PhonePe Blogs Main Featured Image

Trust & Safety

KYC છેતરપિંડીથી થતી ઓળખની ચોરીથી પોતાની જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી

PhonePe Regional|6 min read|18 July, 2025

URL copied to clipboard

જ્યારે તમે બેંક અથવા કોઈપણ નાણાકીય કંપનીમાં એકાઉન્ટ ખોલાવો છો, ત્યારે તેઓ તમને સાબિત કરવા કહે છે કે તમે કોણ છો. આને KYC પ્રક્રિયા કહેવામાં આવે છે. આમાં, તમારે તમારા આધાર કાર્ડ, PAN કાર્ડ જેવા ડોક્યુમેન્ટ અથવા RBI દ્વારા માન્ય અન્ય ડોક્યુમેન્ટ આપવાના રહેશે.

આજના સમયમાં, નાણાકીય સંસ્થાઓ “ડિજિટલ KYC” દ્વારા આ વેરિફિકેશન કરે છે. ડિજિટલ KYCમાં, તેઓ ગ્રાહક અને તેમના ડોક્યુમેન્ટના લાઇવ ફોટા લે છે અથવા વ્યક્તિ પાસે તેમનું આધાર છે તેનો પુરાવો મેળવે છે. ઑફલાઇન વેરિફિકેશન શક્ય ન હોય ત્યારે આનો ઉપયોગ થાય છે.

KYC છેતરપિંડી અને એકાઉન્ટ સસ્પેન્શન કૌભાંડો દ્વારા ઓળખ ચોરી શું છે?

KYC ઓળખની ચોરીમાં, છેતરપિંડી કરનારાઓ તમારી વ્યક્તિગત વિગતોની ચોરી કરે છે અથવા તમારી માહિતીનો ઉપયોગ કરીને નકલી ઓળખ બનાવે છે. પછી, તેઓ આનો ઉપયોગ KYC પ્રક્રિયાને ખોટી રીતે પૂર્ણ કરવા માટે કરે છે. KYC પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ, છેતરપિંડી કરનારાઓ તમારી મંજૂરી વિના તમારા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી શકે છે. તેઓ તમારી KYC વિગતોનો ઉપયોગ નવા એકાઉન્ટ ખોલવા, લોન લેવા અથવા તમારા નામનો ઉપયોગ કરીને ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માટે પણ કરી શકે છે. તેના કારણે તમે તમારા પૈસા અને પ્રતિષ્ઠા બંને ગુમાવી શકો છો.

આજના ડિજિટલ વિશ્વમાં, ઓળખની ચોરી એ એક મોટું જોખમ છે, ખાસ કરીને જ્યારે છેતરપિંડી કરનારાઓ તમારા એકાઉન્ટના ઍક્સેસ મેળવવા માટે KYC પ્રક્રિયા પૂર્ણ કરવા ચોરી કરેલા અથવા બનાવટી ડોક્યુમેન્ટનો ઉપયોગ કરે છે.

આ ઉપરાંત, આ જોખમ KYC સાથે જોડાયેલી એકાઉન્ટ બંધ થવાની છેતરપિંડી સુધી પણ ફેલાયેલું છે. આ લોકોના ડરનો ફાયદો ઉઠાવીને કરવામાં આવતી સાયબર ઠગાઈ (સોશિયલ એન્જિનિયરિંગ)ની એક ચાલ છે, જેમાં છેતરપીંડી કરનારાઓ જાણીજોઈને ગભરાટનું વાતાવરણ ઊભું કરે છે. છેતરપીંડી કરનારાઓ તમારો સંપર્ક કરીને એવો દાવો કરે છે કે તમારું બેંક એકાઉન્ટ, ડિજિટલ વૉલેટ કે પેમેન્ટ એકાઉન્ટ ટૂંક સમયમાં (જેમ કે 24 કલાકમાં) કાયમ માટે બ્લોક કે સસ્પેન્ડ થઈ જશે, કારણ કે તમારું KYC બાકી છે અથવા તેની મુદત પૂરી થઈ ગઈ છે. એમનો મુખ્ય હેતુ તમને ડરાવીને ઉતાવળ કરાવવાનો હોય છે, જેથી તમે વિચાર્યા વગર જ તમારી અંગત નાણાકીય વિગતો તેમને આપી દો અથવા એકાઉન્ટનો ઍક્સેસ આપી દો

ઓળખની ચોરી અને KYC છેતરપીંડીની કેટલીક અલગ-અલગ રીતે થઈ શકે છે:

  • સિનારિયો 1: છેતરપીંડી કરનારાઓ ફિશિંગ (એટલે કે ખોટી લિંક, બનાવટી મેસેજ કે કૉલ) જેવી અલગ-અલગ યુક્તિઓ વાપરીને તમારી આઈડી, પાસવર્ડ કે અંગત વિગતો ચોરી શકે છે.

