PhonePe | Logo
Our Solutions
For Businesses
For Consumers
menu
Offline PaymentsAccept payments & get notified
menu
Payment GatewayAccept online payments
menu
Payment Gateway PartnerRefer and earn commissions
menu
Payment LinksCreate links to collect payments
menu
Merchant LendingAccess business loans
menu
PhonePe AdsAdvertise on PhonePe apps
menu
PhonePe GuardianDetect fraud and manage risk
See Allright-arrow
menu
InsuranceSecure your financial future
menu
InvestmentsManage and grow wealth
menu
Consumer LendingSecure personal loans
menu
GoldInvest in digital gold
Press
Careers
About Us
Blog
Contact Us
Trust & Safety
PhonePe | Hamburger Menu
✕
Home
Our Solutions
For Businessesarrow
icon
Offline Payments
icon
Payment Gateway
icon
Payment Gateway Partner
icon
Payment Links
icon
Merchant Lending
icon
PhonePe Ads
icon
PhonePe Guardian
See all

For Consumersarrow
icon
Insurance
icon
Investments
icon
Consumer Lending
icon
Gold
Press
Careers
About Us
Blog
Contact Us
Trust & Safety
Privacy Policy

ગોપનીયતા નીતિ

Englishગુજરાતીதமிழ்తెలుగుमराठीമലയാളംঅসমীয়াবাংলাहिन्दीಕನ್ನಡଓଡ଼ିଆ
  • ગોપનીયતા નીતિ
  • માહિતી એકત્રીકરણ
  • વ્યક્તિગત માહિતીનો ઉપયોગ અને હેતુ
  • કૂકીઝ અથવા તેના જેવી સમાન ટૅક્નૉલૉજી
  • માહિતીની વહેંચણી અને જાહેરાત
  • સંગ્રહ અને જાળવણી
  • વાજબી સુરક્ષા પ્રક્રિયાઓ
  • ત્રીજા પક્ષની પ્રોડક્ટ, સેવાઓ, અથવા વેબસાઇટ
  • તમારી સંમતિ
  • પસંદગી/મુક્ત થવાની પ્રક્રિયા
  • વ્યક્તિગત માહિતીની એક્સેસ/સુધારણા અને સંમતિ
  • બાળકોની માહિતી
  • નીતિમાં પરિવર્તનો
  • અમારો સંપર્ક કરો

ગોપનીયતા નીતિ

arrow icon

05 મે 2025ના રોજ અપડેટ કર્યું

PhonePe ઍપ્લિકેશન PhonePe લિમિટેડ (અગાઉ ‘PhonePe પ્રાઇવેટ લિમિટેડ’ના નામથી જાણીતુ હતું) દ્વારા વિકસાવવામાં આવી છે, જે કંપનીઝ એક્ટ, 1956 હેઠળ સમાવિષ્ટ એકમ છે, જેની રજિસ્ટર્ડ ઑફિસ ઑફિસ-2, માળ 5, વિંગ A, બ્લોક A, સલારપુરિયા સોફ્ટઝોન, બેલન્દુર ગામ, વર્થુર હોબલી, આઉટર રિંગ રોડ, બેંગલોર સાઉથ, બેંગલોર, કર્ણાટક, ભારત, 560103 ખાતે આવેલી છે. આ નીતિ વર્ણવે છે કે PhonePe અને તેની સાથે સંલગ્ન/સંસ્થાઓ /પેટાકંપનીઓ/સહયોગી સભ્યો PhonePe ઇન્સ્યૉરન્સ બ્રોકિંગ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ, PhonePe વૅલ્થ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ, PhonePe લેન્ડિંગ સર્વિસિસ પ્રાઈવેટ લિમિટેડ (અગાઉ ‘PhonePe ક્રેડિટ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ અને એક્સપ્લોરિયમ ઈનોવેટીવ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડના નામથી જાણીતુ હતું’) PhonePe ટેક્નોલોજી સર્વિસિસ પ્રાઈવેટ લિમિટેડ (“PhonePe AA”), પિનકોડ શોપિંગ સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડ (અગાઉ PhonePe શોપિંગ સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડ), (સામૂહિક રીતે “PhonePe”, “અમે”, “અમારું”, અથવા “અમને” નો ઉપયોગ સંદર્ભ અનુસાર કરવામાં આવશે) (જરૂર પડે તે મુજબ સામૂહિક રીતે “PhonePe, અમે, અમારા” શબ્દોનો ઉપયોગ સંદર્ભ અનુસાર કરવામાં આવશે).

આ પોલિસી જણાવે છે કે PhonePe વેબસાઇટ, PhonePe ઍપ્લિકેશન, એમ-સાઇટ, ચૅટબૉટ, નોટિફિકેશન, અન્ય કોઈપણ સાઇટ પર અમારા કન્ટેન્ટ સાથે ક્રિયાપ્રતિક્રિયા અથવા PhonePe (હવે પછી આ તમામનો ઉલ્લેખ “પ્લૅટફૉર્મ” તરીકે કરવામાં આવશે) દ્વારા તમને સેવાઓ પૂરી પાડવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય માધ્યમ દ્વારા તમારી વ્યક્તિગત માહિતીને એકત્રિત, સંગ્રહ, ઉપયોગ અને અન્ય કોઈ કામગીરી કેવી રીતે કરવામાં આવશે. PhonePe પ્લેટફોર્મની મુલાકાત લઈને, ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરીને અથવા અમારી પ્રોડક્ટ/સેવાઓ લેતી વખતે, તમે આ ગોપનીયતા નીતિ (“પોલિસી”) તથા લાગુ થતી સેવાઓ/પ્રોડક્ટના નિયમો અને શરતો સાથે સ્પષ્ટ રીતે બંધાવા માટે સંમત છો. તમે અમારામાં જે વિશ્વાસ મૂક્યો છે તેની અમે કદર કરીએ છીએ અને તમારી ગોપનીયતાનો આદર કરીએ છીએ, સુરક્ષિત વ્યવહારો અને તમારી વ્યક્તિગત માહિતીના રક્ષણ માટે ઉચ્ચતમ ધોરણો જાળવીએ છીએ.

આ ગોપનીયતા નીતિ પ્રકાશિત કરવામાં આવી છે અને તેનું અર્થઘટન ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી એક્ટ, 2000, આધાર એક્ટ, 2016 અને આધાર નિયમો સહિત તેના સુધારાઓ; હેઠળ માહિતી ટૅક્નૉલૉજી (વાજબી સુરક્ષા પ્રક્રિયાઓ અને કાર્યપદ્ધતિઓ તથા સંવેદનશીલ વ્યક્તિગત ડેટા અથવા માહિતી) નિયમો, 2011ની જોગવાઈઓ સહિત ભારતીય કાયદાઓ અને નિયમો અનુસાર કરવામાં આવશે; તેમાં વ્યક્તિગત માહિતીના સંગ્રહ, ઉપયોગ, સંગ્રહ, સ્થાનાંતરણ, જાહેર કરવા માટે ગોપનીયતા નીતિના પ્રકાશનની જરૂર રહે છે વ્યક્તિગત માહિતી એટલે કે એવી તમામ માહિતી જેને કોઈ ચોક્કસ વ્યક્તિ સાથે જોડી શકાય અને તેમાં જાહેર માહિતીમાં મુક્તપણે ઉપલબ્ધ અથવા સુલભ હોય તેવી અન્ય કોઈપણ માહિતીને બાદ કરતા, સંવેદનશીલ વ્યક્તિગત માહિતી સહિતની (તમામ વ્યક્તિગત માહિતી, જેમાં તેના સંવેદનશીલ અને વ્યક્તિગત પ્રકૃતિને કારણે ડેટાની સુરક્ષાના ઉચ્ચતમ પગલાં લેવાની જરૂરિયાત રહે છે.)નો પણ સમાવેશ થાય છે. હવે પછી આ બંનેનો ઉલ્લેખ “વ્યક્તિગત માહિતી” તરીકે કરવામાં આવશે. કૃપા કરીને નોંધ લેશો, તમારી વ્યક્તિગત માહિતીની પ્રક્રિયા ભારતીય કાયદાઓને આધીન રહેશે. જો તમે આ ગોપનીયતા નીતિ સાથે સહમત નથી, તો કૃપા કરીને અમારા પ્લૅટફૉર્મનો ઉપયોગ અથવા તેને એક્સેસ કરશો નહીં.

