PhonePe Blogs Main Featured Image

Trust & Safety

છેતરપીંડી કરનારાઓથી રહો સાવધાન: વીજ ગોટાળાઓથી બચવાના ઉપાય

PhonePe Regional|4 min read|25 September, 2023

URL copied to clipboard

આજના ડિજિટલ યુગમાં, બિલ ભરવા અને બીજા ખર્ચાઓના પેમેન્ટ માટે ઓનલાઈન પેમેન્ટ ખૂબ જ સુવિધાજનક છે. જોકે, જેમ જેમ ટેક્નોલોજીનો વિકાસ થતો જાય છે તેમ તેમ સાયબર અપરાધીઓ પણ નવી નવી તરકીબો શોધી કાઢે છે.

આ બ્લોગ ભારતમાં થઈ રહેલ ઓનલાઈન વીજ બિલ પેમેન્ટમાં છેતરપીંડી પર પ્રકાશ પાડે છે. તે સાથે જ આમાં છેતરપીંડીના પ્રકારો, સંભવિત પરિણામો, ડિજિટલ યુગમાં સુરક્ષિત રહેવા માટે ત્વરિત અપનાવી શકાય તેવા ઉપાયો વિશે પણ ચર્ચા કરવામાં આવી છે.

ડિજિટલ પેમેન્ટમાં વધારો:

ભારતમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના કારણે વીજ બિલ પેમેન્ટ સહિતના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. ડિજિટલ પ્લેટફોર્મના કારણકે ગ્રાહકો ઘરેબેઠાં જ તેમની સુવિધા મુજબ સરળતાથી અને ઝડપથી તેમના બિલ ભરી શકે છે.

ઓનલાઈન વીજ બિલ પેમેન્ટમાં થતી છેતરપીંડી અને તેની રીતો:

સામાન્ય રીતે છેતરપીંડી કરનારાઓ ટેક્ષ્ટ મેસેજ મોકલીને લોકોના ફોન હેક કરે છે જેમાં લખ્યું હોય છે કે તમારું વીજ બિલ ભરાયું નથી અને તેમણે તાત્કાલિક ભરવાનું રહેશે. આ મેસેજ વીજ વિભાગમાંથી આવ્યો હોવાનો દાવો કરે છે અને ચેતવણી આપે છે કે આજ રાત સુધીમાં તમારા ઘરનું વીજ કનેક્શન કાપી નાંખવામાં આવશે કારણકે તમે ગયા મહિનાનું બિલ હજી સુધી ભર્યું નથી.

મેસેજનો નમૂનો :

પ્રિય ગ્રાહક આજે રાત્રે 8:30 વાગ્યે વીજ વિભાગની ઓફિસમાંથી તમારો વીજ પાવર કાપી નાંખવામાં આવશે. કારણકે તમે તમારા ગયા મહિનાનું બિલ ભર્યું નથી, કૃપા કરીને 824*****59 પર વીજ વિભાગના અધિકારીનો સંપર્ક કરો. આભાર.

ફોર્મ:

ફીશીંગ ગોટાળા:

સાયબર ક્રિમિનલ યુઝરની વ્યક્તિગત અને નાણાંકીય માહિતીઓ કઢાવીને છેતરવા માટે બનાવટી ઈમેઈલ, ટેક્ષ્ટ મેસેજ અથવા બનાવટી વેબસાઈટનો ઉપયોગ કરે છે. જાગૃતતાના અભાવે યુઝર તેમની જાળમાં ફસાઈ જાય છે અને છેતરપીંડી કરનારાઓને બિલ પેમેન્ટ કરી દે છે.

માલવેર એટેક:

માલવિયસ સોફ્ટવેર ડિવાઈસને નુકસાન પહોંચાડીને પેમેન્ટ વિગતો સહિતના સંવેદનશીલ ડેટાની ચોરી કરી શકે છે. હેકર્સ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અટકાવી શકે છે અને પેમેન્ટની પ્રક્રિયામાં હેરફેર કરી શકે છે.

બનાવટી પેમેન્ટ પોર્ટલ:

બનાવટી વીજ બિલના પેમેન્ટ મેળવવા માટે છેતરપીંડી કરનારાઓ અસલી લાગે તેવા પેમેન્ટ પોર્ટલ બનાવે છે. યુઝરને લાગે છે કે તેઓ કાયદેસર પેમેન્ટ કરી રહ્યા છે અને છેતરપીંડીનો ભોગ બને છે.

