Privacy Policy

નેશનલ પેન્શન સ્કીમ – નિયમો અને શરતો 

Englishગુજરાતીதமிழ்తెలుగుमराठीമലയാളംঅসমীয়াಕನ್ನಡ
< Back

આ નેશનલ પેન્શન સ્કીમ – નિયમો અને શરતો (“NPS નિયમો અને શરતો”) સુધારેલા ફોર્મમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000 સાથે વાંચવામાં આવતા અને સુધારેલા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) નિયમો, 2021ના નિયમ 3ની દ્રષ્ટિએ પ્રકાશિત કમ્પ્યુટર-જનરેટેડ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ બનાવે છે અને તેના માટે કોઈ ભૌતિક કે ડિજિટલ હસ્તાક્ષરોની જરૂર નથી. 

અહીં વપરાયેલા તમામ કેપિટલાઇઝ્ડ શબ્દોનો અર્થ નીચે વિભાગ B (વ્યાખ્યાઓ) હેઠળ તેમને આપવામાં આવેલા અર્થ મુજબ રહેશે. 

A. પ્રસ્તાવના

  1. આ NPS નિયમો અને શરતો PhonePe પ્લેટફોર્મ પર PhonePe લિમિટેડ (જે અગાઉ ‘PhonePe પ્રાઇવેટ લિમિટેડ’ તરીકે ઓળખાતી હતી) (“PhonePe”) દ્વારા ઓફર કરવામાં આવતી સેવાઓના તમારા ઍક્સેસ અને ઉપયોગને સંચાલિત કરે છે.
  1. NPS સેવાઓ મેળવવા માટે આગળના પગલાં લેતા પહેલાં કૃપા કરીને આ દરેક NPS નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચો કારણ કે આ NPS નિયમો અને શરતો તમારા કાનૂની અધિકારો, ઉપાયો અને જવાબદારીઓ વિશે મહત્વપૂર્ણ માહિતી ધરાવે છે. આ નિયમો અને શરતો તમારી (“તમે”) અને PhonePe વચ્ચે કાનૂની રીતે બંધનકર્તા કરાર બનાવે છે.
  1. PFRDA દ્વારા સક્ષમ કરવામાં આવેલ NPS ઓનબોર્ડિંગ સુવિધાનો લાભ લેવા માટે PhonePe પ્લેટફોર્મ પર NPS સેવાઓનો ઉપયોગ કરીને, નેવિગેટ કરીને અથવા તેની શરૂઆત કરીને, તમે PFRDA અને/અથવા કોઈપણ NPS સહભાગીઓ દ્વારા સમયે-સમયે નિર્ધારિત કરવામાં આવેલા સંબંધિત નિયમોના સંદર્ભમાં આ NPS નિયમો અને શરતોથી બંધાવા માટે તમારી સંમતિ આપો છો.
  1. NPS સેવાઓનો લાભ લેવા માટે PhonePe પ્લેટફોર્મનો ઍક્સેસ મેળવીને અથવા NPS સેવાઓનો લાભ લેવા માટે PhonePe પ્લેટફોર્મ પર તમારી માહિતી રજિસ્ટર કરીને, આ NPS નિયમો અને શરતો ઉપરાંત, તમે સામાન્ય PhonePe નિયમો અને શરતો (“સામાન્ય નિયમો અને શરતો”) થી બંધાવા માટે સંમત થાઓ છો. આ NPS નિયમો અને શરતો અને સામાન્ય નિયમો અને શરતો વચ્ચે કોઈ અસંગતતાના કિસ્સામાં, આ નિયમો અને શરતો અસંગતતાની મર્યાદા સુધી અને માત્ર અહીં આવરી લેવાયેલી સેવાઓના સંદર્ભમાં માન્ય રહેશે.
  1. PhonePe પ્લેટફોર્મનો ઉપયોગ કરીને, તમે આથી PhonePeની ગોપનીયતા નીતિમાં દર્શાવ્યા મુજબ તમારી માહિતીના ઉપયોગ માટે સંમતિ આપો છો. તમે જ્યારે PhonePe પ્લેટફોર્મ ઍક્સેસ કરો છો ત્યારે PhonePe તમારી વ્યક્તિગત માહિતીને કેવી રીતે સંભાળે છે અને તેનો ઉપયોગ કરે છે તે આ ગોપનીયતા નીતિ સમજાવે છે.

