Privacy Policy

નિયમો અને શરતો – ઓટોપે

Englishગુજરાતીதமிழ்తెలుగుमराठीമലയാളംঅসমীয়াবাংলাहिन्दीಕನ್ನಡଓଡ଼ିଆ
< Back

આ દસ્તાવેજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000 (સમય-સમય પર થયેલા સુધારા અનુસાર), તે હેઠળના લાગુ પડતા નિયમો અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000 દ્વારા સુધારેલા વિવિધ કાયદાઓમાં ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સને લગતી સુધારેલી જોગવાઇઓ અનુસાર એક ઇલેક્ટ્રોનિક રેકોર્ડ છે. આ દસ્તાવેજને PhonePeના સામાન્ય નિયમો અને શરતો (“શરતો”)ના સંદર્ભમાં વાંચવામાં આવશે, જેમાં મર્યાદિત ન હોય તે રીતે PhonePeની ગોપનીયતા નીતિ (“ગોપનીયતા નીતિ”), PhonePe UPIના વપરાશના નિયમો (“UPIના ઉપયોગની શરતો”) અને PhonePe પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવાયેલી અન્ય પોલિસી/નિયમો અને શરતોનો સમાવેશ થાય છે, જેમાં સમય-સમય પર સુધારા થઇ શકે છે. અહીં વપરાયેલા તમામ કેપિટલાઇઝ્ડ (મોટા અક્ષરોવાળા) શબ્દો, જે અહીં અન્યથા વ્યાખ્યાયિત ન હોય, તેનો અર્થ સામાન્ય નિયમો અથવા UPIના ઉપયોગની શરતોમાં જણાવ્યા મુજબનો જ રહેશે. 

PhonePe ઍપ દ્વારા આ સુવિધાનો ઉપયોગ કરતા અથવા મેળવતા પહેલાં, કૃપા કરીને આ નિયમો અને શરતો- ઑટો પે (“ઑટો પેની શરતો”)ને ધ્યાનપૂર્વક વાંચો. આ ઑટો પે નિયમો તેના હેઠળ સૂચિબદ્ધ ફીચરનો ઉપયોગ કરીને કરવામાં આવતા ટ્રાન્ઝેક્શનનું નિયમન કરે છે. આ ઑટો પે નિયમો  તમારી અને PhonePe લિમિટેડ (જે અગાઉ ‘PhonePe પ્રાઇવેટ લિમિટેડ’ તરીકે ઓળખાતી હતી) (“PhonePe/અમે/અમારું/અમારી”) વચ્ચેનો એક બંધનકર્તા કાનૂની કરાર છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ ઑફિસ-2, ફ્લોર 5, વિંગ એ, બ્લોક એ, સલારપુરિયા સોફ્ટઝોન, બેલંદુર ગામ, વર્થુર હોબલી, આઉટર રિંગ રોડ, બેંગ્લોર સાઉથ, બેંગ્લોર, કર્ણાટક, ભારત, 560103 ખાતે આવેલી છે. તમે સંમત થાઓ છો અને સ્વીકારો છો કે તમે નીચે આપેલા ઑટો પેના નિયમો વાંચ્યા છે. જો તમે આ ઑટો પેના નિયમો સાથે સંમત ન હોવ અથવા આ ઑટો પેના નિયમોથી બંધાવા ન ઇચ્છતા હોવ, તો તમે આ સુવિધાનો લાભ ન લેવાનું/ઉપયોગ ન કરવાનું પસંદ કરી શકો છો. અમે PhonePeની વેબસાઇટ(ઓ) અને/અથવા PhonePe ઍપ(ઓ) પર અપડેટ કરેલું વર્ઝન મૂકીને કોઇ પણ સમયે આ ઑટો પેના નિયમોમાં સુધારો કરી શકીએ છીએ. આ ઑટો પેના નિયમોનું અપડેટ કરેલું વર્ઝન પોસ્ટ કરવામાં આવે ત્યારથી જ તરત જ અમલમાં આવશે. અપડેટ / ફેરફારો માટે સમયાંતરે આ ઑટો પે નિયમોની સમીક્ષા કરવાની જવાબદારી તમારી રહેશે. “તમે”, “તમારું”, “તમારી જાતે”, “એન્ડ યુઝર”, “ગ્રાહક”, “યુઝર”નો અર્થ એ વ્યક્તિ છે જે પેમેન્ટ મોકલવા અને મેળવવા માટે PhonePe ઍપ દ્વારા PhonePe UPIનો ઉપયોગ કરે છે.

આ ઑટો પે શરતો PhonePe દ્વારા ઉપલબ્ધ કરાવાયેલી એક સુવિધાનું નિયમન કરે છે, જેમાં યુઝર(ઓ) આ નિયમો અનુસાર, PhonePe યુઝર દ્વારા નક્કી કરાયેલા અથવા પસંદ કરાયેલા સમયગાળા પર તેમના વતી પેમેન્ટ(ઓ) કરવા માટે PhonePeને અગાઉથી અધિકૃત કરીને, PhonePe ઍપ પર પાત્ર મર્ચન્ટ(ઓ) માટે ઑટોમેટેડ પેમેન્ટ(ઓ) (નીચે વ્યાખ્યાયિત કર્યા મુજબ) સેટ-અપ કરી શકે છે.

  1. વ્યાખ્યાઓ
    1. “કાર્યો”નો અર્થ આ ઑટો  પેના નિયમોની કલમ 4 હેઠળ વ્યાખ્યાયિત કર્યા મુજબના કાર્યો રહેશે, જે મેન્ડેટની માન્યતા દરમિયાન અને તેના સંબંધમાં યુઝર દ્વારા હાથ ધરી શકાય છે અથવા તેના માટે વિનંતી કરી શકાય છે.
    2. “ઑટો ટોપ-અપ મેન્ડેટ”નો અર્થ PhonePe ઍપ દ્વારા ઉપલબ્ધ કરાવાયેલા અમુક સાધનો/સુવિધાઓ જેવા કે UPI Lite સુવિધા અથવા PhonePe વૉલેટ (પરંતુ આટલા પૂરતું મર્યાદિત નથી)ના ઑટોમેટિક ટોપ-અપ માટેના મેન્ડેટ (નીચે વ્યાખ્યાયિત કર્યા મુજબ) રહેશે. આવું ઑટોમેટિક ટોપ-અપ ત્યારે જ શરૂ થશે જ્યારે તે સાધનો/સુવિધાઓમાં રહેલું બેલેન્સ લઘુત્તમ બેલેન્સ મર્યાદા સુધી પહોંચશે અને તે RBI, NPCI અને/અથવા અન્ય નિયમનકારી સત્તાધિકારીઓ દ્વારા નિર્ધારિત મહત્તમ સ્વીકાર્ય ટોપ-અપ મર્યાદા સુધી જ થઇ શકશે.
