PhonePe Blogs Main Featured Image

Trust & Safety

સલામત રહેવા માટે પેમેન્ટ ફ્રોડના પ્રકારો અને તેનાથી બચવાના શ્રેષ્ઠ પ્રયાસો

PhonePe Regional|4 min read|12 May, 2021

URL copied to clipboard

ડિજિટલ પેમેન્ટ મોડના પ્રસારથી જીવન ખરેખર સરળ થઈ ગયું છે. કોઈને નાણાં મોકલવા, તમારા બધા બિલની ચુકવણી, રિચાર્જ, ઑનલાઇન ખરીદી અને નજીકના કરીયાણાની દુકાનમાં તુરંત ચુકવણી, આ બધું શક્ય બનવાથી, રોકડા નાણાં પર આધાર રાખવાનું ઓછું થઈ ગયું છે.

જ્યારે ડિજિટલ પેમેન્ટ એ એક વરદાનરૂપ બન્યું છે, ત્યારથી ફ્રોડ કરનાર, છેતરવા માટેના સતત નવા નવા રસ્તાઓ શોધતા રહેતા હોય છે.

PhonePe પર ફ્રોડથી બચવા માટેના ઉપાયો, ફ્રોડના પ્રકારો અને તેનાથી બચવાના ઉપાયો વિશેની વધુ માહિતી મેળવો.

PhonePe પર ફ્રોડથી બચવા માટેના ઉપાયો

PhonePe પર તમારા વ્યવહારનો અનુભવ સુરક્ષિત રહે તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. તે માટે અમે એકદમ નવીનતમ ફ્રોડ અને જોખમ વિરોધિ રીતો સાથેની ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ છીએ જેથી ફ્રોડ કરનારથી દૂર રહી શકાય.

PhonePe એકાઉન્ટ અને વ્યવહારની સુરક્ષા: અમારા પ્લેટફોર્મને સુરક્ષિત રાખવા માટે, અમે દરેક એકાઉન્ટ અને એકાઉન્ટમાંથી થતા વ્યવહારોની ચકાસણી કરીએ છીએ. આ ચકાસણી ઘણા સ્તર પર કરવામાં આવે છે. PhonePe પર જયારે કોઈ નવા વપરાશકર્તા રજિસ્ટર કરે છે, ત્યારે તેનો ફોન નંબર એક OTP દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે, આ ઉપરાંત, દરેક UPI વ્યવહાર માટે MPIN અથવા પાસવર્ડ પણ આપવામાં આવે છે અને જયારે પણ કોઈ નવા ઉપકરણ/ડિવાઇસ પર લૉગ ઇન કરવામાં આવે ત્યારે તેને પણ એક OTP દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે.

અમે વધુ પડતા જોખમી વ્યવહારો કે જે કોઈ પ્રકારની શંકાસ્પદ લક્ષણોવાળા કે સૂચક હોય તેને બ્લૉક કરી દઈએ છીએ.

જોખમની પૂછપરછ/છાનબીન: અમારી ફ્રોડની તપાસ કરનાર ટીમ વિવિધ રીતે જાણ કરવામાં આવેલ ફ્રોડની ઘટનાની તપાસ કરે છે અને ગ્રાહકો, વેન્ડર, પાર્ટનર અને બહારની સંસ્થાઓને જરૂરી મદદ કરે છે. અમારી આ ટીમ ફ્રોડ કરનાર સામે, તેમના શંકાસ્પદ વ્યવહારની સામે સુરક્ષા નિર્ણાયક તરીકે કામ કરે છે.

ફ્રોડને રોકવા માટેની ટેકનોલોજીકલ ક્ષમતા: શંકાસ્પદ લાગતા વ્યવહારોને ધ્યાનમાં લેવા માટે અમે વાસ્તવિક સમયના સંકેતો જેમકે IP ઍડ્રેસ, સ્થાન સંકલન વગેરેની માહિતી મેળવીએ છીએ. શંકાસ્પદ વપરાશકર્તાઓને ઓળખવા માટે અમે તેઓની ભૂતકાળની માહિતી જેવી કે વપરાશકર્તા તરીકેની પ્રવૃતિઓ, ડિવાઇસ/ઉપકરણનો ઉપયોગ વગેરેને પણ ધ્યાનમાં રાખીએ છીએ.