B. DEFINITIONS

  1. “API” એટલે ઍપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ;
  2. “API ગેટવે” એટલે કે NBSL દ્વારા માલિકી ધરાવતી અને સંચાલિત ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા ટ્રાન્સમિશન અને ઇન્ટિગ્રેશન લેયર, જે પ્રમાણભૂત API-આધારિત ઇન્ટિગ્રેશન દ્વારા NPS સહભાગીઓ વચ્ચે મોટે ભાગે વિનંતીઓ અને પ્રતિસાદોના સ્વરૂપમાં, ડેટાના સુરક્ષિત વિનિમય અને માહિતીના રૂટિંગની સુવિધા પૂરી પાડવા માટે કાર્ય કરે છે.
  3. “NBSL” એટલે NPCI BHIM સર્વિસીસ લિમિટેડ;
  4. “NPS” એટલે PFRDA એક્ટ હેઠળ વ્યાખ્યાયિત કર્યા મુજબની નેશનલ પેન્શન સિસ્ટમ;
  5. “NPS સહભાગીઓ” એટલે પેન્શન એજન્ટ તરીકે PhonePe, PoP, API ગેટવે;
  6. “NPS સેવાઓ” એટલે PFRDA દ્વારા પરવાનગી આપ્યા મુજબ PhonePe દ્વારા આપવામાં આવતી NPS ઓનબોર્ડિંગ સુવિધા સેવાઓ;
  7. “પેન્શન એજન્ટ” એટલે એવી વ્યક્તિ કે જે PFRDA દ્વારા સમયસમય પર નિર્ધારિત કરવામાં આવેલ હોય અને સબસ્ક્રાઇબરને NPSમાં ઓનબોર્ડિંગની પ્રક્રિયાને સરળ બનાવવા સહિત NPSના વિતરણની સુવિધા પૂરી પાડવા માટે કોઈ કરાર હેઠળ PoP દ્વારા નિયુક્ત કરવામાં આવી હોય;
  8. “PFRDA” એટલે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી;
  9. “PFRDA એક્ટ” એટલે સમયસમય પર સુધારેલ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી એક્ટ, 2013;
  10. “PhonePe પ્લેટફોર્મ” એટલે PhonePe અને/અથવા તેની સહાયક કંપનીઓ દ્વારા વિકસિત, માલિકી ધરાવતું અને/અથવા સંચાલિત સોફ્ટવેર, સોફ્ટવેર ઍપ્લિકેશન, પ્લેટફોર્મ અથવા વેબસાઇટ;
  11. “પોઇન્ટ ઓફ પ્રેઝન્સ” / “PoP” એટલે PFRDA અધિનિયમ હેઠળ પોઇન્ટ ઓફ પ્રેઝન્સ તરીકે PFRDA સાથે નોંધાયેલ મધ્યસ્થી, જે અન્ય બાબતોની સાથે, સબસ્ક્રાઇબર માટે ફંડ અને સૂચનાઓ પ્રાપ્ત કરવા અને મોકલવા તથા ફંડના પેમેન્ટ કરવા માટે CRA સાથે ઇલેક્ટ્રોનિક કનેક્ટિવિટી જાળવવા સક્ષમ હોય. આ NPS નિયમો અને શરતોના હેતુઓ માટે, PoPમાં એક્સિસ બેંક લિમિટેડ, HDFC બેંક લિમિટેડ, ICICI બેંક લિમિટેડ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો સમાવેશ થશે;

C. નિયમો અને શરતો 

  1. NPS સેવાઓનો ઉપયોગ કરવાનો વિકલ્પ પસંદ કરીને, તમે સમજો છો અને સંમત થાઓ છો કે NPS એ લાગુ કાયદા અનુસાર PFRDA દ્વારા સંચાલિત થાય છે અને PhonePe એ PFRDAના નિયમો હેઠળ કોઈ મધ્યસ્થી, પેન્શન વિતરક કે નિયંત્રિત સંસ્થા નથી. PhonePe માત્ર PFRDAની માર્ગદર્શિકાઓ અનુસાર સંબંધિત PoP(s) હેઠળ પેન્શન એજન્ટ તરીકે માન્યતા પ્રાપ્ત મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે, જેથી PFRDA દ્વારા મંજૂર કરવામાં આવ્યા મુજબ ઓનબોર્ડિંગ સેવાઓ પૂરી પાડી શકાય. 