    3. “ઑટોમેટેડ પેમેન્ટ” અથવા “ઑટો પે”નો અર્થ PhonePe દ્વારા ઉપલબ્ધ કરાવાયેલા એવા પેમેન્ટ(ઓ) રહેશે જે UPI ઇકોસિસ્ટમ અંતર્ગત NPCI દ્વારા સપોર્ટેડ છે, જે યુઝરને મેન્ડેટ હેઠળ તેમના દ્વારા પસંદ કરાયેલા અમુક સમયગાળાના આધારે પેમેન્ટ સેટ અપ કરવાની મંજૂરી આપે છે. આ પેમેન્ટ, મેન્ડેટ રજિસ્ટ્રેશન વખતે યુઝર દ્વારા મંજૂર કરાયેલા સમયગાળા અનુસાર એક વખત માટેના અથવા સમયાંતરે પુનરાવર્તિત થતા હોઈ શકે છે.
    4. “પાત્ર મર્ચન્ટ”નો અર્થ મર્ચન્ટ, સર્વિસ પ્રોવાઇડર(ઓ), બિલર(ઓ)ની એવી પાત્ર કેટેગરી રહેશે, જેઓ આ ઑટો પેના નિયમો અનુસાર યુઝર(ઓ) પાસેથી ઑટોમેટેડ પેમેન્ટ સ્વીકારવા માટે PhonePe પર ઉપલબ્ધ છે.
    5. “મેન્ડેટ”નો અર્થ આ ઑટો પેના નિયમો અનુસાર પાત્ર મર્ચન્ટ(ઓ)ને ઑટોમેટેડ પેમેન્ટ(ઓ) કરવા માટે PhonePe ઍપ દ્વારા યુઝર દ્વારા આપવામાં આવેલી સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન/ અધિકૃતતા રહેશે.
    6. “મેન્ડેટ અમલીકરણ”નો અર્થ કોઇ ચોક્કસ ઑટો પે પેમેન્ટ માટે, PhonePe દ્વારા ઉપલબ્ધ કરાવાયેલા તમારા પસંદગીના પેમેન્ટ મોડ અનુસાર, તમારી બેંક/સંસ્થા દ્વારા તે મેન્ડેટ સંબંધિત અધિકૃત રકમની સફળ કપાત રહેશે.
    7. “મેન્ડેટ મર્યાદા(ઓ)”નો અર્થ કોઇ મેન્ડેટ સંબંધિત એવી મર્યાદા(ઓ) રહેશે જે કાં તો (i) ઑટોમેટેડ પેમેન્ટનું અગાઉથી નિર્ધારિત મૂલ્ય હોઈ શકે છે, અથવા (ii) ઑટોમેટેડ પેમેન્ટનું બદલાતું મૂલ્ય હોઈ શકે છે, જે RBI / NPCI દ્વારા નિર્ધારિત કરાયેલી (સમય-સમય પર અપડેટ થતી) મહત્તમ / એકંદર સ્વીકાર્ય મર્યાદાને આધીન રહેશે.
    8. “મેન્ડેટ રજિસ્ટ્રેશન”નો અર્થ કોઇ મેન્ડેટ સંબંધિત યુઝર દ્વારા પૂરી પાડવાની જરૂરી વિગતો / ઇનપુટ રહેશે, જેમાં (i) મેન્ડેટ સંબંધિત પરિમાણો, (ii) મેન્ડેટ સંબંધિત શરૂઆતની તારીખ અને અંતિમ તારીખ, (iii) મેન્ડેટ મર્યાદાઓ, (iv) મેન્ડેટના સમયગાળાનો સમાવેશ થશે.
  2. મેન્ડેટ સેટ અપ 
    PhonePe ઍપ દ્વારા તમારા દ્વારા સફળ વેરિફિકેશન / પ્રમાણીકરણ કર્યા પછી જ મેન્ડેટ સેટ-અપ કરી શકાશે. મેન્ડેટ સેટ-અપ કરવા માટે, તમારે કોઇ ચોક્કસ ઑટોમેટેડ પેમેન્ટના સંદર્ભમાં મેન્ડેટ રજિસ્ટ્રેશન સંબંધિત વિગતો શેર કરવાની રહેશે.
    વધુમાં, તમે મેન્ડેટ સેટ-અપ કરવા માટે આ સુવિધા હેઠળ PhonePe દ્વારા ઉપલબ્ધ કરાવાયેલું પેમેન્ટ એકાઉન્ટ પસંદ કરી શકો છો. સફળ મેન્ડેટ રજિસ્ટ્રેશન પછી, મેન્ડેટ રજિસ્ટ્રેશન દરમિયાન તમારા દ્વારા મંજૂર કરાયેલા મેન્ડેટના સમયગાળાના આધારે મેન્ડેટ અમલીકરણ હાથ ધરવામાં આવશે અને તે સંબંધિત ઑટોમેટેડ પેમેન્ટ માટે તમારા લિંક કરેલા પેમેન્ટ એકાઉન્ટમાંથી નિર્ધારિત અધિકૃત રકમ કાપી લેવામાં આવશે અને પાત્ર મર્ચન્ટને ટ્રાન્સફર કરવામાં આવશે. એકવાર મેન્ડેટ સફળતાપૂર્વક રજિસ્ટર થઇ ગયા પછી, જ્યાં સુધી તે પેમેન્ટ એકાઉન્ટ સામે સક્રિય મેન્ડેટ રજિસ્ટર હશે, ત્યાં સુધી યુઝરને તે પેમેન્ટ એકાઉન્ટને સંબંધિત VPAથી અનલિંક કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
    PhonePe આથી મેન્ડેટ અથવા મેન્ડેટ અમલીકરણ અસ્વીકૃત થવા, નિષ્ફળ જવા અથવા પેન્ડિંગ સ્ટેટસમાં રહેવા સંબંધિત કોઇ પણ જવાબદારીનો અસ્વીકાર કરે છે અને આ સંબંધમાં તમારી બેંક/સંસ્થા દ્વારા કરવામાં આવતા વેરિફિકેશન / પ્રમાણીકરણ અંગે PhonePeની કોઇ ભૂમિકા કે જવાબદારી રહેશે નહીં.