કાયદા અમલીકરણની સંસ્થાઓ સાથે ભાગીદારી: અમે દેશભરના વિવિધ કાયદા અમલીકરણ સંસ્થાઓના સાયબર-ક્રાઇમ વિભાગો સાથે કામ કરીએ છીએ. ફ્રોડની ફરિયાદો પ્રાપ્ત કરી, આ વ્યવહારોને અટકાવી અને શંકાસ્પદ વપરાશકર્તાઓને PhonePe પ્લેટફોર્મના વપરાશને બ્લૉક કર્યાની માહિતી આપીને અમે તેમની સહાય કરીએ છીએ. અમે બધા ઓળખાયેલા શંકાસ્પદ વપરાશકર્તાનો નકારાત્મક ડેટાબેસ પણ જાળવીએ છીએ.

ફ્રોડને અટકાવવા શું કરવું અને શું ન કરવું:

  • તમારી બેંકની વિગતો જેવીકે કાર્ડ નંબર, એક્સપાયરીની તારીખ, પિન અથવા કોઈ OTP ને અન્ય કોઈપણ વ્યક્તિ સાથે શેર કરશો નહીં. જો તમને PhonePe ના પ્રતિનિધિ તરીકે કોઈપણ વ્યક્તિ દ્વારા આવી વિગતો પૂછવામાં આવે છે, તો કૃપા કરીને તેમને એક ઇમેઇલ મોકલવા માટે કહો. માત્ર @phonepe.com ડોમેનમાંથી આવેલ ઇમેઇલને જ જવાબ આપો.
  • હંમેશાં યાદ રાખો કે તમારે PhonePe પર નાણાં મેળવવા માટે ક્યારેય ‘ચૂકવો’ બટન પર ક્લિક કરવાની કે તમારા UPI પિનને દાખલ કરવાની જરૂર પડતી નથી.
  • ક્યારેય Screenshare, Anydesk, Teamviewer જેવી થર્ડ-પાર્ટી ઍપ ડાઉનલોડ કે ઇન્સ્ટૉલ કરશો નહીં.
  • PhonePe ગ્રાહક સહાય માટેના નંબર Google, Twitter, FB વગેરે પર શોધવા નહીં. PhonePe ગ્રાહક સહાયનો સંપર્ક કરવાની એકમાત્ર અધિકૃત લિંક આ છે: https://phonepe.com/en/contact_us.html
  • વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફક્ત અમારા અધિકૃત એકાઉન્ટ પર જ અમારી સાથે જોડાઓ.

Twitter હેન્ડલ: https://twitter.com/PhonePe

https://twitter.com/PhonePeSupport

Facebook એકાઉન્ટ: https://www.facebook.com/OfficialPhonePe/

વેબ: support.phonepe.com

  • PhonePe સહાયમાંથી હોવાનો દાવો કરતા, પ્રમાણિત ન થયેલા મોબાઇલ નંબર પર ક્યારેય કૉલ કરશો નહીં/તેને જવાબ આપશો નહીં.

કોઈ ફ્રોડ કરનાર તમારો સંપર્ક કરે ત્યારે તમારે શું કરવું જોઈએ?

  • તાત્કાલિક તમારા નજીકના સાયબર-ક્રાઇમ સેન્ટરને આ ઘટનાની જાણ કરો અને પોલિસને સંબંધિત વિગતો (ફોન નંબર, વ્યવહારની વિગતો, કાર્ડ નંબર, બેંક એકાઉન્ટની વિગતો વગેરે) આપીને FIR નોંધાવો.
  • તમારી PhonePe ઍપ પર લૉગ ઇન કરો અને ‘Help’ પર જાઓ. તમે ‘Account security issue/ Report fraudulent activity’ હેઠળ ફ્રોડની ઘટનાની જાણ કરી શકો છો.