  1. તમે સમજો છો, સ્વીકારો છો અને સંમત થાઓ છો કે PhonePe એ PFRDAના નિયમો અનુસાર સંબંધિત PoP(s)ના અધિકાર અને દેખરેખ હેઠળ તથા સંબંધિત PoP(s)ની સૂચનાઓ અને સત્તાધિકાર મુજબ જ સંપૂર્ણપણે કાર્ય કરે છે અને PhonePe અન્ય NPS સહભાગીઓ વચ્ચેના ટ્રાન્ઝેક્શનની પરિપૂર્ણતા, કાયદેસરતા કે પૂર્ણતા પર કોઈ નિયંત્રણ ધરાવતું નથી અને તેના માટે જવાબદાર નથી. PhonePeની ભૂમિકા માત્ર સબસ્ક્રાઇબરના ઓનબોર્ડિંગની સુવિધા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા, સબસ્ક્રાઇબરની માહિતી એકત્રિત કરીને તેને PoP સુધી પહોંચાડવા અને ઓનબોર્ડિંગ દરમિયાન સબસ્ક્રાઇબરને ફ્રન્ટ-એન્ડ યુુઝર સહાય  પૂરી પાડવા પૂરતી જ મર્યાદિત છે.
  1. PoP એ NPS હેઠળ સબસ્ક્રાઇબરને ઓનબોર્ડ કરવા, કસ્ટમર ડ્યુ ડિલિજન્સ અને તેમની સેવાઓ માટે જવાબદાર મુખ્ય નિયંત્રિત મધ્યસ્થી છે. PhonePe એ NPS માટેની કોઈપણ અરજીઓના સ્વીકાર કે અસ્વીકારમાં કોઈ સ્વતંત્ર નિર્ણયશક્તિનો ઉપયોગ કરતું નથી. PhonePe દ્વારા ગ્રાહક ઓળખ, KYC અનુપાલન, ગ્રાહક ડ્યુ ડિલિજન્સ, જોખમ મૂલ્યાંકન, PRAN જનરેશન, ફંડ હેન્ડલિંગ અથવા સેટલમેન્ટની પ્રક્રિયાઓ કરવામાં આવતી નથી. 
  1. PhonePe એ API ગેટવે દ્વારા NPS સહભાગીઓના સહયોગથી NPS સેવાઓ પૂરી પાડે છે. તમે સમજો છો, સ્વીકારો છો અને સંમત થાઓ છો કે PhonePe દ્વારા પૂરી પાડવામાં આવતી NPS સેવાઓમાં NPS સહભાગીઓની વિવિધ બાહ્ય સિસ્ટમોનું સંકલન સમાવિષ્ટ છે. તદનુસાર, PhonePeના નિયંત્રણ બહારની આવી બાહ્ય સિસ્ટમો અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે થતી તકનીકી કે કામગીરી સંબંધિત સમસ્યાઓના પરિણામે થતા કોઈપણ વિલંબ, નિષ્ફળતા, અવરોધ અથવા અસફળ ઓનબોર્ડિંગ માટે PhonePe જવાબદાર રહેશે નહીં. 
  1. PhonePe એ NPS સંબંધિત કોઈપણ સેવાઓની પરિપૂર્ણતા માટે જવાબદાર રહેશે નહીં, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે પરંતુ તેના સુધી મર્યાદિત નથી: (a) API ગેટવેની ઉપલબ્ધતા અને/અથવા કાર્યક્ષમતા; (b) સંબંધિત PoP(s) દ્વારા પૂરી પાડવામાં આવેલ કોઈપણ માહિતીની ચોકસાઈ અને/અથવા પૂર્ણતા; (c) સફળ PRAN જનરેશન અને સંપૂર્ણ ઓનબોર્ડિંગ પ્રક્રિયાની પૂર્તિ; (d) PhonePe દ્વારા સુવિધા પૂરી પાડવામાં આવતી ઓનબોર્ડિંગ સેવાઓ સિવાયની, NPS સંબંધિત અન્ય કોઈપણ ગ્રાહક સહાય સેવાઓ; (e) કોઈપણ કારણસર અથવા કોઈ પણ કારણ વગર સંબંધિત PoP(s)માંથી કોઇપણ સેવા કેન્સલ થવી. 
  1. PhonePe એ NPS ઓનબોર્ડિંગ પ્રક્રિયામાં સરળ પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે માત્ર એક તકનીકી મધ્યસ્થ અને ફ્રન્ટ-એન્ડ ઇન્ટરફેસ તરીકે કાર્ય કરે છે. PhonePe એ પોઇન્ટ ઓફ પ્રેઝન્સ, સેન્ટ્રલ રેકર્ડકીપિંગ એજન્સી અથવા રોકાણ સલાહકાર તરીકે કાર્ય કરતું નથી. 