  3. મેન્ડેટનું અમલીકરણ
    તમારા મેન્ડેટ(ઓ) ત્યારે જ પ્રોસેસ કરવામાં આવશે જો તમે મેન્ડેટ સેટ-અપ કરતી વખતે તમારા દ્વારા પસંદ કરાયેલા પેમેન્ટ એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ (ફંડ) અથવા લિમિટ જાળવી રાખશો. જો તમે તેમ કરવામાં નિષ્ફળ રહેશો, તો તમારું મેન્ડેટ અમલીકરણ અસફળ રહેશે.
    તમારા ઑટોમેટેડ પેમેન્ટના સંદર્ભમાં તમારા લિંક કરેલા પેમેન્ટ એકાઉન્ટમાંથી વાસ્તવિક રકમ કપાત થતાં પહેલાં અને સફળ મેન્ડેટ અમલીકરણ થયા પછી, લાગુ પડતા કાયદાઓ (સમય-સમય પર થયેલા સુધારા અનુસાર) હેઠળ નિયમનકારી સંસ્થાઓ દ્વારા નિર્ધારિત કરાયેલી પદ્ધતિ મુજબ, પાત્ર મર્ચન્ટ અને તમારી બેંક/સંસ્થા દ્વારા મેન્ડેટ / મેન્ડેટ અમલીકરણ સંબંધિત અન્ય વિગતો સાથે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર તમને સૂચિત કરવામાં આવશે.
  4. મેન્ડેટના સંદર્ભમાં કાર્યો/પગલાં:
    તમે મેન્ડેટની માન્યતા દરમિયાન PhonePe ઍપ દ્વારા તમારા મેન્ડેટને (ઑટો ટોપ-અપ મેન્ડેટ સહિત) મેનેજ કરવાના સંદર્ભમાં નીચેના કાર્યો હાથ ધરી શકો છો. કૃપા કરીને નોંધો કે અહીં જણાવેલા કાર્યો પાત્ર મર્ચન્ટ દ્વારા જ્યાં મંજૂરી આપવામાં આવી હોય ત્યાં જ ઉપલબ્ધ રહેશે અને તે શરતો તેમજ લાગુ પડતા કાયદાઓને આધીન રહેશે, (i) મેન્ડેટ રજિસ્ટ્રેશન વખતે તમારા દ્વારા નિર્ધારિત કરાયેલી મેન્ડેટ મર્યાદા(ઓ)માં સુધારો કરવો, જોકે મેન્ડેટ મર્યાદામાં સુધારો કરવાની આવી વિનંતી હંમેશાં પાત્ર મર્ચન્ટ તરફથી જ શરૂ થવી જોઈએ; (ii) મેન્ડેટને થોડા સમય માટે સ્થગિત કરવું અને/અથવા ફરી શરૂ કરવું, (iii) ઑટોમેટેડ પેમેન્ટના સંદર્ભમાં તમારી બેંક/સંસ્થા દ્વારા રિડેમ્પશન ટ્રિગર શરૂ કરવામાં આવે તે પહેલાં મેન્ડેટ પાછું ખેંચવું/રદ કરવું, (iv) લાગુ પડતા કાયદાઓ અનુસાર મેન્ડેટને અન્ય TPAP (થર્ડ પાર્ટી ઍપ્લિકેશન પ્રોવાઇડર) પર સ્થળાંતરિત કરવું.  કૃપા કરીને નોંધો કે ઉપર જણાવેલા કાર્યો લાગુ પડતા કાયદાઓ અનુસાર અમુક ચોક્કસ પ્રકારના મેન્ડેટ માટે લાગુ પડતા નથી.
    તમે સંમત થાઓ છો કે મેન્ડેટના સંદર્ભમાં તમારા કાર્યો તમારી બેંક/સંસ્થા દ્વારા વધારાના વેરિફિકેશન અથવા પ્રમાણીકરણને આધીન હોઈ શકે છે. તમે વધુમાં સંમત થાઓ છો કે તમારા કાર્યો આ ઑટો પેના નિયમો અનુસાર અને લાગુ પડતા કાયદાઓનું પાલન કરતા હોવા જોઈએ, અને જો RBI / NPCI અથવા તમારી બેંક/સંસ્થા દ્વારા (જે લાગુ પડતું હોય તે મુજબ) કાર્યો સંબંધિત કોઇ સમયમર્યાદા નક્કી કરવામાં આવી હોય, તો તમારે તેનું પાલન કરવાનું રહેશે.
  5. એક વખતનું મેન્ડેટ  અને રિકરિંગ મેન્ડેટ:
    • એક વખતનું મેન્ડેટ :
      • આ સુવિધા દ્વારા, તમે આ ઑટો પેના નિયમોની કલમ 2 અનુસાર મેન્ડેટ સેટ-અપ કરીને, ભવિષ્યમાં તમારા પેમેન્ટ એકાઉન્ટમાંથી થનારી કપાતને અગાઉથી અધિકૃત કરી શકો છો. કૃપા કરીને નોંધો કે એક વખતના મેન્ડેટનો મુખ્યત્વે IPO ઍપ્લિકેશન્સ સહિતના (પરંતુ આટલા પૂરતું મર્યાદિત નહીં) વિવિધ ટ્રાન્ઝેક્શન માટે ઉપયોગ કરવામાં આવે છે. આ મેન્ડેટ તમારી સંમતિથી પાત્ર મર્ચન્ટ દ્વારા બનાવવામાં આવશે અને તે ફક્ત એક જ વખતના અમલીકરણ માટે રહેશે, તેમજ મેન્ડેટ રજિસ્ટ્રેશનની સાથે જ તમારા પેમેન્ટ એકાઉન્ટમાં તેટલી રકમ તાત્કાલિક બ્લોક કરી દેવામાં આવશે.
      • લાગુ પડતા કાયદાઓ હેઠળ સ્પષ્ટપણે મનાઇ ન હોય ત્યાં સુધી, તમે મેન્ડેટની સમાપ્તિ તારીખ અને રિડેમ્પશન તારીખ પહેલાં ગમે ત્યારે તે મેન્ડેટની રકમ અને સમાપ્તિ તારીખમાં ફેરફાર કરી શકો છો.
