજ લહેર દરમિયાન સોશિયલ મીડિયા પર, લોકોને રસીના ખરાઈ કરેલા વેચાણકર્તાઓ તથા અન્ય સારવાર માટેના સાધનો અને હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધ કરાવી આપવા માટેની પોસ્ટ મોટા પ્રમાણમાં જોવા મળતી હતી.

આ માહિતીનો ઉપયોગ કરીને, ઘણાં છેતરપિંડી કરનારાઓએ ઑક્સિજનના વિતરક બનીને દવા માટેના પૈસા લઈને ઘણાં લોકો સાથે ઠગાઈ આચરી હતી.

કોવિડ રસીની નિશુલ્ક નોંધણી સેવા પૂરી પાડવાના બહાના હેઠળ વપરાશકર્તાઓની વ્યક્તિગત માહિતીની ચોરી કરવા માટે માલવૅરની લિંક ધરાવતા વૉટ્સઍપ અને એસએમએસ દ્વારા ખોટા મૅસેજ મોકલવામાં આવ્યા હતા. જેને કારણે છેતરપિંડી કરનારાઓને તમારા ફોન અને તેની સાથે જોડાયેલા એકાઉન્ટની સંવેદનશીલ માહિતી સુધી પહોંચવાનો માર્ગ મળી જાય છે.

બીમારી સામે ઝઝૂમતા પોતાના સ્વજનને બચાવવાના પ્રયાસોને કારણે પહેલેથી જ તણાવમાં રહેલા પરિવારો અને મિત્રો ઇન્જેક્શન અને આવશ્યક દવાઓ તથા સાધનોની ઉપલબ્ધ કરાવવા બાબતે સોશિયલ મીડિયા ચૅનલ પર જોવા મળતી ગેરમાર્ગે દોરતી જાહેરાતોથી વધુ અજંપો અનુભવે છે.

ઘણા લોકો નકલી Facebook અને Instagram એકાઉન્ટ પર ડૉક્ટર્સની ખોટી પ્રોફાઇલ તૈયાર કરીને તેમણે કહેવાતી “વેરિફાઇડ લીડ્સ” પર કરેલી દવાઓ અને ઑક્સિજન સિલિન્ડરની જાહેરાતોના શિકાર બન્યા.

છેતરપિંડી કરનારાઓ ઇન્જેક્શન્સ અને જરૂરી પણ સહેલાઈથી ન મળતી દવાઓ માટે ઍડવાન્સ ચુકવણી કરવાના નામે લોકો પાસેથી પૈસા મેળવી લીધા બાદ તેમના ફોન નંબર બ્લૉક કરીને અથવા પોતાનો નંબર બદલી નાખીને ઠગાઈ કરી હતી.

નકલી વેબસાઇટ્સને કેવી રીતે ચકાસવી અને કોવિડ સંબંધિત કાર્યોમાં દાન કેવી રીતે કરવું

ભારત સંગઠિત થઈને કોરોનાવાઇરસનો સામનો કરી રહ્યો છે ત્યારે, ઘણા લોકો દાન અને મદદ માટે આગળ આવ્યા છે. જો તમે કોઈપણ એવું સંગઠન જે અસરગ્રસ્ત લોકોને મદદ કરવાનો દાવો કરતું હોય તેને મદદ કરવા ઇચ્છા ધરાવતા હો તો, તમારે તે સંગઠનની વેબસાઇટની મુલાકાત લેવી જ જોઈએ, જેથી તમને એ સંગઠન શું કરે છે અને કોવિડ સંબંધિત સહાય કરવાના તેમના દાવા તેમની વેબસાઇટ પર દર્શાવેલી માહિતી સાથે બંધ બેસતી જોવા મળે છે કે નહીં.

વેબસાઇટનું એડ્રેસ ‘HTTPS’ શરૂ થાય છે કે ‘HTTP’થી તેની ચકાસણી કરો. ‘HTTPS’થી શરૂ થતી વેબસાઇટ પાસે SSL સર્ટિફિકેટ હોય છે અને તે ‘HTTP’થી શરૂ થતી વેબસાઇટની સરખામણીમાં ઘણી સુરક્ષિત માનવામાં આવે છે. જો તમે જેને દાન આપવા માગો છો એ સંગઠનની માન્યતા વિશે ચોક્કસપણે આશ્વસ્ત ન હો અને તમે ચકાસણી કરેલા સંગઠન દ્વારા જ તમારા પૈસાનો ઉપયોગ થાય, તેવું ઇચ્છતા હો તો તમે PhonePe ઍપનો ઉપયોગ કરી શકો અને ‘Donation’ ટૅબ પર ક્લિક કરો.

