
Trust & Safety
સિન્થેટિક આઇડેન્ટિટી ફ્રોડ: છેતરપિંડી કરનારાઓ કેવી રીતે નકલી ઓળખ ઊભી કરે છે
PhonePe Regional|3 min read|26 May, 2026
કલ્પના કરો કે તમને બહુવિધ બેંકોમાંથી ફોન કોલ્સ આવે છે જેમાં દાવો કરવામાં આવે છે કે તમારા ક્રેડિટ કાર્ડની મર્યાદા પૂરી થઈ ગઈ છે અને તમારા બિલ બાકી છે. તમે ચોક્કસપણે જાણો છો કે તમે આ મહિને તમારી મર્યાદા વટાવી નથી અને બેંકોને તે જાણ કરો છો. વારંવાર ફોન કોલ્સ આવવા પર, જ્યારે તમે વધારાની માહિતી માગો છો ત્યારે તમને ખબર પડે છે કે તમારો ફોન નંબર અને PAN અન્ય વ્યક્તિની ઓળખ સાથે જોડીને એક કૃત્રિમ વ્યક્તિ બનાવવામાં આવી હતી, જેના દ્વારા અનધિકૃત પેમેન્ટ કરવામાં આવ્યા હતા. આ સિન્થેટિક આઇડેન્ટિટી ફ્રોડનો એક કિસ્સો છે.
તમારી ઓળખ એ તમારી સૌથી મૂલ્યવાન સંપત્તિ છે. તે એક એવી ચાવી છે જે તમને મતદાન કરવા, વાહન ચલાવવા, ટ્રાન્ઝેક્શન કરવા, મુસાફરી કરવા, ટેક્સ ચૂકવવા અને તમે જે છો તે બનવા દે છે. તેથી, તમારા જીવનના આ પાસાને સુરક્ષિત રાખવું એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું તમે અન્ય કોઈપણ કિંમતી વસ્તુને સુરક્ષિત રાખશો.
આ બ્લોગ એવા પ્રકારની છેતરપિંડી વિશે વિગતવાર માહિતી આપે છે જ્યાં છેતરપિંડી કરનારાઓ તમારી મહેનતની કમાણી ચોરવા માટે તમારી ઓળખનો દુરુપયોગ કરે છે.
સિન્થેટિક આઇડેન્ટિટી ફ્રોડ શું છે?
ઓળખની ચોરીમાં, કોઈ છેતરપિંડી કરનાર ફક્ત તમારી ઓળખ ચોરીને તમારા હોવાનો ઢોંગ કરે છે , પરંતુ સિન્થેટિક આઇડેન્ટિટી ફ્રોડ એ વધુ જટિલ અને આધુનિક પદ્ધતિ (મોડસ ઓપરેન્ડી) છે જ્યાં ગુનેગારો એક નવી, કાલ્પનિક વ્યક્તિ બનાવવા માટે સાચી અને નકલી માહિતીના મિશ્રણને એકસાથે જોડે છે.
છેતરપિંડી કરનારાઓ ઓળખની સાચી માહિતી જેમ કે આધાર અથવા PAN ને કાલ્પનિક અથવા અસંબંધિત નામો અને અમાન્ય અથવા ખાલી સરનામાં સાથે જોડે છે. તેનું અંતિમ પરિણામ એક સંપૂર્ણ ઓળખ હોય છે જે વાસ્તવિક દુનિયામાં અસ્તિત્વ ધરાવતી નથી, પરંતુ તે નાણાકીય પ્રણાલીઓને એવું માનવા માટે છેતરી શકે છે કે તે એક વાસ્તવિક ગ્રાહક છે.
સિન્થેટિક આઇડેન્ટિટી ફ્રોડ કેવી રીતે કામ કરે છે
એકવાર છેતરપિંડી કરનાર કાલ્પનિક ઓળખ બનાવી લે, પછી તેઓ તેનો તરત જ ઉપયોગ કરતા નથી. તેના બદલે, તેઓ તેની આસપાસ વિશ્વસનીયતા ઊભી કરવા માટે ઘણો સમય વિતાવે છે. તેઓ આ રીતે કામ કરે છે:
- તેઓ ચોરાયેલા PAN અથવા આધાર નંબરથી શરૂઆત કરે છે, અને ઘણીવાર એવા લોકોને નિશાનો બનાવે છે જેઓ તેમના ક્રેડિટ પર નજર રાખતા નથી, જેમ કે વરિષ્ઠ નાગરિકો.
- તેઓ નાની ક્રેડિટ લાઇન અથવા સ્ટોર કાર્ડ માટે અરજી કરે છે. જો તે અસ્વીકાર થાય તો પણ, આનાથી તે નકલી વ્યક્તિની ક્રેડિટ પ્રોફાઇલ બની જાય છે.
- તેઓ ઉચ્ચ ક્રેડિટ સ્કોર બનાવવા માટે સમયસર નાના બિલ ચૂકવે છે. વિશ્વાસ વધારવા માટે તેઓ અન્ય એકાઉન્ટ્સ પર સહ-જોડાણકર્તા અથવા અધિકૃત વપરાશકર્તા તરીકે પોતાની વિગતો પણ ઉમેરી શકે છે.
- એકવાર ક્રેડિટ મર્યાદા ઇચ્છિત ટોચ પર પહોંચી જાય, પછી છેતરપિંડી કરનાર દરેક એકાઉન્ટની મહત્તમ મર્યાદાનો ઉપયોગ કરી લે છે અને ગાયબ થઈ જાય છે.
જેમ કે જે “વ્યક્તિએ” આ વ્યવહારો કર્યા હતા તેનું ક્યારેય અસ્તિત્વ જ નહોતું, તેથી બેંકો એક પડછાયાનો પીછો કરતી રહી જાય છે.