  1. PhonePe પ્લેટફોર્મ પર NPS સેવાઓનો ઉપયોગ કરવા માટે, તમે રજૂઆત કરો છો અને ખાતરી આપો છો કે:
  1. તમે ભારતના નિવાસી વ્યક્તિ છો;  
  2. એકાઉન્ટ શરૂ કરતી વખતે તમારી ઉંમર 18 થી 85 વર્ષની વચ્ચે છે;  
  3. તમે સહભાગી બેંક-PoP પાસે સંપૂર્ણ KYC-અનુપાલિત સેવિંગ એકાઉન્ટ ધરાવો છો; અને  
  4. તમે ભારતીય કરાર અધિનિયમ, 1872 હેઠળ બંધનકર્તા કરાર કરવા માટે કાયદેસર રીતે સક્ષમ છો.  
  1. પ્લેટફોર્મ પર NPS પ્રક્રિયા સાથે આગળ વધીને, તમે PhonePeને એ વાતની સંમતિ આપો છો કે સંબંધિત PoPની કોર બેંકિંગ સિસ્ટમ (“CBS”)માંથી યોગ્ય અને બેંક દ્વારા ચકાસાયેલ KYC એકાઉન્ટ મેળવવા માટે, ઓનબોર્ડિંગ પ્રક્રિયા દરમિયાન પૂરા પાડવામાં આવેલ તમારો મોબાઈલ નંબર, જન્મ તારીખ અને અન્ય માહિતી API ગેટવે દ્વારા સંબંધિત PoPને સુરક્ષિત રીતે મોકલી શકાશે.  
  1. PhonePe પ્લેટફોર્મ પર NPS સંબંધિત પ્રદર્શિત કે ઉપલબ્ધ કરાવવામાં આવેલી માહિતી સંબંધિત PoPs દ્વારા પૂરી પાડવામાં આવે છે અને PhonePe આવી કોઇપણ માહિતી માત્ર ‘જેવી છે તેવી’ સ્થિતિમાં દર્શાવે છે. PhonePe તમને અગાઉથી કોઇપણ નોટિસ આપ્યા વિના, સંબંધિત PoPs દ્વારા સમય-સમય પર પૂરી પાડવામાં આવેલી માહિતીના આધારે PhonePe પ્લેટફોર્મ પર NPS સંબંધિત ઉપલબ્ધ કરાયેલી કોઈપણ માહિતીમાં ફેરફાર કરી શકે છે. NPSના સંદર્ભમાં PhonePe પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાયેલી કોઇપણ માહિતી પર આધાર રાખવાનું પસંદ કરીને, તમે સમજો છો, સંમત થાઓ છો અને સ્વીકારો છો કે આવી માહિતી પરના તમારા આધારના સંબંધમાં PhonePe સામે તમારી પાસે હોઈ શકે તેવા કોઈપણ અને તમામ દાવાઓ, કાર્યવાહીના અધિકારો અને/અથવા ઉપાયો (કાયદા હેઠળ કે અન્યથા) તમે સ્પષ્ટપણે જતા કરો છો. PhonePe કોઈપણ અને તમામ જવાબદારીઓનો સ્પષ્ટપણે અસ્વીકાર કરે છે અને NPS સંબંધિત કોઈપણ માહિતીની સચોટતા, પૂર્ણતા અથવા ઉપયોગીતામાંથી કે તેના સંબંધમાં ઉત્પન્ન થતા કોઈપણ પરિણામો માટે કોઈ જવાબદારી લેતું નથી. ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લીધા વિના, PhonePe પ્લેટફોર્મ પર અગાઉની કામગીરી અંગે પ્રદર્શિત કરવામાં આવેલી કોઇપણ માહિતી માત્ર માહિતીના હેતુ માટે જ છે અને તે નાણાકીય, રોકાણ કે કાનૂની સલાહ નથી.  
  1. તમે સમજો છો, સ્વીકારો છો અને સંમત થાઓ છો કે PRAN જનરેશન અને ઓનબોર્ડિંગ ચાર્જીસ, પ્રારંભિક કન્ટ્રીબ્યુશન અને/અથવા પછીના કન્ટ્રીબ્યુશનના પેમેન્ટ એ તમારી અને સંબંધિત PoP(s) વચ્ચેનું એક સ્વતંત્ર ટ્રાન્ઝેક્શન છે અને PhonePe PRAN જનરેશન તથા NPS સેવાઓ સાથે સંકળાયેલી અન્ય કોઈપણ ક્રિયાઓ માટે જવાબદાર નથી. ઓનબોર્ડિંગ ફી અને પ્રારંભિક કન્ટ્રીબ્યુશન પેટે ચૂકવવામાં આવતી કોઈપણ રકમ સીધી જ સંબંધિત PoP(s)ના નિયત એકાઉન્ટમાં મોકલવામાં આવે છે અને PhonePe દ્વારા કોઈપણ તબક્કે તમારું ફંડ રાખવામાં, ક્લિયર કરવામાં કે તેનું સેટલમેન્ટ કરવામાં આવતું નથી.  