 અર્જુન નામના એક ભાઈને એક ઠગે પોતાની જાળમાં ફસાવ્યા. તેણે અર્જુનને રોકાણ પર બહુ મોટું વળતર મેળવવાની લાલચ આપી. ત્યારબાદ, આગળની પ્રક્રિયા કરવાના નામે તેણે અર્જુન પાસે તેમની અંગત માહિતી માંગી. ઠગની વાતમાં આવીને અર્જુને પણ તેના પર ભરોસો કરી લીધો અને પોતાના બેંક એકાઉન્ટની ગુપ્ત માહિતી તથા મોબાઇલ પર આવેલો OTP (ઓટીપી) તેની સાથે શેર કરી દીધો. તેમને એમ જ હતું કે તેમની રકમ સુરક્ષિત જગ્યાએ રોકાઈ રહી છે. પણ એ જ માહિતીનો દુરુપયોગ કરીને ઠગે અર્જુનના ખાતામાં ઘૂસણખોરી કરી અને તેમના ખાતામાંથી બારોબાર પૈસા ઉપાડી લીધા.

  • સિનારિયો 2: છેતરપીંડી કરનારાઓ તમને છેતરીને બીજાના નામના એકાઉન્ટમાં તમારું KYC કરાવી લે છે. ત્યારબાદ તમારી જાણ બહાર એ એકાઉન્ટનો ઉપયોગ ગેરકાયદેસર અને ઠગાઈની પ્રવૃત્તિઓ માટે કરે છે. 

ડેવિડ નામના એક ભાઈને લોન અપાવવાના બહાને એક ઠગે સંપર્ક કર્યો. ઠગે ડેવિડને એક એકાઉન્ટમાં  KYC પૂરું કરવા કહ્યું, જે એકાઉન્ટ ખરેખર ડેવિડનું નહીં પણ એ ઠગે પોતાના નામે ખોલેલું હતું. લોન મેળવવા માટે આ જરૂરી પ્રક્રિયા છે એવું માનીને ડેવિડે તેના પર વિશ્વાસ કરી લીધો. તેણે પોતાની તમામ અંગત વિગતો આપીને KYC પૂરું કર્યું, જેનાથી અજાણતાં જ એ ખાતાનો પૂરો કન્ટ્રોલ ઠગના હાથમાં જતો રહ્યો. ત્યારબાદ એ ઠગે એ એકાઉન્ટથી લોનની હેરાફેરી અને કૌભાંડ કર્યા, જ્યારે ડેવિડ આ બધી બાબતોથી સાવ અજાણ રહ્યો અને મોટું જોખમ વહોરી બેઠો.

  • સિનારિયો 3: છેતરપીંડી કરનારાઓ સત્તાવાર બેંક અથવા ઍપ જેવા જ દેખાતા ખોટા મેસેજ મોકલે છે. તેઓ તમને ડરાવીને કે તાકીદનું કામ હોવાનું કહીને તમારી લોગિન વિગતો ચોરવાનો પ્રયાસ કરે છે. 

