PhonePe Blogs Main Featured Image

Trust & Safety

લૉટરી સ્કૅમને સમજો, તેને પરખો અને તેનાથી બચો

PhonePe Regional|3 min read|12 December, 2023

URL copied to clipboard

જે લૉટરી વિશે તમે કંઈ જાણતા ના હોય કે તમે તેમાં ક્યારેય ભાગ પણ ના લીધો હોય, છતાં તમે તે લૉટરીમાં જૅકપોટ જીત્યા છો તેવો દાવો કરતો મેસેજ ત્યારે તમને કેટલો આનંદ થાય! પણ અહીં એક ટ્વિસ્ટ છે: તે તમને તમારું ઇનામ મેળવવા માટે અમુક પ્રોસેસિંગ ફી જેવી થોડી રકમ ભરવાનું કહેશે. આવું બધુ વિલી વોન્કાની ચૉકલેટ ફેક્ટરીની ગોલ્ડન ટિકિટ જીતવા જેવું છે, જેમાં તમને પાછળથી ખબર પડે છે કે ત્યાંની ચૉકલેટ તમને મફતમાં નથી મળતી – અને તમારે તેના માટે પહેલા પેમેન્ટ કરવું પડશે!

લૉટરી સ્કૅમ શું છે?

લૉટરી સ્કૅમ એ છેતરપિંડીનો એક પ્રકાર છે જે અનપેક્ષિત ઈમેઇલ નોટિફિકેશન, ફોન કૉલ અથવા એવા મેઇલથી શરુ થાય છે જેમાં જણાવવામાં આવે છે કે તમે લૉટરી ટિકિટમાં મોટી રકમ જીતી ગયા છે અને તમને કોઈ ચોક્કસ ફોન નંબર અથવા એજન્ટના ઈમેઇલ ઍડ્રેસ પર સંપર્ક કરવાનું કહેવામાં આવે છે, જે વાસ્તવમાં તમારી સાથે છેતરપિંડી કરનાર વ્યક્તિનો હોય છે. એજન્ટનો સંપર્ક કર્યા પછી, એજન્ટ તરફથી તે વ્યક્તિને  લૉટરીની રકમ મેળવવા માટે પ્રોસેસિંગ ફીનું પેમેન્ટ કરવાનું કહેવામાં આવે છે.

જોખમના સંકેત

અહીં અમુક જોખમના સંકેતો આપ્યા છે જે તમને સંભવિત સ્કૅમને ઓળખવામાં મદદ કરે છે અને તમને જાગૃત રહીને આવી પરિસ્થિતિઓને ટાળવામાં મદદ કરે છે:

  • અનપેક્ષિત નોટિફિકેશન: જો તમે કોઈ લૉટરીમાં ભાગ લીધો ના હોય અને છતાં પણ આવી લૉટરી માટે નોટિફિકેશન મળે, તો સાવચેત રહો. જો તમે કોઈ લૉટરીમાં વિગતો ભરી ન હોય છતાં તે લૉટરી જીત્યાના સમાચાર મળે, તો સાવચેત રહો. તમે કાયદાકીય રીતે ત્યારે જ જીતો છો જ્યારે તમે સ્વેચ્છાએ તેમાં જોડાયા હોવ.
  • પહેલાં પેમેન્ટ કરવાની આવશ્યકતા: પ્રમાણિત લૉટરીમાં વિજેતાઓને પહેલાં કોઈ ફીનું પેમેન્ટ કરવા માટે કહેવામાં આવતું નથી. જો તમે ખરેખર જીતી ગયા હોવ, તો તમારે તમારું ઇનામ મેળવતા પહેલા કોઈ પેમેન્ટ કરવાની જરૂર પડતી નથી. જો કોઈ તમને એમ કહે કે તમે જીત્યા છો, પણ તમારે પહેલા થોડા પૈસા ભરવા પડશે, તો આ કાયદેસરની જીત નહીં હોવાનો સંકેત છે. 
  • એટલા સારા સમાચાર કે તેના પર વિશ્વાસ કરવો અઘરો હોય: જો કોઈ સમાચાર સાંભળવામાં ખુબ જ સારા લાગે તો તેના માટે તમારે ઉત્સાહિત થતાં પહેલાં સ્માર્ટ રીતે તેના વિશે થોડી તપાસ(ક્રૉસ-ચેક) કરવી જોઈએ.
  • દબાણના દાવપેચ: જો તે તમને ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે દબાણ કરે, તો સાવચેત રહો. સ્કૅમ કરતા વ્યક્તિઓ ઘણીવાર પીડિતને વધુ વિચાર કરવાથી અથવા કોઈ મદદ મેળવવાથી રોકવા માટે આ પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવા માટે આગ્રહ કરે છે.
  • મેળ ન ખાતી હોય તેવી સંપર્ક માહિતી: અહીં તમને આપવામાં આવેલી સંપર્ક માટેની વિગતો લૉટરી ઑર્ગેનાઇઝરની આધિકારિક માહિતી સાથે સુસંગત છે કે નહીં તેના વિશે તપાસ કરો. કાયદેસરની લૉટરીઓમાં સુસંગત અને સચોટ માહિતી હોય છે.
  • વ્યાકરણની ભૂલો: આધિકારિક સંચારમાં રહેલી ખરાબ વ્યાકરણ અને જોડણીની ભૂલોને ધ્યાનથી જુઓ. વાસ્તવિક સંસ્થાઓ સામાન્યપણે તેમના સંચારમાં પ્રોફેશનલ સ્ટૅન્ડર્ડ જાળવી રાખે છે અને આવી કોઈપણ ભૂલો કરતા નથી.
  • અનામી પેમેન્ટની પદ્ધતિઓ: જો તે તમને ગિફ્ટ કાર્ડ અથવા વાયર ટ્રાન્સફર જેવી અપરંપરાગત અથવા શોધી ન શકાય તેવી પદ્ધતિઓ મારફતે પેમેન્ટ કરવા માટે કહે, તો સામાન્યપણે તે એક સ્કૅમ જ હોય છે. અધિકૃત સંસ્થાઓ સુરક્ષિત અને પારદર્શક પેમેન્ટ પદ્ધતિઓનો જ ઉપયોગ કરે છે.
  • કોઈ આધિકારિક વેબસાઈટ ના હોય: આધિકારિક વેબસાઈટ ના હોવી એ એક બહુ મોટા જોખમનો સંકેત છે. પ્રસ્થાપિત લૉટરી સંસ્થાઓ સામાન્ય રીતે માહિતી પ્રદાન કરવા અને તેમની કાયદેસરતાની ચકાસણી કરવા માટે હંમેશા તેમની પ્રોફેશનલ વેબસાઇટ ધરાવતી હોય છે.
  • પહેલાંની ફરિયાદો તપાસો: લૉટરી સંસ્થાને લગતા કોઈપણ સ્કૅમ અથવા કોઈ પહેલાંની ફરિયાદો માટે ઑનલાઇન તપાસ કરો. જો બીજું કોઈ આવા સ્કૅમમાં ફસાઈ ગયું હોય તો તમે પણ આમાં ફસાઈ શકો છો તેવી પૂરેપૂરી શક્યતા છે. 
  • બિનજરૂરી વ્યક્તિગત માહિતી: જો તે બિનજરૂરી વ્યક્તિગત માહિતી જેમ કે તમારી બેંક સંબંધિત વિગતો અથવા ક્રેડિટ કાર્ડ નંબર માટે પૂછે, તો સાવચેત રહો. કાયદેસરની લૉટરી સંસ્થાઓને ઇનામ આપવા માટે વિસ્તૃત વ્યક્તિગત માહિતીની જરૂર હોતી નથી.

