< Back
ફિક્સડ ડિપોઝિટ – નિયમો અને શરતો
આ ફિક્સડ ડિપોઝિટ – નિયમો અને શરતો (“નિયમો અને શરતો”) સુધારેલા ફોર્મમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000 સાથે વાંચવામાં આવતા અને સુધારેલા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) નિયમો, 2021ના નિયમ 3ની દ્રષ્ટિએ પ્રકાશિત કમ્પ્યુટર-જનરેટેડ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ બનાવે છે અને તેના માટે કોઇ ભૌતિક કે ડિજિટલ હસ્તાક્ષરોની જરૂર નથી.
અહીં વપરાયેલા તમામ કેપિટલાઇઝ્ડ શબ્દોનો અર્થ નીચે સેક્શન B (વ્યાખ્યાઓ) હેઠળ તેમને આપવામાં આવેલા અર્થ મુજબ રહેશે.
- પ્રસ્તાવના
- PhonePe લિમિટેડ (જે અગાઉ ‘PhonePe પ્રાઇવેટ લિમિટેડ’ તરીકે ઓળખાતી હતી) (“PhonePe”) નાણાકીય સંસ્થાઓ પાસેથી તમારા દ્વારા મેળવવા માટે પ્રસ્તાવિત ફિક્સડ ડિપોઝિટ અને સંબંધિત પ્રોડક્ટ્સ/સેવાઓના સંબંધમાં તમને (“તમે”) Upswing પ્લેટફોર્મ ઍક્સેસ કરવા સક્ષમ બનાવવા માટે સેવા પ્રદાન કરે છે.
- આ સેવા મેળવવા માટે આગળના પગલાં લેતા પહેલાં કૃપા કરીને આ દરેક નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચો કારણ કે આ નિયમો અને શરતો તમારા કાનૂની અધિકારો, ઉપાયો અને જવાબદારીઓ વિશે મહત્વપૂર્ણ માહિતી ધરાવે છે. આ નિયમો અને શરતો તમારી અને PhonePe વચ્ચે કાનૂની રીતે બંધનકર્તા કરાર બનાવે છે અને સેવાના તમારા ઍક્સેસ અને ઉપયોગને સંચાલિત કરશે. તમે સ્વીકારો છો કે સેવા Upswing અને/અથવા સંબંધિત નાણાકીય સંસ્થાના કોઈપણ નિયમો અને શરતોના પાલનને આધીન છે. જો તમે આ નિયમો અને શરતો સમજતા નથી અથવા તેમના કોઈપણ ભાગ સાથે સંમત નથી, તો તમારે સેવાનો ઉપયોગ કરવા માટે આગળ વધવું જોઇએ નહીં. સેવાનો ઍક્સેસ મેળવીને અથવા તેનો ઉપયોગ કરીને, તમે આ નિયમો અને શરતોથી બંધાવા માટે સંમત થાઓ છો અને તેનો સ્વીકાર કરો છો.
- વ્યાખ્યાઓ
- “નાણાકીય સંસ્થાઓ” એટલે Upswingના પાર્ટનર બેંકો / નાણાકીય સેવા પ્રદાતાઓ;
- “ફિક્સડ ડિપોઝિટ” એટલે Upswing પ્લેટફોર્મ દ્વારા નાણાકીય સંસ્થાઓ દ્વારા ઑફર કરવામાં આવતી ફિક્સડ ડિપોઝિટ અને સંબંધિત પ્રોડક્ટ/સેવાઓ;
- “PhonePe પ્લેટફોર્મ” એટલે સોફ્ટવેર/સોફ્ટવેર એપ્લિકેશન/પ્લેટફોર્મ/વેબસાઇટ કે જે PhonePe અને/અથવા તેની સંલગ્ન કંપનીઓ દ્વારા વિકસાવવામાં આવી છે, તેમની માલિકીની છે અને/અથવા તેના દ્વારા ઓપરેટ કરવામાં આવે છે;
- “સેવા” એટલે ફિક્સડ ડિપોઝિટ મેળવવા માટે PhonePe પ્લેટફોર્મ દ્વારા Upswing પ્લેટફોર્મ ઍક્સેસ કરવા માટે તમને સુવિધા પૂરી પાડવાની PhonePeની સેવા;
- “Upswing” એટલે Upswing ફાઇનાન્સિયલ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ;
- “Upswing પ્લેટફોર્મ” એટલે નાણાકીય સંસ્થાઓના નેટવર્ક સાથે ઊંડા સંકલન ધરાવતું સોફ્ટવેર/સોફ્ટવેર એપ્લિકેશન/પ્લેટફોર્મ/વેબસાઇટ જે ફિક્સડ ડિપોઝિટના વિતરણને સક્ષમ બનાવે છે, જે Upswing દ્વારા વિકસાવવામાં આવ્યું છે, તેની માલિકીનું છે અને/અથવા તેના દ્વારા ઓપરેટ કરવામાં આવે છે અને જે PhonePe દ્વારા નિયંત્રિત/ઑપરેટ/જાળવવામાં આવતું નથી;
- નિયમો અને શરતો
- તમને ફિક્સડ ડિપોઝિટ(ઓ)નો ઍક્સેસ પ્રદાન કરવાના હેતુઓ માટે, PhonePe પ્લેટફોર્મ Upswing પ્લેટફોર્મની લિંક અથવા રિડાયરેક્શન ફંક્શનાલિટીઝ ધરાવે છે.