માહિતી એકત્રીકરણ

arrow icon

જ્યારે તમે અમારી સેવાઓ અથવા પ્લૅટફૉર્મનો ઉપયોગ કરો છો અથવા આપણાં આ વહેવાર દરમિયાન અમારી સાથે વાતચીત કરો છો ત્યારે અમે તમારી વ્યક્તિગત માહિતી એકત્રિત કરી શકીએ છીએ. અમે વ્યક્તિગત માહિતી એકત્રિત કરીએ છીએ જે તમારા દ્વારા વિનંતી કરાયેલી સેવાઓ પ્રદાન કરવા માટે અને PhonePe પ્લૅટફૉર્મમાં સતત સુધારો કરવા સાથે સુસંગત અને સંપૂર્ણપણે આવશ્યક હોય.

લાગુ પડતી એકત્રિત કરવામાં આવેલી વ્યક્તિગત અને સંવેદનશીલ માહિતીમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે પરંતુ તે માત્ર આ બાબતો સુધી જ મર્યાદિત નથી:

  • નામ, ઉંમર, લિંગ, ફોટો, ઍડ્રેસ, ફોન નંબર, ઇ-મેઇલ આઇડી તેમજ જ્યારે તમે અમારી સાથે કોઈ એકાઉન્ટ બનાવતી વખતે આપેલી અન્ય કોઈપણ વિગતો, તમારા સંપર્કો, નૉમિનીની વિગતો
  • KYC સંબંધિત માહિતી જેમ કે PAN, આવકની વિગતો, તમારા બિઝનેસ સંબંધિત વિગતો, વીડીઓ અથવા સુસંગત નિયમનકારી સત્તાવાળાઓ દ્વારા ફરજિયાત કરવામાં આવેલા અન્ય ઑનલાઇન/ઑફલાઇન ચકાસણી માટેના ડૉકયુમેન્ટ
  • યુનિક આઈડન્ટીફિકેશન ઑથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) સાથે e-KYC પ્રમાણીકરણના હેતુ માટે આધાર નંબર અથવા વર્ચ્યુઅલ આઈડી સાથેની આધાર માહિતી. કૃપા કરીને નોંધ કરો કે e-KYC પ્રમાણીકરણ માટે આધારની માહિતી જમા કરાવવી ફરજિયાત નથી અને ઓળખની માહિતી સબમિટ કરવાના વિકલ્પો છે (દા.ત.ચૂંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ).
  • તમારી બૅન્ક, NSDL અથવા PhonePe દ્વારા તમને મોકલવામાં આવેલ OTP
  • બ્રોકર ખાતાવહી બેલેન્સ અને માર્જિન સહતિનું બૅલેન્સ, જૂના વ્યવહારો અને મૂલ્ય, બૅન્ક એકાઉન્ટની વિગતો, વૉલેટ બેલેન્સ, રોકાણના વ્યવહારો અને વિગતો, આવકની રેન્જ, ખર્ચાઓની રેન્જ, રોકાણના લક્ષ્યો, સર્વિસ અથવા વ્યવહાર સંબંધિત કૉમ્યુનિકેશન, ઓર્ડરની વિગતો, સેવા પરિપૂર્ણતાની વિગતો, PhonePe અથવા અન્ય કોઈપણ સેવાઓના ઉપયોગથી થતા વ્યવહારોને સરળ બનાવવા માટે તમારા કાર્ડની જરૂરી હોય તેટલી વિગતો
  • તમારા ડિવાઇસની વિગતો જેમ કે ડિવાઇસ આઇડેન્ટિફાયર, ઇન્ટરનેટ બેન્ડવિડ્થ, મોબાઇલ ડિવાઇસ મૉડલ, બ્રાઉઝર પ્લગ-ઇન્સ, અને કૂકીઝ અથવા સમાન ટૅકનૉલૉજી જે તમારા બ્રાઉઝર/PhonePe ઍપ્લિકેશન અને પ્લગ-ઇન્સ, તથા વિતાવેલો સમય, IP ઍડ્રેસ અને સ્થાનને ઓળખી શકે છે
  • તમારા ડિવાઈસ પર સ્ટોર કરવામાં આવેલ શોર્ટ મેસેજીંગ સર્વિસ (SMS(es)) જેનો ઉપયોગ ચુકવણી અને રોકાણ સેવાઓ માટે તમારી અને તમારી ડિવાઈસની નોંધણી કરવા, લોગ ઈન અને પેમેન્ટ માટે, તમારી સુરક્ષામાં વધારો કરવા, બિલ પેમેન્ટ અને રિચાર્જના રિમાઈન્ડર, તેમજ તમારી સ્પષ્ટ સંમતિ સાથે કોઈપણ કાયદેસરના ઉપયોગના હેતુઓ સામેલ છે પરંતુ ત્યાં સુધી મર્યાદિત નથી
  • તમે હેલ્થ-ટ્રેકિંગ સેવાઓ પસંદ કરો ત્યારે તમારી શારિરીક પ્રવૃતિ સહિત, તમારી સ્વાસ્થ્ય અને જીવનશૈલી-સંબંધિત માહિતી
  • જ્યારે તમે કોઈ એવી પ્રોડક્ટ પસંદ કરો છો જેનું મુખ્ય કાર્ય માત્ર તમારી ઍપ સંબંધિત પરવાનગીઓ ઍક્સેસ કર્યા પછી જ જો લાગુ કરી શકાતી હોય અથવા જ્યાં ઍક્સેસ નિયમનકારી આવશ્યકતાઓ અનુસાર હોય, દા.ત., વીડિયો-આધારિત KYC, તમારા વાહનનું જાતે કરેલું નિરીક્ષણ અને ઓનબોર્ડિંગ, ત્યારે તમારી ઍપની પરવાનગીઓ (કૅમેરા, માઇક્રોફોન, લોકેશન) દ્વારા તમારી સ્પષ્ટ સંમતિના આધારે વીડિયો, ફોટો, ઑડિયો અને લોકેશન.