      • તમે મેન્ડેટની સમાપ્તિ તારીખ પહેલાં ગમે ત્યારે તેને રદ કરી શકો છો. બ્લોક કરાયેલી રકમ તાત્કાલિક અનબ્લોક કરવામાં આવશે અને તે મેન્ડેટ રદ ગણાશે.
      • મેન્ડેટ લાગુ કાયદા હેઠળ નિર્દિષ્ટ કરાયેલી મહત્તમ અવધિ માટે માન્ય હોઈ શકે છે.
    • રિકરિંગ મેન્ડેટ:
      • રિકરિંગ મેન્ડેટમાં, તમારી પાસે પસંદ કરેલા માન્યતા સમયગાળા અને નિર્ધારિત સમયગાળા માટે એક જ વખતના પ્રમાણીકરણ દ્વારા મેન્ડેટ શેડ્યૂલ કરવાની ક્ષમતા રહેશે. આનાથી તમારા પેમેન્ટ એકાઉન્ટમાંથી સમયાંતરે પુનરાવર્તિત કપાત કરવાની મંજૂરી મળશે. આ મેન્ડેટ ફક્ત તમારી સંમતિથી જ રજિસ્ટર્ડ કરવામાં આવશે.
      • મેન્ડેટમાં ફેરફાર કરવાની વિનંતી તમારા દ્વારા અથવા પાત્ર મર્ચન્ટ દ્વારા મોકલી શકાય છે. કૃપા કરીને નોંધો કે અમુક ચોક્કસ પ્રકારના મેન્ડેટમાં ફેરફાર ત્યારે જ થઇ શકે છે, જો આવી વિનંતી પાત્ર મર્ચન્ટ તરફથી શરૂ કરવામાં આવી હોય. જોકે, આ ફેરફારને મંજૂર કરવાની અંતિમ સત્તા તમારી પાસે રહેશે.
      • તમે મેન્ડેટને અમુક સમયગાળા માટે થોડા સમય માટે સ્થગિત કરી શકો છો, જે દરમિયાન તે મેન્ડેટ નિષ્ક્રિય રહેશે. થોડા સમય માટે સ્થગિત કરેલા મેન્ડેટ પર પાત્ર મર્ચન્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ કોઇ પણ ટ્રાન્ઝેક્શન ઑટોમેટિકલી નકારવામાં આવશે. તેવી જ રીતે, તમારી પાસે મેન્ડેટની માન્યતા અવધિની અંદર કોઇ ચોક્કસ અસરકારક તારીખથી આ સ્થગિત કરેલા મેન્ડેટને ફરી શરૂ કરવાનો વિકલ્પ પણ રહેશે. કૃપા કરીને નોંધો કે અમુક ચોક્કસ પ્રકારના મેન્ડેટને ત્યારે જ થોડા સમય માટે સ્થગિત કરી શકાશે, જો આવી વિનંતી પાત્ર મર્ચન્ટ તરફથી શરૂ કરવામાં આવી હોય.
      • મેન્ડેટને તમારા દ્વારા તેમજ પાત્ર મર્ચન્ટ દ્વારા પણ રદ એટલે કે કેન્સલ કરી શકાય છે. કૃપા કરીને નોંધો કે અમુક ચોક્કસ પ્રકારના મેન્ડેટ ત્યારે જ રદ કરી શકાશે, જો આવી વિનંતી પાત્ર મર્ચન્ટ તરફથી શરૂ કરવામાં આવી હોય.
      • જો મેન્ડેટ રજિસ્ટ્રેશનની સાથે જ મેન્ડેટ તાત્કાલિક અમલીકૃત થઇ જાય, તો તે તાત્કાલિક અમલીકરણ માટે કોઇ અલગ મંજૂરીની જરૂર રહેશે નહીં. જો મેન્ડેટનું પ્રથમ અમલીકરણ નિષ્ફળ જાય છે (જેમાં ત્રણ પ્રયાસોનો પણ સમાવેશ થાય છે), તો સમગ્ર મેન્ડેટ રદ ગણાશે. જો મેન્ડેટનું પ્રથમ અમલીકરણ, મેન્ડેટ રજિસ્ટ્રેશનના પાંચ મિનિટ પછી શરૂ કરવામાં આવે છે, તો યુઝરે UPI પિન સહિતની જરૂરી માહિતી સાથે આ અમલીકરણને અધિકૃત કરવાનું રહેશે. 
      • NPCIના નિર્દેશ અનુસાર, કોઇ પણ કારણોસર મેન્ડેટ અમલીકરણ નિષ્ફળ જવાના કિસ્સામાં ત્રીજો પ્રયાસ કરવાની મંજૂરી આપવામાં આવશે. ત્રીજો પ્રયાસ પણ નિષ્ફળ જવા પર, તે ચોક્કસ તારીખે ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરવા માટેનું સંબંધિત મેન્ડેટ અમલીકરણ અસફળ ગણાશે, જોકે, ભવિષ્યના મેન્ડેટ અમલીકરણ માટે તે મેન્ડેટ માન્ય અને સક્રિય રહેશે. 
      • મેન્ડેટ માટેની મહત્તમ રકમની મર્યાદા મર્ચન્ટ કેટેગરીના આધારે NPCI/RBI દ્વારા નિર્દિષ્ટ કર્યા મુજબ રહેશે. આ મર્યાદાઓ અને કેટેગરીમાં NPCI/RBI દ્વારા સમયાંતરે ફેરફાર કરી શકાય છે.
  6. UPI રિઝર્વ પે
    UPI રિઝર્વ પે સુવિધા યુઝરને તેમના પેમેન્ટ એકાઉન્ટમાંથી ભવિષ્યમાં થનારી કપાતને અગાઉથી અધિકૃત કરવાની ક્ષમતા આપે છે. મેન્ડેટ રજિસ્ટ્રેશનની સાથે જ તમારા પેમેન્ટ એકાઉન્ટમાં તેટલી રકમ તાત્કાલિક બ્લોક કરી દેવામાં આવશે. આ બનાવેલા મેન્ડેટનો ઉપયોગ મેન્ડેટ રજિસ્ટ્રેશન દરમિયાન બ્લોક કરાયેલી રકમ જેટલા જ એકથી વધુ ઑટોમેટેડ પેમેન્ટ માટે કરી શકાશે.

    ઉપર જણાવેલી કલમ 2 અનુસાર, તમે અથવા તમારા વતી કોઇ પાત્ર મર્ચન્ટ તમારા માટે મેન્ડેટ બનાવી શકે છે. જો તમારા પેમેન્ટ એકાઉન્ટમાં જરૂરી ફંડ/બેલેન્સ નહીં હોય, તો તે કિસ્સામાં મેન્ડેટ બનાવવામાં આવશે નહીં.