અહીં કેટલાક સામાન્ય ફ્રોડના પ્રકારોની સૂચિ આપેલ છે:

નાણાં મેળવવાની વિનંતી: અમારી ‘Request’ ની સુવિધા દ્વારા અન્ય લોકો તમને ચુકવણી માટેની વિનંતી મોકલી શકે છે. તમે માત્ર ‘ચૂકવો’ બટન પર ક્લિક કરી, તમારો UPI પિન દાખલ કરીને નાણાં મોકલી શકો છો. ફ્રોડ કરનાર આ સુવિધાનો દુરુપયોગ તમને બનાવટી ચુકવણીની વિનંતી મોકલીને કરી શકે છે, જેમકે ‘નાણાં પ્રાપ્ત કરવા માટે તમારો UPI પિન દાખલ કરો’, “ચુકવણી Rs. xxx સફળ રીતે મેળવી” વગેરે.

નાણાં મેળવવાની વિનંતી વિશે વધુ માહિતી અહીં મેળવો.

નાણાં મેળવવા માટે QR કોડ સ્કૅન કરો: ફ્રોડ કરનાર Whatsapp જેવી મલ્ટિમીડિયા ઍપ પર QR કોડ શેર કરે છે અને નાણાં મેળવવા માટે તમને આ કોડ સ્કૅન કરવાનું કહે છે. યાદ રાખો, અહીં એવી કોઈ સુવિધા નથી જે તમને નાણાં મેળવવા માટે QR કોડ સ્કૅન કરવાનું પૂછે. કૃપા કરીને આવી વિનંતીઓ પર આગળ વધવું નહીં અને આવી વિનંતી મોકલનારના નંબર અને અન્ય વિગતોની જાણ અમને પણ કરો.

થર્ડ-પાર્ટી ઍપ દ્વારા પેમેન્ટ ફ્રોડ: વપરાશકર્તા સામાન્ય રીતે પોતાના વ્યવહારની સમસ્યા સોશિયલ મીડિયા પર જણાવતા હોય છે. ફ્રોડ કરનાર પોતે તે કંપનીના પ્રતિનિધિ હોવાનું રજૂ કરીને આવા કોઈ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી વાત કરતા હોય તે રીતે ફોન કરે છે અને વપરાશકર્તાને Screenshare, Anydesk, Teamviewer જેવી ઍપ ડાઉનલોડ કરવાનું કહે છે અને કૅમેરાની સામે તેમનું ક્રેડિટ કે ડેબિટ કાર્ડ બતાવવાનું કહે છે જેથી તેની “PhonePe verification system” આ વિગતો જોઈ શકે. એક વખત તેમની પાસે તમારા કાર્ડની વિગતો આવી જાય ત્યારે તેઓ ફોનના OTP વડે SMS મેળવીને તેમના પોતાના એકાઉન્ટમાં નાણાં જમા કરી નાખે છે.

થર્ડ-પાર્ટી ઍપ વડે પેમેન્ટ ફ્રોડ વિશે વધુ માહિતી અહીં મેળવો.

Twitter ફ્રોડ: ફ્રોડ કરનાર PhonePe customer care handle (કૅશબૅક, નાણાં ટ્રાન્સફર વગેરેથી સંબંધિત મુદ્દાઓ વિશેની ટ્વીટ્સ) પર જે વપરાશકર્તા શું પોસ્ટ કરે છે તેની વિગતોની જાણકારી રાખે છે અને તરત જ પ્રતિક્રિયા આપે છે. બનાવટી ગ્રાહક સહાયના નંબરોને તે PhonePe ના ગ્રાહક સહાય નંબરો છે તે રીતે પોસ્ટ કરીને વપરાશકર્તાઓને છેતરવાની આ એક લોકપ્રિય રીત છે. આમ ગ્રાહકો ખોટા હેલ્પલાઇન નંબર પર કૉલ કરે છે અને સંવેદનશીલ માહિતી જેમ કે કાર્ડ અને OTP વગેરે વિગતોની આપ-લે કરે છે.