  1. PRAN જનરેશન, એકાઉન્ટની જાળવણી, KYC વેરિફિકેશન, ફંડ મેનેજમેન્ટ અથવા સ્કીમના પરફોર્મન્સને લગતી ફરિયાદો, PFRDAના નિયમો અનુસાર કાયદાકીય રીતે નિર્ધારિત NPS ફરિયાદ નિવારણ પદ્ધતિ દ્વારા અથવા સીધા જ સંબંધિત PoP(s) અને/અથવા CRA સમક્ષ રજૂ કરવી આવશ્યક છે. NPS સેવાઓનો લાભ લેતી વખતે PhonePe પ્લેટફોર્મના યુઝર ઇન્ટરફેસ સંબંધિત કોઈપણ તકનીકી સમસ્યાઓના કિસ્સામાં, તમે PhonePe ગ્રાહક સહાયનો સંપર્ક કરી શકો છો.  
  1. લાગુ કાયદા દ્વારા મંજૂર થયેલી મર્યાદા સુધી, તમે PhonePe અથવા તેના થર્ડ-પાર્ટી વેન્ડર, વ્યવસાયિક ભાગીદારો અથવા માર્કેટિંગ સહયોગીઓ પાસેથી NPS સેવાઓ, અપડેટ, માહિતી/પ્રમોશનલ ઇમેઇલ અને/અથવા પ્રોડક્ટની જાહેરાતો અંગે ઇમેઇલ, ટેલિફોન અને/અથવા SMS દ્વારા સંચાર પ્રાપ્ત કરવા માટે સંમત થાઓ છો. લાગુ કાયદા હેઠળ, ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (“TRAI”) દ્વારા બનાવવામાં આવેલા નિયમો અને વિનિમયો સહિત, “ડુ નોટ ડિસ્ટર્બ” (“DND”) / “નેશનલ કસ્ટમર પ્રિફરન્સ રજિસ્ટર” (“NCPR”) યાદીમાં નોંધાયેલ હોય તો પણ, તમારા દ્વારા પૂરા પાડવામાં આવેલ મોબાઈલ નંબર પર તમામ સંદેશાઓ પ્રાપ્ત કરવા માટે તમે સંમત થાઓ છો અને સંમતિ આપો છો. આ હેતુ માટે, તમે PhonePeને તમારી માહિતી તેની ગ્રુપ કંપનીઓ, PhonePeના થર્ડ-પાર્ટી સેવા પ્રદાતા અથવા કોઈપણ અધિકૃત એજન્ટ સાથે શેર કરવા/જાહેર કરવા માટે વધુમાં અધિકૃત કરો છો .  
  1. PhonePe એ સુનિશ્ચિત કરવા માટે વાજબી પગલાં લે છે કે તમામ સંદેશાવ્યવહાર યોગ્ય રીતે મોકલવામાં આવે છે, તેમ છતાં સંપર્ક માહિતી પરના કોઈપણ પ્રતિબંધો, DND યાદી હેઠળ રજિસ્ટર ફોન નંબર, ઇમેઇલ ડેટા સ્ટોરેજમાં અપર્યાપ્તતા, ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરની ભૂલો વગેરે જેવી સમસ્યાઓના લીધે સંદેશાવ્યવહાર મોકલવામાં નિષ્ફળતા(ઓ) થઈ શકે છે. પૂર્વોક્ત બાબતોના સંદર્ભમાં, કોઈપણ સંદેશાવ્યવહાર ન મળવા બદલ PhonePe ને જવાબદાર અથવા ઉત્તરદાયી ગણવામાં આવશે નહીં. 