    તમે સમજો છો કે જો લાગુ પડતા કાયદાઓ અનુસાર પાત્ર મર્ચન્ટ દ્વારા નિર્ધારિત કરાયેલી ચોક્કસ શરતો હેઠળ મંજૂરી આપવામાં આવી હોય, તો તમે મેન્ડેટની સમાપ્તિ તારીખ પહેલાં ગમે ત્યારે તેને રદ કરી શકશો. કૃપા કરીને નોંધો કે જે તમામ મેન્ડેટમાં ઉપયોગમાં લેવાયેલું પેમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ લાઇન અથવા ક્રેડિટ કાર્ડ જેવું ક્રેડિટ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, ત્યાં લાગુ પડતા કાયદાઓ અનુસાર મેન્ડેટ ફિક્સ રહેવું જરૂરી છે અને એકવાર મંજૂર કર્યા પછી યુઝર દ્વારા તેને મેન્યુઅલી રદ કે ડિલીટ કરી શકાતું નથી.

    મેન્ડેટ મહત્તમ 90 દિવસના સમયગાળા માટે અથવા સમય-સમય પર નિર્ધારિત કરવામાં આવેલ અન્ય કોઇ પણ સમયગાળા માટે માન્ય હોઈ શકે છે.

    તમે સમજો છો કે પાત્ર મર્ચન્ટ દ્વારા મેન્ડેટની સમાપ્તિ તારીખ પહેલાં ગમે ત્યારે તેને રદ કરી શકાય છે. બ્લોક કરાયેલી રકમ તાત્કાલિક અનબ્લોક કરવામાં આવશે, અને તે મેન્ડેટ રદ ગણાશે. મેન્ડેટ અમલીકરણ ફક્ત તેની શરૂઆતની તારીખ અને અંતિમ તારીખ વચ્ચે જ થશે.

    મેન્ડેટ માટેની મહત્તમ રકમની મર્યાદા મર્ચન્ટ કેટેગરીના આધારે NPCI/RBI દ્વારા નિર્ધારિત કર્યા મુજબ રહેશે. આ મર્યાદાઓ અને કેટેગરીઝમાં NPCI/RBI દ્વારા સમય-સમય પર ફેરફાર કરવામાં આવી શકે છે.
  7. ઑટો-ટોપ અપ અપ મેન્ડેટ:  
    જો તમે PhonePe ઍપ દ્વારા સક્રિય કરેલ UPI Lite સુવિધા અથવા PhonePe વૉલેટનો વિકલ્પ પસંદ કર્યો હોય, તો આ ઑટો પે નિયમો અનુસાર, તમારી પાસે UPI Lite સુવિધા અથવા PhonePe વૉલેટ માટે લાગુ પડતી ઑટો ટોપ-અપ મેન્ડેટ મર્યાદા મુજબ ઑટો-ટોપ અપ-અપ મેન્ડેટ સેટ કરવાનો વિકલ્પ રહેશે. દા.ત. જો UPI Lite સુવિધાનું બેલેન્સ 200 રૂપિયાથી ઓછું થાય, તો યુઝર તેની UPI Lite સુવિધામાં ઑટોમેટિકલી 300 રૂપિયા ઉમેરવા માટે ઑટો-ટોપ અપ-અપ મેન્ડેટ સેટ કરી શકે છે. તે મુજબ, જ્યારે પણ બેલેન્સ 200 રૂપિયાથી ઓછું થશે ત્યારે દર વખતે આવા PhonePe યુઝરના પેમેન્ટ એકાઉન્ટમાંથી 300 રૂપિયા કપાત કરવામાં આવશે. તેવી જ રીતે, જો PhonePe વૉલેટનું બેલેન્સ 200 રૂપિયાથી ઓછું થાય, તો યુઝર તેના PhonePe વૉલેટમાં ઑટોમેટિકલી 300 રૂપિયા ઉમેરવા માટે ઑટો-ટોપ અપ-અપ મેન્ડેટ સેટ કરી શકે છે. તે મુજબ, જ્યારે પણ બેલેન્સ 200 રૂપિયાથી ઓછું થશે ત્યારે દર વખતે આવા PhonePe યુઝરના પેમેન્ટ એકાઉન્ટમાંથી 300 રૂપિયા કપાત કરવામાં આવશે.
  8. મેન્ડેટ પોર્ટિંગ: 
    મેન્ડેટ પોર્ટિંગ તમને તમારા હાલના સક્રિય મેન્ડેટને રદ કરીને ફરીથી બનાવવાની જરૂર વગર, એક TPAP (સોર્સ ઍપ/જ્યાંથી મેન્ડેટ હટાવવું છે) પરથી બીજા TPAP (ડેસ્ટિનેશન ઍપ/જ્યાં મેન્ડેટ લઇ જવું છે) પર સ્થળાંતરિત કરવાની મંજૂરી આપે છે. આ સુવિધા સબસ્ક્રિપ્શન્સ, બિલ, લોનના હપ્તા અથવા રોકાણો માટે સમયાંતરે થતા પુનરાવર્તિત પેમેન્ટની સાતત્યતા જાળવી રાખે છે.
    • અન્ય TPAP પરથી PhonePe ઍપ પર મેન્ડેટનું સ્થળાંતરણ (પોર્ટિંગ-ઇન):
      અન્ય TPAP પરથી PhonePe ઍપ પર મેન્ડેટનું સ્થળાંતરણ કરવા માટે તમારે નીચે જણાવેલા પગલાં અનુસરવાના રહેશે: –
      • PhonePe ઍપના સંબંધિત સેક્શન હેઠળ, તમને UPI ઇકોસિસ્ટમમાં તમારા મોબાઇલ નંબર અને પેમેન્ટ એકાઉન્ટ સાથે લિંક થયેલા તમારા તમામ સક્રિય મેન્ડેટ જોવાનો વિકલ્પ મળશે.
      • NPCI અને તમારી બેંક/સંસ્થા તરફથી સફળ પ્રતિસાદ મળ્યા પછી, અમે યુનિક મેન્ડેટ રેફરન્સ નંબર (UMRN), પાત્ર મર્ચન્ટનું નામ, સમયગાળો (માસિક/ત્રિમાસિક/જેમ રજૂ કરવામાં આવે તે મુજબ) અને મહત્તમ રકમની યાદી દર્શાવીશું. આ દર્શાવેલી યાદીમાંથી, તમે તે ચોક્કસ મેન્ડેટ(ઓ) પસંદ કરી શકો છો જેને તમે બીજા TPAP પરથી PhonePe ઍપ પર સ્થાનાંતરિત કરવા માંગતા હોવ.