- કોઈપણ ફિક્સડ ડિપોઝિટ(ઓ) ઍક્સેસ કરવાનું પસંદ કરીને, તમે Upswing પ્લેટફોર્મ પર રિડાયરેક્ટ થવા માટે સ્પષ્ટપણે સ્વીકારો છો અને સંમતિ આપો છો અને સમજો છો કે PhonePe Upswing પ્લેટફોર્મની માલિકી ધરાવતું નથી / ઑપરેટ કરતું નથી અને કોઈપણ રીતે તેના માટે જવાબદાર નથી.
- PhonePe માત્ર એક સુવિધા પ્રદાતા તરીકે કામ કરી રહ્યું છે અને તમારા દ્વારા નાણાકીય સંસ્થાઓ પાસેથી મેળવવા માટે પ્રસ્તાવિત ફિક્સડ ડિપોઝિટના સંબંધમાં તમને Upswing સાથે જોડવા માટે સેવા પ્રદાન કરે છે.
- તમે સમજો છો, સ્વીકારો છો અને સંમત થાઓ છો કે ફિક્સડ ડિપોઝિટ(ઓ) Upswing અને આવી નાણાકીય સંસ્થા(ઓ) વચ્ચેની ગોઠવણો મુજબ Upswing દ્વારા સંબંધિત નાણાકીય સંસ્થા(ઓ) દ્વારા ઑફર કરવામાં આવે છે.
- ફિક્સડ ડિપોઝિટ(ઓ) સંબંધિત PhonePe પ્લેટફોર્મ પર હોસ્ટ કરાયેલી કોઈપણ માહિતી સંબંધિત નાણાકીય સંસ્થા(ઓ) દ્વારા શેર કરાયેલ આવી ફિક્સડ ડિપોઝિટ(ઓ) વિશેની માહિતીના આધારે Upswing દ્વારા પૂરી પાડવામાં આવે છે. PhonePe આવી કોઈપણ માહિતી ‘જેમ છે તેમ’ ધોરણે પ્રદર્શિત કરે છે.
- PhonePe સમયાંતરે Upswing દ્વારા પૂરી પાડવામાં આવેલ માહિતીના આધારે ફિક્સડ ડિપોઝિટ(ઓ) સંબંધિત PhonePe પ્લેટફોર્મ પર હોસ્ટ કરાયેલી કોઈપણ માહિતીમાં તમને કોઇ પૂર્વ સૂચના આપ્યા વિના ફેરફાર કરી શકે છે.
- ફિક્સડ ડિપોઝિટ(ઓ)ના સંબંધમાં PhonePe પ્લેટફોર્મ પર હોસ્ટ કરાયેલી કોઈપણ માહિતી પર ભરોસો રાખવાનું પસંદ કરીને, તમે સમજો છો, સંમત થાઓ છો અને સ્વીકારો છો કે આવી માહિતી પર તમારા ભરોસાના સંબંધમાં PhonePe સામે તમારી પાસે હોઇ શકે તેવા કોઈપણ અને તમામ દાવાઓ, કાર્યવાહીના અધિકારો અને/અથવા ઉપાયો (કાયદા હેઠળ અથવા અન્યથા) તમે સ્પષ્ટપણે જતા કરો છો.