  1. તમે સ્વીકારો છો અને સંમત થાઓ છો કે PhonePe પ્લેટફોર્મ અને સેવાઓ પરના તમામ કાનૂની અધિકારો, ટાઈટલ અને હિતો PhonePeની માલિકીના છે, જેમાં PhonePe પ્લેટફોર્મ અને NPS સેવાઓમાં રહેલા કોઈપણ બૌદ્ધિક સંપદા અધિકારો (ભલે તે અધિકારો રજીસ્ટર હોય કે ન હોય)નો સમાવેશ થાય છે. તમે વધુમાં સ્વીકારો છો કે NPS સેવાઓમાં એવી માહિતી હોઈ શકે છે જેને PhonePe દ્વારા ગુપ્ત તરીકે નિયુક્ત કરવામાં આવી હોય અને તમે PhonePeની અગાઉની લેખિત સંમતિ વગર આવી માહિતી જાહેર કરશો નહીં. PhonePe પ્લેટફોર્મની સામગ્રી, જેમાં તેનો “લુક એન્ડ ફીલ” (દા.ત. લખાણ, ગ્રાફિક્સ, છબીઓ, લોગો અને બટન આયકન), ફોટોગ્રાફ, સંપાદકીય સામગ્રી, નોટિસો, સોફ્ટવેર અને અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે, તે PhonePe અને/અથવા તેના થર્ડ-પાર્ટી સેવા પ્રદાતાઓ/તેમના લાયસન્સદારોની માલિકીની છે અથવા તેમને લાયસન્સ પ્રાપ્ત છે, અને લાગુ કોપીરાઈટ, ટ્રેડમાર્ક અને અન્ય કાયદાઓ હેઠળ તેમના દ્વારા યોગ્ય રીતે સુરક્ષિત છે. PhonePe આથી તમને PhonePe પ્લેટફોર્મ અને સેવાઓનો ઉપયોગ કરવા માટે મર્યાદિત લાયસન્સ આપે છે. આ લાયસન્સમાં અન્ય વ્યક્તિ, વિક્રેતા અથવા અન્ય કોઈપણ થર્ડ પાર્ટીના ફાયદા માટે કોઈપણ પ્રકારની માહિતી ડાઉનલોડ કરવી કે નકલ કરવી, અથવા NPS સેવાઓમાં કોઈ ડેરિવેટિવ વર્ક બનાવવું, તેમાં ફેરફાર કરવો, રિવર્સ એન્જિનિયર કરવું, રિવર્સ એસેમ્બલ કરવું અથવા અન્યથા કોઈપણ સોર્સ કોડ શોધી કાઢવાનો પ્રયાસ કરવો, વેચાણ કરવું, સોંપણી કરવી, સબલાયસન્સ આપવું, સુરક્ષા હિત પ્રદાન કરવું અથવા અન્યથા કોઈપણ અધિકારનું ટ્રાન્સફર કરવાનો સમાવેશ થતો નથી. તમારા દ્વારા કરવામાં આવતો કોઇપણ અનધિકૃત ઉપયોગ તમને આપવામાં આવેલી પરવાનગી અથવા લાયસન્સને સમાપ્ત કરશે. 
  1. PhonePe પ્લેટફોર્મનો ઉપયોગ કરીને, તમે આ બાબતો ન કરવા માટે સંમત થાઓ છો: (i) કોઈપણ વ્યાપારી હેતુ માટે PhonePe પ્લેટફોર્મ અથવા તેના કન્ટેન્ટનો ઉપયોગ કરવો; (ii) માંગની અપેક્ષાએ કોઈ સટ્ટાકીય, ખોટું અથવા છેતરપિંડીયુક્ત ટ્રાન્ઝેક્શન અથવા કોઈપણ ટ્રાન્ઝેક્શન કરવું; (iii) PhonePeની સ્પષ્ટ લેખિત પરવાનગી વિના કોઇપણ હેતુ માટે કોઇપણ રોબોટ, સ્પાઈડર, સ્ક્રેપર અથવા અન્ય ઑટોમેટેડ માધ્યમો અથવા કોઈપણ મેન્યુઅલ પ્રક્રિયાનો ઉપયોગ કરીને PhonePe પ્લેટફોર્મની કોઈપણ સામગ્રી અથવા માહિતી ઍક્સેસ કરવી, મોનિટર કરવી અથવા તેની કોપિ કરવી; (iv) PhonePe પ્લેટફોર્મ પરના કોઈપણ એક્સક્લુઝન હેડર્સમાંના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવું અથવા PhonePe પ્લેટફોર્મ પરનો ઍક્સેસ રોકવા અથવા