      • એકવાર તમે સ્થાનાંતરણ માટે મેન્ડેટ(ઓ) પસંદ કરી લો, એટલે અમે વેરિફાઇ કરીશું કે બીજા TPAP પર લિંક કરેલું તમારું પેમેન્ટ એકાઉન્ટ મેન્ડેટની જરૂરિયાતો સાથે સુસંગત છે કે નહીં.
      • NPCIની સુરક્ષા માર્ગદર્શિકા અનુસાર, PhonePe ઍપ પર મેન્ડેટ રજિસ્ટ્રેશનને મંજૂર કરવા માટે તમારે તમારો UPI પિન લખવાનો રહેશે. સફળતાપૂર્વક પિન લખ્યા પછી, UPI ઇકોસિસ્ટમમાં UMRN અપડેટ થઇ જશે અને અમે સફળ મેન્ડેટ રજિસ્ટ્રેશનની ડિજિટલ પુષ્ટિ જાહેર કરીશું. ભવિષ્યના મેન્ડેટ અમલીકરણ માટે આ ફેરફાર અંગે પાત્ર મર્ચન્ટને પણ સૂચિત કરવામાં આવશે.
    • પોર્ટિંગ-આઉટ (PhonePe ઍપ પરથી અન્ય TPAP પર):
      જો તમે PhonePe ઍપ દ્વારા મેનેજ કરવામાં આવતા કોઇ સક્રિય મેન્ડેટને અન્ય કોઇ TPAP (ડેસ્ટિનેશન ઍપ/જ્યાં મેન્ડેટ લઇ જવું હોય) પર સ્થાનાંતરિત કરવાનું પસંદ કરો છો, તો આ સ્થાનાંતરણ માટેની વિનંતી ડેસ્ટિનેશન ઍપ પરથી જ શરૂ કરવાની રહેશે. અમને આ સ્થાનાંતરણ અંગે NPCI તરફથી એક નોટિફિકેશન/વિનંતી પ્રાપ્ત થશે. સફળ વેરિફિકેશન અને ડેસ્ટિનેશન ઍપ પર તમારી મંજૂરી પછી, અમે તે ચોક્કસ UMRN માટે મેનેજિંગ TPAP તરીકેનો અમારો હક છોડી દઇશું. એકવાર મેન્ડેટ સ્થાનાંતરિત થઇ ગયા પછી, અમે તે ચોક્કસ મેન્ડેટ માટે કોઇ નોટિફિકેશન, ફેરફાર કે અમલીકરણ સેવાઓ પ્રદાન કરીશું નહીં. સ્થાનાંતરણ પૂર્ણ થયા પછી, તે મેન્ડેટને લગતી કોઇ પણ પૂછપરછ માટે તમારે ડેસ્ટિનેશન TPAPનો સંપર્ક કરવાનો રહેશે.
  9. ચાર્જ(ઓ)
    PhonePe તેના યુઝર પાસેથી ઑટો પે સુવિધા માટે કોઇ પણ ફી લેતું નથી; જોકે, લાગુ પડતા કાયદાઓને આધીન, અમે સમય-સમય પર અમારી ફી પોલિસીમાં ફેરફાર કરવાનો અધિકાર અનામત રાખીએ છીએ. અમે કોઇ પણ નવી સેવાઓ માટે ફી (લાગુ પડતા ટેક્સ સહિત) દાખલ કરી શકીએ છીએ અથવા હાલની સેવાઓ માટેની ફીમાં સુધારો/નવી ફી દાખલ કરી શકીએ છીએ. ફીમાં કરવામાં આવેલા ફેરફારો તમને PhonePe ઍપ/વેબસાઇટ/PhonePe પ્લેટફોર્મ દ્વારા તે મુજબ દર્શાવવામાં આવશે અને આવા ફેરફારો પોસ્ટ કરાયાના તરત જ બાદ ઑટોમેટિકલી અસરકારક બનશે.
  10. યુઝરની જવાબદારીઓ અને ફરજો
    તમે નીચેની બાબતો સાથે સંમત થાઓ છો અને સ્વીકારો છો:
    1. PhonePe એ ઑટોમેટેડ પેમેન્ટ(ઓ) માટે તમારી બેંક/સંસ્થા દ્વારા ટ્રિગર કરાયેલા મેન્ડેટ(ઓ) માટે પેમેન્ટની સુવિધા આપનાર માત્ર છે અને તે પેમેન્ટ ટ્રાન્ઝેક્શનમાં કોઇ પક્ષકાર નથી.
    2. તમામ મેન્ડેટ અમલીકરણ(ઓ) PhonePe ઍપ દ્વારા, તમારા દ્વારા વેરિફાઇ કરાયેલા મેન્ડેટ(ઓ) અને PhonePe ઍપ દ્વારા મેન્ડેટ રજિસ્ટ્રેશન માટે તમારા દ્વારા શેર કરાયેલી વિગતોના આધારે જ થશે. તમારા પેમેન્ટ એકાઉન્ટમાંથી કાપવામાં આવેલી રકમ(ઓ)ના કોઇ પણ વેરિફિકેશન માટે અને/અથવા કોઇ ચોક્કસ ઑટોમેટેડ પેમેન્ટ માટે થયેલા ડબલ પેમેન્ટ માટે PhonePe જવાબદાર રહેશે નહીં. આ સુવિધા હેઠળ PhonePe ઍપ દ્વારા દરેક મેન્ડેટ માટે આપવામાં આવેલી/મંજૂર કરાયેલી વિગતો વેરિફાઇ કરવાની જવાબદારી તમારી રહેશે.
