Trust & Safety
ધ્યાનમાં રાખો SMS સ્પુફીંગ છેતરપિંડીના ચિહ્નો
PhonePe Regional|3 min read|25 July, 2023
આપણે એક પરિવર્તનશીલ સમયમાં જીવી રહ્યા છીએ. આજે આપણા જીવનનું પ્રત્યેક પાસુ ડિજિટલ થઈ ગયું છે. કરિયાણાં અને તાજા ખોરાકની ડિલીવરી મિનિટોમાં થઈ જાય છે અને પેમેન્ટ તેમજ બેંકિંગ જેવા કામો ફક્ત એક ક્લિક કરવાથી થઈ જાય છે. જોકે, આ સગવડતા પોતાની સાથે કેટલાક જોખમો પણ લાવે છે જેનાથી આપણે સાવચેત રહેવું જોઈએ જેથી આપણે છેતરપિંડીનો શિકાર ના બનીએ.
છેતરપિંડી કરનારાઓ નિર્દોષ લોકોએ તેમની મહેનતથી કમાવેલા પૈસા પડાવવા માટે સતત નવી રીતો શોધતા હોય છે. છેતરપીંડીની નવી રીત બહાર આવી છે જે છે SMS સ્પુફીંગ જેના દ્વારા છેતરપીંડી કરનારાઓ તમારા UPI એકાઉન્ટ પર નિયંત્રણ મેળવી લે છે.
SMS સ્પુફીંગ શું છે?
જ્યારે તમે કોઈપણ UPI ઍપ પર એક નવું એકાઉન્ટ બનાવો છો ત્યારે, એક SMS દ્વારા તેને પ્રમાણિત કરવામાં આવે છે. પ્રમાણીકરણ થયા બાદ, UPI એકાઉન્ટ તમારી ડિવાઈસ સાથે લિંક કરવામાં આવે છે. જે ડિવાઈસ બાઈન્ડિંગ તરીકે ઓળખાય છે. હવે છેતરપિંડી કરનારાઓ ડિવાઈસ બાઈન્ડિંગ મેસેજ ફોરવર્ડ કરવા માટે SMS ફોરવર્ડીંગ ઍપનો ઉપયોગ કરીને પીડિતના UPI એકાઉન્ટ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવું તે અનેક રીતે કરે છે — એક સામાન્ય પદ્ધતિ જોવા મળી છે જેમાં તમારા ડિવાઈસ પર માલવેયર મોકલવામાં આવે છે જે બાઈન્ડિંગ મેસેજ વર્ચ્યુઅલ મોબાઈલ નંબર પર મોકલે છે.
SMS સ્પુફીંગ છેતરપિંડી કેવી રીતે થાય છે
- છેતરપિંડી કરનારાઓ હોસ્પિટલ, કુરિયર, રેસ્ટોરન્ટ વગેરેના નામે બનાવેલ WhatsApp એકાઉન્ટ દ્વારા સંભવિત પીડિતોને માલવેયર ધરાવતી ફાઈલ મોકલે છે.
- એકવાર પીડિત કરપ્ટ લિંક પર ક્લિક કરે, ત્યારે બેંકમાં નોંધાયેલ નંબર પર SMS ફોરવર્ડ કરવા માટે માલવેયર તેમની ડિવાઈસ પર હાર્ડકોડ થઈ જાય છે, આવા કેસમાં તે વર્ચ્યુઅલ મોબાઈલ નંબર હોય છે.
- ત્યારબાદ, છેતરપિંડી કરનારાઓ UPI રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરુ કરે છે. ડિવાઈસ બાઈન્ડિંગ SMS પીડિતને મોકલવામાં આવે છે, જે માલવેયર ધરાવતી એપ્લિકેશન દ્વારા રજીસ્ટ્રેશન શરુ કરવા માટે બેંકને મોકલવામાં આવે છે.
- ત્યારબાદ છેતરપિંડી કરનાર વર્ચ્યુઅલ નંબર નંબર UPI રજીસ્ટ્રેશન પ્રમાણિત કરે છે, પીડિતના UPI એકાઉન્ટનું તેમના ફોન પર પર બાઈન્ડિંગ કરવામાં આવે છે.
- ટ્રાન્ઝેક્શન કરવા માટે, ‘MPIN’ કાઢવા માટે છેતરપિંડી કરનાર સોશિયલ એન્જીનિયરિંગનો ઉપયોગ કરે છે અને અનઅધિકૃત UPI ટ્રાન્ઝેક્શન કરે છે.
તેથી, તમારું એકાઉન્ટ અને પૈસા સુરક્ષિત રાખવા માટે તમે ક્યારેય પણ કોઈ શંકાસ્પદ લિંક પર ક્લિક ના કરો તેની ખાતરી કરવી મહત્વપૂર્ણ છે.