Aમોડી રાતે નિશાના ફોન પર “PP-ALERT” નામે એક મેસેજ આવે છે, જે જોઈને તે ગભરાઈ જાય છે. તેમાં કટોકટીનો માહોલ ઊભો કરવા માટે એક નાની લિંક આપેલી હોય છે અને લખ્યું હોય છે: “અગત્યનું: તમારું KYC બાકી છે. આગામી 15 મિનિટમાં તમારું આધાર વેરિફાઇ કરવા માટે અહીં ક્લિક કરો, નહીંતર તમારું એકાઉન્ટ કાયમ માટે બંધ થઈ જશે અને પૈસા જપ્ત કરી લેવામાં આવશે.” ગભરાટમાં આવીને નિશાએ એ લિંક પર ક્લિક કરી દીધું. તે એક નકલી વેબ પેજ પર પહોંચી ગઈ અને ત્યાં પોતાનો નંબર તથા મળેલો OTP લખી દીધો. પરંતુ, જેવા ઠગો એ ચોરેલી વિગતોથી બીજા શહેરમાંથી નિશાના એકાઉન્ટમાં લોગિન કરવાનો પ્રયત્ન કરવા ગયા, કે તરત જ PhonePeની સિસ્ટમે કામ કરવાનું શરૂ કરી દીધું. PhonePe પ્રોટેક્ટ સિસ્ટમે તરત જ ઓળખ વગરના ડિવાઇસ અને અજાણ્યા લોકેશનને ઓળખી લીધું. તેણે લોગિન કરવાનો એ પ્રયાસ સાવ બ્લોક કરી દીધો અને નિશાના ફોન પર તરત જ મેસેજ મોકલ્યો: “શંકાસ્પદ લોગિન પ્રયાસ બ્લોક કરવામાં આવ્યો છે. તમારું એકાઉન્ટ સુરક્ષિત રાખો.”

  • સિનારિયો 4: છેતરપીંડી કરનાર પોતાની ઓળખ કોઈ અધિકારી કે કમ્પ્લાયન્સ ટીમ તરીકે આપે છે. તેઓ તમારું એકાઉન્ટ બંધ થઈ જશે તેવો ડર બતાવે છે અને તેને તરત ચાલુ કરી આપવાના બહાને કોઈ સ્ક્રીન-શેરિંગ ઍપ ડાઉનલોડ કરવા કહે છે.

વિક્રમને “KYC ટીમમાંથી અંજલિ” બોલું છું એવો દાવો કરતી એક મહિલાનો ફોન આવે છે. તે વિક્રમને કહે છે કે રૂટિન તપાસના કારણે તેમનું વૉલેટ બ્લોક કરી દેવાયું છે. સાથે જ તે ખાતરી આપે છે કે જો વિક્રમ સાથ આપશે તો માત્ર 2 મિનિટમાં જ આ સમસ્યા ઉકેલાઈ જશે. તે વિક્રમને એક રિમોટ-ઍક્સેસ (સ્ક્રીન શેરિંગ) ઍપ ડાઉનલોડ કરવા કહે છે અને જણાવે છે: “તમે QuickVerify ઍપ ઇન્સ્ટોલ કરો અને હું લાઇન પર છું ત્યાં સુધીમાં તમારી ફો નપે ઍપ ખોલો, જેથી અમારી સિસ્ટમ તમારી વિગતો સુરક્ષિત રીતે અપડેટ કરી વૉલેટ ચાલુ કરી દે.” જેવા વિક્રમ તે વાત માનીને બેકગ્રાઉન્ડમાં સ્ક્રીન-શેરિંગ ઍપ ચાલુ રાખીને PhonePe ઍપ ખોલે છે, કે તરત જ PhonePeના ઇન્ટરનલ સિક્યુરિટી ફીચર સક્રિય થઈ જાય છે. ઍપની સિસ્ટમ બેકગ્રાઉન્ડમાં ચાલતા સ્ક્રીન-મિરરિંગ અને આ પ્રકારની સાયબર ઠગાઈની પેટર્નને તરત જ પકડી પાડે છે. સામે વાળી વ્યક્તિ કોઈ અંગત વિગતો જોઈ ન શકે તે માટે ફો નપે તરત જ સ્ક્રીન પર બ્લેકઆઉટ કરી દે છે અને સ્ક્રીન પર એક સ્પષ્ટ ચેતવણી સાથે પેજ ફ્રીઝ કરી દે છે: “સંભવિત ફ્રોડ/કૌભાંડની જાણ થઈ છે.”