    3. તમે સંમત થાઓ છો અને સ્વીકારો છો કે તમારા મેન્ડેટ સાથે લિંક થયેલા મોબાઇલ નંબરને ચાલુ રાખવા અને તેને અપડેટ રાખવા માટે તમે પોતે જ સંપૂર્ણપણે જવાબદાર છો. જો તમે તમારો મોબાઇલ નંબર બદલો છો, નિષ્ક્રિય કરો છો અથવા બંધ કરો છો, તો પાત્ર મર્ચન્ટ સાથે તમે સેટ કરેલા કોઇ પણ અગાઉથી મંજૂર કરાયેલા મેન્ડેટ પ્રોસેસ થવાનું ચાલુ રહી શકે છે અને તમારા લિંક કરેલા નાણાકીય એકાઉન્ટમાંથી રકમ કપાઇ શકે છે. જો તમારો અગાઉનો મોબાઇલ નંબર ટેલિકોમ પ્રોવાઇડર દ્વારા મોબાઇલ નંબર ચર્ન લિસ્ટ (MNRL) હેઠળ રિસાયકલ કરવામાં આવે છે અને કોઇ નવા યુઝર દ્વારા PhonePe ઍપ પર તે રજિસ્ટર કરવામાં આવે છે, તો તે યુઝરને તમારા કોઇ પણ જૂના ડેટા, વ્યક્તિગત માહિતી અથવા સક્રિય મેન્ડેટનો ઍક્સેસ મળશે નહીં. જો તમે કોઇ મોબાઇલ નંબરનો ઉપયોગ કરવાનું બંધ કરો છો અને તેની સાથે જોડાયેલા કોઇ પણ સક્રિય મેન્ડેટને રોકવા માંગો છો, તો તે મેન્ડેટને રદ કરવા અથવા તેમાં ફેરફાર કરવા માટે સંબંધિત પાત્ર મર્ચન્ટનો સીધો સંપર્ક કરવાની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે. તમે તમારો નંબર વાપરવાનું બંધ કર્યા પછી પણ સક્રિય મેન્ડેટ હેઠળ પ્રોસેસ થયેલ કોઇ પણ કપાત માટે PhonePeને જવાબદાર ઠેરવી શકાશે નહીં.
    4. પાત્ર મર્ચન્ટ પાસેથી મેળવેલી વસ્તુ(ઓ) અથવા સેવા(ઓ)ના સંબંધમાં ઑટોમેટેડ પેમેન્ટ(ઓ) અંતર્ગત ઊભી થતી કોઇ પણ સમસ્યા, ચિંતા અથવા વિવાદ(ઓ) માટે PhonePe કોઇ પણ પ્રકારની જવાબદારી સ્વીકારશે નહીં. આ સંદર્ભમાં વસ્તુ(ઓ) કે સેવા(ઓ)માંથી ઊભી થતી તમારી સમસ્યાઓ માટે તમે સીધા જ સંબંધિત પાત્ર મર્ચન્ટ(ઓ)નો સંપર્ક કરી શકો છો.
    5. મેન્ડેટના સફળ અમલીકરણ માટે તમારા પેમેન્ટ એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ જાળવી રાખવા માટે તમે સંમત થાઓ છો અને તેનો સ્વીકાર કરો છો. તમારા પેમેન્ટ એકાઉન્ટમાં પૂરતું ફંડ ઉપલબ્ધ ન હોવાને કારણે જો મેન્ડેટ અમલીકરણ નિષ્ફળ જાય અથવા નકારવામાં આવે, તો તેના સંબંધમાં કોઇ પણ જવાબદારી માટે PhonePe જવાબદાર રહેશે નહીં.
    6. આ સુવિધા હેઠળ PhonePe ઍપ દ્વારા સક્રિય કરાયેલા તમારી એક્શન(ઓ), મેન્ડેટ(ઓ) અને મેન્ડેટ અમલીકરણ(ઓ)ની નિયમિતપણે સમીક્ષા કરવાની જવાબદારી તમારી રહેશે. ઑટોમેટેડ પેમેન્ટ(ઓ)ના સંબંધમાં તમારી બેંક/સંસ્થા અથવા પાત્ર મર્ચન્ટ દ્વારા લાદવામાં આવેલા કોઇ પણ અનઅધિકૃત ચાર્જિસ, પેનલ્ટી કે લેટ ફી માટે, અથવા ઑટોમેટેડ પેમેન્ટના સંદર્ભમાં તમારા દ્વારા સેટ કરાયેલ મેન્ડેટ રજિસ્ટ્રેશન / મેન્ડેટ લિમિટ સંબંધિત કોઇ પણ વિસંગતતાઓ માટે PhonePe જવાબદાર રહેશે નહીં.
    7. તમે આ સુવિધા હેઠળ સક્રિય કરાયેલ ઑટોમેટેડ પેમેન્ટ માટે સંબંધિત માર્ગદર્શિકા / લાગુ પડતા કાયદા(ઓ) હેઠળ RBI / NPCI દ્વારા નિર્ધારિત મેન્ડેટ મર્યાદાઓનું પાલન અને અમલ કરવાની ખાતરી આપવા માટે સંમત થાઓ છો. 
  11. ક્ષતિપૂર્તિ અને જવાબદારી
    1. કોઇ પણ સંજોગોમાં PhonePe કોઇ પણ પરોક્ષ, પરિણામી, આકસ્મિક, વિશેષ અથવા શિક્ષાત્મક નુકસાની અથવા જવાબદારીઓ (વૈધાનિક સહિત) માટે જવાબદાર રહેશે નહીં; જેમાં મર્યાદા વિના નફા કે આવકનું નુકસાન, વ્યવસાયમાં અટકાવ, વ્યવસાયની તકો ગુમાવવી, ડેટાનું નુકસાન અથવા અન્ય આર્થિક હિતોના નુકસાન માટેની નુકસાની સામેલ છે, પછી ભલે તે કરાર, બેદરકારી, અપકૃત્ય અથવા અન્ય કોઇ પણ રીતે આ ઑટો પે નિયમો હેઠળ સૂચિબદ્ધ સુવિધાઓના ઉપયોગ અથવા ઉપયોગ કરવાની અસમર્થતાના કારણે ઊભી થઇ હોય. કુલ જવાબદારી, જો કોઇ હોય તો, તે કોઇ પણ સંજોગોમાં જે તે વિવાદના કારણ બનેલા માન્ય ટ્રાન્ઝેક્શનની રકમ અથવા સો રૂપિયા (રૂ. 100), બેમાંથી જે ઓછું હોય તે રકમ કરતાં વધુ રહેશે નહીં.