- PhonePe સ્પષ્ટપણે કોઈપણ અને તમામ જવાબદારીઓનો અસ્વીકાર કરે છે અને ફિક્સડ ડિપોઝિટ(ઓ) સંબંધિત કોઈપણ માહિતીની સચોટતા, પૂર્ણતા કે ઉપયોગિતામાંથી અથવા તેના સંબંધમાં ઉદ્ભવતા કોઈપણ પરિણામો માટે બિલકુલ જવાબદારી લેતું નથી.
- તમે સમજો છો, સ્વીકારો છો અને સંમત થાઓ છો કે ફિક્સ્ડ ડિપોઝિટ માટેનું એપ્લિકેશન ફોર્મ ખાસ કરીને Upswing દ્વારા મેનેજ કરવામાં આવે છે, જેને સંબંધિત નાણાકીય સંસ્થા દ્વારા આ માટે યોગ્ય રીતે અધિકૃત કરવામાં આવ્યું છે. કોઇ પણ ફિક્સ્ડ ડિપોઝિટ માટેની એપ્લિકેશનને PhonePe પ્લેટફોર્મના માધ્યમથી Upswing પ્લેટફોર્મ પર આવી ફિક્સ્ડ ડિપોઝિટ પૂરી પાડતી સંબંધિત નાણાકીય સંસ્થા દ્વારા મંજૂર કરવામાં આવે છે.
- તમે સમજો છો, સ્વીકારો છો અને સંમત થાઓ છો કે Upswing પ્લેટફોર્મ પર કોઇ પણ ફિક્સ્ડ ડિપોઝિટનું બુકિંગ એ તમારા, Upswing અને સંબંધિત નાણાકીય સંસ્થા વચ્ચેનું એક સ્વતંત્ર ટ્રાન્ઝેક્શન છે અને PhonePe ફિક્સ્ડ ડિપોઝિટ બનાવવા, ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજના પેમેન્ટ કરવા, ફિક્સ્ડ ડિપોઝિટની રકમ વહેલી પાછી ખેંચવા અથવા ફિક્સ્ડ ડિપોઝિટ સાથે જોડાયેલા અન્ય કોઇ પણ પગલાંઓમાં સામેલ નથી અને/અથવા તેના માટે જવાબદાર નથી.
- PhonePe ફિક્સડ ડિપોઝિટ સંબંધિત કોઈપણ સેવાઓની પૂર્તિ માટે જવાબદાર રહેશે નહીં, જેમાં મર્યાદા વિના નીચેનાનો સમાવેશ થાય છે:
- Upswing પ્લેટફોર્મની ઉપલબ્ધતા અને/અથવા કાર્યક્ષમતા;
- Upswing પ્લેટફોર્મ પર પૂરી પાડવામાં આવેલ કોઈપણ માહિતીની સચોટતા અને/અથવા પૂર્ણતા;
- કોઇ પણ ફિક્સ્ડ ડિપોઝિટનું સફળતાપૂર્વક નિર્માણ/બુકિંગ થવું અને તમારા આ ફિક્સ્ડ ડિપોઝિટના બુકિંગ દરમિયાન ઉદ્ભવતી કોઇ પણ સમસ્યાઓ;
- ફિક્સડ ડિપોઝિટ(ઓ)ના સંબંધમાં કોઈપણ માહિતી / કસ્ટમર સપોર્ટ;
- ફિક્સડ ડિપોઝિટ(ઓ)ના સંબંધમાં Upswing અને/અથવા સંબંધિત નાણાકીય સંસ્થા(ઓ) દ્વારા કોઈપણ સેવાનું કેન્સલેશન;
- Upswing અને/અથવા કોઈપણ નાણાકીય સંસ્થાઓ દ્વારા ઑફર કરવામાં આવતી કોઈપણ સેવાઓની કામગીરીની રીત જેમાં તમારી અપેક્ષાઓ પૂરી કરવામાં તેમની કોઈપણ નિષ્ફળતાનો સમાવેશ થાય છે;
- તમારા ફિક્સ્ડ ડિપોઝિટના વપરાશના સંદર્ભમાં કોઇ પણ પ્રશ્નો અને/અથવા ફરિયાદો સંબંધિત નાણાકીય સંસ્થાને જ સબમિટ કરવાની રહેશે અને તે આવી નાણાકીય સંસ્થાની ફરિયાદ નિવારણ નીતિઓ દ્વારા સંચાલિત થશે. આમાં PhonePeની ભૂમિકા, જો કોઇ હોય તો, તે Upswing અને/અથવા નાણાકીય સંસ્થા પાસેથી (જે લાગુ પડતું હોય તેમ) “જેમ છે તેમ” મળેલા જવાબો માત્ર તમારા સુધી પહોંચાડવા પૂરતી જ મર્યાદિત રહેશે.