PhonePe પ્લૅટફૉર્મના તમારા ઉપયોગના વિવિધ તબક્કે નીચે મુજબની માહિતી એકત્રિત કરી શકાય છે:

  • PhonePe પ્લૅટફૉર્મની મુલાકાત લેવી
  • PhonePe પ્લૅટફૉર્મ પર “વપરાશકર્તા” અથવા “મર્ચન્ટ” અથવા અન્ય કોઈ વહેવાર તરીકેની નોંધણી એ PhonePe પ્લૅટફૉર્મ પર સૂચિબદ્ધ કરવામાં આવેલા નિયમો અને શરતો દ્વારા શાસિત રહેશે
  • તમારું PhonePe યુઝર એકાઉન્ટ બનાવવું. તમારી સંકળાયેલી પ્રોફાઇલ માહિતી, જેમાં નામ, ઇમેઇલ ID, તમારા દ્વારા પ્રદાન કરવામાં આવી હોય શકે એવી અન્ય પ્રોફાઇલ વિગતોનો સમાવેશ થાય છે, પરંતુ તે આટલા સુધી મર્યાદિત નથી અને તે સંપૂર્ણ PhonePe ઍપમાં સામાન્ય રહેશે.
  • PhonePe પ્લૅટફૉર્મ પર વ્યવહાર કરવો અથવા વ્યવહાર કરવાનો પ્રયત્ન કરવો
  • PhonePe પ્લૅટફૉર્મ દ્વારા મોકલવામાં આવેલી અથવા PhonePe પ્લૅટફૉર્મની માલિકીની લિંક્સ, ઇ-મેઇલ, ચૅટ વાતચીત, ફીડબેક, નોટિફિકેશન અને જો તમે પ્રસંગોપાત કરવામાં આવતા અમારા સર્વેમાં ભાગ લેવાનું પસંદ કર્યું હોય તો
  • અન્યથા કોઈપણ PhonePe સંસ્થાઓ /પેટાકંપનીઓ સાથે વ્યવહાર કરતી વખતે
  • PhonePe પર કારકિર્દીની તકો માટે અરજી કરતી વખતે અથવા રોજગારના કારણોસર PhonePe પર ઓનબોર્ડિંગ કરવા દરમિયાન

અમે અને અમારા સેવા પ્રદાતા અથવા બિઝનેસ પાર્ટનર તમારી વ્યક્તિગત માહિતી થર્ડ પાર્ટી અથવા સાર્વજનકિ રીતે લાગુ થતી હોય તેમ ઉપલબ્ધ કરાવવામાં આવેલી માહિતી સહિતની માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ:

  • ક્રેડિટ રેફરન્સ એજન્સીઓ અને છેતરપીંડી નિવારણ એજન્સી તરફથી શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અટકાવવા અથવા કોર્ટના ચુકાદાનું અથવા નાદારીનું પાલન કરવા અમને કરેલી ઈન્વેસ્ટમેન્ટ ટ્રાન્ઝેક્શન વિનંતીની ચકાસણી અને તેને પ્રમાણિત કરવાના, તમને PhonePe સેવાઓ પુરી પાડવાના હેતુથી ત્રીજા પક્ષ પાસેથી અથવા ભૂતકાળની નાણાંકીય વિગતો
  • વાહન-સંબંધિત માહિતી
  • તમે PhonePe પર રોજગારની તકો માટે અરજી કરો છો તો ઓનલાઈન અથવા ઑફલાઈન ડૅટાબેઝ દ્વારા અથવા કાયદેસર રીતે બેકગ્રાઉન્ડ ચેક અને વેરિફિકેશન માટે તમારો બાયોડેટા, તમારો અગાઉના રોજગાર અને શૈક્ષણિક લાયતકાત મેળવવામાં આવે છે
  • સફળ e-KYC પર UIDAI તરફથી મળેલા પ્રતિસાદ મુજબ તમારી ડેમોગ્રાફિક અને ફોટોની માહિતી જેમાં આધાર નંબર, એડ્રેસ, જાતિ અને જન્મ તારીખનો સમાવેશ થાય છે

વ્યક્તિગત માહિતીનો ઉપયોગ અને હેતુ

arrow icon

PhonePe તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ નીચે દર્શાવેલા હેતુઓ માટે કરી શકે છે:

  • તમારા એકાઉન્ટની રચના તથા તમારી ઓળખ અને એક્સેસ વિશેષાધિકારોની ચકાસણી માટે
  • તમને એ પ્રોડક્ટ અને સર્વિસનું એક્સેસ આપવા માટે જે અમારા દ્વારા આપવામાં આવે છે અથવા અમારા પ્લેટફોર્મ પર રહેલ મર્ચન્ટ, નૉન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ, PhonePeની સંસ્થાઓ, પેટાકંપનીઓ, વિક્રેતાઓ, લોજીસ્ટિક ભાગીદારો ધંધાકીય ભાગીદારો ઑફર કરે છે
  • તમારી સેવા વિનંતિ પરિપૂર્ણ કરો
  • આધાર અધિનિયમ અને તેના નિયમો હેઠળ UIDAI સહિતની વિવિધ નિયમનકારી સંસ્થાઓની આવશ્યકતા અનુસારની ફરજિયાત પૂર્વશરતના પાલન માટે હાથ ધરવામાં આવતી KYC પ્રક્રિયા હાથ ધરવા માટે
  • અન્ય મધ્યસ્થીઓ, નિયંત્રિત સંસ્થાઓ (RE), નૉન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ અથવા AMC અથવા નાણાંકીય સંસ્થાઓ સાથે અથવા અન્ય કોઈ સેવા પ્રદાતાઓની સાથે આવશ્યકતા અનુસાર જરૂરી હોય ત્યારે તમારી KYC માહિતીને પ્રમાણિત કરવા માટે, અન્ય પ્રક્રિયા કરવા અને/અથવા વહેંચવા માટે
  • તમારા વતી અને તમારી સૂચનાથી ચુકવણીની પ્રક્રિયા કરવા માટે; તમારા પ્રશ્નો, વ્યવહારો અને/અથવા અન્ય કોઈ નિયમનકારી જરૂરિયાતો વગેરે માટે તમારી સાથે વાતચીત કરવા માટે
  • તમારા દ્વારા વેલ્થબાસ્કેટની ખરીદી અને વેચાણના વ્યવહારો માટે વેલ્થબાસ્કેટ ક્યુરેટર્સ દ્વારા તમને સેવાઓની ઓફરની સુવિધા આપવા અને કોમ્યુનિકેશન સક્ષમ કરવા માટે
  • વ્યવહારની વિનંતીને પ્રમાણિત કરવા માટે; સિસ્ટેમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન માટે સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શનને માન્ય કરવા અથવા સેવાઓ દ્વારા કરવામાં આવેલી ચુકવણીની પુષ્ટિ કરવા માટે
  • એકત્રિત ધોરણે વપરાશકર્તાના વર્તનનું વિશ્લેષણ કરીને વિવિધ પ્રક્રિયાઓ/ઍપ્લિકેશનની રજૂઆતો/પ્રોડક્ટ/સેવાઓ મેળવવા માટેના તમારા વપરાશ કરવાના અનુભવને વધુ સઘન બનાવવા માટે
  • તમારી યુઝરની યાત્રા સરળ કરવા અને સુવિધા પ્રદાન કરવા માટે, જ્યાં લાગુ થતું હોય ત્યાં, તમારા વિશે અમારી પાસે જો કોઈ ડેટા હોય, તો તેનો ઉપયોગ કરવા માટે
  • સમયાંતરે પ્રોડક્ટ/ સેવાઓની દેખરેખ અને સમીક્ષા માટે; તમારા અનુભવને સરળ અને સુરક્ષિત બનાવવા માટે સેવાઓને અનુકૂળ બનાવવા માટે, તથા ઑડિટ કરવા માટે
  • તમારા દ્વારા PhonePe પ્લૅટફૉર્મ પર અથવા તેના મારફતે અથવા ત્રીજા પક્ષની લિંક્સ દ્વારા લેવામાં આવેલી સેવાઓ/વિનંતી કરેલી પ્રોડક્ટ માટે ત્રીજા પક્ષોને તમારો સંપર્ક કરવાની મંજૂરી આપવા માટે
  • અમારા દ્વારા કાયદાકીય રીતે જરૂરી હોય તેવી ક્રૅડિટ ચકાસણી અને જોખમનું વિશ્લેષણ, સ્ક્રીનીંગ અથવા ડ્યુ ડિજીલન્સ હાથ ધરવા માટે અને ભૂલ, છેતરપિંડી, હવાલા અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ શોધવા અને તેની સામે અમને સુરક્ષિત કરવા માટે
  • અમારા નિયમો અને શરતો લાગુ કરો
  • તમને ઑનલાઇન તથા ઑફલાઇન ઑફર, પ્રોડક્ટ, સેવાઓ, અને અપડેટથી માહિતગાર કરવા માટે; માર્કેટિંગ, જાહેરાતની રજૂઆતથી, અને તમને સાનુકૂળ હોય તેવી પ્રોડક્ટ અને ઑફર આપીને તમારા અનુભવને વધુ સારો અને અનુકૂળ બનાવવા માટે
  • તકરારનું નિવારણ કરવા માટે; સમસ્યાઓના ઉકેલ માટે; ટૅક્નિકલ સહાય અને ક્ષતિઓ દૂર કરવા માટે; એક સુરક્ષિત સેવાને ઉત્તેજન માટે મદદરૂપ બનવા માટે
  • અમારી સાથે તમારી ક્રિયાપ્રતિક્રિયાઓ દરમિયાન પ્રદાન કરવામાં આવતા સપોર્ટ/સલાહની ગુણવત્તા સુનિશ્ચિત કરવા અમારા પ્રતિનિધિઓ અને એજન્ટને પ્રશિક્ષણ આપવા માટે
  • સુરક્ષામાં ભંગાણ અને હુમલા ઓળખવા માટે; ગેરકાયદેસર અથવા શંકાસ્પદ છેતરપિંડી અથવા હવાલા પ્રવૃત્તિઓની તપાસ, તેમને રોકવા, અને તેને માટે પગલાં લેવા માટે આંતરિક અથવા બાહ્ય ઑડિટના ભાગરૂપે ફોરેન્સિક ઑડિટ અથવા PhonePe અથવા ભારતની અંદર અથવા ભારતીય અધિકારક્ષેત્રની બહાર આવેલી સરકારી એજન્સીઓ દ્વારા તપાસ માટે
  • કાયદાકીય જવાબદારીઓનું પાલન કરવા માટે

અમે અન્ય કાયદેસરના વ્યવસાયિક કેસ માટે પણ તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ. અમે શક્ય તેટલી હદ સુધી એ માહિતીના ઉપયોગની પ્રક્રિયાને ઓછી કરવા માટે યોગ્ય પગલાં લેવાનું સુનિશ્ચિત કરીએ છીએ, જેથી તે તમારી ગોપનીયતામાં ઓછી ઘુસણખોર બને.

કૃપા કરીને નોંધ કરો કે તમને એકાઉન્ટ એગ્રીગેટરની સેવા પ્રદાન કરીએ ત્યારે, અમે કોઈપણ નાણાંકીય માહિતીનો સંગ્રહ, ઉપયોગ, પ્રક્રિયા અથવા એક્સેસ કરતા નથી જે તમે અમારી સેવા હેઠળ મોકલવાનું પસંદ કરો છો.

કૂકીઝ અથવા તેના જેવી સમાન ટૅક્નૉલૉજી

arrow icon

અમે પ્લૅટફૉર્મના અમુક ચોક્કસ પાના પર “કૂકીઝ” અથવા તેના જેવી સમાન ટૅક્નૉલૉજી જેવા ડેટા એકત્રીકરણના સાધનોનો ઉપયોગ કરીએ છીએ જેથી અમારા વેબપેજની પ્રવાહિતાનું વિશ્લેષણ કરવા માટે, પ્રમોશનલ અસરકારકતાને માપવા તથા વિશ્વાસ અને સલામતીને સુનિશ્ચિત કરવામાં મદદ મળે. “કૂકીઝ” એ તમારા સાધનના હાર્ડ-ડ્રાઇવ/સ્ટોરેજમાં મૂકવામાં આવેલી નાની ફાઇલ્સ છે, જે અમારી સેવાઓ પૂરી પાડવામાં અમને મદદ કરે છે. કૂકીઝમાં તમારી કોઈપણ વ્યક્તિગત માહિતી નથી હોતી. અમે એવી કેટલીક સુવિધાઓ પ્રદાન કરીએ છીએ જે ફક્ત “કૂકીઝ” અથવા તેના જેવી સમાન ટૅક્નૉલૉજીના ઉપયોગથી જ ઉપલબ્ધ થઈ શકે છે. અમે કૂકીઝનો ઉપયોગ એટલા માટે પણ કરીએ છીએ જેથી તમારે તમારા ઉપયોગના સેશન દરમિયાન પાસવર્ડ વારંવાર દાખલ ન કરવો પડે. “કૂકીઝ” અથવા તેના જેવી સમાન ટૅક્નૉલૉજીના ઉપયોગથી અમને તમારી રુચિઓને લક્ષ્યમાં રાખીને એકઠી કરેલી માહિતી તમારા સુધી પહોંચાડવામાં પણ મદદરૂપ બને છે. મોટાભાગની કૂકીઝ “સેશન કૂકીઝ” છે, જેનો અર્થ છે કે સેશનના અંતે તે તમારા સાધનની હાર્ડ-ડ્રાઇવ/સ્ટોરેજમાંથી આપમેળે ડિલિટ થઈ જાય છે. તમને અમારી કૂકીઝ અથવા તેના જેવી ટૅક્નૉલૉજીનો ઉપયોગ ન કરવાની અથવા તેને ડિલિટ કરવાની છૂટ છે, પરંતુ તેનાથી તમારે સેશન દરમિયાન એક કરતાં વધુ વખત તમારો પાસવર્ડ દાખલ કરવાની જરૂર પડી શકે છે અને તમે કોઈ પ્લૅટફૉર્મના કોઈ ચોક્કસ સુવિધાઓનો ઉપયોગ નહીં કરી શકો. વધુમાં, પ્લૅટફૉર્મના ચોક્કસ પેજ પર તમને ત્રીજા પક્ષો દ્વારા મૂકવામાં આવેલી “કૂકીઝ” અથવા તેના જેવી અન્ય સમાન ટૅક્નૉલૉજીનો જોવા મળી શકે છે. અમે ત્રીજા પક્ષો દ્વારા કૂકીઝના ઉપયોગને નિયંત્રિત કરતા નથી.

