PhonePe Blogs Main Featured Image

Trust & Safety

SIM સ્વેપ ફ્રોડથી સાવધાન!

PhonePe Regional|2 min read|23 August, 2019

URL copied to clipboard

તમારા બેંક પ્રતિનિધિ હોવાનો દાવો કરી અજાણ્યા નંબરમાંથી આવતા ફોન કૉલ અથવા તમે હમણાં મેળવેલ OTP શેર કરવાનું પૂછતાં SMS. આવા દરેક પ્રકારથી ફ્રોડ કરનારા તમારા નાણાં સુધી પહોંચવાના રસ્તા શોધતા રહેતા હોય છે. આ બધા પ્રકાર માટે સાવધાન રહીને ફ્રોડ કરનાર દ્વારા તમારા નાણાં સુધી પહોંચવાના વિવિધ રસ્તાથી બચવા માટે તથાં તેની જાણ રહેવાથી અને તેને ધ્યાન ન આપવામાં તમને મદદ મળે છે.

અમે આવા વિવિધ ફ્રોડ અને ગ્રાહક સુરક્ષાની આવનારી પરિસ્થિતિઓ વિશે આપણે આ બ્લોગમાં ચર્ચા કરીશું.

SIM સ્વેપ ફ્રોડ એટલે શું?

ફ્રોડ કરનાર તમારા ફોન નંબર માટે તમારી અંગત વિગતોનો ઉપયોગ કરીને એક નવું SIM મેળવે છે તેને SIM સ્વેપ ફ્રોડ કહે છે. આમ કરવાથી, તેઓ તમારા બેંક એકાઉન્ટમાંથી ચુકવણી અધિકૃત કરવા માટે જરૂરી OTP નો ઍક્સેસ પણ મેળવી શકે છે.

આનો સીધો એ અર્થ થાય કે ફ્રોડ કરનાર તમારા OTP નો ઉપયોગ કરીને તમારા બેંક એકાઉન્ટમાંથી નાણાં ચોરી શકે છે.

મહત્વપૂર્ણ રિમાઇન્ડર — PhonePe ક્યારેય ગોપનીય કે ખાનગી વિગતો પૂછશે નહીં. અમે PhonePe તરફથી છીએ તેવું કહેતા બધા ઇમેઇલ અવગણો જો તે phonepe.com ડોમેનમાંથી આવેલ ન હોય. જો તમને ફ્રોડ જેવું લાગે, તો કૃપા કરીને તુરંત જ અધિકૃત વ્યક્તિનો સંપર્ક કરો.

SIM સ્વેપ ફ્રોડ કેવી રીતે થાય છે?

  1. ફ્રોડ કરનાર તમને તમારા મોબાઇલ ઑપરેટરના પ્રતિનિધિ હોવાનો ઢોંગ કરે છે, અને તમને તમારા નેટવર્કને અપગ્રેડ કરવા માટે એક SMS ફોરવર્ડ કરવા માટે કહે છે. આ SMS તમારા નવા SIM ની પાછળ રહેલો 20 આંકડાનો નંબર ધરાવે છે. તેઓ તમને તમારી અંગત બેંક વિગતો પણ પૂછે છે.
  2. આ SMS તમારા હાલનાં SIM ને નિષ્ક્રિય કરે છે અને ડુપ્લિકેટ SIMને સક્રિય કરે છે કે જે ફ્રોડ કરનારે ગેરકાયદેસર રીતે મેળવેલ છે. તમારું SIM કામ કરવાનું બંધ કરે છે અને કનેક્શન ગુમાવે છે.
  3. ફ્રોડ કરનાર તમારા ફોન નંબર અને SMS નો ઍક્સેસ મેળવે છે અને નાણાં ટ્રાન્સફર શરૂ કરવા માટે તમારી બેંક વિગતોનો ઉપયોગ કરે છે.
  4. ફ્રોડ કરનાર ટ્રાન્સફર માટે એક OTP મેળવે છે અને હવે તે OTP ને ઍક્સેસ કરી શકે છે અને તમારા એકાઉન્ટમાંથી તેના પોતાના એકાઉન્ટમાં નાણાં મોકલી શકે છે.
  5. જો તમારો ફોન કોઈ કારણ વિના ઘણાં સમય માટે મોબાઇલનું કનેક્શન ગુમાવી દે, તો કંઈક ખોટું થયું છે તેનું લક્ષણ માની શકાય છે. કૃપા કરીને આવું થાય તો તમારા મોબાઇલ ઑપરેટરનો સંપર્ક કરો.

જો તમારો ફોન અચાનક કનેક્શન ગુમાવે, તો તમારા મોબાઇલ ઑપરેટરનો સંપર્ક કરો.

અહીં દર્શાવ્યા પ્રમાણે તમે સુરક્ષિત રહી શકો છો:

  • તમારી બેંકની વિગતો (કાર્ડ નંબર, એક્સપાયરીની તારીખ, પિન) કોઈપણ વ્યક્તિ સાથે શેર કરશો નહીં.
  • જો તમે તમારી બેંક કે મોબાઇલ ઑપરેટર હોવાનો દાવો કરતો ઇમેઇલ કે SMS મેળવો, તો તેઓ અધિકૃત SMS હેન્ડલ કરનાર/ ઇ-મેઇલ ઍડ્રેસમાંથી આવેલા હોય તે ચકાસો.
  • ક્યારેય OTP કે કોઈપણ અન્ય કોડ જે તમે SMS દ્વારા કે અન્ય માધ્યમ દ્વારા મેળવો તે શેર કરશો નહીં.
  • તમારી બેંકમાંથી થતાં વ્યવહારોની સાથે જોડાયેલ રહેવા માટે ઇ-મેઇલ અને SMS ને સબસ્ક્રાઇબ કરો.
  • વારંવાર તમારા બેંકના વ્યવહારોની સૂચિ અને તેની અનિયમિતતા ન થાય તે તપાસતા રહો.

અમારી સિરીઝના આગલા બ્લોગ માટે જોડાયેલા રહો!

सुरक्षित लेनदेन पर एक वीडियो देखें:: https://youtu.be/I2GNsUAS0GY

Keep Reading