- તમે આથી ફિક્સ્ડ ડિપોઝિટ માટેની એપ્લિકેશન પ્રક્રિયા દરમિયાન તમારા દ્વારા આપવામાં આવેલી કોઇ પણ માહિતી/દસ્તાવેજ/વિગતો તમારી એપ્લિકેશનના પ્રોસેસિંગ માટે Upswing અને/અથવા સંબંધિત નાણાકીય સંસ્થા સાથે શેર કરવા માટે PhonePeને તમારી સંમતિ આપો છો.
- નાણાકીય સંસ્થા તમારું KYC અને/અથવા અન્ય યોગ્ય તપાસ (ડ્યુ ડિલિજન્સ) કરવા માટે સંપૂર્ણપણે જવાબદાર રહેશે અને ફિક્સડ ડિપોઝિટ માટે તમારી એપ્લિકેશન પ્રોસેસ કરવા માટે તેમની સાથે વધારાની માહિતી/દસ્તાવેજો/વિગતો શેર કરવાની જરૂર પડી શકે છે. અમે નાણાકીય સંસ્થાઓને આવા ડેટા/માહિતીના કલેક્શન અને સબમિશનની સુવિધા આપી શકીએ છીએ.
- લાગુ પડતા કાયદા દ્વારા અનુમતિ આપવામાં આવેલી મર્યાદા સુધી, તમે સેવાઓના અપડેટ, માહિતી/પ્રમોશનલ ઇમેઇલ અને/અથવા પ્રોડક્ટની જાહેરાતો અંગે PhonePe અથવા તેના થર્ડ-પાર્ટી વેન્ડર/બિઝનેસ પાર્ટનર/ માર્કેટિંગ સંલગ્ન કંપનીઓ અથવા નાણાકીય સંસ્થાઓ પાસેથી ઇમેઇલ, ટેલિફોન અને/અથવા SMS દ્વારા કમ્યુનિકેશન્સ મેળવવા માટે સંમત થાઓ છો.
- લાગુ પડતા કાયદા દ્વારા અનુમતિ આપવામાં આવેલી મર્યાદા સુધી, તમે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (“TRAI”) દ્વારા બનાવવામાં આવેલા નિયમો અને વિનિયમો સહિત, લાગુ પડતા કાયદા હેઠળ ડુ નોટ ડિસ્ટર્બ (“DND”) / નેશનલ કસ્ટમર પ્રેફરન્સ રજિસ્ટર (“NCPR”) લિસ્ટ હેઠળ આવો મોબાઇલ નંબર રજિસ્ટર્ડ હોય તો પણ, તમારા દ્વારા પૂરા પાડવામાં આવેલ મોબાઇલ નંબર પર તમામ કમ્યુનિકેશન મેળવવા માટે સંમત થાઓ છો અને સંમતિ આપો છો. આ હેતુ માટે, તમે કંપનીને તમારી માહિતી તેની ગ્રુપ કંપનીઓ, કંપનીના થર્ડ-પાર્ટી સર્વિસ પ્રોવાઇડર અથવા કોઈપણ અધિકૃત એજન્ટોને શેર/જાહેર કરવા માટે વધુ સત્તા આપો છો.
- જ્યારે PhonePe તમામ કમ્યુનિકેશન યોગ્ય રીતે મોકલવામાં આવે તેની ખાતરી કરવા માટે વાજબી પગલાં લે છે, ત્યારે કોન્ટેક્ટ માહિતી પરના કોઈપણ પ્રતિબંધો, ફોન નંબર DND લિસ્ટ હેઠળ રજિસ્ટર્ડ હોવો, ઇમેઇલ ડેટા સ્ટોરેજમાં અપર્યાપ્તતા, ટેલિકોમ સેવા પ્રદાતાઓ સાથેની ભૂલો વગેરે જેવી સમસ્યાઓને કારણે કમ્યુનિકેશન મોકલવામાં નિષ્ફળતા(ઓ) થઇ શકે છે. ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને, કોઈપણ કમ્યુનિકેશન ન મળવા બદલ PhonePeને જવાબદાર કે કાનૂની રીતે ઉત્તરદાયી ઠેરવી શકાશે નહીં.