જો તમે લૉટરી સ્કૅમનો ભોગ બન્યા છો તો તેના વિશે કેવી રીતે જાણ કરવી:

જો તમને શંકા હોય કે તમે લૉટરી સ્કૅમનો ભોગ બન્યા છો, તો સંભવિત નુકસાનને ઘટાડવા અને વધુ નુકસાનને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાં મહત્ત્વપૂર્ણ છે. અહીં તમારે ધ્યાનમાં લેવા જોઈએ તે પગલાં આપ્યા છે:

  • PhonePe ઍપ: સહાય સેક્શન પર જાઓ અને ‘અન્ય’ હેઠળ સમસ્યાની જાણ કરો. ‘એકાઉન્ટની સુરક્ષા અને છેતરપીંડી પ્રવૃતિની જાણ કરવી’ સિલેક્ટ કરીને ઘટનાની જાણ કરવા માટે સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
  • PhonePe ગ્રાહક સહાય નંબર: સમસ્યાની જાણ કરવા માટે તમે 80–68727374/022–68727374 પર PhonePe  કસ્ટમર કેરને કૉલ કરી શકો છો, ત્યારબાદ કસ્ટમર કેર એજન્ટ ટિકિટ શરુ કરશે અને તમને તમારી સમસ્યા અંગે મદદ કરશે.
  • વેબફોર્મ સબ્મિશન: તમે https://support.phonepe.com/ વેબફોર્મનો ઉપયોગ કરીને પણ ટિકિટ શરુ કરી શકો છો
  • સોશિયલ મીડિયા: તમે PhonePeના સોશિયલ મીડિયા હૅન્ડલ મારફતે છેતરપિંડીની ઘટનાઓની જાણ કરી શકો છો
    • Twitter — https://twitter.com/PhonePeSupport
    • Facebook — https://www.facebook.com/OfficialPhonePe
  • ફરિયાદ: તમારી હાલની કમ્પલેઇન્ટ વિશે ફરિયાદની જાણ કરવા માટે, તમે  https://grievance.phonepe.com/ પર લૉગ ઇન કરીને અગાઉ શરુ કરેલી ટિકિટ આઈડી શેયર કરી શકો છો.
  • સાઇબર સેલ: છેલ્લે, તમે તમારી નજીકના સાઇબર ક્રાઈમ સેલમાં છેતરપિંડીની ફરિયાદ માટે રિપોર્ટ કરી શકો છો અથવા https://www.cybercrime.gov.in/ પર ઑનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો અથવા 1930 પર સાઇબર ક્રાઈમ સેલ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો.

મહત્વપૂર્ણ રિમાઈન્ડરPhonePe ક્યારેય ગોપનીય અથવા વ્યક્તિગત માહિતી માટે પૂછતું નથી. જો કોઈ મેઇલ phonepe.com ડોમેન પરથી ના હોય અને PhonePeમાંથી હોવાનો દાવો કરતા હોય, તો તેવા તમામ મેઇલને અવગણો. જો તમને છેતરપિંડીની શંકા થાય તો, કૃપા કરીને તાત્કાલિક અધિકારીઓને જાણ કરો.

Keep Reading