PhonePe ઍપના ઉપયોગથી કેવી રીતે દાન આપવું?

PhonePe એ સુનિશ્ચિત કરે છે કે તમે માત્ર ચકાસણી કરેલા એનજીઓ (સ્વયંસેવી સંગઠનો)ને જ દાન આપો અને તમારા સંદર્ભ માટે તે આ સંગઠનોની યાદી પોતાની વેબસાઇટ પર મૂકે છે. આ યાદીમાં સમાવિષ્ટ એનજીઓને તમે નીચે દર્શાવેલા સ્ટેપ અનુસરીને દાન કરી શકો છો.

સ્ટેપ 1: તમારી PhonePe હોમ સ્ક્રીન પર આવેલા ‘રિચાર્જ અને બિલ ચૂકવો’ ટેબ હેઠળ આવેલા ‘દાન કરો’ ટેબ પર ક્લિક કરો.

સ્ટેપ 2: એનજીઓની યાદી અથવા અન્ય સંગઠન અથવા કામગીરી જેને આધારે દાન આપવા ઇચ્છો છો તેને પસંદ કરો.

સ્ટેપ 3: તમારું નામ અને ઇમેઇલ ઍડ્રેસ એન્ટર કરો.

સ્ટેપ 4: દાનની રકમ એન્ટર કરો.

સ્ટેપ 5: દર્શાવેલ પેમેન્ટ પદ્ધતિઓમાંથી કોઈ એક પસંદ કરો. તમે UPIનો ઉપયોગ કરીને, તમારા ડેબિટ કાર્ડ અથવા PhonePe વૉલેટથી દાન આપી શકો છો.

સ્ટેપ 6: ‘દાન કરો’ ટેબ પર ક્લિક કરો અને પેમેન્ટને અધિકૃત કરો.

તમે છેતરપિંડીની શક્યતા ધરાવતા ફોન નંબરને PhonePeના ઉપયોગથી અહીં દર્શાવ્યા પ્રમાણે રીતે ચકાસી શકો છો

તમારી માહિતી માંગતા અથવા તમને માંગ્યા વિના પુરસ્કાર આપતા ફોન કોલની ઓળખી શકવાની તમારી સતર્કતા અન્ય લોકોને પણ આવી છેતરપિંડીથી સાવચેત રહેવામાં મદદરૂપ બનશે. જો તમને મેડિકલ સહાય અને ઑક્સિજન સિલિન્ડરનો પુરવઠો પૂરો પાડવાના વચન સાથે અજાણ્યા અને ચકાસ્યા વિનાના ફોન કોલ આવે અને તમે તેની ખરાઈ બાબતે ચોક્કસ ન હો તો તમે https://www.phonepe.com/security/covid-frauds/ લૉગ ઇન કરો અને ત્યાં અન્ય લોકોને મળેલા છેતરપિંડી જે ફોન નંબર પરથી કોલ આવ્યા છે તેની યાદીમાંથી તમે તમને મળેલા કોલનો નંબર ચકાસી શકો છો. તમને મળેલા કોલનો ફોન નંબર પણ તમે એ યાદીમાં ઉમેરી શકો છો, જેથી અન્ય લોકો એ ફોન નંબરથી આવનારા ફોન કોલ બાબતે સાવધાન રહે.

યાદ રાખો: PhonePe વ્યક્તિગત માહિતી માગતા અથવા તમારી પાસેથી OTP/CVV અથવા UPI MPIN જેવી સંવેદનશીલ માહિતી પૂરી પાડવાનું જણાવતા કોઈ પણ કોલની પુષ્ટિ નથી કરતી.

છેતરપિંડીથી બચવા માટે આટલું કરો અને આટલું ન કરો

આટલું કરો: નકલી ફોન કોલથી થતી છેતરપિંડીથી બચવું એટલું મુશ્કેલ નથી. બસ તમારે ફરજિયાતપણે નીચેની બાબતોનું ધ્યાન રાખવાનું છે.