આ છેતરપિંડીની વાસ્તવિક અસર એવા પીડિતો દ્વારા અનુભવાય છે જેમની ઓળખ ચોરાઈ ગઈ હતી. જો તમારા ID નો ઉપયોગ સિન્થેટિક આઇડેન્ટિટી ફ્રોડ માટે મુખ્ય આધાર તરીકે કરવામાં આવ્યો હોય, તો કદાચ તમને વર્ષો સુધી તેનો ખ્યાલ ન આવે. જ્યારે તમે કાર લોન અથવા સ્ટુડન્ટ લોન માટે અરજી કરો છો અને તે અસ્વીકાર થાય છે કારણ કે તમારો PAN મોટી માત્રામાં “નકલી ઋણ” સાથે જોડાયેલો હોય છે, ત્યારે તમને ખબર પડે છે કે તમે છેતરપિંડીનો ભોગ બન્યા છો.
PhonePe તમારી સુરક્ષા કેવી રીતે કરે છે
PhonePe આવી છેતરપિંડીઓની ભાળ મેળવવા માટે માનવ અને AI બંને હસ્તક્ષેપનો ઉપયોગ કરે છે. સિન્થેટિક ઓળખ સામાન્ય રીતે પુનરાવર્તિત પેટર્ન અને માળખા સાથે મશીનોની જેમ વર્તે છે. PhonePe ની સિસ્ટમ્સ આવા કિસ્સાઓને સરળતાથી ઓળખી શકે છે. વાસ્તવિક વપરાશકર્તાઓ મિત્રો, પરિવાર અને વેપારીઓ સાથે જોડાયેલા હોય છે. જ્યારે આપણે વાસ્તવિક દુનિયાની કોઈ લિંક વિનાનું એકાઉન્ટ જોઈએ છીએ, ત્યારે તે આપમેળે એક જોખમની નિશાની (રેડ ફ્લેગ) દર્શાવે છે. અમારી KYC વેરિફિકેશન સિસ્ટમ ફક્ત તમારું ID વાંચતી નથી, પરંતુ તે દસ્તાવેજ પર એક પણ અંક અથવા ફોટો ડિજિટલી બદલાયો છે કે નહીં તે શોધવા માટે માઇક્રો ફેરફારો સહિતની કોઈપણ છેતરપિંડીની તપાસ કરે છે.
તમારી જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી
સિન્થેટિક આઇડેન્ટિટી ફ્રોડનો ભોગ બનવાથી તમારી જાતને અને તમારા પરિવારને સુરક્ષિત રાખવાની રીતો અહીં આપેલી છે:
- તમારા ક્રેડિટ હેલ્થ પર નજર રાખો: નિયમિતપણે તમારો ક્રેડિટ સ્કોર તપાસો. જો તમે એવી લોન અથવા ક્રેડિટ પૂછપરછ જુઓ જેને તમે ઓળખતા નથી, તો તે એક ચેતવણી સંકેત હોઈ શકે છે કે તમારા ID નો ઉપયોગ અન્ય ક્યાંક થઈ રહ્યો છે.
- તમારા દસ્તાવેજો સુરક્ષિત રાખો: તમારા આધાર અને PAN ને ખૂબ કાળજીપૂર્વક રાખો. અપ્રમાણિત સોશિયલ મીડિયા જૂથો પર તમારા ID ના ફોટા ક્યારેય શેર કરશો નહીં.
- બાયોમેટ્રિક લોક સક્ષમ કરો: તમારા PhonePe સેટિંગ્સમાં જાઓ અને ફિંગરપ્રિન્ટ અથવા ફેસ ID સક્ષમ છે તેની ખાતરી કરો. આ સુરક્ષાનું એક મહત્વપૂર્ણ સ્તર ઉમેરે છે.
જો તમે છેતરપિંડીનો શિકાર બન્યા હોવ તો શું કરવું
જો તમને શંકા હોય કે તમને કૌભાંડ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે, તો તરત જ તેની જાણ કરો. દરેક સેકન્ડ મહત્વનું છે.
PhonePe પર જાણ કરવી:
- PhonePe એપ: સહાય વિભાગમાં જાઓ અને ફરિયાદ નોંધાવો.
- PhonePe ગ્રાહક સેવા: 80-68727374 / 022-68727374 પર કૉલ કરો.
- સોશિયલ મીડિયા પર જાણ કરવી:
- Twitter: PhonePe Support
- Facebook: PhonePe Official
- ફરિયાદ નિવારણ:ફોનપે ફરિયાદ પોર્ટલ પર ફરિયાદ દાખલ કરો
સત્તાવાળાઓને જાણ કરવી:
- સાયબર ક્રાઇમ સેલ: સાયબર ક્રાઇમ પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ દાખલ કરો અથવા 1930 પર કૉલ કરો.
- ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ (DOT): સંચાર સાથી પોર્ટલ પર ચક્ષુ સુવિધા દ્વારા શંકાસ્પદ સંદેશાઓ, કૉલ્સ અથવા WhatsApp/Telegram છેતરપિંડીની જાણ કરો.
મહત્વપૂર્ણ રીમાઇન્ડર — PhonePe ક્યારેય ગોપનીય કે વ્યક્તિગત વિગતો માંગતું નથી. જો phonepe.com ડોમેનમાંથી ઇમેઇલ ન આવ્યો હોય તો PhonePe તરફથી હોવાનો દાવો કરતા તમામ મેઇલને અવગણો. જો તમને છેતરપિંડીની શંકા હોય, તો કૃપા કરીને તરત જ અધિકારીઓનો સંપર્ક કરો.