- Upswing અને સંબંધિત નાણાકીય સંસ્થા(ઓ) સાથેનો તમારો સંબંધ તમારી અને નાણાકીય સંસ્થા(ઓ) વચ્ચે સંમત થયેલા તેમના સંબંધિત નિયમો અને શરતો મુજબ સ્વતંત્ર રીતે સંચાલિત થશે, જેમાં PhonePe કોઈપણ રીતે સામેલ રહેશે નહીં.
- લાયસન્સ અને PhonePe પ્લેટફોર્મનો ઍક્સેસ
- તમે સ્વીકારો છો અને સંમત થાઓ છો કે PhonePe પ્લેટફોર્મ અને સેવાઓમાં બૌદ્ધિક સંપદા અધિકારો (પછી ભલે તે અધિકારો રજિસ્ટર્ડ હોય કે ન હોય) સહિત PhonePe પ્લેટફોર્મ અને સેવાઓ પરના તમામ કાનૂની અધિકાર, ટાઇટલ અને હિત PhonePe ધરાવે છે. તમે આગળ સ્વીકારો છો કે સેવાઓમાં એવી માહિતી હોઇ શકે છે જે કંપની દ્વારા ગોપનીય તરીકે નિયુક્ત કરવામાં આવી છે અને તમે કંપનીની પૂર્વ લેખિત સંમતિ વિના આવી માહિતી જાહેર કરશો નહીં. PhonePe પ્લેટફોર્મની વિષયવસ્તુ, જેમાં તેના “લુક એન્ડ ફીલ” (દા.ત. ટેક્સ્ટ, ગ્રાફિક્સ, ઇમેજીસ, લોગો અને બટન આઇકોન), ફોટોગ્રાફ, એડિટોરિયલ કન્ટેન્ટ, નોટિસ, સોફ્ટવેર અને અન્ય મટીરિયલનો સમાવેશ થાય છે, તે કંપની અને/અથવા તેના થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઇડર/તેમના લાયસન્સરની માલિકીના/તેમને લાયસન્સ અપાયેલા છે, યથાપ્રસંગ અને લાગુ પડતા કોપીરાઇટ, ટ્રેડમાર્ક અને અન્ય કાયદાઓ હેઠળ તેમના દ્વારા યોગ્ય રીતે સુરક્ષિત છે.
- PhonePe આથી તમને PhonePe પ્લેટફોર્મ અને સર્વિસિસનો ઉપયોગ તેમજ તેને ઍક્સેસ કરવા માટે એક મર્યાદિત લાયસન્સ આપે છે. આ લાયસન્સમાં અન્ય કોઇ વ્યક્તિ, વેન્ડર અથવા કોઇ ત્રીજા પક્ષકારના ફાયદા માટે કોઇ પણ પ્રકારની માહિતી ડાઉનલોડ કે કોપી કરવાનો અથવા તેમાંથી બીજું કંઈક નવું બનાવવાનો, તેમાં ફેરફાર કરવાનો, રિવર્સ એન્જિનિયરિંગ કે રિવર્સ એસેમ્બલ કરવાનો અથવા અન્ય કોઇ રીતે તેનો સોર્સ કોડ શોધવાનો પ્રયાસ કરવાનો, તેને વેચવાનો, સોંપવાનો, સબ-લાયસન્સ આપવાનો, તેમાં સિક્યોરિટી ઇન્ટરેસ્ટ આપવાનો અથવા સર્વિસિસમાંના કોઇ પણ અધિકારને અન્ય કોઇ રીતે ટ્રાન્સફર કરવાનો સમાવેશ થતો નથી. તમારા દ્વારા કરવામાં આવતો આવો કોઇ પણ અનાધિકૃત ઉપયોગ તમને આપવામાં આવેલી પરવાનગી અથવા લાયસન્સને સમાપ્ત કરી દેશે.