મર્યાદિત કરવા માટે વપરાતા અન્ય પગલાં બાયપાસ કરવા અથવા પ્રતિબંધિત કરવા અથવા અટકાવવા; (v) એવી કોઈ પણ કાર્યવાહી કરવી જે PhonePeના વિવેકાધિકાર અનુસાર, PhonePeના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અયોગ્ય અથવા અસપ્રમાણ રીતે મોટો બોજ નાખે અથવા નાખી શકે તેવી કોઈપણ કાર્યવાહી કરવી; (vi) PhonePeની સ્પષ્ટ લેખિત પરવાનગી વિના કોઈપણ હેતુ માટે PhonePe પ્લેટફોર્મના કોઈપણ ભાગ પર (કોઈપણ પ્રોડક્ટ/સેવા માટેના પર્ચેઝ પાથ સહિત, પરંતુ તેના સુધી મર્યાદિત નથી) ડીપ-લિંક કરવી; અથવા (vii) PhonePeની પૂર્વ લેખિત મંજૂરી વિના કોઇપણ અન્ય વેબસાઇટમાં PhonePe પ્લેટફોર્મના કોઈપણ ભાગને “ફ્રેમ”, “મિરર” અથવા અન્યથા સમાવિષ્ટ કરવો; અથવા (viii) PhonePe/સંબંધિત PoP(s) અથવા કોઈપણ થર્ડ પાર્ટી(ઓ) સાથે/તેમના પર કોઈ છેતરપિંડી કરવા માટે કોઈપણ છેતરપિંડીયુક્ત અરજીઓ શરૂ કરવી અથવા PhonePe પ્લેટફોર્મનો ઉપયોગ કરવો; અને (ix) PhonePe અને/અથવા સંબંધિત PoP(ઓ)ને કોઈ ખોટી, અપૂર્ણ અથવા અસત્ય માહિતી/ડેટા પૂરો પાડવો. 
  1. NPS સેવાઓ “જે છે તે” અને “જેમ ઉપલબ્ધ છે તેમ” ના ધોરણે પૂરી પાડવામાં આવે છે. PhonePe સિસ્ટમ અપટાઈમ, અવિરત ઉપલબ્ધતા અથવા ભૂલ-રહિત ટ્રાન્સમિશન અંગે કોઈ સ્પષ્ટ કે ગર્ભિત વૉરંટી આપતું નથી. 
  1. કોઈ પણ સંજોગોમાં PhonePe કોઈ પણ પરોક્ષ, પરિણામલક્ષી, આકસ્મિક, વિશેષ અથવા શિક્ષાત્મક નુકસાની માટે જવાબદાર રહેશે નહીં, જેમાં મર્યાદા વિના નફા કે આવકના નુકસાન, વ્યવસાયમાં અડચણ, વ્યવસાયિક તકોનું નુકસાન, ડેટાનું નુકસાન અથવા અન્ય આર્થિક હિતોના નુકસાન માટેની નુકસાનીનો સમાવેશ થાય છે, પછી ભલે તે કરાર, બેદરકારી, અપકૃત્ય કે અન્ય કોઈ રીતે NPS સેવાઓના ઉપયોગ અથવા ઉપયોગ કરવામાં અસમર્થતાથી ઉદ્ભવ્યું હોય, પછી ભલે તે ગમે તે રીતે કારણભૂત હોય અને પછી ભલે તે કરાર, અપકૃત્ય, બેદરકારી, વૉરંટી અથવા અન્ય રીતે ઉદ્ભવ્યું હોય. PhonePeની જવાબદારી, જો કોઈ હોય તો, તે કોઈ પણ સંજોગોમાં પચાસ રૂપિયા (રૂ. 50)થી વધુ રહેશે નહીં. 
  1. તમે NPS સહભાગીઓ સાથે જરૂરી વ્યક્તિગત માહિતી સહિત ઉપરોક્ત માહિતી શેર કરવા અને/અથવા જાહેર કરવાના સંબંધમાં અથવા તેનાથી ઉદ્ભવતા અથવા આ NPSના નિયમો અને શરતોના તમારા ઉલ્લંઘનથી ઉદ્ભવતા કોઈપણ અને તમામ દાવાઓ, જવાબદારીઓ, માંગણીઓ, નુકસાન, ખર્ચ, કિંમત (વાજબી એટર્ની ફી સહિત), નિયમનકારી પગલાં, દંડ, પેનલ્ટી અથવા નુકસાની સામે PhonePe, તેના સંલગ્ન એકમો અને તેના/તેમના સંબંધિત ડિરેક્ટર, શેરહોલ્ડર, અધિકારીઓ, કર્મચારીઓ, એજન્ટને સુરક્ષિત અને ક્ષતિરહિત રાખવા માટે તમે બિનશરતી સંમત થાઓ છો. 