    2. તમે આ ઑટો પે નિયમો હેઠળ ઉલ્લેખિત સુવિધાઓના તમારા ઉપયોગના કારણે અથવા તેમાંથી ઊભા થતા, આ ઑટો પે નિયમો, UPI ઉપયોગની શરતો, ગોપનીયતા નીતિ, અન્ય નિયમો અને અન્ય પોલિસી/શરતોના તમારા દ્વારા થયેલા ભંગના કારણે, અને/અથવા લાગુ પડતા કોઇ પણ કાયદા અથવા કોઇ ત્રીજા પક્ષકારના અધિકારો (બૌદ્ધિક સંપદા અધિકારોના ઉલ્લંઘન સહિત)ના તમારા દ્વારા થયેલા ઉલ્લંઘનના કારણે, કોઇ પણ ત્રીજા પક્ષકાર દ્વારા કરવામાં આવેલા કોઇ પણ ક્લેમ અથવા ડિમાન્ડ અથવા વ્યાજબી વકીલની ફી સહિતની કાનૂની કાર્યવાહીઓમાંથી, અને/અથવા લાદવામાં આવેલી પેનલ્ટીમાંથી PhonePe, PhonePe સંસ્થાઓ, તેના માલિકો, લાયસન્સધારકો (જે લાગુ પડતું હોય તે મુજબ) અને તેમના સંબંધિત અધિકારીઓ, ડિરેક્ટર, એજન્ટ અને કર્મચારીઓને નુકસાન ન થાય તે રીતે સુરક્ષિત રાખવા માટે સંમત થાઓ છો.
  12. સામાન્ય
    1. આ ઑટો પે નિયમો કાનૂની સિદ્ધાંતોના વિરોધાભાસને ધ્યાનમાં લીધા વિના, ભારતના કાયદાઓ દ્વારા સંચાલિત થશે. તમારા અને PhonePe વચ્ચેનો કોઇ પણ ક્લેમ અથવા વિવાદ જે સંપૂર્ણ કે આંશિક રીતે આ ઑટો પે નિયમોના સંબંધમાં ઊભો થાય છે, તેનો નિકાલ માત્ર બેંગલોર ખાતે આવેલી સક્ષમ અધિકારક્ષેત્ર ધરાવતી અદાલત દ્વારા જ કરવામાં આવશે.
    2. PhonePe આ ઑટો પે નિયમો અનુસાર ઉપલબ્ધ કરાવવામાં આવેલી આ સુવિધાની સચોટતા અને પ્રમાણિકતા અંગેના તમામ પ્રત્યક્ષ કે પરોક્ષ આશ્વાસનોનો અસ્વીકાર કરે છે. PhonePe ઑટો પે સુવિધા, રિઝર્વ પે સુવિધા, PhonePe UPI, PhonePe પ્લેટફોર્મની ગુણવત્તા અને ઉપલબ્ધતા વિશે કોઇ પ્રત્યક્ષ કે પરોક્ષ આશ્વાસન અથવા રજૂઆતો કરતું નથી; જેમાં વેપાર યોગ્યતા, કોઇ ચોક્કસ હેતુ માટેની યોગ્યતા અથવા ત્રીજા પક્ષકારના બૌદ્ધિક સંપદા અધિકારોના બિન-ઉલ્લંઘનના કોઇ પણ આશ્વાસન(ઓ) સામેલ છે, પરંતુ તે તેના પૂરતું મર્યાદિત નથી. આ સેવાઓ “જેમ છે તેમ”, “જેમ ઉપલબ્ધ છે તેમ” અને તમામ ખામીઓ સાથે પ્રદાન કરવામાં આવે છે. PhonePe માત્ર ટ્રાન્ઝેક્શનની સુવિધા આપનાર છે અને તે આ ટ્રાન્ઝેક્શનમાં કોઇ પક્ષકાર નથી. અમે નિર્ધારિત પ્રક્રિયા અનુસાર ટ્રાન્ઝેક્શન પૂર્ણ અને પ્રોસેસ કરવાનો પ્રયાસ કરીએ છીએ, જોકે, PhonePe આ ઑટો પે નિયમો અને PhonePe UPIના સંબંધમાં તમામ જવાબદારીઓનો અસ્વીકાર કરે છે; જેમાં ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જવાના કારણે, PhonePe UPI અથવા PhonePe પ્લેટફોર્મ ઉપલબ્ધ ન હોવાના કારણે, કોઇ પણ પ્રકારનો પ્રતિસાદ ન મળવાના કારણે, વિલંબ, સિસ્ટમ્સ ખોરવાઇ જવાના કારણે અને/અથવા ટ્રાન્ઝેક્શનની કાયદેસરતાના કારણે ઊભી થતી જવાબદારીઓ સામેલ છે, પરંતુ તે તેના પૂરતું મર્યાદિત નથી. PhonePe UPI, PhonePe પ્લેટફોર્મ, PhonePe સેવાઓ, ટ્રાન્ઝેક્શન વગેરેની કોઇ પણ સુવિધામાં કોઇ પણ ભૂલ, નિષ્ફળતા, વિક્ષેપ અથવા તેની અનુપલબ્ધતા માટે પણ PhonePe જવાબદાર રહેશે નહીં. કોઇ પણ ટ્રાન્ઝેક્શનમાંથી ઊભી થતી કોઇ પણ સમસ્યા માટે કૃપા કરીને તમારી બેંક/સંસ્થાનો સંપર્ક કરો. તમામ ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે પેમેન્ટ કરનાર અને પેમેન્ટ મેળવનાર વચ્ચેના છે, જેમાં PhonePeની કોઇ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં.
    3. અમારી પાસે રાખવામાં આવેલા તમારા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ્સ અને અન્ય લોગ્સ, ટ્રાન્ઝેક્શનના પુરાવા તરીકે તેમજ તમારા દ્વારા ઑટો પે અને UPI/ PhonePe UPIના ઉપયોગના પુરાવા તરીકે અંતિમ અને બંધનકર્તા રહેશે.
    4. PhonePe UPIના ઉપયોગની શરતો; સામાન્ય નિયમો અને શરતો તેમજ PhonePeની ગોપનીયતા નીતિને સંદર્ભ માટે આ ઑટો પે નિયમોમાં સમાવિષ્ટ માનવામાં આવશે. આ ઑટો પે નિયમો અને PhonePe UPIના ઉપયોગની શરતો; સામાન્ય નિયમો અને શરતો તેમજ PhonePeની ગોપનીયતા નીતિ વચ્ચે કોઇ પણ વિરોધાભાસના કિસ્સામાં, આ ઑટો પે નિયમો હેઠળ સક્રિય કરાયેલી આ સુવિધાના સંબંધમાં આ ઑટો પે નિયમો જ સર્વોપરી રહેશે.