PhonePe Blogs Main Featured Image

Trust & Safety

છેતરપિંડી પર નવી ચેતવણી: ઑનલાઇન ટ્રેડિંગ સ્કૅમ

PhonePe Regional|3 min read|30 January, 2024

URL copied to clipboard

વર્ષ 1850માં જ્યારે બોમ્બેના ટાઉન હોલની સામે આવેલા વડના વૃક્ષ નીચે સ્ટૉકબ્રોકર્સ ટ્રેડિંગ સાથે સ્ટૉક એક્સચેન્જની શરૂઆત થઈ ત્યારે તેમને કોઈ અંદાજ નહોતો કે દોઢ સદી પછી વર્ષ 2023માં 17%થી વધુ ભારતીય પરિવારો માટે ઑનલાઇન ટ્રેડિંગ એ એક પસંદગીનો રોકાણ માર્ગ હશે.*

ડિજિટલ સુવિધાઓએ ચોક્કસપણે બેંકિંગ, વ્યવહાર અને રોકાણને સમયાંતરે સરળ બનાવ્યું છે પરંતુ આની સાથે જોખમોનું ઝૂંડ આવે છે. છેતરપિંડી કરનારાઓ ઑનલાઇન ટ્રાન્ઝેક્શન પર મીટ માંડીને બેઠા હોય છે અને નિર્દોષોને છેતરવાની બુદ્ધિશાળી રીતો સાથે ત્રાટકે છે. લોકોને સ્કૅમમાં લલચાવવામાં ન આવે તે માટે મદદ કરવાના અમારા પ્રયાસમાં, અમે નવીનતમ સ્કૅમના વલણો વિશે માહિતી શેર કરી રહ્યાં છીએ. આ બ્લૉગમાં, અમે ઑનલાઇન ટ્રેડિંગ સ્કૅમ્સ પર પ્રકાશ પાડ્યો છે.

ઑનલાઇન ટ્રેડિંગ સ્કૅમ શું છે?

જ્યારે કોઈ સ્કૅમર્સ ખોટી માહિતીના આધારે માનવામાં આવેલા રોકાણ માટે બ્રોકર તરીકે કામ કરે છે અથવા લોકોને નકલી વેબસાઈટ પર ટ્રેડિંગ કરાવવા માટે છેતરે છે, ત્યારે ઑનલાઇન ટ્રેડિંગ સ્કૅમ થાય છે. એ રોકાણ સ્ટૉક, બૉન્ડ, મ્યુચ્યુઅલ ફંડ, અસેટ્સ વગેરેના સ્વરૂપમાં હોઈ શકે છે.

સ્કૅમર્સ કેવી રીતે છેતરે છે?

સ્કૅમર્સ વારંવાર રોકાણકારોને ઓછા અથવા કોઈ જોખમ વિના અવિશ્વસનીય નફો ઑફર કરે છે. તેમનો ઈરાદો તમારામાં એવી તક ગુમાવવાનો ડર પેદા કરવાનો છે જેનો અન્ય લોકો લાભ લઈ રહ્યા છે. આ પ્રકારના સ્કૅમર્સ સામાન્ય રીતે સોશિયલ મીડિયા અને વેબસાઇટ્સ પર પોતાની જાહેરાત કરે છે જે અધિકૃત, અધિકૃત ટ્રેડિંગ પ્લેટફોર્મ અથવા રોકાણ વ્યવસાયોની નકલ કરે છે. આ સ્કૅમના ગુનેગારો વારંવાર સૂચવે છે કે તે સ્થાનિક અથવા રાષ્ટ્રીય નાણાકીય કાયદાઓમાંથી મુક્તિ ધરાવે છે. તે ભંડોળ રોકી શકે છે અને નકલી કરવેરા, ફી અથવા અન્ય ચાર્જીસ માટે પેમેન્ટની માંગ કરીને તમારી સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરી શકે છે.
મોટાભાગના ટ્રેડિંગ સ્કૅમ સોશિયલ મીડિયા અથવા મેસેજિંગ ઍપ્લિકેશન્સ પરથી શરૂ થાય છે. જો તમને અચાનક કોઈ વ્યક્તિ તરફથી અણધાર્યો કૉલ આવે અથવા જો તમે કોઈને ઑનલાઇન મળો કે જે તમને એવી ટ્રેડિંગ વેબસાઈટ સાથે પરિચય કરાવે જેના વિશે તમે ક્યારેય સાંભળ્યું ન હોય, તો તે એક સ્કૅમ હોવાની સંભાવના છે. તે તમને ગમે તેટલા પૈસા કમાવવાનો વાયદો આપતા હોય કે ભલે આખી પ્રક્રિયા ગમે તેટલી સરળ અને જોખમ-મુક્ત દર્શાવે, તેમ છતાં તમે સ્કૅમ ટ્રેડિંગ વેબસાઇટ્સ પર મોકલેલા પૈસા ગુમાવશો. સંભવિત પીડિત માટે સોશિયલ મીડિયા અને મેસેજિંગ ઍપ્લિકેશન્સ પર શોધ કરવા ઉપરાંત, નીચેના પાંચ સૂચકો જણાવે છે કે આ એક સંભવિત ટ્રેડિંગ સ્કૅમ હોઈ શકે છે:

  1. છેતરપિંડી કરનારા બ્રોકર્સ અવિશ્વસનીય નફો મેળવવા માટે નાના રોકાણો કરવાના વિચારને વધારે પડતું પ્રોત્સાહન આપે છે.
  1. જેમ-જેમ નફો વધે છે અને વ્યક્તિ પૈસા ઉપાડવા માંગે છે, તેમ-તેમ કથિત કમાણી અપ્રાપ્ય લાગે છે. જ્યારે બ્રોકર્સ પાસેથી જવાબો માંગવામાં આવે છે ત્યારે ટેક્સ અને કમિશનના નામે તે ગેરવાજબી બહાના કરવા લાગે છે.
  1. થોડા સમય પછી, પીડિતને ખ્યાલ આવે છે કે કોઈ પણ ટેક્સ અને કમિશન ઉપાડનો ઍક્સેસ આપતા નથી, જે સાબિત કરે છે કે સ્કૅમરનો પૈસા પરત કરવાનો કોઈ ઈરાદો નથી.
  1. સમજદાર છેતરપિંડી કરનારાઓ ક્યારેય વધુ પૈસાની વિનંતી કરવાનું બંધ કરતા નથી, તે ચીકણી-ચુપડી વાતો કરીને નજીકના ભવિષ્યમાં પૈસાના ઉપાડનું વચન આપે છે.
  2. સ્કૅમર્સ જવાબ આપતા નથી, હંમેશાં પહોંચની  બહાર રહે છે અને નોંધપાત્ર રકમ પોતાની પાસે રાખી લીધા પછી, જવાબ આપવાનું સંપૂર્ણપણે બંધ કરી દે છે. 

અમુક સંકેતો પર ચાંપતી નજર રાખીને ઑનલાઈન ટ્રેડિંગ સ્કૅમને ઓળખવું શક્ય છે.

જો તમે ટ્રેડિંગ સ્કૅમનો ભોગ બન્યા છો તો તેના વિશે કેવી રીતે જાણ કરવી:

જો તમને એવી શંકા થતી હોય કે તમે ટ્રેડિંગ સ્કૅમનો ભોગ બન્યા છો, તો સંભવિત નુકસાનને ઘટાડવા માટે અને વધુ નુકસાનને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અહીં તમારે ધ્યાનમાં લેવા જોઈએ તે પગલાં આપ્યા છે:

  • PhonePe ઍપ: Help section/સહાય વિભાગ પર જાઓ અને ‘Others’/’અન્ય ટોપિક’ હેઠળ સમસ્યા જણાવો.  ‘Account Security & Reporting Fraudulent Activity’/’એકાઉન્ટ સિક્યોરિટી અને શંકાસ્પદ પ્રવૃત્તિઓનું રિપોર્ટિંગ’ પસંદ કરો અને ઘટનાની જાણ કરવા માટે સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
  • PhonePe કસ્ટમર કેર નંબર: સમસ્યાની જાણ કરવા માટે તમે 80–68727374/022–68727374 પર PhonePe  કસ્ટમર કેરને કૉલ કરી શકો છો, ત્યારબાદ કસ્ટમર કેર એજન્ટ ટિકિટ શરુ કરશે અને તમને તમારી સમસ્યા અંગે મદદ કરશે.
  • વેબફોર્મ સબ્મિશન: તમે https://support.phonepe.com/ પર જઈને PhonePeના વેબફોર્મનો ઉપયોગ કરીને પણ ટિકિટ શરુ કરી શકો છો
  • સોશિયલ મીડિયા: તમે PhonePeના સોશિયલ મીડિયા હૅન્ડલ મારફતે છેતરપિંડીની ઘટનાઓની જાણ કરી શકો છો
  • ફરિયાદ: તમારી હાલની ફરિયાદ વિશે જાણ કરવા માટે, તમે  https://grievance.phonepe.com/ પર લૉગ ઇન કરીને અગાઉ શરુ કરેલી ટિકિટ આઈડી શેર કરી શકો છો.
  • સાઇબર સેલ: છેલ્લે, તમે તમારી નજીકના સાઇબર ક્રાઈમ સેલમાં છેતરપિંડીની ફરિયાદ માટે રિપોર્ટ કરી શકો છો અથવા https://www.cybercrime.gov.in/ પર ઑનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો અથવા 1930 પર સાઇબર ક્રાઈમ સેલ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો.

મહત્વપૂર્ણ રિમાઈન્ડર — PhonePe ક્યારેય ગોપનીય અથવા વ્યક્તિગત માહિતી માટે પૂછતું નથી. જો કોઈ મેઇલ phonepe.com ડોમેઇન પરથી ન હોય અને PhonePeમાંથી હોવાનો દાવો કરતા હોય, તો તેવા તમામ મેઇલને અવગણો. જો તમને છેતરપિંડીની શંકા થાય તો, કૃપા કરીને તાત્કાલિક અધિકારીઓને જાણ કરો.

*સ્ત્રોત:

https://www.livemint.com/news/india/india75-history-of-stocks-in-india-11660492412764.htm,https://inc42.com/features/online-stock-trading-platforms-in-india-whos-thriving-whos-striving/#:~:text=As%20of%20September%202023%2C%20India,in%20shares%20and%20mutual%20funds

Keep Reading