PhonePe Blogs Main Featured Image

Trust & Safety

સુરક્ષિત રહો QR છેતરપીંડીથી!

PhonePe Regional|2 min read|12 May, 2021

URL copied to clipboard

ડિજિટલ પેમેન્ટે લાખો ભારતીયોનું જીવન સરળ બનાવ્યું છે. જોકે, પેમેન્ટ છેતરપીંડીના કિસ્સાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. શું તમે જાણો છો કે છેતરપીંડી કરનાર તમારું કાર્ડ અથવા બેંક એકાઉન્ટની વિગતો ન હોવા છતાં પણ તમને છેતરી શકે છે? આવી જ એક છેતરપીંડી એ QR કોડ વડે કરવામાં આવતી છેતરપીંડી છે.

QR કોડની છેતરપીંડી આ રીતે થાય છે:
છેતરપીંડી કરનાર તમને WhatsApp અથવા કોઈ અન્ય ઍપ જેમાં ફોટો શેયર કરી શકાય તેમાં એક QR કોડનો ફોટો મોકલે છે. આ મેસેજમાં તેઓ તમને તે કોડને સ્કૅન કરી, રકમ દાખલ કરવા કહે છે અને અંતે તમારા બેંક એકાઉન્ટમાં મફત કૅશબૅક ઇનામો મેળવવા માટે તમારો UPI પિન એન્ટર કરવાનું કહેશે. બીજી રીતે જોઈએ તો, છેતરપીંડી કરનાર એવી ઍપનો ઉપયોગ કરશે જેનાથી તેઓ તમને પહેલેથી એન્ટર કરેલી રકમ સાથેનો QR કોડ મોકલી શકે, અને તમને ફક્ત તમારો UPI પિન એન્ટર કરવા માટેનું કહે છે. જેવું તમે તે કરો છો કે, તમારા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જશે.

આવા છેતરપીંડી મેસેજનું એક ઉદાહરણ અહીં આપેલ છે:

કૃપા કરીને યાદ રાખો: તમારે PhonePe પર પૈસા મેળવવા માટે ક્યારેય ‘ચૂકવો’ બટન પર ક્લિક કરવાની કે તમારો UPI પિન એન્ટર કરવાની જરૂર પડતી નથી. મોકલનાર વ્યક્તિ ખરેખર જ તમને પૈસા મોકલવા માગતો હોય તો તેને ફક્ત તમારા ફોન નંબરની જરૂર હોય છે. જો તમને આવો કોઈ મેસેજ મળે તો તેને ક્યારેય જવાબ આપતા નહીં. તેના બદલે, છેતરપીંડી કરનારનો ફોન નંબર અને અને અન્ય વિગતોની જાણ કરવા માટે ઍપ પરથી PhonePe સહાયનો સંપર્ક કરો.

છેતરપીંડીથી બચવા માટે તમારે અહીં આપેલી વસ્તુઓ યાદ રાખવાની જરૂર છે:

PhonePe ક્યારેય તમને આવી ગોપનીય વિગતો પૂછશે નહીં. જો તમને PhonePe ના પ્રતિનિધિ તરીકે કોઈપણ વ્યક્તિ દ્વારા આવી વિગતો પૂછવામાં આવે, તો કૃપા કરીને તેમને એક ઇમેઇલ મોકલવા માટે કહો. માત્ર @phonepe.com ડોમેનમાંથી આવેલ ઇમેઇલને જ જવાબ આપો.

  • PhonePe ગ્રાહક સહાય માટેના નંબર Google, Twitter, FB વગેરે પર શોધવા નહીં. PhonePe ગ્રાહક સહાયનો સંપર્ક કરવાની એકમાત્ર અધિકૃત લિંક આ છે: support.phonepe.com
  • PhonePe સહાયમાંથી હોવાનો દાવો કરતા, પ્રમાણિત ન થયેલા મોબાઇલ નંબર પર ક્યારેય કૉલ કરશો નહીં/તેને જવાબ આપશો નહીં.
  • વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફક્ત અમારા અધિકૃત એકાઉન્ટ પર જ અમારી સાથે જોડાઓ.
    Twitter હેન્ડલ: https://twitter.com/PhonePe
    https://twitter.com/PhonePeSupport
    – Facebook એકાઉન્ટ: https://www.facebook.com/OfficialPhonePe/
  • જો તમારા કાર્ડની કે એકાઉન્ટની વિગતો ભૂલથી શેયર થઈ જાય તો:
    – support.phonepe.com પર તેની જાણ કરો.
    – તાત્કાલિક તમારા નજીકના સાયબર-ક્રાઇમ સેન્ટરને આ ઘટનાની જાણ કરો અને પોલિસ ફરિયાદ નોંધાવો.

Keep Reading