Trust & Safety
બનાવટી સોશિયલ મીડિયા છેતરપીંડી
PhonePe Regional|2 min read|09 December, 2022
આજે સોશિયલ મીડિયા દુનિયાભરના લોકોને જોડતુ એક મંચ બની ગયું છે. તે માહિતી અને સમાચારનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત પણ છે અને આપણા દૈનિક જીવન પર પ્રભાવ પણ જોવા મળે છે.
બનાવટી સોશિયલ મીડિયા છેતરપીંડી એ એક પ્રકારની ડિજિટલ ઓળખની ચોરી છે અને તેનો સમાવેશ સોશિયલ એન્જીનિયરીંગની મોટી શ્રેણીમાં થાય છે. જેમાં તમારી અથવા તમારા ઓળખીતાની બનાવટી પ્રોફાઈલ બનાવીને બીજા લોકો પાસેથી પૈસા અને અન્ય સંવેદનશીલ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
બનાવટી સોશિયલ મીડિયા છેતરપીંડી કેવી રીતે થાય છે :
- છેતરપીંડી કરનારાઓ ચોરેલી માહિતીનો ઉપયોગ કરીને બનાવટી પ્રોફાઈલ બનાવે છે અને તેના માટે તેઓ પીડિતના જેવા જ નામ અને ફોટાનો ઉપયોગ કરે છે. પીડિત તેમના પર વિશ્વાસ કરે તે માટે ઘણીવાર છેતરપીંડી કરનારાઓ વિશ્વસનીય બિઝનેસના નામની પ્રોફાઈલનો પણ ઉપયોગ કરે છે.
- ગ્રાહકોને ટાર્ગેટ કરવામાં આવે છે અને બનાવટી એકાઉન્ટનો ઉપયોગ કરીને મિત્રો તેમજ પરિવારના સભ્યોને વિનંતિ કરવામાં આવે છે.
- છેતરપીંડી કરનારાઓ હંમેશા ઈમર્જન્સીનું બહાનુ કરીને અર્જન્ટ હોવાનું કહીને પૈસા માંગે છે અને ઉતાવળમાં પૈસા ટ્રાન્સફર કરીને ગ્રાહક છેતરપીંડીની જાળમાં ફસાઈ જાય છે.
- અમુકવાર, છેતરપીંડી કરનારાઓ તમારા પોતાના એકાઉન્ટ ( જેમકે. Instagram અથવા Facebook ) હેક કરી દે છે અને તમારા ફૉલોઅરના લિસ્ટમાંથી લોકોને પૈસાની વિનંતિ મોલે છે, આવું કરવાથી પીડિત વિચારે છે કે વિનંતિ કાયદેસરના એકાઉન્ટથી કરવામાં આવી છે અને તેઓ પૈસા મોકલીને ફસાઈ જાય છે.
સોશિયલ મીડિયા કૌભાંડથી કેવી રીતે દૂર રહેવું :
- કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં. આવી લિંક પર ક્લિક કરવાથી તમે તમારા સોશિયલ મીડિયાનું એક્સેસ ગુમાવી શકો છો.
- પ્રોફાઈલની માહિતી બનાવટી લાગતી હોય તેવા કોઈપણ એકાઉન્ટ સાથે તમારી વ્યક્તિગત માહિતી શેયર કરશો નહીં.
- તમારા કાર્ડની વિગતો અથવા OTP ક્યારેય પણ ફોન, ઈમેઈલ અથવા અન્ય માધ્યમથી કોઈની પણ સાથે શેયર કરશો નહીં.
- હંમેશા અધિકૃત સ્ત્રોતો અને કંપનીની વેબસાઈટ સાથે માહિતીની અધિકૃતતા વેરિફાઈ કરો. જો કોઈ બિઝનેસ સાઈટ પરથી વિનંતિ આવી હોય તો બિઝનેસનું નામ અને વેબસાઈટ તેમની સત્તાવાર સાઈટ પરથી વેરિફાઈ કરો, કારણકે નકલી બિઝનેસ પ્રોફાઈલની વેબસાઈટના નામમાં નાનકડો ફેરફાર હોઈ શકે છે.( www.facebook.com અને www.facebooks.com )
મહત્વપૂર્ણ રિમાઈન્ડર — PhonePe ક્યારેય પણ ગોપનીય માહિતી અથવા વ્યક્તિગત માહિતી વિશે પુછતુ નથી જો તેઓ phonepe.com ડોમેઈનમાંથી ના હોય તો PhonePeમાંથી હોવાનો દાવો કરનારાઓને અવગણો. જો તમને છેતરપીંડીની શંકા હોય તો, કૃપા કરીને તરત જ અધિકારીઓનો સંપર્ક કરો.