- PhonePe પ્લેટફોર્મનો ઉપયોગ કરીને, તમે આ બાબતો ન કરવા માટે સંમત થાઓ છો: (i) કોઈપણ વ્યાપારી હેતુ માટે PhonePe પ્લેટફોર્મ અથવા તેની વિષયવસ્તુનો ઉપયોગ કરવો; (ii) માંગની અપેક્ષાએ કોઇ સટ્ટાકીય, ખોટો અથવા છેતરપિંડીયુક્ત ટ્રાન્ઝેક્શન અથવા કોઈપણ ટ્રાન્ઝેક્શન કરવું; (iii) PhonePeની સ્પષ્ટ લેખિત પરવાનગી વિના કોઈપણ હેતુ માટે કોઈપણ રોબોટ, સ્પાઇડર, સ્ક્રેપર અથવા અન્ય ઑટોમેટેડ માધ્યમો અથવા કોઈપણ મેન્યુઅલ પ્રક્રિયાનો ઉપયોગ કરીને PhonePe પ્લેટફોર્મની કોઈપણ સામગ્રી અથવા માહિતી ઑક્સેસ કરવી, મોનિટર કરવી અથવા તેની કોપી કરવી; (iv) PhonePe પ્લેટફોર્મ પરના કોઈપણ એક્સક્લુઝન હેડર્સમાંના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવું અથવા PhonePe પ્લેટફોર્મ પરનો ઍક્સેસ રોકવા અથવા મર્યાદિત કરવા માટે વપરાતા અન્ય પગલાં બાયપાસ કરવા અથવા પ્રતિબંધિત કરવા અથવા અટકાવવા; (v) એવી કોઇ પણ કાર્યવાહી કરવી જે PhonePeના વિવેકાધિકાર અનુસાર, PhonePeના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અવાજબી અથવા અપ્રમાણસર મોટો ભાર લાદે છે અથવા લાદી શકે છે; (vi) PhonePeની સ્પષ્ટ લેખિત પરવાનગી વિના કોઈપણ હેતુ માટે PhonePe પ્લેટફોર્મના કોઈપણ ભાગ પર (કોઈપણ પ્રોડક્ટ/સેવા માટેના પર્ચેઝ પાથ સહિત, મર્યાદિત વિના) ડીપ-લિંક કરવી; અથવા (vii) PhonePeની પૂર્વ લેખિત સત્તા વિના કોઈપણ અન્ય વેબસાઇટમાં PhonePe પ્લેટફોર્મના કોઈપણ ભાગને “ફ્રેમ”, “મિરર” અથવા અન્યથા સમાવિષ્ટ કરવો; અથવા (viii) કંપની/નાણાકીય સંસ્થાઓ અથવા કોઈપણ થર્ડ પાર્ટી(ઓ) સાથે/તેમના પર કોઇ છેતરપિંડી કરવા માટે કોઈપણ છેતરપિંડીયુક્ત એપ્લિકેશન શરૂ કરવી અથવા PhonePe પ્લેટફોર્મનો ઉપયોગ કરવો; અને (ix) PhonePe અને/અથવા નાણાકીય સંસ્થાઓને કોઇ ખોટી, અપૂર્ણ અથવા અસત્ય માહિતી/ ડેટા પૂરો પાડવો.
- ગોપનીયતા નીતિ. PhonePe પ્લેટફોર્મનો ઉપયોગ કરીને, તમે આથી PhonePeની ગોપનીયતા નીતિમાં દર્શાવ્યા મુજબ તમારી માહિતીના ઉપયોગ માટે સંમતિ આપો છો. જ્યારે તમે PhonePe પ્લેટફોર્મ ઍક્સેસ કરો છો ત્યારે PhonePe તમારી વ્યક્તિગત માહિતીને કેવી રીતે હેન્ડલ કરે છે તે આ ગોપનીયતા નીતિ સમજાવે છે.
- PhonePe સેવાની ગુણવત્તા અંગે કોઈ સ્પષ્ટ કે ગર્ભિત વૉરંટી આપતું નથી, જેમાં આ બાબતોનો સમાવેશ થાય છે પરંતુ તેટલા પૂરતું મર્યાદિત નથી કે,
- સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે;
- સેવા અવિરત, સમયસર અથવા ભૂલ રહિત નહીં હોય;
- સેવાના સંબંધમાં તમારા દ્વારા મેળવેલ કોઈપણ પ્રોડક્ટ, માહિતી અથવા મટીરિયલ તમારી જરૂરિયાતો પૂરી કરશે.