માહિતીની વહેંચણી અને જાહેરાત

arrow icon

તમારી વ્યક્તિગત માહિતી લાગુ કાયદા હેઠળ મળેલી મંજૂરી અનુસાર યોગ્ય પ્રકારે ઝીણવટભરી તપાસ કર્યા પછી, પ્રાપ્તકર્તાની ગોપનીયતા નીતિઓ અને પ્રથાઓનું મૂલ્યાંકન કર્યા પછી, અને આ નીતિમાં નિર્ધારિત હેતુઓ સાથે સુસંગત હોય ત્યારે વહેંચવામાં આવે છે.

તમારી વ્યક્તિગત માહિતી વિવિધ શ્રેણીના પ્રાપ્તકર્તાઓ જેમ કે વ્યવસાયિક ભાગીદારો, સેવા પ્રદાતાઓ, વિક્રેતાઓ, લોજીસ્ટિક ભાગીદારો, મર્ચન્ટ, વેલ્થબાસ્કેટ ક્યુરેટર્સ, PhonePe સંસ્થાઓ, પેટાકંપનીઓ કાયદાકીય રીતે માન્યતા પ્રાપ્ત સત્તાવાળાઓ, નિયમનકારી સંસ્થાઓ, સરકારી સત્તાધીશો, નાણાકીય સંસ્થાઓ, ક્રેડિટ બ્યુરો, નૉન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ, માર્કેટિંગ, સુરક્ષા, તપાસ વગેરે જેવી આંતરિક ટીમ સાથે વહેંચી શકીએ છીએ.

વ્યક્તિગત માહિતી લાગુ પડે તે રીતે, જાણવાની જરુરિયાત મુજબ શેયર કરવામાં આવશે, જેમાં નીચેના હેતુઓનો સમાવેશ થાય છે પરંતુ ત્યાં સુધી મર્યાદિત નથી:

  • તમે મેળવેલી પ્રોડક્ટસ/સેવાઓની જોગવાઈને સક્ષમ કરવા તથા વિનંતી અનુસાર, તમારા અને સેવા પ્રદાતા, વ્યવસાયના ભાગીદારો, વિક્રેતાઓ, લોજીસ્ટિક ભાગીદારો વચ્ચેની સેવાઓને સુવિધાપૂર્ણ બનાવવા માટે
  • PhonePe, મર્ચન્ટ, નાણાકીય સંસ્થાઓ, વિક્રેતાઓ અથવા વ્યવસાયના ભાગીદારો દ્વારા પ્રદાન કરવામાં આવતી પ્રોડક્ટ અને સેવાઓનો ઍક્સેસ તમને પ્રદાન કરવા માટે
  • સેન્ટ્રલ આઈડન્ટીઝ ડૅટા રેપોઝીટરી (CIDR) અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લિમિટેડ (NSDL)ને આધાર માહિતી જમા કરાવીને આધાર પ્રમાણીકરણની પ્રક્રિયા માટે
  • લાગુ પડતા કાયદાઓના પાલન માટે તેમજ તમે અમારી સેવાઓ/પ્લૅટફૉર્મ દ્વારા જેમની નિયમન સેવા/પ્રોડક્ટ પસંદ કરો છો, તેવી વિવિધ નિયમનકારી સંસ્થાઓના આદેશ મુજબ નો યોર કસ્ટમર (KYC)ની જરૂરિયાતો પૂરી કરવા માટે
  • તમારી સૂચનાઓના આધારે, જ્યારે મર્ચન્ટ સાઇટ પર તમારા દ્વારા શરૂ કરાયેલ ચુકવણીના વ્યવહારને પૂર્ણ કરવા માટે મર્ચન્ટ અમારી પાસેથી તમારી વ્યક્તિગત માહિતી લેવાની વિનંતી કરે છે તે પૂર્ણ કરવા
  • અમને મળેલી તમારી નાણાંકીય પ્રોડક્ટના સબ્સ્ક્રિપ્શન માટેની વિનંતીઓ પર પ્રક્રિયા કરવાના હેતુ માટે અને તમે જેની સેવા/પ્રોડક્ટ પસંદ કરીને છે તે સંબંધિત નાણાંકીય સંસ્થા સુધી તમારી વિનંતી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે
  • બેંક, નૉન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ અને ક્રેડિટ બ્યુરો સહિતની અધિકૃત નાણાકીય સંસ્થાઓ સાથે KYC અને ઓનબોર્ડિંગ સહિતની માહિતી શેયર કરીને તમારી ધિરાણ યાત્રાને સક્ષમ કરવા માટે જેની સાથે અમે તમને ક્રેડિટ-સંબંધિત ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવા ભાગીદાર છીએ. અમે તમારી માહિતીને કરાર હેઠળના તૃતીય પક્ષો સાથે પણ શેયર કરી શકીએ છીએ જેઓ અમારી વ્યવસાયિક કામગીરીમાં સહાય કરે છે. જેમાં તમારી KYC પ્રક્રિયા, પાત્રતાની ચકાસણી, કલેક્શન સેવાઓ અને આવી માહિતીના સંગ્રહને સક્ષમ કરવા વગેરેનો સમાવેશ થાય છે જે અમારા ધિરાણ ભાગીદારો દ્વારા આવશ્યક છે.
  • લાગુ પડતાં કાયદાઓ અને નિયમનોના પાલન માટે જો નાણાંકીય સંસ્થા દ્વારા જરૂરિયાત જણાય ત્યારે ફંડની ચકાસણી માટે અથવા છેતરપિંડીને અટકાવવા અથવા તેને ખાળવા અથવા જોખમનું પ્રબંધન કરવા અથવા ફંડની રિકવરી માટે
  • કૉમ્યુનિકેશન, માર્કેટિંગ ડેટા અને માહિતી સંગ્રહ, પ્રસારણ, સુરક્ષા, વિશ્લેષણ, છેતરપિંડીને શોધવા, જોખમની આકારણી અને રિસર્ચ સંબંધિત સેવાઓ માટે
  • અમારી શરતો અને ગોપનીયતા નીતિ લાગુ કરવા માટે;
  • કોઈ જાહેરાત અથવા પોસ્ટિંગ ત્રીજા પક્ષના અધિકારોનું ઉલ્લંઘન કરતી હોય તેવી કન્ટેન્ટના દાવા સામે પ્રતિભાવ આપવા માટે; અથવા અમારા વપરાશકર્તાઓની વ્યક્તિગત સલામતી અથવા સંપત્તિ, અધિકારો, અથવા સામાન્ય જનતાના રક્ષણ માટે
  • જ્યાં અમે માનીએ છીએ કે આવા ખુલાસા જો કાયદા દ્વારા એમ કરવું જરૂરી હોય અથવા શુભ આશયથી એમ કરવાની જરૂર હોય, અથવા રજૂઆત માટે, કોર્ટના આદેશો અથવા અન્ય કાનૂની પ્રક્રિયાનો પ્રતિભાવ આપવા માટે વ્યાજબી રીતે જરૂરી છે ત્યારે
  • જો સરકારી અધિકારીઓ દ્વારા સરકારી પહેલ અને લાભો માટે વિનંતિ કરવામાં આવે તો
  • ફરિયાદ નિવારણ અને વિવાદોના નિરાકરણ માટે
  • PhonePeના આંતરિક તપાસ વિભાગ દ્વારા થતી આંતરિક તપાસ માટે અથવા ભારતીય અધિકારક્ષેત્રની અંદર અથવા બહાર સ્થિત તપાસ હેતુઓ માટે PhonePe દ્વારા નિયુક્ત એજન્સીઓ સાથે
  • જો અમે (અથવા અમારી સંપત્તિ) કોઈપણ અન્ય બિઝનેસ એકમ સાથે ભળી જવાની, અથવા કોઈ પણ બિઝનેસ એકમ દ્વારા હસ્તગત થવાની, અથવા સંસ્થાના પુનર્ગઠન, જોડાણ, અમારા બિઝનેસની પુનર્રચના કરવાની યોજના બનાવીએ તો એવા બિઝનેસ એકમ સાથે