સર્વિસ પ્રોવાઈડર બનવાનું નાટક કરવું:

છેતરપીંડી કરનારાઓ ફોન કોલ અથવા ઈમેઈલ દ્વારા યુઝરનો સંપર્ક કરીને તેમને પોતે સર્વિસ પ્રોવાઈડર હોવાનું અને તેમના બિલ બાકી હોવાનું જણાવે છે. ત્યારબાદ તેઓ યુઝરને ફ્રોડ ચેનલનો દ્વારા પેમેન્ટ કરવા માટે કહે છે.

ઓનલાઈન વીજ બિલ પેમેન્ટના પરિણામો:

આર્થિક નુકસાન:

પીડિત અજાણતા જ સાયબર ક્રિમિનલને પૈસા ટ્રાન્સફર કરી દે છે જેના કારણે તેમને તરત જ આર્થિક નુકસાન થઈ જાય છે.

ઓળખની ચોરી: ચોરી કરાયેલ વ્યક્તિગત અને આર્થિક માહિતીના કારણે ઓળખની ચોરી અને આર્થિક નુકસાનનો ખતરો રહે છે.

પ્રાઈવસીનો ભંગ:

સંવેદનશીલ ખોટા હાથોમાં જવાથી પ્રાઈવસી જોખમમાં મુકાઈ શકે છે અને તેના કારણકે યુઝર સાથે બીજી રીતે પણ છેતરપીંડી કરવામાં આવી શકે છે.

બચાવના ઉપાયો:

સોર્સ વેરિફાઈ કરો:

ઓનલાઈન પેમેન્ટ માટે કાયદેસરના વીજ પ્રોવાઈડરની સત્તાવાર વેબસાઈટ અને ઍપનો ઉપયોગ કરો.

જાગૃત રહો: સાયબર સુરક્ષા વિશે જાગૃત બનો અને સામાન્ય રીતે થતી છેતરપીંડીઓ વિશે માહિતગાર રહો.

URL ચેક કરો:

ખાતરી કરો કે URL “https://” થી શરુ થતું હોય અને તેમાં પેડલૉકનો સિમ્બોલ હોય, તેનાથી ખબર પડે છે કે કનેક્શન સુરક્ષિત છે.

પેમેન્ટ વિનંતીઓ વેરિફાઈ કરો:

કોઈપણ ટ્રાન્ઝેક્શન કરતાં પહેલાં હંમેશા પેમેન્ટ વિનંતીની વિશ્વસનીયતા અને મોકલનારની માહિતી ડબલ ચેક કરો.

સુરક્ષિત સંચાર માધ્ચમ:

ખાતરી કરો કે પેમેન્ટ-સંબંધિત કોઈપણ પ્રશ્ન અથવા સમસ્યા માટે તમે ફક્ત કાયદેસરના ગ્રાહક સહાય ચેનલનો સંપર્ક કરો છો.

સત્તાવાર ઍપ્સનો ઉપયોગ કરો:

UPI ઍપ્સ ફક્ત સત્તાવાર ઍપ સ્ટોર્સ અને વેરિફાઈ કરેલ સોર્સમાંથી જ ડાઉનલોડ કરો.

URL ચેક કરો: કાયદેસરતા અને સુરક્ષા (“https” અને પેડલૉક આઈકન ચેક કરો) માટે વેબસાઈટનો URL ચેક કરો.

ટુ-ફેક્ટર ઑથેન્ટિકેશન (2FA):

Enableતમારા ઓનલાઈન એકાઉન્ટમાં સુરક્ષાનું એક વધુ સ્તર જોડવા માટે જ્યારે પણ શક્ય હોય ત્યારે 2FA ચાલુ કરો.

માહિતી શેયર કરવાનું ટાળો: ક્યારેય પણ વ્યક્તિગત, આર્થિક અથવા પાસવર્ડ-સંબંધિત માહિતી ઈમેઈલ અથવા ફોન દ્વારા આપશો નહીં.

ઘટનાની જાણ કરો:

જો તમને ઓનલાઈન વીજ બિલ પેમેન્ટમાં છેતરપીંડી થઈ હોવાની શંકા હોય તો, તમારા વીજ પ્રોવાઈડર અને યોગ્ય અધિકારીઓને તરત જ જાણ કરો, જેમકે, સ્થાનિક પોલીસ અથવા સાયબર ક્રાઈમ હેલ્પલાઈન.