Twitter ફ્રોડ વિશેની વધુ માહિતી અહીં મેળવો.

ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા ટૉપ-અપ ફ્રોડ: આવા કિસ્સામાં ફ્રોડ કરનાર તમને તમારી બેંક, RBI, ઇ-કોમર્સ સાઇટ અથવા તો લૉટરી સ્કીમના પ્રતિનિધિ હોવાનું રજૂ કરે છે. તેઓ તમારો 16 આંકડાનો કાર્ડ નંબર અને CVV નંબર તેમને જણાવવાનું કહેશે ત્યારબાદ તમે SMS દ્વારા એક OTP મેળવશો. ફ્રોડ કરનાર તમને પાછો ફોન કરશે અને ચકાસણી હેતુ માટે આ OTP માગશે. એકવાર તમે આ વિગતો તેમને જણાવો છો, પછી તમારા એકાઉન્ટમાંથી ફ્રોડ કરનારના એકાઉન્ટમાં તે નાણાં ટ્રાન્સફર થઈ જશે.

ટૉપ-અપ ફ્રોડ વિશે વધુ માહિતી અહીં મેળવો.

સોશિયલ એન્જિન્યરિંગ ફ્રોડ: જયારે ફ્રોડ કરનાર તમારો વિશ્વાસ મેળવીને તમારી વ્યક્તિગત વિગતોનો ઉપયોગ કરવા માટે તમને છેતરે છે તેને કહેવાય સોશિયલ એન્જિન્યરિંગ. ફ્રોડ કરનાર તમારી બેંકના ગ્રાહક સહાયના પ્રતિનિધિ હોવાનો દાવો કરીને તમને કૉલ કરશે. તેઓ તમારો વિશ્વાસ મેળવવા સોશિયલ મીડિયા પર તમે શેર કરેલી માહિતી (જન્મ તારીખ, સ્થાન વગેરે)નો ઉપયોગ કરશે અને તમારી બેંક એકાઉન્ટ/ડેબિટ કાર્ડની વિગતો શેર કરવાનું કહેશે. પછી ફ્રોડ કરનાર વ્યવહાર પૂર્ણ કરવા તમારી પાસેથી OTP માગશે અને તમારા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને તેમનું વૉલેટ ટૉપ-અપ કરી લેશે.

સોશિયલ એન્જિન્યરિંગ ફ્રોડ વિશે વધુ માહિતી અહીં મેળવો.

SIM સ્વેપ ફ્રોડ: ફ્રોડ કરનાર તમારા ફોન નંબર માટે તમારી અંગત વિગતોનો ઉપયોગ કરીને એક નવું SIM મેળવે છે. આ રીતે, તેઓ તમારા બેંક એકાઉન્ટમાંથી ચુકવણીને અધિકૃત કરવા માટે જરૂરી OTP ની માહિતી પણ મેળવી શકે છે. ફ્રોડ કરનાર તમને તમારા મોબાઇલ ઑપરેટરના પ્રતિનિધિ હોવાનો ઢોંગ કરે છે, અને તમને તમારા નેટવર્કને અપગ્રેડ કરવા માટે એક SMS ફોરવર્ડ કરવા માટે કહે છે. આ SMS તમારા નવા SIMની પાછળ રહેલો 20 આંકડાનો નંબર છે. આ SMS તમારા હાલનાં SIM ને નિષ્ક્રિય કરે છે અને ડુપ્લિકેટ SIM ને સક્રિય કરે છે.

SIM સ્વેપ ફ્રોડ વિશે વધુ માહિતી અહીં મેળવો.

Keep Reading