KYC છેતરપિંડી અને એકાઉન્ટ ટેકઓવરના સામાન્ય ચેતવણી ચિહ્નો

  • તમે કોઈપણ એકાઉન્ટ ખોલવા માટે ક્યારેય કોઈ વિનંતી ના કરી હોય છતાં તમને અનપેક્ષિત કૉલ્સ અથવા ઇમેઇલ્સ આવતા હોય.
  • તમે ના કર્યા હોય તેવા ટ્રાન્ઝેક્શન માટે તમને નોટિફિકેશન અથવા SMS મેસેજ મળે.
  • તમે અરજી ના કરી હોય તેવા ક્રેડિટ કાર્ડનું બિલ આવે. 
  • તમે અચાનક તમારા બેંક અથવા નાણાકીય એકાઉન્ટમાં લૉગ ઇન ન કરી શકો.
  • માન્યામાં ન આવે તેવી આકર્ષક ઑફર હોય જેનો ઉપયોગ તમારી ઓળખની ચોરી કરવા માટે કરવામાં આવે છે.
  • SMS, WhatsApp કે ઇમેઇલ દ્વારા એવા નકલી URL મોકલવામાં આવે છે, જેમાં એવો દાવો કરવામાં આવે છે કે જો તમે તાત્કાલિક KYC અપડેટ નહીં કરો, તો તમારું એકાઉન્ટ બ્લોક કે સસ્પેન્ડ થઈ જશે.

ઓળખની ચોરી અને KYC છેતરપિંડીથી પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવું

  • તમારી અંગત માહિતીને સુરક્ષિત રાખો: મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ, OTP અથવા પાસવર્ડ ક્યારેય ફોન કૉલ્સ, ઇમેઇલ્સ અથવા મેસેજિંગ એપ પર શેયર ન કરશો.
  • ફિશિંગ (ઓનલાઇન ઠગાઈ) થી સાવધાન રહો: અજાણી કે શંકાસ્પદ લિંક પર ક્લિક કરવાનું અને કોઈ અવિશ્વસનીય વેબસાઇટ પર તમારી અંગત માહિતી શેર કરવાનું ટાળો. SMS, WhatsApp કે ઇમેઇલ પર ‘તમારું એકાઉન્ટ બંધ કે સસ્પેન્ડ થઈ જશે’ એવી ધમકી કે દાવો આપતી કોઈપણ લિંક આવે, તો તેના પર ક્યારેય ક્લિક ન કરો.
  • તમારા એકાઉન્ટ નિયમિતપણે ચેક કરો: તમારા બેંક સ્ટેટમેન્ટ, ક્રેડિટ રિપોર્ટ અને એકાઉન્ટ એક્ટિવિટી પર નજર રાખો જેથી કંઈપણ અસામાન્ય હોય તો તેની જાણ થાય.
  • મજબૂત સુરક્ષાનો ઉપયોગ કરો: વધારાની સુરક્ષા માટે તમે જ્યાં પણ કરી શકો ત્યાં ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) ચાલુ કરો.
  • સંચાર વિશે વધુ ચકાસણી કરો: જો કોઈ બેંક કે નાણાકીય સંસ્થામાંથી અચાનક ફોન કે મેસેજ આવે, તો પહેલા તેમની સાચી ઓળખ વેરિફાઇ કરો. સહાય માટે હંમેશાં સત્તાવાર ઍપમાં આપેલી કસ્ટમર કેર નંબરની વિગતોનો જ ઉપયોગ કરો; મેસેજમાં આપેલા અજાણ્યા નંબર પર ક્યારેય સામેથી ફોન ન કરવો. જો એકાઉન્ટ બંધ થઈ જશે એવો કોઈ મેસેજ આવે, તો તેને તરત જ બંધ કરી દો અને સાચી માહિતી જોવા માટે તમારા ફોનમાંથી સીધી જ ઓરિજિનલ ઍપ ખોલીને ચેક કરો.
  • સ્ક્રીનશેરિંગ ઍપથી સાવધાન રહો: કોઇ પણ સાચી કે સત્તાવાર કસ્ટમર કેર ટીમ તમને ક્યારેય કોઈ થર્ડ-પાર્ટી ઍપ (ખાસ કરીને મોબાઈલની સ્ક્રીન શેર થાય કે રિમોટ ઍક્સેસ મળે તેવી ઍપ) ડાઉનલોડ કરવા નહીં કહે.
  • ડોક્યુમેન્ટના દુરુપયોગ વિશે ઝડપથી જાણ કરો: જો કોઈ વ્યક્તિ તમારી મંજૂરી વિના તમારા ઓળખ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરે છે, તો તરત જ યોગ્ય અધિકારીઓ અને સંસ્થાઓને તેની જાણ કરો.
  • ફક્ત વિશ્વસનીય KYC પદ્ધતિઓનો ઉપયોગ કરો: હંમેશા તમારું KYC સત્તાવાર વેબસાઇટ પર અથવા ફક્ત વેરિફાઈડ એજન્ટ દ્વારા જ કરો.

