PhonePe Blogs Main Featured Image

Trust & Safety

Twitter પર થતાં ફ્રોડથી સાવચેત રહો — બનાવટી હેલ્પલાઇન નંબરોથી સાવધાન!

PhonePe Regional|2 min read|19 April, 2021

URL copied to clipboard

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તરીકે Twitter એ ગ્રાહકો સાથે જોડાવા અને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની શ્રેષ્ઠ રીત છે. પ્રતિસાદ તાત્કાલિક મળે છે અને વપરાશકર્તાઓ ત્યાં પોસ્ટ કરેલી માહિતી પર વિશ્વાસ કરે છે.

જોકે, તાજેતરમાં જ બનાવટી Twitter એકાઉન્ટ દ્વારા ફ્રોડ થવાના કેસમાં વધારો થયો છે.

Twitter ફ્રોડ આ રીતે કામ કરે છે:

– PhonePe ગ્રાહકો આ અધિકૃત હેન્ડલ: https://twitter.com/PhonePe નો ઉપયોગ કરે છે અને રિડીમ કરેલ ઑફર્સ, કૅશબૅક, નાણાં ટ્રાન્સફર, રિફંડની પ્રક્રિયા, તેમના બેંક એકાઉન્ટને PhonePe પર લિંક કરવા અને આવા ઘણા મુદ્દાઓ વિશે ટ્વીટ કરતા હોય છે.

– ફ્રોડ કરનાર તે ગ્રાહકો શું પોસ્ટ કરે છે તેનો ટ્રેક રાખે છે અને તુરંત પ્રતિક્રિયા આપે છે. વપરાશકર્તાના એકાઉન્ટમાંથી નાણાં ચોરી કરવાની એક લોકપ્રિય રીત છે કે બનાવટી ગ્રાહક સહાય નંબરોને PhonePe હેલ્પલાઇન નંબર તરીકે ટ્વિટ કરવી.

– અજાણ ગ્રાહકો ફ્રોડ કરનારાઓએ ટ્વિટ કરેલ બનાવટી હેલ્પલાઇન નંબરો પર કૉલ કરે છે અને જાણ કરે છે કે તેમને કૅશબૅક મળેલ નથી અથવા નિષ્ફળ વ્યવહાર માટે રિફંડની વિનંતી કરી છે જે હજુ સુધી આવ્યું નથી.

– સમસ્યાનો ઉકેલ લાવવા માટે, ફ્રોડ કરનાર, ગ્રાહકોને તેમના ફોન પર પ્રાપ્ત કરેલી કાર્ડની વિગતો અને OTP વિગતો જેવી સંવેદનશીલ માહિતી શેર કરવા કહે છે.

– ગ્રાહકનો વિશ્વાસ જીતવા, ફ્રોડ કરનાર તેમના નંબરથી ગ્રાહકના નંબર પર વિનંતી માટેનો કૉલ પણ કરી શકે છે અને તેમને કૅશબૅક માટેનું વચન પણ આપી શકે છે.

– જેવા ગ્રાહકો તેમના કાર્ડની વિગતો, OTP શેર કરશે અથવા વિનંતી કૉલ સ્વીકારશે, ગ્રાહકના એકાઉન્ટમાંથી નાણાં ફ્રોડ કરનારના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે.

મહત્વપૂર્ણ રિમાઇન્ડર- PhonePe ક્યારેય તમને આવી ગોપનીય વિગતો પૂછશે નહીં. જો તમને PhonePe ના પ્રતિનિધિ તરીકે કોઈપણ વ્યક્તિ દ્વારા આવી વિગતો પૂછવામાં આવે છે, તો કૃપા કરીને તેમને એક ઇમેઇલ મોકલવા માટે કહો. માત્ર @phonepe.com ડોમેનમાંથી આવેલ ઇમેઇલને જ જવાબ આપો.

તમે આ રીતે સુરક્ષિત રહી શકો છો:

વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફક્ત અમારા અધિકૃત એકાઉન્ટ પર જ અમારી સાથે જોડાઓ.

Twitter હેન્ડલ: https://twitter.com/PhonePe

https://twitter.com/PhonePeSupport

Facebook એકાઉન્ટ: https://www.facebook.com/OfficialPhonePe/

વેબ: support.phonepe.com

જો તમારા કાર્ડની કે એકાઉન્ટની વિગતો ભૂલથી શેર થઈ જાય તો:

  1. [email protected]પર જાણ કરો.
  2. તાત્કાલિક તમારા નજીકના સાયબર-ક્રાઇમ સેન્ટરને આ ઘટનાની જાણ કરો અને પોલિસ ફરિયાદ નોંધાવો.

Keep Reading