સુરક્ષાની બાબતે, PhonePe દરરોજ કોઈપણ નિષ્ફળ ટ્રાન્ઝેક્શન વિના કરોડો ટ્રાન્ઝેક્શન કરીને તમને કવર કરે છે. ટ્રિપલ લેયર સુરક્ષામાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:
- લોગ ઈન પાસવર્ડ: ઍપનું પ્રથમ સુરક્ષા લેયર છે લોગઈન પાસવર્ડ.
- PhonePe ઍપ લૉક: PhonePe ઍપનો ઉપયોગ શરુ કરવા માટે, તમારે તમારી ફિંગરપ્રિન્ટ આઈડી, ફેસ આઈડી અથવા નંબર લૉકનો ઉપયોગ કરીને તેને અનલૉક કરવાનું રહેશે.
- UPI પિન: PhonePe પરના દરેક પેમેન્ટ માટે, પછી ભલે તે રુ.1નું હોય કે રુ. 1 લાખનું, કોઈપણ પેમેન્ટ UPI પિન વિના નહીં જાય.
આમ, PhonePe, સલામત અને સુરક્ષિત પેમેન્ટ કરવા માટે અગ્રેસર છે.
SMS સ્પુફિંગ સ્કેમ કેવી રીતે ટાળવા
- કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક ના કરશો, તેની સાથે આવતુ માલવેયર તમારા ફોન પરની ઍપ્સ પર નિયંત્રણ મેળવી શકે છે.
- ક્રેડિટ/ડેબિટ કાર્ડ નંબર, કાર્ડ એક્સપાયરી તારીખ, CVV, OTP, વગેરે જેવી માહિતી કોઈની પણ સાથે શેયર કરશો નહીં, PhonePe અધિકારી સાથે પણ નહીં.
- છેલ્લે, રિપોર્ટ કરો અને બ્લોક કરો. આ નંબરોને રિપોર્ટ કરીને બ્લોક કરવા જ યોગ્ય રહેશે.
જો કોઈ છેતરપિંડી કરનાર તમારા UPI એકાઉન્ટનું રજીસ્ટ્રેસન શરુ કરવાનો પ્રયાસ કરે તો શું કરવું
જો તમને PhonePe ઍપ પર કોઈ છેતરવાનો પ્રયાસ કરે તો, તમે નીચેની રીતે તાત્કાલિક સમસ્યાની જાણ કરી શકો છો:
- PhonePe ગ્રાહક સહાય નંબર: સમસ્યાની જાણ કરવા માટે તમે 80–68727374 / 022–68727374 પર PhonePe ગ્રાહક સહાયને કોલ કરી શકો છો, ત્યારબાદ ગ્રાહક સહાય એજન્ટ ટિકિટ શરુ કરશે અને તમારી સમસ્યામાં સહાય કરશે.
- વેબફોર્મ સબમિશન: તમે વેબફોર્મ https://support.phonepe.com/ નો ઉપયોગ કરીને પણ ટિકિટ શરુ કરી શકો છો અને “મે PhonePe પર UPI પેમેન્ટનું રજીસ્ટ્રેશન શરુ કર્યું નથી” વિકલ્પ સિલેક્ટ કરો.
- સોશિયલ મીડિયા: તમે PhonePeના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા છેતરપિંડીની પ્રવૃતિઓને રિપોર્ટ કરી શકો છો
- ફરિયાદ: તમારી હાલની ફરિયાદ વિશે ફરિયાદને રિપોર્ટ કરવા માટે, તમે https://grievance.phonepe.com/ પર લોગ ઓન કરી શકો છો અને અગાઉ શરુ કરેલ ટિકિટની આઈડી શેયર કરી શકો છો.
- સાયબર સેલ: છેલ્લે, તમે તમારી નજીકના સાયબર ક્રાઈમ સેલમાં છેતરપિંડીની ફરિયાદ રિપોર્ટ કરી શકો છો અથવા https://www.cybercrime.gov.in/ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવો અથવા 1930 પર સાઈબર ક્રાઈમ સેલ હેલ્પલાઈનને સંપર્ક કરો.
મહત્વપૂર્ણ રિમાઈન્ડર — PhonePe ક્યારેય પણ ગોપનીય અથવા વ્યક્તિગત માહિતી પુછતુ નથી. જો તેઓ phonepe.com ડોમેઈનમાંથી ના હોય તો PhonePeમાંથી હોવાનો દાવો કરતા તમામ મેઈલ અવગણો. જો તમને છેતરપિંડીની શંકા હોય તો, કૃપા કરીને તાત્કાલિક અધિકારીઓને જાણ કરો.