PhonePe તમારી સુરક્ષા કેવી રીતે કરે છે

  • એડવાન્સ સિક્યુરિટી સિસ્ટમ (ઇન્ટેલિજન્ટ રિસ્ક એન્જિન): PhonePeની બેકએન્ડ સિસ્ટમ દરેક ટ્રાન્ઝેક્શન અને લોગ ઇન પર સતત નજર રાખે છે. જો કોઈ શંકાસ્પદ લિંક પર ક્લિક કર્યા પછી તરત જ બીજા કોઈ અજાણ્યા ફોન કે ડિવાઇસમાંથી લોગ ઇન કરવાનો પ્રયાસ થાય, તો સિસ્ટમ તેને તરત જ શંકાસ્પદ ગણીને એક્ટિવિટી રોકી કે બ્લોક કરી દે છે.
  • ઍપની અંદર જ બધી પ્રક્રિયા (ઇન-ઍપ સેન્ટરીક પ્રોસેસ): PhonePe પર સાચી KYC પ્રક્રિયા અને એકાઉન્ટ અપડેટ માત્ર અને માત્ર તેમની ઓફિશિયલ ઍપની અંદર જ થાય છે. તેઓ મેસેજમાં આપેલી બહારની નકલી લિંક દ્વારા ક્યારેય KYC કરવા માટે દબાણ કરતા નથી.
  • ઍપમાં મળતી ચેતવણીઓ (સાવચેતીના મેસેજ): જ્યારે પણ યુઝર કોઈ જોખમી કામ કરવા જાય (જેમ કે કોઈ નવા ડિવાઇસમાંથી લોગ ઇનની મંજૂરી આપવી કે પૈસા ટ્રાન્સફર કરવા), ત્યારે PhonePe ઍપ તરત જ સ્ક્રીન પર સ્પષ્ટ ચેતવણી બતાવે છે, જેથી ઠગના ડર કે ઉતાવળમાં આવીને પણ ગ્રાહક ભૂલ ન કરે.

PhonePe એકાઉન્ટ પર તમારી ઓળખનો દુરુપયોગ થયો હોય તો શું કરવું

જો તમને છેતરપીંડીની શંકા હોય અથવા PhonePe દ્વારા તમારી સાથે છેતરપીંડી થઈ હોય તો, નીચેનામાંથી કોઈપણ માધ્યમથી સમસ્યાની જાણ કરીને  ઝડપથી કાર્યવાહી કરો:

  • PhonePe કસ્ટમર કેર નંબર PhonePe કસ્ટમર કેરને 80–68727374 અથવા 022–68727374.પર કૉલ કરો. કસ્ટમર કેર પ્રતિનિધિ ટિકિટ શરુ કરશે અને તમને વધુ સહાય કરશે. 
  • સોશિયલ મીડિયા PhonePeના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર છેતરપીંડીની ઘટનાઓની જાણ કરો:
  • ફરિયાદ નિવારણ જો તમારી પાસે પહેલાથી ફરિયાદ ટિકિટ હોય તો, તમે તમારી ટિકિટ આઈડીનો ઉપયોગ કરીને: https://grievance.phonepe.com/ પર ફરિયાદ નોંધાવી શકો છો.

અધિકારીઓને જાણ કરવી

  • સાયબર ક્રાઈમ સેલ: સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવો અથવા 1930 પર કૉલ કરો.
  • દૂરસંચાર વિભાગ (DOT): સંચાર સાથી પોર્ટલ પર ચક્ષુ સુવિધાના માધ્યમથી શંકાસ્પદ મેસેજ, કૉલ અથવા કોઈપણ ફ્રોડ વિનંતીની જાણ કરો. 

ડિસ્ક્લેમર: આ માહિતી મૂળ રીતે જુલાઈ 2025માં પ્રકાશિત કરવામાં આવી હતી અને હાલના નિયમો તથા દિશાનિર્દેશો મુજબ નવીનતમ વિગતો સાથે ઓક્ટોબર 2026માં ફરીથી સંપૂર્ણ ચકાસીને અપડેટ કરવામાં આવી છે.

Keep Reading