PhonePe Blogs Main Featured Image

Trust & Safety

કૅશબૅક ફ્રોડથી સાવધાન રહો!

PhonePe Regional|2 min read|26 April, 2021

URL copied to clipboard

તમને PhonePe તરફથી હોવાનો દાવો કરીને અને તમને આકર્ષક કૅશબૅક રિવોર્ડને ક્લિક કરવા અને અનલૉક કરવાની વિનંતી સાથે એક લિંક સાથેનો એક SMS મળશે. તમે વિચારો છો કે આ લિંક કાયદેસર હશે કે નહીં અને તમારે ક્લિક કરીને રિવોર્ડનો દાવો કરવો જોઈએ કે નહીં. પરંતુ પછી તમે તેના પર ક્લિક નથી કરતા. ખુબ સારો નિર્ણય!

જો તમે લિંક પર ક્લિક કર્યું હોત અને રિવોર્ડ માટેનો દાવો કરવાનાં પગલાંને અનુસર્યા હોત, તો તમે યુઝર સાથે છેતરપીંડી કરનાર અને અનૈતિક રીતે કપટ કરનારાઓ સામે પૈસા ગુમાવ્યા હોત. કૅશબૅક મેળવવા માટે તમારે તમારો UPI પિન એન્ટર કરવાનું કહેતા કોઈપણ મેસેજને અવગણવા જોઈએ.

ફ્રોડ કરનારાઓ કૅશબૅક ઑફર અને સ્ક્રૅચ કાર્ડ દ્વારા રિવોર્ડ જીતવાના વચન સાથે યુઝરને આકર્ષિત કરે છે. કેટલાક તમને ઑફરો સાથે નકલી લિંક મોકલી શકે છે અથવા તમે નકલી સોશિયલ મીડિયા પેજ પર કૅશબૅક સંબંધિત પોસ્ટ પણ જોઈ શકો છો. આ લિંક અને સોશિયલ મીડિયા પેજ તમને ઑફર અસલી છે એમ માનવા માટે હોશિયારીથી ડિઝાઇન કરવામાં આવે છે જેમાં PhonePe ની ઓફિશિયલ વેબસાઇટ અને લોગોની પણ નકલ કરવામાં આવી હોય છે. કેટલાક સ્કૅમ કરનાર તમને કૉલ પણ કરી શકે છે અને પેમેન્ટ લિંકને સ્વીકારીને PhonePe ઍપ પર કૅશબૅક પેમેન્ટ લિંક પ્રાપ્ત કરવા માટેના કેટલાક પગલાં પૂર્ણ કરવા માટે કહી શકે છે જે તમારા નોટિફિકેશન/બેલ આઇકન પર દેખાય છે.

PhonePe કૅશબૅક કેવી રીતે કાર્ય કરે છે?

  • PhonePe કૅશબૅક ઑટોમૅટિક રીતે તમારા વૉલેટમાં જમા થાય છે

કૅશબૅકનો દાવો કરવા અથવા સ્વીકારવા માટે તમારી પાસેથી કોઈ વધારાની કાર્યવાહીની જરૂર નથી. PhonePe કૅશબૅક અથવા ફોન કૉલ અથવા લિંક પર રિવોર્ડ આપવામાં આવતા નથી. કોઈપણ URLs, સોશિયલ મીડિયા પોસ્ટ અથવા કૅશબૅક વચન આપતા ફોન કૉલ ભ્રામક હોય છે.

  • PhonePe પર કૅશબૅક અથવા રિવોર્ડ મેળવવા માટે તમારે તમારો UPI પિન એન્ટર કરવાની જરૂર નથી

કૅશબૅક મેળવવા માટે ગ્રાહકોને ક્યારેય તેમનો UPI પિન એન્ટર કરવા માટે કહેવામાં આવતું નથી. જ્યારે તમે તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા મોકલો ત્યારે જ UPI પિન આવશ્યક છે. જો તમને કૅશબૅક મેળવવા માટે તમારો UPI પિન એન્ટર કરવાનું કહેવામાં આવે, તો તે ટ્રાન્ઝેક્શનને તાત્કાલિક નકારી અમને support.phonepe.com પર જાણ કરો.

  • બધી કૅશબૅક અને અન્ય ઑફર તમારી PhonePe ઍપના હોમપેજ પરના “બધી ઑફરો જુઓ” સેક્શન પર દર્શાવેલી હોય છે.

સાચી PhonePe કૅશબૅક ઑફર વિશે જાણવા આ સેક્શનનો સંદર્ભ લો. કોઈપણ ટ્રાન્ઝેક્શન કરતા પહેલાં નિયમો અને શરતો સાથે યોગ્યતાના માપદંડ કાળજીપૂર્વક વાંચો.

ફ્રોડ કરનારથી સુરક્ષિત રહેવાની ટીપ:

ફક્ત જાણીતા સોર્સ પાસેથી પેમેન્ટની વિનંતી સ્વીકારો

પેમેન્ટ વિનંતી કોઈપણ મોકલી શકે છે જે તમારો UPI આઇડી જાણે છે. અજાણ્યા સોર્સ પાસેથી આવતી પેમેન્ટ વિનંતી નકારો. યાદ રાખો કે તમારો ફોન નંબર જાણનાર કોઈપણ તમારો UPI આઇડી પાસેથી પૈસા માટેની વિનંતી કરી શકે છે.

“તમારો UPI આઇડી જાણવા માટે, તમારી PhonePe ઍપમાં પ્રોફાઇલ વિભાગ પર જાઓ અને “My BHIM UPI ID” હેઠળ જુઓ. તમારો ડિફૉલ્ટ PhonePe UPI આઇડી yourphonenumber@ybl છે.”

અજાણ્યા વ્યક્તિઓ તરફથી આવતા નકલી કૉલ/ પેમેન્ટ વિનંતી અવગણો

જો કૉલ કરનાર તમને કૅશબૅક આપવાનું કહે અને તેઓ PhonePe ના પ્રતિનિધિ હોવાનો દાવો કરે તો પણ તેમનું મનોરંજન ન કરો. જો તમને કોઈ મિત્ર/કુટુંબના સભ્ય હોવાનો દાવો કરતા કોઈ અજાણ્યા નંબર પરથી કૉલ આવે છે, તો કૃપા કરીને ખાતરી કરો કે પેમેન્ટના કોઈપણ ટ્રાન્ઝેક્શન કરતા પહેલાં તમે તેમને સારી રીતે ઓળખશો.

યાદ રાખો: UPI પિન, OTP, CVV અને કાર્ડની વિગતો જેવી કોઈ પણ ગોપનીય માહિતી, PhonePe ના અધિકારીઓ સહિત કોઇને ક્યારેય શેયર કરશો નહીં.

Keep Reading