UPI-સંબંધિત છેતરપીંડીથી બચવાના ઉપાયો:

જાગૃતતા અભિયાનો:

સરકાર, નાણાંકીય સંસ્થાઓ અને સાયબર સિક્યોરિટી એજન્સીઓ UPI-સંબંધિત છેતરપીંડી અને સુરક્ષાના પગલાંઓ વિશે જાગૃતતા ફેલાવવા માટે અભિયાનો ચલાવે છે.

ઍપ સુરક્ષા: પેમેન્ટ ઍપ્સ અનઅધિકૃત એક્સેસ અને છેતરપીંડી અટકાવવા માટે સતત તેમના સુરક્ષા માપદંડોમાં વધારો કરતી રહે છે.

નિષ્કર્ષ:

વીજ બિલ માટે ઓનલાઈન પેમેન્ટની સુવિધાથી ગ્રાહકોનું જીવન સરળ બન્યું છે, પરંતુ તેના માટે વધુ તકેદારી રાખવી પણ જરુરી છે. સાયબર અપરાધીઓ પૈસા કમાવવાની લાલચમાં ડિજિટલ રીતોનો ફાયદો ઉઠાવી રહ્યા છે. જાગૃત રહીને, સુરક્ષાના ઉપાયોનું પાલન કરીને અને તકેદારી રાખીને તમે ભારતના પ્રગતિશીલ યુગમાં, ઓનલાઈન વીજ બિલ પેમેન્ટની છેતરપીંડીથી તમારી જાતને અને તમારી વ્યક્તિગત માહિતીને સુરક્ષિત રાખી શકો છો.

જો તમે વીજ છેતરપીંડીનો ભોગ બન્યા હોવ તો તમારે શું કરવું જોઈએ:

જો તમને શંકા હોય કે તમે સાથે વીજ કૌભાંડ અથવા છેતરપીંડીનો શિકાર થયા છો, તો સંભવિત નુકસાનમાં ઘટાડો કરવા અને વધુ નુકસાન થતું રોકવા માટે તાત્કાલિક પગલાં લો. તમારે અહીં આપેલ પગલાં લેવા જોઈએ:

  1. PhonePe ઍપ: સહાય સેક્શન પર જઈને “ટ્રાન્ઝેક્શનમાં સમસ્યા છે” વિકલ્પ હેઠળ સમસ્યાની જાણ કરો.
  2. PhonePe ગ્રાહક સહાય નંબર: તમે સમસ્યાની જાણ કરવા માટે 80–68727374/022–68727374 પર PhonePe કસ્ટમેર કેરને કૉલ કરી શકો છો, ત્યારબાદ કસ્ટમેર કેર એજન્ટ ટિકિટ શરુ કરશે અને તમારી સમસ્યામાં સહાય કરશે.
  3. વેબફોર્મ જમા કરવું: તમે PhonePeના વેબફોર્મ, https://support.phonepe.com/ નો ઉપયોગ કરીને પણ ટિકિટ શરુ કરી શકો છો.
  4. સોશિયલ મીડિયા: તમે PhonePeના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા છેતરપીંડીની ઘટનાની જાણ કરી શકો છો
    Twitter — https://twitter.com/PhonePeSupport
    Facebook — https://www.facebook.com/OfficialPhonePe
  5. ફરિયાદ: હાલની ફરિયાદમાં સમસ્યાની જાણ કરવા માટે, તમે https://grievance.phonepe.com/ પર લોગ ઈન કરીને અગાઉ શરુ કરેલ ટિકિટની આઈડી આપી શકો છો.
  6. સાયબર સેલ: છેલ્લે, તમે તમારી નજીકના સાયબર ક્રાઈમ સેલમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી શકો છો અથવા https://www.cybercrime.gov.in/ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો અથવા 1930 પર સાયબર ક્રાઈમ સેલ હેલ્પલાઈનનો સંપર્ક કરી શકો છો.

મહત્વપૂર્ણ રિમાઈન્ડર — PhonePe ક્યારેય પણ ગોપનીય અથવા વ્યક્તિગત માહિતીની માંગણી કરતુ નથી. phonepe.com ડોમેઈન ના હોય તેવા PhonePeમાંથી કરવામાં આવ્યાનો દાવો કરતા તમામ ઈમેઈલ અવગણો. જો તમને છેતરપીંડી થયાની શંકા હોય, તો કૃપા કરીને તરત જ સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરો.

Keep Reading