● અજાણ્યા વ્યક્તિને પૈસા મોકલતા પહેલાં પૈસા મેળવનારની વિગતો ચકાસો

● પૈસા મોકલતા પહેલાં પૈસા મેળવનારની વિગતો જેવી કે એકાઉન્ટધારકનું નામ, બૅન્ક એકાઉન્ટની વિગતો, અને સંપર્કની વિગતો ચકાસો

● માત્ર કોઈની કહેલી વાતચીતના આધારે કોઈ થર્ડ-પાર્ટી ઍપ ઇન્સ્ટૉલ ન કરો. માત્ર પ્લૅ સ્ટોર અથવા ઍપ સ્ટોર પરથી વિશ્વાસપાત્ર અને ચકાસણી કરેલી ઍપ જ ડાઉનલોડ કરો.

● જો તમે કોઈ અજાણી વ્યક્તિને પૈસા મોકલ્યા છે તો તાત્કાલિક તમારી બૅન્ક અથવા સાયબર સેલને જાણ કરો.

● ભવિષ્યમાં તમને પૈસા મોકલવાની વિનંતીને નામંજૂર કરવા પૈસા મેળવનારનો ફોન નંબર તમારા ફોન અને PhonePe પ્લૅટફૉર્મ પરના એકાઉન્ટમાંથી બ્લૉક કરો.

● તમારી PhonePe ઍપમાં લૉગ ઇન કરીને PhonePe ઍપના “સહાય” વિભાગમાં “એકાઉન્ટ સિક્યોરિટી અને શંકાસ્પદ પ્રવૃત્તિઓનું રિપોર્ટિંગ” પર ટૅપ કરીને છેતરપિંડીના બનાવની જાણ કરો. આ ઉપરાંત તમે support.phonepe.com પર લૉગ ઇન કરો.

● હંમેશા યાદ રાખો કે કોઈપણ UPI ઍપ દ્વારા પૈસા મેળવવા માટે તમારે ક્યારેય તમારો UPI PIN એન્ટર કરવાનો હોતો નથી.

આટલું ન કરો: છેતરપિંડી કરનારાઓ તમારી પાસેથી તમારા પૈસા પડાવી ન લે તે સુનિશ્ચિત કરવા તમારે નીચેની બાબતો ક્યારેય ન કરો.

● કોઈને પણ તમારો UPI PIN અને OTP ક્યારેય ન જણાવો. PhonePeના કર્મચારીઓ ક્યારેય વ્યક્તિગત વિગતો માંગતા નથી.

● તમારા Twitter, Facebook, LinkedIn, અને Instagram સહિતના સોશિયલ મીડિયા એકાઉન્ટની વિગતોની માહિતી અન્ય સાથે શેયર કરવાનું ટાળો.

● વસ્તુઓ કે સેવાઓ કે સોફ્ટવેર વેચતા અજાણ્યા વેપારીઓ દ્વારા અપાતી અત્યંત આકર્ષક જણાતી ઑફર્સથી લલચાઈ ન જાઓ.

● બૅન્કની વિગતો માગતું કોઈ પણ ફોર્મ ન ભરો.

● પૈસા મોકલવા કે મેળવવા માટે Screen Share, Anydesk, Teamviewer જેવી થર્ડ-પાર્ટી ઍપને ડાઉનલોડ કરવાથી દૂર રહો.

● સર્ચ એન્જિન અને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર મૂકવામાં આવેલા હેલ્પલાઇન નંબરનો ઉપયોગ ન કરો. તેને બદલે હેલ્પલાઇન નંબર જે-તે કંપની કે સંગઠનની કાયદેસરની અધિકૃત વેબસાઇટ પર શોધો.

● ક્યારેય અજાણ્યા ઇમેઇલ અને ટેક્સ્ટ મૅસેજનો ઉત્તર આપવા માટે તેમાં મળેલી અજાણી લિન્ક પર ક્લિક ન કરો.

PhonePe ગ્રાહક સહાય સુધી પહોંચવાની એકમાત્ર અધિકૃત વ્યવસ્થા https://support.phonepe.com/ પર જવાનો છે અથવા અમારા અધિકારીઓને 0806–8727–374 અથવા 0226–8727–374 પર ફોન કરીને તમે 24*7 ગ્રાહક સહાયનો સંપર્ક કરી શકો છો.

અમે તમારી મદદ માટે છીએ

વિવિધ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર આવેલા અમારા અધિકૃત એકાઉન્ટ પર જ અમારો સંપર્ક કરો.

● Twitter : https://twitter.com/PhonePe or https://twitter.com/PhonePeSupport

● Facebook: https://www.facebook.com/OfficialPhonePe/

● ગ્રાહક સહાય નંબર: 080–68727374 / 022–68727374

● ઇમેઇલ ઍડ્રેસ: support.phonepe.com

Keep Reading