PhonePe Blogs Main Featured Image

Trust & Safety

બનાવટી ઍપથી સુરક્ષિત રહો!

PhonePe Regional|2 min read|27 April, 2021

URL copied to clipboard

આજની કનેક્ટેડ દુનિયામાં, મોબાઇલ ફોન એ બધી વ્યક્તિગત અને મૂલ્યવાન માહિતીને સુરક્ષિત રૂપે સંગ્રહિત કરવા માટે પસંદગીનું સાધન છે. જો કે, હૅક અને ફ્રોડ કરનાર આપણાં વ્યક્તિગત ડિવાઇસની સુરક્ષાને ભંગ કરવાની નવી રીતો સતત શોધતા રહે છે.

તમે સાયબર ઍટેક સામે કેવી રીતે સાવચેત રહી શકો તેના વિશે વધુ જાણો.

તાજેતરની કેટલીક સાયબર-ધમકીની અપડેટ અનુસાર, હૅક કરનાર તમારા મોબાઇલ ફોન પર નિયંત્રણ મેળવવા માટે અને સંવેદનશીલ માહિતીનો ખોટા હેતુ માટે દુરૂપયોગ કરવા માટે બનાવટી ઍપના રૂપમાં વાયરસ/ટ્રોજનનો ઉપયોગ કરી રહ્યાં છે.

આ વાયરસ/ટ્રોજન કાયદેસર ફોટો એડિટિંગ, ટેક્સ્ટ એડિટિંગ, પેમેન્ટ, બેંકિંગ અને ગેમિંગ ઍપ હોવાનો ઢોંગ કરે છે.

એકવાર ઇન્સ્ટૉલ થઈ ગયા પછી, હૅક કરનાર તમારી જાણ વિના તમારા ફોન પર ઘણાં કાર્યો કરવા માટે આવી ઍપનો ઉપયોગ કરે છે. તેઓ ઇન્ટરનેટનો ઍક્સેસ મેળવી શકે છે, સિસ્ટમ અલર્ટ બદલી શકે છે, વધારાના પૅકેજ ઇન્સ્ટૉલ કરી શકે છે, રિબૂટ આપમેળે શરૂ કરી શકે છે, સંપર્કો, મીડિયાની ફાઇલો જોઈ શકે છે, ફોટા લઈ શકે છે, તમારું હાલનું સ્થાન શોધી શકે છે, લૉક સ્ક્રીન કોડ વાંચી શકે છે, ઍપનો પિન/પૅટર્ન અને OTP વિગતો સાથે SMS પણ મેળવી શકે છે.

તમારા ડિવાઇસ અને ડેટાને સુરક્ષિત રાખવા માટે આ બધી ટિપ યાદ રાખો!

  1. અવિશ્વસનીય સૉર્સથી ઍપ ડાઉનલોડ કે ઇન્સ્ટૉલ કરશો નહીં. Google Play સ્ટોર અને ઍપ સ્ટોર જેવા વિશ્વસનીય સૉર્સ પરથી ડાઉનલોડ કરેલી ઍપ ઇન્સ્ટૉલ કરો.
  2. ઍપ પરવાનગીની ચકાસણી કરો અને ઍપના ઉદ્દેશ્ય માટે સંબંધિત સંદર્ભ ધરાવતી હોય તેને જ મંજૂરી આપો.
  3. તમારા ફોન સેટિંગમાં “untrusted sources” પરથી ઍપનું ઇન્સ્ટૉલેશન બંધ કરવાનું ભૂલશો નહીં.
  4. સાર્વજનિક વાઇ-ફાઇ નેટવર્કનો ઉપયોગ કરવાનું ટાળો અને જ્યારે જરૂરી ન હોય ત્યારે તમારું વાઇ-ફાઇ કનેક્શન બંધ કરો. ખોટી ઍપના વિતરણ માટે જાહેર સ્થળો ઉપયોગમાં લેવાતા હોય છે અને આવી બનાવટી ઍપ જાહેર વાઇ-ફાઇ નેટવર્ક પૉઇન્ટ પાસે હોઈ શકે છે.
  5. પ્રતિષ્ઠિત પ્રદાતા પાસેથી સુરક્ષા સૉફ્ટવેર ઇન્સ્ટૉલ કરવાનું ધ્યાનમાં લો અને તેને નિયમિતપણે અપડેટ કરો.
  6. જો તમારે ઍપ ડાઉનલોડ કરવી પડે તેમ છે, તો ઍપ ઇન્સ્ટૉલ કરવા માટે સલામત છે કે નહીં તેની ખાતરી કરવા તેના રિવ્યૂ જુઓ.
  7. ટેક્સ્ટ સંદેશાની લિંક પર ક્લિક ન કરો અથવા અજાણ્યા સૉર્સના ઇમેઇલમાં જોડાયેલ ઝિપ ફાઇલોને ડાઉનલોડ ન કરો.
  8. તમારા બ્રાઉઝર પર તરત જ ફાઇલો ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરી રહેલા વેબપેજ બંધ કરો.

Keep Reading