જ્યારે માહિતી થર્ડ પાર્ટી સાથે વહેંચવામાં આવે છે, ત્યારે તમારી વ્યક્તિગત માહિતી પર પ્રોસેસ કરવાનો હેતુ તેમની પોલિસી દ્વારા નિર્ધારિત થાય છે. PhonePe ખાતરી કરે છે કે આ થર્ડ પાર્ટી પર, જ્યારે પણ લાગુ પડે અને શક્ય હોય ત્યાં સુધી વધુ કડક અથવા ઓછી કડક ગોપનીયતા સુરક્ષા જવાબદારીઓ નાંખવામાં આવે. જોકે, PhonePe આ પોલિસીમાં નિર્ધારિત હેતુઓ અનુસાર અથવા લાગુ કાયદા અનુસાર, કાયદેસરની માન્યતા પ્રાપ્ત સત્તાધીશો, નિયમનકારી સંસ્થાઓ, સરકારી અધિકારીઓ અને નાણાંકીય સંસ્થાઓ જેવી થર્ડ પાર્ટી સાથે માહિતી શેયર કરે છે.

સંગ્રહ અને જાળવણી

arrow icon

લાગુ પડતું હોય ત્યાં સુધી, અમે વ્યક્તિગત માહિતીનો સંગ્રહ ભારતમાં કરીએ છીએ અને તેને લાગુ પડતા કાયદા અનુસાર જાળવીએ છીએ અને તેને જે હેતુ માટે એકત્રિત કરવામાં આવ્યા હતા તેના કરતાં વધુ સમય માટે તેનો સંગ્રહ કરતા નથી. જોકે, અમને જરૂર જણાશે તો અમે છેતરપિંડી અથવા ભવિષ્યના દુરુપયોગને રોકવા માટે જરૂરી હોય અથવા કાયદા દ્વારા જરૂરી હોય, જેમ કે કોઈપણ કાનૂની/નિયમનકારી કાર્યવાહી ચાલુ હોય અથવા કોઈપણ કાનૂની અને/અથવા નિયમનકારી દિશાસૂચન અથવા અન્ય કાયદેસરના યોગ્ય હેતુઓ માટે તમારી સંબંધિત વ્યક્તિગત માહિતીનો સંગ્રહ જાળવી શકીએ છીએ.

એકવાર વ્યક્તિગત માહિતી તેની જાળવણી અવધિ પૂર્ણ થઈ જાય પછી લાગુ કાયદા અનુસાર તેને ડિલિટ કરી નાખવામાં આવશે.

વાજબી સુરક્ષા પ્રક્રિયાઓ

arrow icon

PhonePe એ યુઝરની વ્યક્તિગત માહિતી અને સંવેદનશીલ વ્યક્તિગત માહિતીને સુરક્ષિત રાખવા માટે વહીવટી, ટૅક્નિકલ અને ભૌતિક સુરક્ષા પગલાં ભર્યા છે. ખાસ કરીને, તમારી આધાર માહિતીને સુરક્ષિત કરવા માટે, અમે આધાર રેગ્યુલેશન હેઠળ આપવામાં આવેલા અને લાગુ પડતા જરુરી સુરક્ષા નિયંત્રણો લાગુ કર્યા છે. અમે સમજીએ છીએ કે અમારા સુરક્ષા પગલાં શક્ય તેટલાં અસરકારક છે, આમ છતાં કોઈ સુરક્ષા વ્યવસ્થા અભેદ્ય નથી હોતી. આથી, અમારી વાજબી સુરક્ષા પ્રક્રિયાઓના ભાગરૂપે, અમે યોગ્ય માહિતી સુરક્ષા માટે અમારા નેટવર્ક અને સર્વર્સમાં રહેલા ડેટા અને પ્રસારણમાં રહેલા ડેટા એમ બંને પ્રકારના ડેટા માટે એન્ક્રિપ્શન અથવા નિયંત્રણો મૂકવામાં આવે છે અને તેની સલામતી સુનિશ્ચિત કરવા માટે કડક આંતરિક અને બાહ્ય સમીક્ષાઓ કરીએ છીએ. ડેટાબેઝ ફાયરવૉલ પાછળ સુરક્ષિત સર્વરો પર સંગ્રહિત છે; સર્વરોની એક્સેસ પાસવર્ડથી સુરક્ષિત છે અને તે અત્યંત મર્યાદિત છે.

વધુમાં, તમારા લૉગ ઇન આઈડી અને પાસવર્ડની ગુપ્તતા અને સુરક્ષા જાળવવા માટે તમે જવાબદાર છો. કૃપા કરીને તમારા PhonePe લૉગ ઇન, પાસવર્ડ અને OTPની વિગતો કોઈની સાથે વહેંચશો નહીં. તમારી વ્યક્તિગત માહિતી સાથે કોઈ વાસ્તવિક અથવા શંકાસ્પદ સમાધાનના કિસ્સામાં અમને જાણ કરવાની જવાબદારી તમારી રહેશે.

અમે PhonePe ઍપ્લિકેશનને સુરક્ષિત કરવા માટે લૉગ ઇન/લૉગ આઉટ વિકલ્પ અને PhonePe ઍપ્લિકેશન લૉકની સુવિધા (“સ્ક્રીન લૉકને સક્રિય કરો”) દ્વારા અમે બહુસ્તરીય સુરક્ષા પૂરી પાડી છે જેને તમારા દ્વારા સક્રિય કરી શકાય છે. તમે તમારા સાધન પર PhonePe ઍપ્લિકેશનનો ઉપયોગ કરો છો અને અન્ય કોઈપણ સાધન પર સમાન લૉગ ઇનની ઓળખથી વધારાના પ્રમાણીકરણ/ OTP વિના ઉપયોગ કરી ન શકાય તે સુનિશ્ચિત કરવા માટે અમે નિવારક નિયંત્રણો અમલમાં મૂક્યા છે.

ત્રીજા પક્ષની પ્રોડક્ટ, સેવાઓ, અથવા વેબસાઇટ

arrow icon

જ્યારે તમે PhonePe પ્લૅટફૉર્મ પર સર્વિસ પ્રોવાઇડર્સની પ્રોડક્ટ્સ અને સેવાઓનો લાભ લો છો ત્યારે, સંબંધિત સેવા પ્રદાતાઓ વ્યક્તિગત માહિતી એકત્રિત કરી શકે છે અને આવી વ્યક્તિગત માહિતી તેમની ગોપનીયતા નીતિ દ્વારા શાસિત હશે. આ સેવા પ્રદાતાઓ દ્વારા તમારી વ્યક્તિગત માહિતી કેવી રીતે સંભાળવામાં આવશે તે સમજવા માટે તમે તેમની ગોપનીયતા નીતિ અને સેવાની શરતોનો સંદર્ભ લઈ શકો છો.