- તમે સંમત થાઓ છો અને સમજો છો કે આ આખી પ્રક્રિયામાં કંપનીની ભૂમિકા મર્યાદિત છે, અને અમે તમારા, Upswing અને નાણાકીય સંસ્થાઓ વચ્ચે માત્ર એક ફેસિલિટેટર તરીકે કામ કરી રહ્યા છીએ. તમે સંમત થાઓ છો અને સમજો છો કે નાણાકીય સંસ્થાઓ દ્વારા ઑફર કરવામાં આવતી ફિક્સ્ડ ડિપોઝિટને લગતી કોઇ પણ સમસ્યાના કિસ્સામાં, તમારા અધિકારો લાગુ પડતા કાયદા તેમજ Upswing અને સંબંધિત નાણાકીય સંસ્થાઓના નિયમો અને શરતો અનુસાર સંચાલિત થશે. તમે આગળ એ વાત પર પણ સંમત થાઓ છો અને બાંયધરી આપો છો કે ફિક્સ્ડ ડિપોઝિટને લગતા કોઇ પણ વિવાદમાં તમે PhonePe અને/અથવા PhonePeની ગ્રુપ કંપનીઓને પક્ષકાર બનાવશો નહીં અને/અથવા PhonePe અને/અથવા PhonePeની ગ્રુપ કંપનીઓ સામે કોઇ દાવો કરશો નહીં.
- આ સેવા “જેમ છે તેમ”, “જેમ ઉપલબ્ધ છે તેમ”ના ધોરણે પૂરી પાડવામાં આવે છે અને PhonePe વેપારીક્ષમતા, કોઇ ચોક્કસ હેતુ માટેની યોગ્યતા તેમજ બિન-ઉલ્લંઘનની વૉરંટી સહિતની તમામ વૉરંટીઓનો સ્પષ્ટપણે અસ્વીકાર કરે છે. કોઇ પણ સંજોગોમાં PhonePe કોઇ પણ પક્ષકાર માટે કોઇ પણ પ્રકારના નુકસાન માટે જવાબદાર રહેશે નહીં, જેમાં પ્રત્યક્ષ, અપ્રત્યક્ષ, વિશેષ અથવા પરિણામી નુકસાન, ગુમાવેલો નફો, વપરાશનું નુકસાન, બિઝનેસમાં અડચણ અથવા અન્ય આર્થિક નુકસાન, પ્રોગ્રામ અથવા અન્ય ડેટાનું નુકસાન શામેલ છે પણ તે આટલા પૂરતું જ મર્યાદિત નથી, પછી ભલે તે કરારના ભંગ બદલના પગલાં, બેદરકારી અથવા અન્ય કોઇ પણ પગલાં હેઠળ હોય, ભલે તમને આવી સર્વિસ, PhonePe પ્લેટફોર્મ, Upswing પ્લેટફોર્મ અથવા કોઇ પણ લિંક કરેલી વેબસાઇટના ઉપયોગ અથવા ઉપયોગ ન કરી શકવાને લીધે ઉદ્ભવતા સંભવિત નુકસાન વિશે અગાઉથી જાણ કરવામાં આવી હોય અથવા તે Upswing અને/અથવા નાણાકીય સંસ્થાઓની પ્રોડક્ટ/સેવાથી અથવા Upswing અને/અથવા કોઇ પણ નાણાકીય સંસ્થા દ્વારા લેવાયેલા અન્ય કોઇ પણ પગલાંથી અથવા આ સેવા પૂરી પાડવા / ન પૂરી પાડવાના કારણે અથવા PhonePeની સંલગ્ન કંપનીઓ અથવા બિઝનેસ પાર્ટનર દ્વારા લેવાયેલા અન્ય કોઇ પણ પગલાંથી ઉદ્ભવ્યું હોય.
- તમે Upswing અને/અથવા નાણાકીય સંસ્થાઓ સાથે જરૂરી વ્યક્તિગત માહિતી સહિત ઉપરોક્ત માહિતી શેર કરવા અને/અથવા જાહેર કરવાના સંબંધમાં અથવા તેનાથી ઉદ્ભવતા અથવા તમારા દ્વારા આ નિયમો અને શરતોના ઉલ્લંઘનથી ઉદ્ભવતા કોઈપણ અને તમામ દાવાઓ, જવાબદારીઓ, માંગણીઓ, નુકસાન, ખર્ચ, કિંમત (વાજબી એટર્ની ફી સહિત), નિયમનકારી પગલાં, દંડ, પેનલ્ટી અથવા નુકસાની સામે PhonePe, તેના સંલગ્ન એકમો અને તેના/તેમના સંબંધિત ડિરેક્ટર, શેરહોલ્ડર, અધિકારીઓ, કર્મચારીઓ, એજન્ટોને સુરક્ષિત રાખવા (ઇન્ડેમનિફાઇડ રાખવા) માટે બિનશરતી અને સ્પષ્ટપણે સંમત થાઓ છો.