  1. આ NPSના નિયમો અને શરતો PFRDA એક્ટ અને/અથવા તે હેઠળના વિનિયમો સહિત ભારતના કાયદાઓ દ્વારા સંચાલિત થશે અને તે અનુસાર અર્થઘટન કરવામાં આવશે. આ NPSના નિયમો અને શરતોમાંથી અથવા તેના સંબંધમાં ઉદ્ભવતા કોઈપણ કાનૂની દાવાઓ, કાર્યવાહી અથવા કામગીરી બેંગલુરુ, કર્ણાટક ખાતેની સક્ષમ અદાલતોના અનન્ય અધિકારક્ષેત્રને આધીન રહેશે. 
  1. કાનૂની સુધારાઓ, PFRDAની સૂચનાઓ અથવા ઓપરેશનલ સુધારાઓ સાથે સુસંગત થવા માટે PhonePe કોઈપણ સમયે આ NPSના નિયમો અને શરતોમાં ફેરફાર કરવાનો, તેમાં સુધારો કરવાનો અથવા તેને અપડેટ કરવાનો અધિકાર અનામત રાખે છે. આવા કોઈપણ અપડેટ પછી NPS સેવાઓનો સતત ઉપયોગ કરવો એ સુધારેલી શરતો પ્રત્યેની તમારી બંધનકર્તા સ્વીકૃતિ ગણાશે. 
  1. તમે સમજો છો, સંમત થાઓ છો અને સ્વીકારો છો કે જો આ નિયમો અને શરતોની કોઈપણ જોગવાઈ લાગુ કાયદાઓ હેઠળ વિરોધાભાસી, ગેરકાયદેસર, અમાન્ય અથવા અમલમાં મૂકી ન શકાય તેવી હોય, તો તેવો વિરોધાભાસ, ગેરકાયદેસરતા, અમાન્યતા અથવા અમલ ન થઈ શકવાની સ્થિતિ સમગ્ર નિયમો અને શરતોને અમાન્ય બનાવશે નહીં. આવી જોગવાઈને માન્ય, કાયદેસર અને અમલમાં મૂકી શકાય તેવી બનાવવા માટે જરૂરી મર્યાદા સુધી તેમાં ફેરફાર કરવામાં આવ્યો હોય તેમ ગણવામાં આવશે, અને જો કોઈ એવો ફેરફાર તેને માન્ય, કાયદેસર અને અમલમાં મૂકી શકાય તેવી ન બનાવી શકે, તો આ નિયમો અને શરતોને એવી રીતે અર્થઘટિત કરવામાં આવશે કે જાણે તેમાં અમાન્ય ઠરાવવામાં આવેલી જોગવાઈ સામેલ જ ન હોય, અને આ નિયમો અને શરતોની જોગવાઈઓ અથવા કરારોની માન્યતા, કાયદેસરતા અને અમલવારી પર કોઈ અસર થશે નહીં, અને પક્ષકારોના અધિકારો અને જવાબદારીઓનું તે મુજબ અર્થઘટન અને અમલ કરવામાં આવશે. 
  1. PhonePe આ કરાર (આ કરારમાં તમામ અધિકારો, ટાઇટલ, લાભો, હિતો અને જવાબદારીઓ અને ફરજો સહિત) અથવા તેનો કોઈપણ ભાગ તેની કોઈપણ સંલગ્ન કંપનીઓને અને હિતમાં આવેલ કોઈપણ ઉત્તરાધિકારીને સોંપવાનો અધિકાર ધરાવશે. PhonePe આ કરાર હેઠળના કેટલાક PhonePe અધિકારો અને જવાબદારીઓ સ્વતંત્ર કોન્ટ્રાક્ટરો અથવા અન્ય ત્રીજા પક્ષકારોને સોંપી શકે છે. તમે અમારી પૂર્વ લેખિત સંમતિ વિના કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થાને આ કરાર, સંપૂર્ણ અથવા અંશતઃ, સોંપી શકશો નહીં, જેને અમારા એકમાત્ર વિવેકાધિકાર પર રોકી શકાય છે. 
  1. PhonePe તમને કોઈપણ પૂર્વ નોટિસ આપ્યા વિના, હંગામી અથવા કાયમી ધોરણે, સેવા બંધ કરવાનો અથવા સસ્પેન્ડ કરવાનો અધિકાર અનામત રાખે છે. તમે સંમત થાઓ છો કે NPS સેવાઓમાં કોઈપણ ફેરફાર અથવા તે બંધ થવા બદલ PhonePe તમારી પ્રત્યે કોઈપણ રીતે જવાબદાર રહેશે નહીં.