જ્યારે તમે અમારા પ્લૅટફૉર્મની મુલાકાત લો છો ત્યારે અમારી સેવાઓમાં અન્ય વેબસાઇટ્સ અથવા ઍપ્લિકેશનની લિંક્સ હોઈ શકે છે. આવી વેબસાઇટ્સ અથવા ઍપ્લિકેશન તેમની સંબંધિત ગોપનીયતા નીતિઓ દ્વારા શાસિત થાય છે, જે અમારા નિયંત્રણની બહાર છે. એકવાર તમે અમારાં સર્વર છોડી દો (તમે તમારા બ્રાઉઝર પરના લોકેશન બારમાં અથવા તમે જે એમ-સાઇટ પર રીડાયરેક્ટ થયા છો તેનો URL ચકાસીને તમે કહી શકો છો), ત્યારબાદ તમે એ વેબસાઇટ્સ અથવા ઍપ્લિકેશન્સ પર આપેલી કોઈપણ વ્યક્તિગત માહિતીનો ઉપયોગ જે-તે વેબસાઇટ અથવા ઍપ્લીકેશન તેમના સંબંધિત ઍપ્લિકેશન/વેબસાઇટના સંચાલકની ગોપનીયતા નીતિ દ્વારા શાસિત છે. તેમની નીતિ અમારી ગોપનીયતા નીતિથી અલગ હોઈ શકે છે અને તમને તે ઍપ્લિકેશન્સ અથવા વેબસાઇટ્સના ઉપયોગ માટે આગળ વધતા પહેલાં તેમની એ નીતિઓની સમીક્ષા કરવા અથવા તેમના માલિક પાસેથી તેમની નીતિઓની એક્સેસ મેળવવા વિનંતી કરીએ છીએ. અમે આ ત્રીજા પક્ષો અથવા તેમની નીતિઓ દ્વારા તમારી વ્યક્તિગત માહિતીના ઉપયોગ માટે કોઈ પણ પ્રકારની જવાબદારી સ્વીકારતા નથી.

તમારી સંમતિ

arrow icon

અમે તમારી સંમતિથી તમારી વ્યક્તિગત માહિતીના ઉપયોગની પ્રક્રિયા કરીએ છીએ. PhonePe પ્લૅટફૉર્મ અથવા સેવાઓનો ઉપયોગ કરીને અને/અથવા તમારી વ્યક્તિગત માહિતી પૂરી પાડીને, તમે આ ગોપનીયતા નીતિ અનુસાર PhonePe દ્વારા તમારી વ્યક્તિગત માહિતીના ઉપયોગની પ્રક્રિયા માટે સંમતિ આપો છો. જો તમે અમને અન્ય લોકો સાથે સંબંધિત કોઈપણ વ્યક્તિગત માહિતી જાહેર કરો છો, તો તમે એ દર્શાવો છો કે તમારી પાસે એમ કરવાની સત્તા છે અને અમને આ ગોપનીયતા નીતિ અનુસાર એ માહિતીનો ઉપયોગ કરવાની મંજૂરી આપો છો. વધુમાં, તમે સંમત થાઓ છો અને આ પોલિસીમાં જણાવેલા હેતુઓ માટે PhonePeને ફોન કોલ્સ તેમજ ઈ-મેઈલ દ્વારા તમારી સાથે સંદેશાવ્યવહાર કરવા માટે તમે અધિકૃત કરો છો. પછી ભલે કોઈપણ અધિકૃત DND રજીસ્ટ્રી સાથે તમારી નોંધણી થયેલ હોય.

પસંદગી/મુક્ત થવાની પ્રક્રિયા

arrow icon

અમે બધા વપરાશકર્તાઓને એકાઉન્ટની રચના કર્યા બાદ અમારી કોઈપણ સેવાઓ અથવા બિનજરૂરી (પ્રમોશનલ, માર્કેટિંગ-સંબંધિત) સંદેશાવ્યવહારમાંથી મુક્ત થવાની પસંદગીની તક પૂરી પાડીએ છીએ. જો તમે અમારી તમામ યાદીઓ અને ન્યૂઝલેટર્સમાંથી તમારી સંપર્ક માહિતીને દૂર કરવા અથવા અમારી કોઈપણ સેવાઓ બંધ કરવા માંગતા હો, તો કૃપા કરીને ઇમેઇલર્સ પર ‘અનસબ્સ્ક્રાઇબ’ બટન પર ક્લિક કરો.

જો તમને ખાસ PhonePe પ્રોડક્ટ/સર્વિસ માટે કોઈ કૉલ આવે તો તમે કૉલ દરમિયાન PhonePe પ્રતિનિધિને જાણ કરીને કૉલમાંથી બહાર નીકળી શકો છો.

વ્યક્તિગત માહિતીની એક્સેસ/સુધારણા અને સંમતિ

arrow icon

તમે અમને વિનંતિ મોકલીને તમારા દ્વારા શેયર કરવામાં આવેલી તમારી વ્યક્તિગત માહિતીને એક્સેસ અને તેની સમીક્ષા કરી શકો છો આ ઉપરાંત, તમે આધાર આધારિત e-KYC પ્રક્રિયાના ભાગરુપે લેવામાં આવેલી તમારી e-KYC માહિતીનો સંગ્રહ કરવાની મંજૂરી કોઈપણ સમયે રદ કરી શકો છો. આ રદ કરવા પર તમને મંજૂરી સાથે પુરી પાડવામાં આવેલી સેવાઓનો એક્સેસ તમે ગુમાવી શકો છો. અમુક કિસ્સાઓમાં, અમે આ પોલિસીના ‘સંગ્રહ અને જાળવણી’ સેક્શન હેઠળ તમારી માહિતી જાળવી રાખી શકીએ છીએ. ઉપરોક્તમાંથી કોઈપણ વિનંતિ કરવા માટે તમે આ પોલિસીના અમારો સંપર્ક કરો’ સેક્શન હેઠળ આપેલી સંપર્કની વિગતોનો ઉપયોગ કરીને અમને લખી શકો છો

જો તમે તમારું એકાઉન્ટ અથવા વ્યક્તિગત માહિતી ડિલીટ કરવા ઈચ્છતા હોવ તો, કૃપા કરીને PhonePe પ્લેટફોર્મના ‘સહાય’ સેક્શનનો ઉપયોગ કરો. જોકે, તમારી વ્યક્તિગત માહિતીની જાળવણી લાગુ કાયદાને આધીન રહેશે.

ઉપરની વિનંતિઓ માટે, તમારી ઓળખની પૃષ્ટિ કરવા અને પ્રમાણીકરણની ખાતરી કરવા માટે PhonePeને તમારી પાસેથી ચોક્કસ માહિતીની વિનંતિ કરવાની જરુર પડી શકે છે. આ એક સુરક્ષા માપદંડ છે જે ખાતરી કરે છે કે વ્યક્તિગત માહિતી કોઈપણ એવી વ્યક્તિને આપવામાં નથી આવી જેને આ માહિતી મેળવવાનો અધિકાર નથી અથવા તેમાં ખોટી રીતે ફેરફાર કરવામાં નથી આવ્યો કે ડિલીટ કરવામાં નથી આવી.