- આ નિયમો અને શરતો ભારતના કાયદાઓ દ્વારા સંચાલિત થશે અને તેમાંથી ઉદ્ભવતા કોઈપણ વિવાદના સંબંધમાં બેંગલુરુમાં આવેલી અદાલતોના વિશિષ્ટ અધિકારક્ષેત્રને આધીન રહેશે.
- PhonePe તમારી પૂર્વ લેખિત સંમતિ લીધા વિના આ હેઠળના પોતાના અધિકારો કોઇ પણ ત્રીજી વ્યક્તિને સોંપવા માટે હકદાર છે. તમે PhonePeની પૂર્વ લેખિત સંમતિ વિના આ નિયમો અને શરતો હેઠળના તમારા અધિકારો અને/અથવા જવાબદારીઓ કોઇ પણ વ્યક્તિ કે સંસ્થાને સોંપી શકશો નહીં.
- તમે સમજો છો, સંમત થાઓ છો અને સ્વીકારો છો કે જો આ નિયમો અને શરતોની કોઇ પણ જોગવાઇ લાગુ પડતા કાયદા હેઠળ વિરોધાભાસી, ગેરકાયદેસર, અમાન્ય અથવા અમલમાં ન મૂકી શકાય તેવી ઠરે, તો આવો વિરોધાભાસ, ગેરકાયદેસરતા, અમાન્યતા અથવા અમલ ન કરી શકવાની સ્થિતિ આ સંપૂર્ણ નિયમો અને શરતોને અમાન્ય કરશે નહીં. આવી જોગવાઇને કાયદેસર, માન્ય અને અમલમાં મૂકી શકાય તેવી બનાવવા માટે જરૂરી હદે તેમાં સુધારો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવશે, અને જો આવો કોઇ સુધારો તેને કાયદેસર, માન્ય અને અમલ કરવા યોગ્ય ન બનાવી શકે, તો આ નિયમો અને શરતોનો અર્થ એ રીતે કાઢવામાં આવશે જાણે કે તેમાં અમાન્ય ઠરેલી જોગવાઇ શામેલ જ નથી. તેમજ આ નિયમો અને શરતોની અન્ય જોગવાઇઓ અથવા કરારોની માન્યતા, કાયદેસરતા અને અમલ પર તેની કોઇ અસર પડશે નહીં અને પક્ષકારોના અધિકારો તેમજ જવાબદારીઓનો તે મુજબ જ અર્થ કાઢવામાં આવશે અને તેનો અમલ કરવામાં આવશે.
- તમે સંમત થાઓ છો અને સ્વીકારો છો કે PhonePe પ્લેટફોર્મ પર અને/અથવા PhonePe પ્લેટફોર્મ દ્વારા Upswing પ્લેટફોર્મ પર પૂરી પાડવામાં આવેલી સેવા સંબંધિત કોઈપણ માહિતી સહિતની માહિતી અને વિષયવસ્તુ, તમારી અને PhonePe વચ્ચે કોઇ કન્સલ્ટન્સી અથવા અન્ય કોઇ વ્યાવસાયિક સંબંધ બનાવતી નથી. PhonePe દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાનો અર્થ તમને અથવા અન્ય કોઇ પક્ષને કોઇ કાનૂની, એકાઉન્ટિંગ, ટેક્સ, કન્સલ્ટિંગ, ઇન્વેસ્ટમેન્ટ અથવા અન્ય એડવાઇઝરી સેવાઓ આપવાનો થતો નથી.
- સેવાના સંદર્ભમાં કોઈપણ પ્રશ્નોના કિસ્સામાં, કૃપા કરીને ફરિયાદ નીતિનો સંદર્ભ લો.
- PhonePe તમારી પૂર્વ નોટિસ વિના, હંગામી અથવા કાયમી ધોરણે આ સેવાને બંધ કરવાનો અથવા સસ્પેન્ડ કરવાનો અધિકાર અનામત રાખે છે. તમે સંમત થાઓ છો કે સેવામાં કોઇ પણ ફેરફાર અથવા તે બંધ થવા બદલ PhonePe તમારી પ્રત્યે કોઇ પણ પ્રકારે જવાબદાર રહેશે નહીં.
- આ નિયમો અને શરતોમાં PhonePe દ્વારા સમયાંતરે તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી ફેરફાર કરી શકાય છે.