કોઈ કિસ્સામાં, તમે જે પ્રોડક્ટ/સેવાઓ મેળવી રહ્યા છો માટે જરૂર હોય, ત્યારે અમે તમને વિનંતી કરીએ છીએ કે જે-તે પ્રોડક્ટ/ સેવા માટેના વિશિષ્ટ નિયમો અને શરતો વાંચો જે PhonePe પ્લૅટફૉર્મ દ્વારા સરળતાથી સુલભ છે. આ બાબતે વધુ માહિતી મેળવવા માટે, તમે આ નીતિના ‘અમારો સંપર્ક કરો’ વિભાગમાં દર્શાવેલી વિગતો પર અમને લખી શકો છો.

બાળકોની માહિતી

arrow icon

અમે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસેથી જાણીજોઈને વ્યક્તિગત માહિતી માંગતા નથી અથવા એકત્રિત કરતા નથી અને અમારા પ્લૅટફૉર્મનો ઉપયોગ ફક્ત ઇન્ડિયન કૉન્ટ્રૅક્ટ એક્ટ, 1872 હેઠળ કાયદાકીય રીતે બંધનકર્તા કરાર રચી શકે તેવી વ્યક્તિઓ માટે જ છે. જો તમારી ઉંમર 18 વર્ષથી ઓછી હોય તો પછી તમારે તમારા માતાપિતા, કાનૂની વાલી અથવા કોઈપણ જવાબદાર પુખ્તની દેખરેખ હેઠળ પ્લૅટફૉર્મ અથવા સેવાઓનો ઉપયોગ કરવો આવશ્યક છે.

નીતિમાં પરિવર્તનો

arrow icon

અમારો વ્યવસાય સતત બદલાતો રહે છે, આથી અમારી નીતિઓ પણ બદલાશે. તમને કોઈપણ પૂર્વ લેખિત સૂચના વિના કોઈપણ સમયે આ ગોપનીયતા નીતિના ભાગોને બદલવા, સંશોધિત કરવા, ઉમેરવા અથવા દૂર કરવા માટે, અમે સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અમારો અધિકાર અનામત રાખીએ છીએ. જોકે, અમે તમને ફેરફારો વિશે સૂચિત કરવાનો વાજબી પ્રયાસ કરીશું, અપડેટ્સ/ફેરફારો માટે સમયાંતરે ગોપનીયતા નીતિની સમીક્ષા કરવાની તમારી જવાબદારી છે. અમારી સેવાઓ/પ્લૅટફૉર્મનો તમારો સતત ઉપયોગ, ફેરફારો પોસ્ટ કર્યા પછી એનો અર્થ એ થશે કે તમે તેમાં થયેલાં પુનરાવર્તનો સ્વીકારો છો અને તેની સાથે સંમત થાઓ છો. તમારા દ્વારા અગાઉથી જ વહેંચવામાં આવેલી વ્યક્તિગત માહિતીને ઓછી સુરક્ષિત બનાવવા માટે અમે નીતિઓમાં ક્યારેય ફેરફાર કરીશું નહીં.

અમારો સંપર્ક કરો

arrow icon

જો તમને તમારી વ્યક્તિગત માહિતી અથવા આ ગોપનીયતા નીતિની પ્રક્રિયા સંબંધિત કોઈ પ્રશ્નો, ચિંતા હોય અથવા ફરિયાદ હોય તો તમે આ લિંક https://support.phonepe.com નો ઉપયોગ કરીને PhonePeના પ્રાઈવસી અધિકારીને લખી શકો છો. અમે વાજબી સમય મર્યાદામાં તમારા પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. સમસ્યાના ઉકેલના સમયમાં થનારા કોઈપણ વિલંબ વિશે તમને સક્રિય રીતે માહિતગાર કરીશું.

PhonePe Logo

Business Solutions

  • Payment Gateway
  • E-commerce PG
  • UPI Payment Gateway
  • Guardian by PhonePe
  • Express Checkout
  • Offline Merchant
  • Advertise on PhonePe
  • SmartSpeaker
  • POS Machine
  • Payment Links
  • Travel & Commute

Insurance

  • Motor Insurance
  • Bike Insurance
  • Car Insurance
  • Health Insurance
  • Arogya Sanjeevani Policy
  • Life Insurance
  • Term Life Insurance
  • Personal Accident Insurance
  • Travel Insurance
  • International Travel Insurance

Investments

  • 24K Gold
  • Liquid Funds
  • Tax Saving Funds
  • Equity Funds
  • Debt Funds
  • Hybrid Funds

Lending

  • Consumer Lending
  • Merchant Lending

General

  • About Us
  • Careers
  • Contact Us
  • Press
  • Ethics
  • Report Vulnerability
  • Merchant Partners
  • Blog
  • Tech Blog
  • PhonePe Pulse

Legal

  • Terms & Conditions
  • Privacy Policy
  • Grievance Policy
  • How to Pay
  • E-Waste Policy
  • Trust & Safety
  • Global Anti-Corruption Policy

See All Apps

Download PhonePe App Button Icon

PhonePe Group

  • Indus Appstoreexternal link icon
  • Share.Marketexternal link icon
  • Pincodeexternal link icon

Certification

Sisa Logoexternal link icon
LinkedIn Logo
Twitter Logo
Fb Logo
YT Logo
© 2025, All rights reserved
PhonePe Logo

Business Solutions

arrow icon
  • Payment Gateway
  • E-commerce PG
  • UPI Payment Gateway
  • Guardian by PhonePe
  • Express Checkout
  • Offline Merchant
  • Advertise on PhonePe
  • SmartSpeaker
  • POS Machine
  • Payment Links
  • Travel & Commute

Insurance

arrow icon
  • Motor Insurance
  • Bike Insurance
  • Car Insurance
  • Health Insurance
  • Arogya Sanjeevani Policy
  • Life Insurance
  • Term Life Insurance
  • Personal Accident Insurance
  • Travel Insurance
  • International Travel Insurance

Investments

arrow icon
  • 24K Gold
  • Liquid Funds
  • Tax Saving Funds
  • Equity Funds
  • Debt Funds
  • Hybrid Funds

Lending

arrow icon
  • Consumer Lending
  • Merchant Lending

General

arrow icon
  • About Us
  • Careers
  • Contact Us
  • Press
  • Ethics
  • Report Vulnerability
  • Merchant Partners
  • Blog
  • Tech Blog
  • PhonePe Pulse

Legal

arrow icon
  • Terms & Conditions
  • Privacy Policy
  • Grievance Policy
  • How to Pay
  • E-Waste Policy
  • Trust & Safety
  • Global Anti-Corruption Policy

PhonePe Group

arrow icon
  • Indus Appstoreexternal link icon
  • Share.Marketexternal link icon
  • Pincodeexternal link icon

Certification

Sisa Logo

See All Apps

Download PhonePe App Button Icon
LinkedIn Logo
Twitter Logo
Fb Logo
YT Logo
© 2025, All rights reserved